મ્હાડાના વિરારના ફ્લૅટ ૨૦૧૫ સુધીમાં પણ તૈયાર થાય તો થાય

અને પાણીની સમસ્યાનું સૉલ્યુશન તો છેક ૨૦૨૦માં આવવાની સંભાવના

આ વર્ષે મે મહિનામાં યોજાનારી વાર્ષિક લૉટરીમાં મ્હાડા વિરારના ૨૦૦૦ ઘરોનું વિતરણ કરવા માગે છે જે એના કોંકણ ર્બોડ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જોકે વાસ્તવિક પરિસ્થિતિ જોતાં આ દાવા વધુપડતા હોય એવું લાગી રહ્યું છે.

હાઉસિંગ પ્રોજેક્ટની સાઇટ પર જઈને એન્જિનિયરો સાથે વાતચીત કરતાં ડિસેમ્બર ૨૦૧૫ સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય એમ સ્પષ્ટપણે જણાવાયું છે. વળી જો મ્હાડા જરૂરી પરમિશન લેવામાં નિષ્ફળ ગઈ તો આ ડેડલાઇન પણ લંબાઈ શકે છે. પરિણામે લૉટરીના વિજેતાઓને ફ્લૅટનો કબજો આપવામાં વધુ વિલંબ થશે.

ટાઉનશિપમાં રહેતા લોકોની પાણીની દૈનિક જરૂરિયાત માટે તેઓ સૂર્યા ડૅમમાંથી મળનારા પાણી પર નર્ભિર છે એવો દાવો મ્હાડાએ કર્યો છે, પણ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ડૅમનું કામકાજ હજી પ્રારંભિક તબક્કામાં છે અને એ ૨૦૨૦ સુધી કાર્યરત થશે.

મ્હાડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પુષ્કર સક્સેનાએ કહ્યું હતું કે અમુક શરતોના આધારે જ અમે ડિસેમ્બર ૨૦૧૫ સુધી ઘરનો કબજો આપી શકીશું.

મ્હાડાના એક સિનિયર અધિકારીએ જણાવ્યા પ્રમાણે પાણીની સમસ્યા ઉપરાંત વધતીજતી કિંમતો પણ લૉટરીવિજેતાઓના ઉત્સાહમાં ભંગ પાડશે.

શરતો

૨૪ માળનાં બિલ્ડિંગ બાંધવાની મંજૂરી અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ આપશે  એવી આશા મ્હાડા રાખી રહ્યું છે. અત્યારે વિરારમાં ૧૪ માળ સુધીની મંજૂરી આપવામાં આવે છે. ડેવલપમેન્ટ બૉડી ૨૨, ૨૩ અને ૨૪ માળનાં ૫૦ બિલ્ડિંગો થકી કુલ ૫૩૯૯ ફ્લૅટ્સનું નર્મિાણ કરવા માગે છે. જોકે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આવી પરમિશન મળે એવી શક્યતા ઘણી ઓછી છે.

મ્હાડા - MHADA= મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK