ફ્લૅટ ખરીદનારા બે ગ્રાહકોને ૪૦ લાખ પાછા ચૂકવવાનો રેરાનો ડેવલપરને આદેશ

ઘરનો કબજો આપવામાં વિલંબની ફરિયાદ કરનારા બે ગ્રાહકોને ૪૦ લાખ રૂપિયા જેટલી રકમ પાછી ચૂકવવાનો આદેશ મહારેરાએ ડેવલપરને આપ્યો હતો. મહારેરાએ ડેવલપરને બે મહિનામાં એ ગ્રાહકોને ૪૦ લાખ રૂપિયા ચૂકવવાની છૂટ આપી હતી.

rera

પુણે પાસેના મોશી ખાતે એક પ્રોજેક્ટમાં બે અપાર્ટમેન્ટ્સ બુક કરાવનાર ગ્રાહકોએ નોંધાવેલી ફરિયાદના અનુસંધાનમાં મહારેરાએ ડેવલપરને ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

એક ફ્લૅટ ખરીદદારે ૨૦૧૪ની ૧૦ ઑક્ટોબરે ડેવલપર સાથે ઘર ખરીદવાનું ઍગ્રીમેન્ટ કર્યું હતું. એ ઍગ્રીમેન્ટમાં ડેવલપરે ૨૦૧૬ના ડિસેમ્બર મહિના પહેલાં અથવા ઍગ્રીમેન્ટની તારીખથી અઢી વર્ષમાં કબજો આપવાની ખાતરી આપવામાં આવી હતી. બીજા ગ્રાહકે ૨૦૧૪ની ૨૮ નવેમ્બરે ડેવલપર સાથે ઍગ્રીમેન્ટ કર્યું હતું. એમાં પણ અઢી વર્ષમાં ઘરનો કબજો આપવાની બાંયધરી આપવામાં આવી હતી. એ મુજબ બીજા ગ્રાહકને ૨૦૧૭ના મે મહિનામાં ઘરનો કબજો આપવાનો હતો. ડેવલપરે પ્રોજેક્ટ કમ્પ્લીશનની સુધારિત તારીખ ૨૦૧૮ની ૩૧ ડિસેમ્બર આપી હતી. પહેલા ગ્રાહકે ડેવલપરને ૧૭.૪૪ લાખ રૂપિયા અને બીજા ગ્રાહકે ૨૩.૦૩ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

તારીખ બદલાતાં કબજો વિલંબમાં પડ્યો હતો. એ સંજોગોમાં બન્ને ગ્રાહકોએ ઘરનું બુકિંગ રદ કરીને પૈસા પાછા લેવાનો નિર્ણય લીધો હતો. એ ઘરનો કબજો આપવામાં વિલંબ બાબતે બન્ïને ગ્રાહકે મહારેરાને ફરિયાદ કરી હતી. ડેવલપરે મહારેરા સમક્ષ સંબંધિત તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા. પ્રોજેક્ટ પૂરો કરવામાં વધારે પડતા વિલંબનો ગ્રાહકોનો દાવો માન્ય રાખતાં મહારેરાએ કાયદેસર રીતે વ્યાજ સહિત રકમ પાછી ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK