મુંબઈ : બિલ્ડર્સ હવે વન બીએચકે બનાવવા સક્રિય

ફ્લૅટની સાઇઝ નાની થવાથી કિંમત નીચી લાગે ને ખરીદશક્તિ ઊંચી લાગે

 

 

જયેશ ચિતલિયા

 

અફૉર્ડેબલ હાઉસિસની વાતો બહુ થઈ, પરંતુ મહદંશે એ વાતો જ રહી છે. ઘર ખરીદવાનું કપરું જ બનતું રહ્યું છે. જગ્યાના ભાવો નહીંવત્ કે નજીવા ઘટ્યા છે, પરંતુ મધ્યમ વર્ગને એ પોસાય એવા સ્તરે તો પહોંચ્યા જ નથી. પરિણામે હાઉસિંગ ડિમાન્ડ હજી મંદ જ રહી છે, જેથી લાંબા સમયથી ખાનગી બિલ્ડર્સ જેની ઉપેક્ષા કરતા રહ્યા હતા એ વન બેડરૂમ કિચન (વન બીએચકે)ના ફ્લૅટ બનાવવાની પ્રવૃત્તિ ફરી જોર પકડી રહી છે. પ્રૉપર્ટીના ઊંચા ગયેલા ભાવોને લીધે બે રૂમ કિચનની કિંમત અસાધારણ ઊંચી થઈ ગઈ છે ત્યારે વન બેડરૂમ કિચનનો ટ્રેન્ડ પુન: વેગ પકડી રહ્યો છે. અનેક બિલ્ડર્સ પોતાના પ્રોજેક્ટમાં વન બીએચકે ઑફર કરવા લાગ્યા છે. છેલ્લાં પાંચેક વરસથી બહુમતી બિલ્ડરોએ વન બેડરૂમ કિચનના ફ્લૅટ્સ બનાવવાનું જ છોડી દીધું હતું.

 

લોકો ખરીદી શકે એવા ઘરની માગ ઊભી કરવા હવે બિલ્ડર્સ નાના ફ્લૅટ્સ ઑફર કરતા થયા છે. મુંબઈના ઘણા નવા પ્રકલ્પોમાં વન બીએચકેની ઑફર આવવા લાગી છે. શહેરના જાણીતા બિલ્ડર્સ સહિત સંખ્યાબંધ બિલ્ડર્સના નવા પ્રોજેક્ટોમાં વન બીએચકેને પુન: સ્થાન મળવા લાગ્યું છે, કારણ કે આમ કરવા જતાં ભાવો ઊંચા હોવા છતાં ઘરની કુલ કિંમત તેના ઓછા વિસ્તારને લીધે નીચે આવી જાય છે. પરિણામે વિભાજિત થતા પરિવારો કમ સે કમ વન બીએચકેમાં શિફ્ટ થવાનું આયોજન કરી શકે છે. વન બીએચકે ફ્લૅટનો વિસ્તાર આશરે ૪૦૦થી ૭૦૦ ચોરસફૂટની વચ્ચે રહે છે. ફ્લૅટ્સનું સતત ઘટી રહેલું વેચાણ બિલ્ડર્સને આમ કરવાની ફરજ પાડી રહ્યું હોવાનું જણાવતાં સાધનો કહે છે કે આ જાન્યુઆરી-માર્ચના ક્વૉર્ટરમાં મુંબઈ મેટ્રો રીજનમાં ૧૧,૪૭૩ ફ્લૅટ્સનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના સમાનગાળાના ૨૭,૬૭૬ ફ્લૅટ્સની સરખામણીએ ૫૮ ટકા ઓછા છે.

 

આ બાબત હવે બજારની જરૂરિયાત બની હોવાનું જણાવતાં રિયલ એસ્ટેટનાં સાધનો ઉમેરે છે કે પરાંવિસ્તારોમાં કેટલાક બિલ્ડર્સ તેમની આજુબાજુના પ્રોજેક્ટોમાં આવા નાના ફ્લૅટ્સ ન બનતા જોઈને પોતે એ તક ઝડપી લેવા આમ કરે છે, તો ઘણા બિલ્ડર્સ બીજાઓને જોઈ એનું અનુકરણ કરે છે. આમ કરવામાં નામાંકિત બિલ્ડર્સ પણ બાકાત નથી. નિષ્ણાતો કહે છે કે પ્રાઇસ કરેક્શન ન થઈ રહ્યું હોય તો કમ સે કમ પ્રેફરન્સ કરેક્શન થવું જોઈએ, અર્થાત્ જગ્યાના ભાવ નથી ઘટી રહ્યા તો જગ્યાનો એરિયા ઓછો કરી એને લોકો માટે આકર્ષણ બનાવી શકાય છે, જે હાલ થઈ રહ્યું છે. લોકો સારા લોકેશનમાં જગ્યા મળે એવી અપેક્ષા સહજ રાખતા હોય છે, જેને લીધે લોકો ફ્લૅટના એરિયા કરતાં એના લોકેશનનો વધુ આગ્રહ રાખે છે.

 

જોકે હજી વેસ્ટર્ન સબર્બમાં વન બીએચએકનો ટ્રેન્ડ બહુ આવ્યો નથી, પરંતુ અન્ય વિસ્તારોમાં ધીમે-ધીમે આ ચલણ વધી રહ્યું છે. તેમ છતાં પ્રૉપર્ટી માર્કેટના જાણકારો સ્પષ્ટ કહે છે કે તેજી પાછી ફરશે ત્યારે ફરી વન બીએચકે અદૃશ્ય થઈ જાય તો નવાઈ નહીં. અલબત્ત, એ પણ ખરું છે કે લોકોને પણ હવે લાંબા ગાળાના ભાવિને ધ્યાનમાં રાખી મોટા ફ્લૅટ્સ જ વધુ પસંદ પડે છે. લોકોમાં કમ્ફર્‍ટ અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલનો ટ્રેન્ડ વધતો જતો હોવાથી ગ્રાહકો પણ યેન કેન પ્રકારેણ મોટા - ટૂ બીએચકે અથવા થ્રી બીએચકે પર પસંદગી ઉતારે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK