બજેટમાં હોમલોનની કરરાહત મુંબઈગરાઓ માટે અવ્યવહારુ

૨૦૧૩-’૧૪માં જગ્યા માટે ૨૫ લાખ રૂપિયા સુધીની લોન લેનારને વ્યાજમાં અઢી લાખ રૂપિયા કપાત મળશે; પણ એનો કોઈ ફાયદો નથી, કારણ કે મુંબઈમાં સસ્તા ફ્લૅટ ઉપલબ્ધ જ નથી





પહેલી વાર ફ્લૅટ ખરીદતા લોકોને રાહત મળે અને હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન મળે એ આશયથી નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ૨૦૧૩-’૧૪ના નાણાકીય વર્ષમાં ૪૦ લાખ રૂપિયા સુધીની કિંમતનું ઘર લેનાર વ્યક્તિ જો ૨૫ લાખ રૂપિયાની હોમલોન લે તો વ્યાજમાં એક લાખ રૂપિયા સુધીની વધારાની રાહત જાહેર કરી છે, પણ એનાથી મુંબઈગરા ખુશ નથી. ફસ્ર્ટ ટાઇમ મકાન ખરીદનારને વ્યાજમાં અઢી લાખ રૂપિયા સુધીની કપાતનો લાભ થશે. આ લાભ માત્ર ૨૦૧૩-’૧૪ના નાણાકીય વર્ષમાં પહેલી વાર ઘર ખરીદનારને જ મળશે.

સ્ટૅમ્પ-ડ્યુટી ઍન્ડ રજિસ્ટ્રેશન પેયર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ ઍડ્વોકેટ વિનોદ સંપટે કહ્યું હતું કે ‘આ લિમિટ ખૂબ જ ઓછી છે. આ માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત છે. પ્રૅક્ટિકલી મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં રહેતા લોકોને આ જાહેરાતનો ફાયદો થવાની શક્યતા સાવ ઓછી છે, કારણ કે આ શહેરોમાં બે રૂમ અને રસોડાના ઘરની પ્રાઇસ ૫૦થી ૬૦ લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે વ્યાજમાં રાહત માત્ર ૨૫ લાખ રૂપિયાની લોન પર જ મળવાની છે.’

નવો ફ્લૅટ લેવા ઇચ્છતા લોકો અને બિલ્ડરો આ જાહેરાતથી નિરાશ થયા છે. તેમનું પણ માનવું છે કે મુંબઈ અથવા તો મુંબઈ મેટ્રોપૉલિટન રીજન વિસ્તારમાં ૪૦ લાખ રૂપિયાથી ઓછી કિંમતનું ઘર મળવું મુશ્કેલ છે. અહીં ફ્લૅટના ભાવ એટલા બધા વધી ગયા છે કે નોકરિયાત વર્ગ પોતાનું ઘર લેવાનું સપનું પણ જોઈ શકતો નથી.

નિષ્ણાતો માને છે કે મિનિસ્ટરની આ જાહેરાત માત્ર ટૂ અને થþી ટિયર સિટી માટે ઉપયોગી છે. મેટ્રો શહેરોમાં ફ્લૅટના ભાવ ૪૦ લાખ રૂપિયાથી વધારે જ છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ જોન્સ લૅન્ગ લસાલના ચૅરમૅન અનુજ પુરીએ કહ્યું હતું કે ‘મેટ્રો શહેરોમાં હાઉસિંગ સ્ટૉક માત્ર મિડ અને અપર ઇન્કમ સેગમેન્ટ માટે છે એટલે આ સવલત મોટાં શહેરો માટે ઉપયોગી નથી, પણ શહેરોની આસપાસ ઊભાં થઈ રહેલાં નાનાં-નાનાં ઉપનગરો અને ટૂ તથા થþી ટિયર સિટીમાં સારી છે. વળી કરકપાતની રાહતને આગળના વર્ષ સુધી કૅરી ફૉર્વર્ડ પણ કરી શકવાની સુવિધા હોવાથી આવાં શહેરોમાં હાઉસિંગ સેક્ટરને બૂસ્ટ મળશે.’

ઉદાહરણ તરીકે બોરીવલી પછી આવેલા દહિસરમાં પ્રતિ સ્ક્વેરફૂટનો ભાવ ૧૦,૦૦૦ રૂપિયા છે અને વન બેડરૂમ હૉલ કિચનનો ફ્લૅટ લેવા માટે આશરે ૭૦,૦૦,૦૦૦ રૂપિયાની જરૂર પડે. આમ આ યોજના મુંબઈમાં વ્યવહારુ નથી.

રિયલ્ટી એક્સપર્ટ અજય ચતુર્વેદીએ કહ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં પણ એક ફૅમિલી માટે વન બેડરૂમ હૉલ કિચનનો ફ્લૅટ ૭૫ લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં મળતો નથી અને આ યોજનાનો લાભ કોઈએ લેવો હોય તો તેણે ૫૦ લાખ રૂપિયા ખિસ્સામાંથી કાઢવા પડે, જે શક્ય નથી. આમ મુંબઈ અને બીજાં મેટ્રો શહેરોમાં આનો કોઈ ઉપયોગ નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK