બિલ્ડરો અને એસ્ટેટ એજન્ટોએ હવે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે

સૂચિત ખરડામાં આકરી જોગવાઈઓ : રિયલ એસ્ટેટ સેક્ટરના રેગ્યુલેટર પાસે નોંધણી કરાવ્યા વિના ફ્લૅટ કે પ્લૉટ વેચનારને જેલ પણ થઈ શકશે: રિયલ્ટી કંપનીઓ અને બિલ્ડરો લડી લેવાના મૂડમાં

property-agentજયેશ ચિતલિયા

રિયલ એસ્ટેટ સેક્ટર માટે રેગ્યુલેટરની રચના કરવાનો કાનૂન એના આખરી તબક્કામાં હોવાનું જાણવામાં આવ્યું છે. આ માટેનો ખરડો ટૂંક સમયમાં કૅબિનેટ સમક્ષ વિચારણા અર્થે મુકાવાનો છે, જેમાં બિલ્ડરો-ડેવલપરો માટે આકરી જોગવાઈઓ છે એટલું જ નહીં; એસ્ટેટ એજન્ટો માટે પણ જવાબદારીઓ છે.

આ સૂચિત ખરડા વિશે મળેલી માહિતી અનુસાર સૌપ્રથમ તો એસ્ટેટ એજન્ટોએ રેગ્યુલેટર પાસે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું થશે, જ્યારે ૧૦૦૦ સ્ક્વેર-મીટરથી વધુ જગ્યામાં બાંધકામ કરતા બિલ્ડરે પણ પોતાના પ્રોજેક્ટની નોંધણી કરાવવાની રહેશે. અગાઉ આ જગ્યાની મર્યાદા ૪૦૦૦ સ્ક્વેર-મીટરની સૂચવાઈ હતી, જેને ઘટાડીને ૧૦૦૦ સ્ક્વેર-મીટર કરી દેવામાં આવતાં હવે મોટા ભાગના બિલ્ડરો રેગ્યુલેટરના દાયરામાં આવી જશે. જાણકાર સાધનો પાસેથી મળેલી માહિતીની આકરી વાત એ છે કે જો બિલ્ડર રેગ્યુલેટર પાસે નોંધણી કરાવ્યા વિના ફ્લૅટ કે પ્લૉટ વેચશે તો તેને જેલની સજા થઈ શકે એવી જોગવાઈ પણ સામેલ કરવામાં આવી છે.

બીજી કડક જોગવાઈ એ છે કે બિલ્ડર-ડેવલપરને ઘર ખરીદનાર વર્ગ પાસેથી મળેલી રકમમાંથી તેમણે ૭૦ ટકા રકમ અલગ બૅન્ક-અકાઉન્ટમાં જમા કરવાની રહેશે. આની પાછળનો હેતુ એ છે કે બિલ્ડર એ ફન્ડનો બીજાં કામોમાં ઉપયોગ ન કરે અને એ ફન્ડ દ્વારા પ્રોજેક્ટને સમયસર પૂરો કરે. સરકાર ડિફૉલ્ટર બિલ્ડર સામે કડક કારવાઈ કરવાનો ઉદ્દેશ ધરાવતી હોવાથી આ આકરી જોગવાઈઓ કરી રહી હોવાનું જણાવતાં પ્રૉપર્ટી-માર્કેટનાં સાધનો કહે છે કે આને પગલે બિલ્ડર-ડેવલપર વર્ગમાં શિસ્ત વધશે તેમ જ રેગ્યુલેટર કાર્યરત બનવાને પગલે બિલ્ડરોને રાહત પણ થશે. હાલ તેમણે જે પ્રોજેક્ટો માટે ૫૦થી ૬૦ જુદી-જુદી મંજૂરીઓ લેવી પડે છે એમાં પણ ફરક પડશે.

રિયલ એસ્ટેટનો વિષય રાજ્યો સાથે પણ સંબંધ ધરાવે છે એટલે કેન્દ્ર સરકારે રાજ્યોને પણ રેગ્યુલેટર સ્થાપવાની ભલામણ કરી છે, જેમાં ચોક્કસ જવાબદારી અને સત્તાનો સમાવેશ છે. આ સાથે વિવાદના કિસ્સા ઉકેલવા માટે અપૅલટ ટ્રિબ્યુનલની રચનાનો પણ પ્રસ્તાવ છે.

સૂચિત બિલમાં બિલ્ડર-ડેવલપર પાસેથી ડિસ્ક્લોઝર્સ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એ પ્રમાણે પ્રમોટરોની, પ્રોજેક્ટની, લે-આઉટની, ડેવલપમેન્ટ પ્લાનની, અગાઉના પ્રોજેક્ટની, જમીનની, એસ્ટેટ એજન્ટ્સની, કૉન્ટ્રૅક્ટર્સની અને આર્કિટેક્ચર્સની વિગતો પણ આપવાની રહેશે. આના આધારે પણ ગ્રાહકોને જે-તે પ્રોજેક્ટ વિશે નિર્ણય લેવામાં સહાયતા મળી શકે છે.

બિલ્ડર-ડેવલપરનો સરકારી વહીવટી યંત્રણા સામે આકરો વિરોધ

એક તરફ સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરને શિસ્તમાં લાવવા અને એનું કામકાજ વધુ સરળ બનાવી ગ્રાહકોનાં હિતોની કાળજી માટે કડક બની રહી છે ત્યારે બીજી તરફ સરકારના જુદા રવૈયા સામે રિયલ એસ્ટેટ વર્ગનાં વિભિન્ન અસોસિએશનો લડવાના મૂડમાં આવી ગયાં છે. કૉન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (ક્રેડાઇ)ના સભ્યોની વિવિધ રાજ્યો તેમ જ શહેરોના વડાઓ સાથે તાજેતરમાં બેઠક થઈ હતી, જેમાં આ રિયલ્ટી પ્લેયર્સ તરફથી સરકારી નીતિ-નિયમો સામે વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી યંત્રણામાં બિલ્ડર-વર્ગને મંજૂરીઓ મેળવવામાં ત્રણથી ચાર વર્ષ જેવો લાંબો સમય લાગી જાય છે. દરેકના કામકાજમાં આશરે ૫૦થી ૯૦ જેટલી મંજૂરીઓ લેવાની થાય છે. રિયલ્ટી કંપનીઓને નાણાધિરાણ મેળવવામાં મુશ્કેલી પડે છે, ઉદ્યોગનો કે માળખાકીય સેક્ટરનો દરજ્જો આપવાની માગણી સરકાર વર્ષોથી પૂરી કરી રહી નથી. આમ બિલ્ડર-ડેવલપર વર્ગ સતત કઠણાઈઓનો સામનો કરતો રહ્યો હોવા છતાં સરકાર માત્ર એમના પર દબાણ વધારી રહી છે, કોઈ નક્કર ઉપાય કરતી નથી. આ સંજોગોમાં રિયલ્ટી કંપનીઓ-બિલ્ડરો હવે આના વિરોધમાં બંધનો માર્ગ કે હડતાળનો માર્ગ અપનાવે એવી સંભાવના પણ આકાર પામી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK