રિયલ એસ્ટેટનું રિયલ સૉલ્યુશન : લો-કૉસ્ટ હાઉસિંગ

બિલ્ડરોએ હવે નાના કદના ફ્લૅટ વધારે બનાવવાની ઘણી જરૂર છે

કેટલાક વખતથી વિચારું છું કે એક ફ્લૅટ લેવો છે, પણ યાર ૪૦થી ૫૦ પેટી ઓછામાં ઓછી લાગી જાય છે. દીકરાને પરણાવીને પહેલેથી અલગ ઘર લઈ આપવું છે એટલે આયોજન કરવાનું વિચારતો હતો, પરંતુ આટલો મોંઘો ફ્લૅટ ક્યાંથી પોસાય? જો નાના ફ્લૅટ બનતા હોત તો કદાચ થોડી હિંમત કરત.

આ વિચાર અને ચિંતા લગભગ દરેક મધ્યમ વર્ગના પરિવારની બની ગઈ છે. વન રૂમ કિચનના નાના ફ્લૅટ બનવાનું ખૂબ જ ઓછું થઈ ગયું છે. આ જ  બાબતને લઈને અમુક બિલ્ડરો-ડેવલપરો લો-કૉસ્ટ હાઉસિંગના કન્સેપ્ટ સાથે બજારમાં સક્રિય થવાનું વિચારી રહ્યા છે. ૧૯૭૫થી ૧૯૮૦ના દાયકામાં ૩૦૦થી ૩૫૦ ચોરસ ફૂટના વન રૂમ કિચનના ફ્લૅટ વધુ બનતા હતા.

અમેરિકા સહિતના દેશોની સ્થિતિ જોતાં રિયલિટી ક્ષેત્રે જે ઘટનાઓ આકાર લઈ રહી છે અને ખાસ કરીને આપણાં શહેરોની હાઉસિંગ જરૂરિયાત, સામાજિક માળખું, બજારના સંજોગો, લાઇફસ્ટાઇલ વગેરેને ધ્યાનમાં લેતાં અહીં લો-કૉસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટોની બહુ જ મોટી બજાર છે. લોકોની જે જરૂરિયાત હોય એમાં મોટું બિઝનેસ વૉલ્યુમ કરી શકાય છે એવું માનનારા આ દિશામાં સજ્જ થઈ ગયા છે. સમૃદ્ધ  વિસ્તારો કે વર્ગ માટે બનતા ટાવરોની આસપાસ પણ લો-કૉસ્ટ હાઉસિંગ જરૂરી બનશે.

રિયલ એસ્ટેટ માર્કેટના એક જાણકારે જણાવ્યું હતું કે ‘જો બિલ્ડરો-ડેવલપરો આ દિશામાં ફરીથી વિચારે અને નાના કદના ફ્લૅટ બનાવે તો માર્કેટ એને ચોક્કસ આવકારે એવી આશા છે. અમુક બિલ્ડરો લો-કૉસ્ટ હાઉસિંગના પ્રોજેક્ટ માટે તૈયારી કરી રહ્યા છે. એમાં માર્જિન ભલે ઓછું રહે પરંતુ બિઝનેસ સારો થઈ શકે છે, કેમ કે એ સમયની જરૂરિયાત છે.’

અન્યથા સારા વિસ્તારોમાં આ મંદીની મોસમમાં પણ ફ્લૅટ ખરીદવાની હિંમત ભારે પડે છે. એનું કારણ મોંઘી બનેલી હોમલોન પણ છે. જાણકારો કહે છે કે મોટા કદનો ફ્લૅટ લઈ પણ લેવામાં આવે તો એ પછીથી મેઇન્ટેનન્સમાં મોંઘો લાગવા માંડે છે. વધુમાં મોટા કદના ફ્લૅટનું રીસેલ પણ મુશ્કેલ બની જતું હોય છે. આ સંજોગોમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં નાના કદના ફ્લૅટ કે લો-કૉસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટ રિવાઇવલ લાવી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK