બિલ્ડરની વિશ્વસનીયતા કઈ રીતે ચકાસશો?

એક ફ્લૅટ ખરીદવા માટે તમારે જ્યારે લાખો રૂપિયા ડાઉન પેમેન્ટ કરવું પડે છે ત્યારે સમયસર કબજો મળશે કે નહીં એની ચિંતામાં અડધા થઈ જવાય છે



ઉર્મિમાલા બૅનરજી

ઘર ખરીદવું કંઈ સહેલી વાત નથી. એક ફ્લૅટ ખરીદવા માટે કંઈકેટલાય લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપવું પડે છે. વળી ફ્લૅટ સમયસર મળશે કે નહીં એની ચિંતામાં લોકો અડધા થઈ જાય છે. જોકે જો તમે જાણીતા બિલ્ડર પાસે પ્રૉપર્ટી બુક કરાવો તો ઘણી ચિંતા હળવી થઈ શકે છે. બિલ્ડરની વિશ્વસનીયતા ચકાસવાના કેટલાક રસ્તાઓ આ મુજબ છે.

સાચી માહિતી મેળવો

શહેરના તમામ ડેવલપર્સ વિવિધ યોજનાઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરતા હોય છે જેમાં આક્રમક પ્રચાર-અભિયાન દ્વારા આકર્ષક ભેટસોગાદો આપવાની વાત કરવામાં આવે છે. તેઓ ગમે તે ભોગે ગ્રાહકોને પોતાની તરફ વાળવા માગે છે. બિલ્ડરની વિશ્વસનીયતા જાણવા માટે સૌથી સરળ રસ્તો અગાઉ જેમણે આ બિલ્ડર પાસેથી ઘર ખરીદ્યું હોય તેમની સાથે વાત કરવાનો છે. તેઓ બિલ્ડર કેટલો સમયસર છે એની તથા વેચાણ બાદની સર્વિસ તથા કન્સ્ટ્રક્શનની ગુણવત્તા વિશે ચોક્કસ માહિતીઓ આપશે. જો ખરીદનારનો અનુભવ સારો હશે તો વાંધો નહીં આવે.

બૅકગ્રાઉન્ડ ચકાસો

હાલ ઘણી રિયલ એસ્ટેટની માહિતી ઑનલાઇન ઉપલબ્ધ છે. ન્યુઝપેપર્સ, વેબસાઇટ તથા એજન્ટ પાસેથી પણ ઘણી માહિતીઓ મેળવી શકાય છે. વળી ઘણા રિયલ એસ્ટેટ બ્લૉગર્સ પણ છે જેઓ વિવિધ પ્રોજેક્ટ બાબતે પ્રામાણિક અભિપ્રાય આપે છે. બિલ્ડરની ચકાસણી માટે તેના જૂના અને વર્તમાન પ્રોજેક્ટ વિશે માહિતીઓ મેળવવી જરૂરી છે.
વળી જો કંપનીને ISO ૯૦૦૦+ સર્ટિફિકેટ મળ્યું હોય તો એનું કન્સ્ટ્રક્શન સંતોષકારક હશે.
સભ્યપદનું મહત્વ
ભારતમાં બિલ્ડરોની સારી છાપ નથી. જોકે CREDAI (ક્રેડાઇ -કૉન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા તથા બિલ્ડર અસોસિએશન ઑફ ઇન્ડિયા આ છાપ બદલવા માટેનો પ્રયાસ કરી રહ્યાં છે. એ ઇચ્છે છે કે એમના સભ્યો સરકારના અમુક નિયમોનું પાલન કરે. તમારો ડેવલપર આવી સંસ્થાનો સભ્ય છે કે નહીં એની જાણકારી મેળવો. વળી જાણીતી બૅન્કો હંમેશાં ખ્યાતિપ્રાપ્ત બિલ્ડરો સાથે જ જોડાણ કરશે.

પ્લાનને મંજૂરી

બિલ્ડરો પાસે તમામ પ્રકારની મંજૂરી હોવી જરૂરી છે. નિર્માણ માટે સુધરાઈએ ચોક્કસ નિયમો બનાવ્યા છે જેનું પાલન થવું આવશ્યક છે. પાણીનો પુરવઠો છે કે નહીં એ પણ ચકાસી લેવું જોઈએ. કેટલાક ડેવલપર્સ ટૅન્કરથી પાણી મોકલે છે, પરંતુ લાંબા ગાળે એ મોંઘું પુરવાર થાય છે. પાણીપુરવઠો સુધરાઈ પાસેથી જ મળવો જોઈએ.

વળતરની શરત

સામાન્ય રીતે મોટા ભાગના પ્રોજેક્ટ્સમાં ઓછામાં ઓછા છ મહિનાનો વિલંબ થતો હોય છે. અમુક મંજૂરીને કારણે એમ થતું હોય છે. જો બિલ્ડર વિલંબ માટે ચોક્કસ કારણ આપવામાં નિષ્ફળ નીવડે તો તેણે વળતર આપવું પડે છે. ઍગ્રીમેન્ટ સમયે બિલ્ડરે આવી શરતો રાખી છે કે નહીં એ ચકાસી લેવું જોઈએ.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK