મુંબઈમાં ફ્લૅટ ખરીદવા ઇચ્છો છો? તો આટલું ધ્યાન રાખો

મુંબઈમાં ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ મોટા ભાગના લોકોને એ ખબર નથી પડતી કે આખી પ્રક્રિયા શરૂ કઈ રીતે કરવી, તમારું સપનું સાકાર કરવાની આડે કોઈ બાધા ન આવે એ માટેની કેટલીક ગાઇડલાઇન્સ જોઈએ




સૌથી પહેલાં તો એક વાસ્તવિક બજેટ નક્કી કરો. આમાં બહુ કંજૂસ ન બનો, કારણ કે આજકાલ પ્રૉપર્ટીના ભાવ જેટલા વધુ છે એ જોતાં જો બજેટ બહુ ઓછું હશે તો ઘર ખરીદવાની શક્યતા ઘટી જશે. જોકે બજેટ એટલું પણ વધુ ન રાખો કે તમે એની લોન ભરપાઈ ન કરી શકો. એક વાર આ કામ થઈ ગયા પછી તમે ઘર શોધવાનું કામ શરૂ કરી શકો છો.

ઘર ખરીદવા સમય ફાળવો

જો તમે ઘર ખરીદવા બાબતે ગંભીર હો તો એ માટે પૂરતો સમય ફાળવવો પણ જરૂરી છે. કોઈક શનિ-રવિએ તમે વ્યસ્ત ન હો ત્યારે જ ઘર શોધવા નીકળશો તો નહીં ચાલે. ડિમાન્ડ-સપ્લાય વચ્ચેની અસંગતિને લીધે એવી સ્થિતિ સર્જાય છે કે તમ્ાારે બહુ જ સજાગ રહેવું પડે એમ છે. નહીં તો તમે ઘર ખરીદવા માટે સજ્જ બનો એ પહેલાં જ તક તમારા હાથમાંથી સરી જશે.

સવાલ લોનનો

તમે લોન લેવા નીકળો ત્યારે ઉપલબ્ધ બધી ઑફરોને તપાસી લો. વ્યાજના વિવિધ દરોને જાણ્યા પછી કોઈ એક બૅન્કની પસંદગી કરો. ફ્લોટિંગ અને ફિક્સ્ડ રેટ્સનો પૂરો અભ્યાસ કરી લો અને એવી લોનમાં ન ફસાઓ જેમાં શરૂઆતમાં વ્યાજદર ઓછા હોય અને પછીથી એ તોતિંગ બની જાય. આ ઉપરાંત ઈએમઆઇ (ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ) એવો પસંદ કરો જે તમે ભરી શકો.

પર્ફેક્ટ પેપરવર્ક

લોન મેળવવા માટે તમારે કેટલાક દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ.

વિસ્તારને લગતી જાણકારી

તમે જેટલા દૂર જશો એટલા ભાવ ઓછા હશે, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તમે જેટલા દૂર જશો એટલા તમે તમારી ઑફિસથી દૂર થઈ જશો. અમે માનીએ છીએ કે તમારે પ્રૉપર્ટીના ભાવ અથવા વિસ્તાર એ બેમાંથી એક બાબતે સમાધાન કરવું પડશે, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તમે જે પસંદગી કરો એ પૂરી જાણકારી અને માહિતી મેળવ્યા પછી કરો. સ્કૂલો, બૅન્કો, હૉસ્પિટલો, સુપરમાર્કેટ્સ અને આનંદપ્રમોદનાં સ્થળોએ સરળતાથી પહોંચી શકાય એ જરૂરી છે.

સુવિધાઓનું આકર્ષણ

મોટા ભાગના બિલ્ડરો અત્યાધુનિક સુવિધાઓ ઑફર કરે છે જેના તરફ તમારું ધ્યાન દોરાય એ સ્વાભાવિક છે, પરંતુ આમાંની બધી જ સુવિધાઓની તમને જરૂર નથી હોતી. પાર્કિંગ, જિમ અને સિક્યૉરિટી સિસ્ટમ જેવી સુવિધાઓનો કદાચ તમને ખપ હોય; પરંતુ હેલ્થ-ક્લબ કે સ્વિમિંગ પૂલની જરૂર તમને ન હોય એવું પણ બને. એટલે જે સુવિધાઓની તમને જરૂર નથી એ માટે વધારાના પૈસા શા માટે ચૂકવવાના?

લેઆઉટ તપાસી લો

તમે ઘર ખરીદો એ પહેલાં એનો લેઆઉટ તપાસી લો. માર્બલ ફ્લોરિંગ દેખાય છે સારું, પરંતુ એ લપસણું પણ હોય છે. તમારાં ઇલેક્ટિÿક ઉપકરણો સરળતાથી ફિટ થાય છે કે નહીં એ પણ તપાસી લો. આ ઉપરાંત તમે એક બેડરૂમને બેમાં કન્વર્ટ કરવા કે કિચનને ડાઇનિંગ કમ કિચન યુનિટમાં કન્વર્ટ કરવા માગતા હો તો રૂમ્સ રીસ્ટ્રક્ચરિંગ થઈ શકે એટલા વિશાળ હોય એ તપાસી લો.

રીસેલ રિમાઇન્ડર

લાંબું વિચારો. થોડાં વર્ષો પછી જો તમે એ વેચી દેવા માગતા હો તો તમને એના સારા પૈસા મળશે કે નહીં એ વિચારી લો. શું એ વિસ્તારમાં ભાવ અપ્રિશિયેટ થાય એવી શક્યતા છે? ઘરની ખરીદી એ તમારું સૌથી મોટું મૂડીરોકાણ છે એટલે ઘરની ખરીદી કરતાં પહેલાં બધી રીતનો પૂરો વિચાર કરી લો.

બૅકગ્રાઉન્ડ ચેક કરો

એક વાર તમે ઘરની પસંદગી કરી લો એ પછી બિલ્ડર વિશે તપાસ કરો. તેનો ટ્રૅકરેકૉર્ડ તપાસી તેના અગાઉના પ્રોજેક્ટ્સ કેવા ચાલે છે એની તપાસ કરો. એ પ્રોજેક્ટ્સમાં રહેતા લોકોને મળો અને તેમની સાથે વાત કરો, જેથી તમને શાંતિ થાય. ખરીદીના આખરી સહીસિક્કા કરતાં પહેલાં એ તપાસ કરી લો કે બિલ્ડર કોઈ કાનૂની મામલામાં ફસાયો તો નથીને.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK