મુંબઈની પ્રૉપટી માર્કેટમાં અમેરિકન સિસ્ટમ આવી જાય તો નવાઈ નહીં

દર ૧૦૦ સામે ૮૦ રજિસ્ટ્રેશન ભાડાનાં ઍગ્રીમેન્ટ્સનાં થાય છે

 

 


(જયેશ ચિતલિયા)

 


રિયલ એસ્ટેટ માર્કેટમાં જ્યાં સુધી ભાવ લોકોને પોષાય એવા સ્તરે નહીં આવે ત્યાં સુધી મહત્તમ સોદા ભાડા આધારિત જ થશે એવો મત હવે વ્યાપક અને નક્કર બની રહ્યો છે. પ્રૉપર્ટીના ભાવ ઘટવાનું નામ લેતા નથી, ઉપરથી વધવાની સંભાવના દેખાતી જાય છે ત્યારે હાલના સંજોગોમાં મુંબઈમાં ૧૦૦ રજિસ્ટ્રેશનમાંથી ૮૦ રજિસ્ટ્રેશન ભાડાનાં ઍગ્રીમેન્ટ્સનાં થાય છે; પછી એ ફ્લૅટનાં હોય કે દુકાન-ઑફિસનાં હોય. ગયા વર્ષે પણ ભાડાની પ્રૉપર્ટી ડીલ્સ વધુ થઈ હતી જે હજી આ વર્ષે પણ ચાલુ રહે એવી ધારણા વ્યક્ત થઈ રહી છે.

 

કાંદિવલીના અગ્રણી એસ્ટેટ એજન્ટ અને સ્ટૅમ્પડ્યુટી રજિસ્ટ્રેશનનું કામકાજ કરતા ફાલ્ગુન ગાંધી કહે છે, ‘મુંબઈમાં હવે અમેરિકન સિસ્ટમ કામ કરતી થઈ જાય તો નવાઈ નહીં. અમેરિકામાં મહત્તમ લોકો ભાડાના ઘરમાં જ રહેતા હોય છે. ત્યાં ભાડાનાં ઘરોમાં રહેવાનો ટ્રેન્ડ કૉમન છે, જે આપણે ત્યાં મુંબઈમાં આઉટ ઑફ બજેટ જઈ રહેલા ભાવોને ધ્યાનમાં રાખીને ડેવલપ થઈ શકે છે. ખાસ કરીને રેન્ટલ અપાર્ટમેન્ટ્સની પ્રથા વિકસે એવું બની શકે. કાંદિવલીમાં ચોક્કસ સારા વિસ્તારોમાં ત્રણ બેડરૂમ-કિચનના ફ્લૅટના ભાવ બે કરોડ રૂપિયા જેટલા અને બે બેડરૂમ-કિચનના ફ્લૅટ એક કરોડથી દોઢ કરોડ રૂપિયા બોલાઈ રહ્યા છે. મધ્યમ વર્ગ જેવા પરાંના વિસ્તારોમાં આ ભાવો બોલાતા હોય તો લોકો આ રકમ લાવશે ક્યાંથી? પરિણામે વિરાર તરફ અને એનાથી પણ આગળ પ્રોજેક્ટો વિકસવા શરૂ થયા છે. જ્યાં જતાં એક સમયે બિલ્ડર-ડેવલપર પણ ડરતા હતા કે એને જોખમ સમજતા હતા અને ગ્રાહકો તો વિચારતા સુધ્ધાં નહોતા ત્યાં આજે નામાંકિત બિલ્ડરો પણ મોટા-મોટા પ્રકલ્પો નાખી રહ્યા છે. કહેવાય છે કે આ વિસ્તારોમાં હવે રીતસરની ટાઉનશિપ સ્થપાઈ રહી છે. અહીં માળખાકીય સુવિધાઓ ભી કરવા તેમ જ વિકસાવવા માટે સક્રિય પ્રયાસો ચાલી રહ્યા છે.’

 

પ્રૉપર્ટી માર્કેટનાં સાધનો વધુમાં ઉમેરે છે, ‘રીડેવલપમેન્ટને લીધે પણ ભાડાના ઘરની ડિમાન્ડ વધી રહી છે. રીસેલના સોદાઓ નામ પૂરતા થાય છે અને વચ્ચેથી અટકી જતા હોવાના કિસ્સા પણ બને છે. રીસેલ કરનાર પાર્ટીએ પોતે પણ ક્યાંક મોટો અથવા નવો ફ્લૅટ લેવાનો હોય છે જ્યાં તેને ચો ભાવ ચૂકવવાનો આવતો હોવાથી એ પાર્ટી પણ પોતાના ઘરનો ચો ભાવ મળે એવો આગ્રહ રાખે છે. જો આવા કિસ્સામાં એક પણ સોદો રદ થાય તો એને પગલે બીજા સોદા પણ રદ થવાની ઘટના સ્વાભાવિકપણે બને છે.’

 


બિલ્ડરો પાસે ભાવ પકડીને બેસવાની શક્તિ

 


હવે પછી ધીમે-ધીમે ડિમાન્ડ નીકળશે અને પ્રોજેક્ટનાં ક્લિયરન્સ ઝડપી થશે એવી આશાએ બેઠેલા બિલ્ડર-ડેવલપર ભલે એકંદરે નાણાખેંચ અનુભવી રહ્યા હોય, પરંતુ ભાવો નીચા લઈ જતા નથી એવું જણાવતાં માહિતગાર સાધનો કહે છે, ‘અંદરખાનેથી ગ્રાહકોને મોટું ડિસ્કાઉન્ટ ઑફર થતું હોય તો નવાઈ નહીં, પણ માર્કેટમાં આ વાત બહાર આવવા દેવાતી નથી. જોકે સંજોગોને આધીન જે બિલ્ડરો મહત્તમ કામકાજ બૅન્કધિરાણથી કરતા હોય છે અને જેમનો મોટા ભાગનો માલ ઇન્વેસ્ટરો લઈ લેતા હોય છે તેમને ખાસ ચિંતા નથી. એને લીધે તેઓ ભાવો પકડીને બેસી રહેવાની શક્તિ પણ ધરાવે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK