રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ શું છે ને એમના આગમનથી શું લાભ થશે?

આખરે લાંબા સમયની પ્રતીક્ષા બાદ રિયલ એસ્ટેટ તેમ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ સ્વરૂપે માટે ભંડોળ મેળવવાનો નવો અને નોખો માર્ગ ખૂલી રહ્યો છે. મૂડીબજારનું નિયમન તંત્ર સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા) આ બન્ને માર્ગનાં ધોરણોને લીલી ઝંડી આપવાનું છે.જયેશ ચિતલિયા


મોદી સરકારના બજેટમાં પણ આની જાહેરાત કરાઈ હતી જેનો હવે અમલ થવા જઈ રહ્યો છે. એમાં નાના-મધ્યમ રોકાણકારોને પણ રોકાણની નવી તક મળશે, ત્યારે આ બન્ને ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (રીટ) શું છે એને સમજીએ.

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ શું છે?


રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એક એવી સંસ્થા છે કે જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે એ વિવિધ વર્ગના રોકાણકાર પાસેથી ભંડોળ ઊભું કરે છે અને એ ભંડોળને એવી પ્રૉપર્ટીઝમાં રોકે છે જે એને નિયમિત આવક રળી આપી શકે એવી રેડી કે ડેવલપ્ડ પ્રૉપર્ટી હોય. ટ્રસ્ટ એમાંથી શરૂમાં ભાડાની આવકસમાન નિયમિત આવકની અપેક્ષા રાખે છે, પરંતુ સમય જતાં જરૂર જણાય તો એનું વેચાણ કરીને નફો પણ બુક કરી શકે અને એ નફાને એના યુનિટધારકોમાં વહેંચી શકે છે, પરંતુ એની મુખ્ય વિશેષતા એ છે કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા ઇચ્છતા મધ્યમ કદના રોકાણકારોને પણ એ પોતાની મારફત આ રોકાણની તક ઑફર કરી શકે છે. અન્યથા રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે બહુ જ મોટી રકમ જરૂરી બનતી હોવાથી માત્ર મોટા રોકાણકારો જ એમાં ભાગ લઈ શકે છે. વધુમાં અહીં ડેવલપ્ડ પ્રૉપર્ટીઝમાં જ રોકાણ કરવાનું હોવાથી જોખમ પ્રમાણમાં ઓછું રહેશે.

ડેવલપ્ડ પ્રૉપર્ટીમાં રોકાણથી સલામતી

આરઈઆઇટી-રીટ ડેવલપ્ડ પ્રૉપર્ટીઝ (વિકસિત મિલકત)ના વ્યાપારીકરણમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સને સહાય કરવા ઉપરાંત સરળતાથી બહાર નીકળવાનો વિકલ્પ પણ પૂરો પાડશે, તેમ જ અપેક્ષિત વળતર સામે વધુ પડતુ  લઈ ચૂકેલી કંપનીઓને એનું ભારણ ઘટાડવામાં પણ સહાય કરશે. આમ રીટ ભારતીય રિયલ એસ્ટેટ બજારની ગહનતા વધારીને એને વધારાની પ્રવાહિતા પૂરી પાડશે. રીટ લોકોને પોતાનાં નાણાં ચોક્કસ નિયમન હેઠળ ભારતના રિયલ્ટી સેક્ટરમાં રોકવા માટે પ્રોત્સાહન આપશે. રિટમાં રોકાણ અસ્ક્યામત આધારિત હોવાથી રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માગતા રોકાણકારો માટે એ મિલકતના ટાઇટલની ચકાસણી તથા નિયામક સંસ્થાઓની મંજૂરી મેળવવા જેવી ઝંઝટથી મુક્ત એક આદર્શ રોકાણ વિકલ્પ પુરવાર થશે. વર્તમાન પરિસ્થિતિમાં રિટના માધ્યમથી બજારમાં નવા રોકાણનો પ્રવાહ સરળ બનશે.
આ જ રીતે ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પણ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે અને રિટ્સ જેવા તમામ લાભ મેળવશે.

ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટે ઇન્વેસ્ટરો તૈયાર

રીટના આગમનની તૈયારીરૂપે દેશના અનેક પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડ ગૃહો રિયલ એસ્ટેટ અસ્ક્યામતોની યાદી ધરાવતો ર્પોટફોલિયો તૈયાર કરી રહી છે; જેમાં રેડ ફૉર્ટ કૅપિટલ, ગોલ્ડન એસ્ટેટ્સ, કોટક રિયલ્ટી ફન્ડ્સ અને તાતા રિયલ્ટી ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની સહયોગી બ્લૅકસ્ટોન ગ્રુપ સાથે મળીને આવી અસ્ક્યામતોમાં રોકાણ કરવા આયોજન કરી રહી છે. રિટ્સ એ એક એવી પ્રકારની સિક્યૉરિટી છે જેમાં શૅર્સની જેમ જ એક્સચેન્જ પર લે-વેચ કરી શકાશે, તેમ જ રીટના શૅરધારકો રિયલ એસ્ટેટની માલિકી સાથે સ્થાયી આવક પણ મેળવી શકશે. રીટને કારણે બિલ્ડર્સ-ડેવલપર્સ પોતાના પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શકશે, તેમ જ રોકાણકારોને સરળ એક્ઝિટ ઑપ્શન ઉપલબ્ધ કરી શકશે. નવી સરકારના આગમન સાથે રિયલ્ટી માર્કેટમાં સુધારો નોંધાવા સાથે રીટ માટેની તક વધશે. અહીં એ નોંધવું મહkવનું છે કે રીટના શૅરબજાર પર લિસ્ટિંગ બાદ નાના-મધ્યમ રોકાણકારોને પણ આમાં રોકાણની તક ઉપલબ્ધ થશે.

આ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટોના વિવિધ લાભની ઝલક

રીટ માર્ગે દેશના રિયલ એસ્ટેટ સેક્ટર તથા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સને જરૂર પડતાં જંગી નાણાકીય ભંડોળ મેળવી શકવાનું સરળ બનશે.


આ ટ્રસ્ટનું સ્વરૂપ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ)નું હશે, જેનો ઝડપી અમલ કરાશે.


આ ભંડોળ લાંબા ગાળાનું હશે, જેથી એમાં કરલાભ પણ હશે.


જેમની પ્રૉપર્ટીઝ તૈયાર છે, પરંતુ વેચાયા વગરની પડી છે તો આ ટ્રસ્ટ એમાં રોકાણ કરી શકશે, જેથી બિલ્ડર્સ-ડેવલપર્સ એમાંથી છૂટા થઈ શકે અને નવા પ્રોજેક્ટ્સ તરફ વળી શકે.


આવા ટ્રસ્ટની પબ્લિક ઑફર આવશે, એનું માર્કેટમાં યુનિટ સ્વરૂપે લિસ્ટિંગ થશે, જેમાં નાના રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટની જેમ રોકાણ કરી શકશે.


ટ્રસ્ટને મળનાર વ્યાજ કરમુક્ત હશે અને રોકાણકારને મળનારું ડિવિડન્ડ ટૅકસ-ફ્રી હશે.


આ ટ્રસ્ટના યુનિટને મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટ જેવી કરરાહત મળશે, જેમ કે એના વેચાણ પર શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ ૧૫ ટકા હશે, જયારે લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ શૂન્ય હશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK