રોકાણકારોને આકર્ષી રહેલું પ્રૉપર્ટી બજાર

ભારતીય અર્થતંત્ર મુશ્કેલીમાં છે ત્યારે મિલકતમાં રોકાણ કરવા યોગ્ય તક છે, કારણ કે ઇન્વેસ્ટરને ઓછા ભાવે જગ્યા મળે અને એને ભાડે આપવાની શક્યતા વધી જાય. અર્થતંત્રમાં સુધારો થતાં ઘરની ડિમાન્ડ નીકળે ત્યારે એને વેચીને નફો મેળવી શકાય છે

અર્થતંત્ર નબળું ચાલી રહ્યું હોય ત્યારે રિયલ એસ્ટેટના રોકાણકારોને થોડો લાભ મળવાની શક્યતા હોય છે. જેઓ ફ્લૅટ ખરીદીને ભાડે આપવા માગતા હોય તેમના માટે આ સમય યોગ્ય હોય છે. ભારતીય અર્થતંત્રમાં હજી મુશ્કેલીઓ ચાલી રહી છે. ફુગાવાનો વૃદ્ધિદર ૭.૫૨ ટકા જેટલો રહ્યો છે.

દરેક ઉદ્યોગમાં રોજગારની તકો ઓછી થઈ ગઈ છે. ડૉલરની સામે રૂપિયાનો ઘસારો યથાવત્ છે તથા બજારનું માનસ અત્યારે ધૂંધળું છે. હવે પછી પરિસ્થિતિ વણસી શકે છે.

અમેરિકા અને ભારત

અમેરિકાની આર્થિક કટોકટીની વાત કરીએ તો એ સમયે આખાં ને આખાં અમેરિકન શહેરો ભેંકાર ભાસતાં હતાં. લાખો લોકોએ રોજગાર ગુમાવ્યા હતા અને લોકો રસ્તાઓ પર તંબુ તાણીને અને ટ્રેલરોમાં રહેવા મજબૂર થઈ ગયા હતા. બૅન્કોએ ગિરવી મૂકેલી વસ્તુઓ પોતાના તાબામાં લઈ લીધી હતી, કારણ કે દેણદારો નાણાંની ચુકવણી કરવા અસમર્થ હતા. બજારમાં મિલકતોના ભાવ સાવ નીચે ગયા હોવા છતાં ખરીદદારો મળતા નહોતા.

ભારતમાં પરિસ્થિતિ સાવ જુદી છે. અહીં નોકરીઓ ઘટી, પણ પરિસ્થિતિ અમેરિકા જેટલી ગંભીર નહોતી. ત્યાં તો લોકોએ રોજગારની સાથે-સાથે પેન્શન પણ ગુમાવ્યું હતું. ભારતમાં હોમલોનના ડિફૉલ્ટરોની સંખ્યામાં વધારો જરૂર થયો છે, પરંતુ બજારમાં હજી એવા મધ્યમ વર્ગના લોકો છે જેઓ  EMI (ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ) ભરી રહ્યા છે. આપણી કડક બૅન્કિંગ-સિસ્ટમને લીધે આ શક્ય બન્યું છે, કારણ કે બૅન્કો લોન આપે એ પહેલાં ઘણી ચકાસણી કરતી હોય છે. વળી ભારતીયો ઘરને સૌથી મોટી મૂડી ગણે છે અને તેથી જ હોમલોનની ચુકવણીને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે.

સલામતીમાં માને છે ભારતીયો

આ બધી બાબતોને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા સાથે શું સંબંધ છે? ઘણો સંબંધ છે. મંદી ઘેરી વળી હોય એવા અર્થતંત્રમાં લોકો મોટી રકમના નાણાકીય બંધનમાં આવતાં પહેલાં હજાર વાર વિચાર કરતા હોય છે. ભારતીયો માટે ઘરની ખરીદી સૌથી મોટું રોકાણ હોવાથી તેઓ આવા સમયે એ બાબતે વધારે પડતા સાવચેત હોય એ સ્વાભાવિક છે. અર્થતંત્રમાં સ્થિરતા હોય તો જ લોકો ઘરની ખરીદી કરવાનું વિચારે. ત્યાં સુધી તેઓ ભાડે રહેવાનું પસંદ કરતા હોય છે. એને થોભો અને રાહ જુઓની નીતિ કહેવાય. આને લીધે અસલામતીના સમયમાં ઘર ખરીદવાનું ઓછું થઈ જાય છે.

ભાવ

આ ઉપરાંત કહેવું ઘટે કે પ્રૉપર્ટીના ભાવ ડિમાન્ડ પર આધારિત હોય છે. આર્થિક અસલામતીના સમયમાં ભાવ ઘટી જતા હોય છે, કારણ કે બિલ્ડરોએ જગ્યાનું વેચાણ વધારવાનું હોય છે. આવા સમયે મિલકતમાં રોકાણ કરવા માટે યોગ્ય તક હોય છે, કારણ કે રોકાણકારને ઓછા ભાવે જગ્યા મળે અને એને ભાડે આપવાની શક્યતા વધી જાય. અર્થતંત્રમાં સુધારો થવાની સાથે ઘરની ડિમાન્ડ નીકળે ત્યારે એનું વેચાણ કરીને નફો પણ રળી શકાય છે. આમ બે રીતે ફાયદો થઈ શકે.

પ્રૉપર્ટીના ભાવ ક્યારે સૌથી નીચલા સ્તરે જશે અને ક્યારે ફરી ઊંચકાશે એના વિશે ચોક્કસપણે કંઈ કહી શકાય નહીં. જોકે રોજગારની તક એનો સંકેત આપી શકે છે. જ્યારે ઉદ્યોગો વધુ લોકોને નોકરીએ રાખવા માંડે ત્યારે અર્થતંત્રમાં સુધારો થાય. તાજેતરના કેટલાક અખબારી અહેવાલો મુજબ ૨૦૧૪માં ભારતીય બૅન્કિંગ સિસ્ટમમાં તથા ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં નોકરીઓ ઉપલબ્ધ થશે. એને પગલે પ્રૉપર્ટીની ડિમાન્ડ ઊપડશે અને મિલકતના ભાવ મજબૂત થશે. આજની તારીખે મોટાં શહેરોમાં ડેવલપરો અને રોકાણકારો વાટાઘાટ કરવા તૈયાર છે. અર્થતંત્રની નબળી સ્થિતિમાં શરૂ થયેલા નવા પ્રોજેક્ટમાં ભાવ ઓછા હતા. શું અત્યારે ખરેખર માર્કેટની એવી બૉટમ છે જેમાં દરેક રોકાણકાર પ્રૉપર્ટીમાં એન્ટ્રી કરી શકે?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK