ઘર માટે સંઘર્ષ કરતા મિલવર્કરો માટે ખુશખબર

વાડિયા ગ્રુપ વડાલાની આઠ એકર જમીન મ્હાડાને સુપરત કરશે અને મિલવર્કરોને કન્સ્ટ્રક્શન-કૉસ્ટમાં ફ્લૅટ્સ મળશે

પોતાનાં ઘર માટે વર્ષોથી સંઘર્ષ કરી રહેલા મિલવર્કરો માટે ખુશખબર છે. વાડિયા ગ્રુપ વડાલામાં બૉમ્બે ડાઇંગ મિલ્સ ચલાવે છે ત્યાં નજીકમાં જ આવેલી પોતાની લગભગ ૮૦૦થી ૯૦૦ કરોડ રૂપિયાની કિંમતની આઠ એકર જમીન સરકારને સુપરત કરશે. વડાલામાં વાડિયા ગ્રુપની ૪૫ એકર જમીન છે એમાંથી આઠ એકર જમીન સરકારને અને આઠ એકર જમીન સુધરાઈને આપશે. સરકાર આ જમીન મ્હાડાને સુપરત કરશે અને મ્હાડા ત્યાં મિલવર્કરો માટે ૬૦૦૦ ઘર અને ૨૦૦૦ ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધશે.


મિલ લૅન્ડ સંબંધી ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલ્સની કલમ-નંબર ૫૮ પ્રમાણે મિલઓનર ચાલુ મિલ એરિયા સિવાયની બાકીની જમીનમાંથી ત્રીજા ભાગની સરકારને (મ્હાડાને) અને ત્રીજા ભાગની જમીન સુધરાઈને આપીને બાકીની ત્રીજા ભાગની જમીન પોતાના માટે રાખી શકે છે. આ ગણતરી પ્રમાણે સુધરાઈ અને મ્હાડાને આઠ-આઠ એકર જમીન મળશે.


મ્હાડા આ જમીન પર મિલવર્કરો માટે ઘરો બાંધવા માટે ત્રણની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ વાપરશે એટલે આઠ એકર જમીન પર કુલ ૨૪ એકરનું કન્સ્ટ્રક્શન થશે. ખરેખર તો મ્હાડા ત્યાં ફ્લૅટ બાંધશે અને મિલવર્કરોએ માત્ર કન્સ્ટ્રક્શન-કૉસ્ટ ચૂકવવાની રહેશે. એટલે કે સાવ સસ્તામાં તેમને ઘર મળી રહેશે. જોકે મિલવર્કરોનાં કેટલાંક ગ્રુપ મ્હાડા પાસે સાવ મફતમાં ઘરની માગણી કરી રહ્યાં છે અને મ્હાડા તેમની પાસેથી કન્સ્ટ્રક્શન-કૉસ્ટ વસૂલ કરવા માગે છે. જોકે મ્હાડાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેઓ વધુ કેટલુંક ડિસ્કાઉન્ટ પણ આપશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK