વિરારમાં ૨૪૫૦ ઘરને બદલે ફક્ત ૯૦૦ ઘરની આશા

સાત માળનાં બિલ્ડિંગની પરવાનગી મળવાની છે એટલે જેઓ મ્હાડાએ બાંધેલાં સસ્તાં ઘર ખરીદવાની ઇચ્છા રાખે છે તેમને માટે નવા વર્ષની શરૂઆત સારી નથી.




સૂત્રોના દાવા મુજબ ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન વિરારમાં લૉટરી સિસ્ટમ દ્વારા ૨૪૫૦ ઘર વેચવાની તારીખ બદલાયા બાદ મ્હાડાએ હવે આ હાઉસિંગ યુનિટનો આંકડો ઘટાડીને ૯૫૦ કરી નાખ્યો છે. બાકીનાં ૧૫૦૦ ઘરનું વેચાણ મ્હાડાના કોંકણ ર્બોડ તરફથી કરવામાં આવશે.

વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) તરફથી ઊંચી ઇમારત બાંધવાની મંજૂરી ન મળતાં આ હાઉસિંગ ર્બોડે એની ૨૨થી ૨૪ માળની ઇમારતો બાંધવાની યોજનામાં ફેરફાર કરવો પડશે. સ્સ્પ્ઘ્એ ઊંચાઈ માટે મર્યાદા રાખી છે જે ૨૪ મીટર (ગ્રાઉન્ડ પ્લસ ૭ માળ) છે. કમિશનરની સત્તાની ભલામણ દ્વારા આ ઊંચાઈ વધારીને ૪૫ મીટર (ગ્રાઉન્ડ પ્લસ ૧૪ માળ) જેટલી વધારી શકવાની મંજૂરી મળી શકે, પણ મ્હાડાને ૭૦ મીટરની મંજૂરીની જરૂર છે એટલે કે લગભગ વધુ ૧૦ માળ.

અગાઉ ‘મિડ-ડે’માં આવેલા રર્પિોટ મુજબ મ્હાડાનું વિરારમાં સ્કાયસ્ક્રેપર બનાવવાનું સપનું હવે અઘરું છે.

મ્હાડાના સત્તાધિકારીઓ ગવર્નમેન્ટ પાસેથી એ માટે મંજૂરી મેળવવાની કોશિશ કરી રહ્યા છે અને તેમનો દાવો છે કે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે તેમને એ માટેની મૌખિક ખાતરી આપી હતી.

મ્હાડાના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમને વિરારમાં ઇમારતોની ઊંચાઈ વધારવાની મંજૂરી મળી હતી, પણ અમે એની લેખિત મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ અને એને અમે  સ્સ્પ્ઘ્ને પહોંચાડીશું. જોકે હાલ પૂરતું મ્હાડાએ આગામી લૉટરી દરમ્યાન શક્ય હોય એટલાં ઘર વેચવાનું નક્કી કર્યું છે.

જોકે મ્હાડા કોંકણ ર્બોડના ચીફ ઑફિસર ભાઉસાહેબ ડાંગલેએ કહ્યું હતું કે અત્યારે તો લૉટરી વિતરણની તારીખ પણ નથી નક્કી થઈ અને કેટલાં ઘર વેચવા માટે રખાશે એનો પણ કોઈ ચોક્કસ આંકડો નક્કી નથી થયો.

મ્હાડા - MHADA = મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK