મુંબઈમાં લક્ઝરી હોમ પ્રોજેક્ટ્સના શું હાલ?

ઇન્ડિયામાં લક્ઝરી હાઉસિંગના ગ્રોથનો સ્કોપ સારોએવો છે કેમ કે અડધાથી વધુ લોકો હજીયે ડીસન્ટ ઘર મેળવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે. લક્ઝરી હોમના માર્કેટમાં મોખરે છે દિલ્હી, ગુડગાંવ, મુંબઈ, પુણે, બૅન્ગલોર અને કેટલેક અંશે ચેન્નઈ. ‘હૉટ પ્રૉપર્ટી’એ આ સેક્ટરના માર્કેટ ટ્રેન્ડ્સની તપાસ કરી એ જોઈએ.




હંમેશાં ડિમાન્ડમાં

અફૉર્ડેબલ અને મિડ-લક્ઝરી હોમ્સની ડિમાન્ડ લોકોની સેલરી અને હોમ લોન રેટ્સ પર આધારિત હોય છે, જ્યારે લક્ઝરી હોમ્સને આવાબધા પરિબળોની અસર નથી થતી. દિલ્હીની સરખામણીમાં મુંબઈમાં આ ક્ષેત્રે સારું થયું છે. દિલ્હી ફ્ઘ્ય્ સ્થિત ધ્સ્ ડેવલપર્સના અમન અગ્રવાલ કહે છે ‘મુંબઈનું લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટ મોટા ભાગે કૉપોર્રેટ્સ અને મલ્ટિનૅશનલ કંપનીઓ દ્વારા સંચાલિત છે. આ શહેરમાં પ્રાઇઝ પણ ઘણેઅંશે સ્ટેબલ રહી છે. મુંબઈમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમતોમાં ૨૦૦૯ કરતાં ૫૫ ટકા જેટલો વધારો થયો છે. જે બતાવે છે કે આ ક્ષેત્રે ગ્રોથનો સ્કોપ કેટલો બધો છે.’

આગળ નજર રાખો

નાહર ગ્રુપના વાઇસ-ચૅરમૅન મંજુ યાજ્ઞિન કહે છે ‘ઇકોનૉમીમાં થતા સુધારાને પગલે અમે જોઈ રહ્યા છીએ કે વધુ ને વધુ સંખ્યામાં લોકો લક્ઝરી હાઉસમાં રહેવાની ઇચ્છ કરવા લાગ્યા છે. મને લાગે છે કે લક્ઝરી હોમ સેક્ટર સાથે સંકળાયેલા બિલ્ડર્સનું ૨૦૧૪નું વર્ષ બિઝી જશે.’

૨૦૧૪ના જાન્યુઆરી મહિનામાં ટાટા હાઉસિંગે મુંબઈના મુલુંડમાં ‘ગેટવે ટાવર્સ’ નામનો ૨૦૦૦ કરોડનો લક્ઝરી રેસિડેન્શ્યલ પ્રોજેક્ટ લૉન્ચ કયોર્ હતો. એસ. રાહેજા રિયલ્ટી સાન્તાક્રુઝના કલિનામાં ‘ગુરુકૃપા’ અને ખારમાં ‘નટરાજ’ પ્રોજેક્ટ લઈને આવ્યા છે. પશ્મિના ડેવલપર્સના દિબ્યેન્દુ બેનરજી કહે છે, ‘લક્ઝરી વિલાઝ, બ્રૅન્ડેડ હોમ્સ, હોલિડે હોમ્સ અથવા તો વીકએન્ડ રિટ્રીટ્સ, સેકન્ડ હોમમાં થતું રોકાણ વધવાની સાથે ઇન્ડિયાનું લક્ઝરી રિઅલ એસ્ટેટ માર્કેટ હવે વેગ પકડી રહ્યું છે.’

પ્રાઇસ પૉઇન્ટ

રિઅલ એસ્ટેટ માર્કેટમાં ઘણોબધો તૈયાર માલ વેચાયા વિનાનો પડી રહ્યો છે એવી વાતોના પગલે હવે કિંમતોમાં કરેક્શન થાય અને ભાવ નીચા આવે એવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. જોકે રૉ-મટીરિયલ્સનો વધતો જતો ખર્ચ અને ફન્ડિંગની કૉસ્ટ જોતાં એવું થાય એવું લાગતું નથી. આવનારી ચૂંટણીઓ પણ ઘણું મહત્વનું ફૅક્ટર બની રહેશે. અમન અગ્રવાલ કહે છે ‘મને લાગે છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ ખૂબ મહત્વનો રોલ પ્લે કરશે કેમ કે હાલમાં ખરીદદારો રાહ જોઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે નવી સરકાર આવશે અને માર્કેટ સેન્ટિમેન્ટ્સથી સંચાલિત થતું હોવાથી કિંમતોમાં સુધારા થશે. જોકે આ સમય છે જેમાં ખરીદદારો કિંમત માટે સારુંએવું નેગોશિયેટ કરીને બેસ્ટ પ્રૉપર્ટી મેળવી શકે છે. ચૂંટણી પત્યા પછી ડિમાન્ડ વધતી જાય એવી શક્યતાઓ છે.’

બીજી તરફ ડેવલપર્સ પણ વધતાજતા ખર્ચમાં કંઈક રાહત મળે એવી આશા રાખી રહ્યા છે. નાહર ગ્રુપનાં મંજુ યાજ્ઞિક કહે છે, ‘અમને નથી લાગતું કે નજીકના ભવિષ્યમાં કિંમતોમાં કોઈ ઘટ આવે. આશા રાખીએ કે આવનારું બજેટ અને લોકસભાની ચૂંટણીઓથી આ સેક્ટર માટે નવી આશાઓ જગાવે. રૉ-મટીરિયલ અને જમીનના ભાવો સતત વધતા જ રહ્યા હોવાથી આ વર્ષે કિંમતમાં કરેક્શન થવાની શક્યતાઓ ડેવલપર્સ માટે ખૂબ અઘરો છે.’

આકર્ષક પ્રસ્તાવ

અંધેરી કે ગોરેગાંવ જેવી લોકાલિટીમાં સાદો 1BHKનો ફ્લૅટ ૧ કરોડ રૂપિયા કરતાં વધુનો હોય છે, જે ઘણા લોકોને મોંઘું પડી શકે. દિબ્યેન્દુ બૅનરજી કહે છે ‘માર્કેટનું ડાયનૅમિક્સ જોતાં ૧ કરોડથી ૩ કરોડની વચ્ચેના અપાર્ટમેન્ટ્સ વેચાવાની શક્યતાઓ મૅક્સિમમ છે. ગ્રાહકની જરૂરિયાતોને તેમની પ્રાઇસ-રેન્જમાં રહીને પૂરી કરતા હોય એવા પ્રોજેક્ટ્સ નજીકના આવનારા સમયમાં વધુ ચાલશે.’

આ વાત સાથે સુપ્રીમ હાઉસિંગના ઘ્ચ્બ્ શિવાનંદ સામન્ત સહમત થતાં ઉમેરે છે ‘સૌથી વધુ ડિમાન્ડ ૧ થી ૧.૨૫ કરોડ રૂપિયાની રેન્જના ઘરોની છે. ઘણા બિલ્ડરો આ રેન્જમાં ૧/૧.૫BHK ઑફર કરે છે.’

ન વેચાયેલા પ્રોજેક્ટ્સને કારણે બિલ્ડરે નછૂટકે આકર્ષક કિંમતો ઑફર કરવી પડે છે. આ બધા પરિબળોને કારણે રોકાણકારનો આ ક્ષેત્રમાં રસ જળવાઈ રહે છે.

મંજુ યાજ્ઞિક કહે છે ‘ઇકોનૉમીમાં સુધારો થઈ રહ્યો છે અને ય્ગ્ત્ તરફથી એવા પૉઝિટિવ સિગ્નલ્સ મળી રહ્યા છે કે હોમ લોન્સ પરનો વ્યાજદર ઘટાડવામાં આવશે. એને કારણે રોકાણકારો અને ઘર ખરીદનારાઓને ઘર ખરીદવાનું પ્રોત્સાહન મળશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK