ઘરોની ખરીદી પર તહેવારો નિમિત્તે ડિસ્કાઉન્ટની બોલબાલા

મુંબઈ, દિલ્હી સહિત સાત મોટાં શહેરોમાં વેચાણ વધવાની આશા : વર્ષ દરમ્યાન બે લાખ ઘરો વેચાવાની સંભાવના



આશરે બે વર્ષના અંતરાલ બાદ આ વખતે તહેવારોની મોસમમાં પ્રૉપર્ટીની ખરીદી  પર ખરા અર્થમાં ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં આવશે. અગાઉ પ્રૉપર્ટીની ખરીદી પર પરિવાર સાથે ફ્રીમાં વેકેશન માણવાની, મોટરબાઇક, સોનાનો સિક્કો તેમ જ મૉડ્યુલર કિચનની ઑફર કરવામાં આવતી હતી. એની સામે ચાલુ વર્ષે કૅશ ડિસ્કાઉન્ટની ઑફર વહેતી મુકાઈ છે. દલાલો તેમના ચાર્જિસમાં ૭થી ૧૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરે છે. એમાં અલબત્ત દિલ્હી (ફ્ઘ્ય્) અને મુંબઈ મોખરે છે.

વિfલેષકોના મતે ચાલુ વર્ષના ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં  કુલ ૭ મોટાં શહેરોમાં મળીને ૬૦,૦૦૦ ફ્લૅટ્સ વેચાય એવી વકી છે, જે ૨૦૧૨ અને ૨૦૧૩ની તુલનાએ બમણા કરતાં વધુ છે. સંપૂર્ણ વર્ષ દરમ્યાન લગભગ બે લાખ ઘરો વેચાવાની સંભાવના છે.
આમાં તહેવારોની મોસમમાં થનારા વેચાણનો હિસ્સો સહેજેય ૩૦થી ૪૦ ટકાનો રહેશે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન વાર્ષિક ૧.૨૦ લાખથી ૧.૪૦ લાખ ફ્લૅટ્સનું વેચાણ નોંધાયું હતું.

બજારનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર બ્રોકરો ફ્લૅટની કિંમત પર સીધા ૧૦થી ૧૨ ટકાનું ડિસ્કાઉન્ટ ઑફર કરે છે, જેમાં ઘણા બ્રોકર્સ ટ્રાન્સફર-ફી પણ લેતા નથી. મોટા ભાગે બ્રોકરો ફ્લૅટના લોકેશન, એરિયા તથા અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને ડિસ્કાઉન્ટ ઑફર કરતા હોય છે.છેલ્લાં બે વર્ષથી રિયલ્ટી સેક્ટરમાં વેચાણમાં થયેલા ઘટાડાને જોતાં ડેવલપર્સ નાણાભીડમાં આવી ગયા છે તેમ જ ધિરાણદારો પણ ધિરાણ આપતાં ખચકાટ અનુભવી
રહ્યા છે. નવી સ્થિર સરકાર રચાવાને પગલે લોકોમાં ઉત્સાહનો સંચાર થતાં હવે હકારાત્મક અસરો જોવા મળી રહી છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK