પ્રૉપર્ટી-માર્કેટના આ ગુઢીપાડવા પર શું હાલ છે?

મહારાષ્ટ્રમાં ગુઢીપાડવાની ઉજવણી રંગેચંગે થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ પર્વનો મતલબ છે ભૂમિનો જન્મ. અને દરેક વ્યક્તિનું શરણ ભૂમિ પર જ હોય છે. આ પર્વ પ્રૉપર્ટી ખરીદવા માટે ખૂબ પવિત્ર ગણાય છે. બિલ્ડર્સ અને ડેવલપર્સ આ ફેસ્ટિવલની રાહ જોતા હોય છે, કેમ કે આ સમયગાળા દરમ્યાન ઇન્ક્વાયરી અને સેલ બન્નેમાં વધારો જોવા મળે છે.




ફેસ્ટિવ મૂડ

તહેવારોની મોસમમાં બિલ્ડર્સ પણ તેમની પ્રમોશનલ ઍક્ટિવિટીઝ વધારે છે. આ સમય સાથે તેમની ઊંચી આશા અને અપેક્ષાઓ જોડાયેલી હોય છે. એવું જાણવા મળ્યું છે કે પુણેમાં કેટલાક બિલ્ડર્સ ખરીદદારોને આકર્ષવા માટે આ સમયગાળા દરમ્યાન ૨૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઑફર કરે છે.

મંત્રી રિયલ્ટી લિમિટેડના સેલ્સ અને માર્કેટિંગ વિભાગના વાઇસ-પ્રેસિડન્ટ શિરાઝ ચોથિયા કહે છે, ‘ઍક્ચ્યુઅલી અમે દિવાળી, અક્ષયતૃતીયા અને ગુઢીપાડવા જેવા તહેવારોની રાહ જ જોતા હોઈએ છીએ એટલું જ નહીં; કસ્ટમર્સ પણ ખરીદી માટે ગુઢીપાડવા જેવા કોઈ તહેવારોમાં રજૂ થતી આકર્ષક સ્કીમનો લાભ ઉઠાવતા હોય છે. અમે આ વખતે ઈ-મેઇલ અને હોર્ડિંગ્સ થકી એક કૅમ્પેઇન શરૂ કર્યું છે જેમાં અમારા પ્રોજેક્ટમાં બુકિંગ કરાવનારને સોનાનો એક સિક્કો અથવા ૩ લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઑફર કર્યું છે.’

આ સ્કીમ મંત્રી રિયલ્ટીના ગોરેગામ-ઈસ્ટના પ્રોજેક્ટ માટે છે.

નાહર ગ્રુપના વાઇસ-ચૅરપર્સન મંજુ યાજ્ઞિક કહે છે, ‘રિયલ એસ્ટેટ માર્કેટ હાલમાં ઓવરપ્રાઇસિંગને કારણે ધીમું ચાલે છે. ડેવલપર્સ કદાચ ગુઢીપાડવા નિમિત્તે તેમના ભાવો રિવાઇઝ કરશે જેથી નેગેટિવ સેન્ટિમેન્ટ્સ ઓછા થાય.’

HDILના ફાઇનૅન્સ અને ઇન્વેસ્ટર રિલેશન્સના વાઇસ-પ્રેસિડન્ટ હરિપ્રકાશ પાન્ડે કહે છે કે ચૂંટણીઓ પછી ભાવોમાં ૧૦-૧૫ ટકા જેટલો વધારો થવાની શક્યતા લાગે છે.

જો તેમની વાત સાચી પડવાની હોય તો ખરીદદારોએ હાલમાં જ ઘરનું બુકિંગ કરાવી લેવું જોઈએ.

અગ્રવાલ ગ્રુપના ડિરેક્ટર પંકજ અગ્રવાલ કહે છે, ‘અમારે ત્યાં ગુઢીપાડવા નિમિત્તે ૩૦ બુકિંગ થાય એવું લાગે છે. છેલ્લા ત્રણ મહિનાથી માર્કેટ પાછું ઊંચકાયું  છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં હજી વધુ સારું થશે.’

ઑફર્સની ચમક

પરીખ ગ્રુપના CMD કહે છે, ‘ગુઢીપાડવા દરમ્યાન બિઝનેસ ઊંચે જશે. હમણાંથી માર્કેટ ઘણું ધીમું રહ્યું છે અને ફેસ્ટિવલને કારણે હવે ઘણા ખરીદદારો આવ્યા છે. જે લોકો ગુઢીપાડવાના દિવસે અમારે ત્યાં ફ્લૅટનું બુકિંગ કરાવે છે તેમને આકર્ષક ગિફ્ટ્સ આપવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. ઇલેક્શન પછી માર્કેટ દસ ટકા વધુ ઊંચકાય એવું લાગી રહ્યું છે. છેલ્લું વર્ષ સાવ ઠંડું ગયું છે ત્યારે એનાથી પણ ઘણો ફરક પડશે.’

મૈત્રેય રિયલ્ટર્સે ‘દસ કદમ’ નામની એક્સાઇટિંગ ગુઢીપાડવા ઑફર રજૂ કરી છે; જેમાં તેઓ ‘મૈત્રેય ગ્રીન્સ’, ‘મૈત્રેય સંકુલ’ કે મૈત્રેય પાંડવ વન’ નામના પ્રોજેક્ટમાં બુકિંગ કરાવનારને ૧૦ સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા તદ્દન ફ્રીમાં આપવાના છે. એવું લાગી રહ્યું છે કે તહેવારની આ સીઝન માર્કેટના મૂડને ચેન્જ કરશે.

અગ્રવાલ ગ્રુપના પંકજ અગ્રવાલ કહે છે, ‘છેલ્લા બે મહિનામાં અમે બુકિંગમાં ૨૫ ટકાનો વધારો નોંધ્યો છે. એ દર્શાવે છે કે હવે સારો સમય આવી રહ્યો છે. કેટલાક ખરીદદારોએ ગુઢીપાડવાના દિવસે બુકિંગ કરાવવા માટે ડીલ પોસ્ટપોન કરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK