પ્રૉપર્ટી માર્કેટમાં બિલ્ડર્સ અને ગ્રાહકવર્ગ બન્ને મૂંઝવણમાં

ભાવ ઘટવાની રાહ જોવી કે ખરીદી કરી લેવી એની અવઢવ : સુધરાઈના કમિશનર કહે છે કે નિયમોનું પાલન કરનારને જરા પણ વાંધો નહીં આવે

 

 

(જયેશ ચિતલિયા)

રિયલ્ટી સેક્ટરમાં અત્યાર સુધી ક્યારેય નહોતી એવી સ્થિતિ પ્રવર્તી રહી છે. બિલ્ડર્સ અને ગ્રાહકો બન્ને મૂંઝવણમાં છે. ભાવો ઘટશે? ક્યારે ઘટશે? ડિમાન્ડ નીકળશે? ક્યારે નીકળશે? ક્લિયરન્સ ઝડપથી ક્યારથી મળવાનાં શરૂ થશે? બાંધકામને વેગ ક્યારે મળશે? વગેરે સવાલો વચ્ચે બિલ્ડર્સ અને ગ્રાહકો તો અટવાયા જ છે, પરંતુ હજારો એસ્ટેટ એજન્ટો પણ છેલ્લા લાંબા સમયથી સોદા વિના અથવા નહીંવત્ સોદા સાથે સતત નિરાશાની લાગણી અનુભવી રહ્યા છે. બિલ્ડર્સ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ગ્રાહકો ભાવ ઘટવાની પ્રતીક્ષામાં સમય ખેંચી રહ્યા છે.

 

રેડી પઝેશનમાં ડિમાન્ડ સામે સપ્લાય એટલી બધી ઓછી છે કે ભાવો ઘટવાની સંભાવના દેખાતી નથી એવું જણાવતાં પ્રૉપર્ટી માર્કેટનાં સાધનો કહે છે કે સોદાની સંખ્યા નોંધપાત્ર ઘટી હોવા છતાં જેઓ માલ પકડીને બેઠા છે તેઓ રાહ જોવા તૈયાર છે અને એ માટે સક્ષમ પણ છે. બીજી બાજુ બાંધકામ હેઠળના પ્રોજેક્ટોમાં હવે કોઈને વિશ્વાસ નથી બેસતો. આવા પ્રોજેક્ટો ક્યારે શરૂ થાય, ક્યારે પતે એનો કોઈ ભરોસો નથી એવું વાતાવરણ છે. પરિણામે ગ્રાહકો હવે ભાવ ઘટવાની રાહ જોવી કે ખરીદી કરી લેવી એની અવઢવ કે અસમંજસમાં છે.

 

દરમ્યાન તાજેતરમાં સંખ્યાબંધ બિલ્ડર્સ-ડેવલપર્સે‍ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર સુબોધ કુમાર સાથે બાંદરાના રંગશારદા હૉલમાં મીટિંગ કરી હતી, જેમાં સુબોધ કુમારે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જેઓ નિર્દિષ્ટ નિયમોનું પાલન કરશે તેમને કોઈ વાંધો નહીં આવે, પણ નિયમોનું ઉલ્લંઘન નહીં જ ચલાવી લેવામાં આવે. એમ છતાં જેમને નિયમોનું પાલન કર્યા બાદ પણ ક્લિયરન્સ ન મળતું હોય તેઓ તેમનો (સુબોધ કુમારનો) સંપર્ક સાધી શકશે. ૪૫થી ૬૦ દિવસમાં તેમને મંજૂરી મળી જાય એવી વ્યવસ્થાની તેમણે ખાતરી આપી હતી.

 

જાણકારો કહે છે કે અન્ય રાજ્યો કે શહેરોમાં રિયલ્ટી માર્કેટ થોડી ઢીલી પડી છે અથવા ત્યાં ભાવો નીચે જઈ રહ્યા છે, પરંતુ મુંબઈમાં જમીનની અછત અને અન્ય માળખાકીય સમસ્યાઓને જોતાં ભાવો ઘટવાની શક્યતા નહીંવત્ જણાય છે. વધુમાં રેતી, સિમેન્ટ, લોખંડ, સ્ટીલ સહિત લેબર કૉસ્ટ ઊંચા ગયા છે. મોંઘવારી દરેક સ્તરે વધતી રહી છે તો પછી રિયલ્ટી સેક્ટર એમાંથી કઈ રીતે મુક્ત રહી શકે? એટલે ગ્રાહકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હોવા છતાં બિલ્ડર્સ વર્ગ તરફથી ભાવઘટાડાની કોઈ અપેક્ષા રાખવી અર્થહીન રહેશે એમ જણાવતાં સાધનો ઉમેરે છે કે રેડી પઝેશનમાં તો ભાવ ઘટવાના ચાન્સ ખૂબ જ ઓછા છે, પરંતુ અન્ડર-કન્સ્ટ્રક્શનમાં ક્યાંક ભાવ નીચો કરવામાં આવે અથવા ડિસ્કાઉન્ટ વધારવામાં આવે એમ બની શકે છે, જોકે અંડર કન્સ્ટ્રક્શનમાં વિશ્વાસ નહીંવત્ જેવો છે.

 

ઇન્વેસ્ટરોની માનસિકતા

 

નાના બિલ્ડર્સની હાલત સૌથી કફોડી છે એમ જણાવતાં સૂત્રો કહે છે કે અમુક બિલ્ડર્સ મુંબઈની બહાર જવા બહુ ઉત્સુક નથી તેમ જ કેટલાક બિલ્ડર્સ અતિશય આંટીઘૂંટીને કારણે સ્લમ ડેવલપમેન્ટ કે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટોમાં ઝાઝો રસ નથી લેતા. કેટલાય પ્રોજેક્ટોમાં બિલ્ડર્સ તથા ઇન્વેસ્ટર વર્ગ માલ પકડીને બેઠો છે, તેમની હોલ્ડિંગ કૅપેસિટી હોવાથી તેઓ ભાવ ઓછા કરી વેચવાની માનસિકતા નથી ધરાવતા. પ્રૉપર્ટી માર્કેટની તેજી સમયે જેઓ ખૂબ કમાયા છે તેઓ હજી પણ પોતાના રોકાણને પકડીને રાખવામાં માને છે. તેમની દૃષ્ટિએ ભાવ ઘટવા કરતાં વધવાની શક્યતા વધુ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK