ગરીબોને ઘર અપાવવા સરકાર મેદાનમાં

એક કે વધુ એકરના પ્લૉટ પર બાંધકામ કરતા બિલ્ડરોએ પ્લૉટનો ૨૦ ટકા હિસ્સો કે એના પર બંધાયેલાં ઘર મ્હાડાને આપવાં પડશે

આર્થિક રીતે પછાત અને લો ઇન્કમ ધરાવતા વર્ગને વાજબી ભાવે ઘર મળી શકે એ માટે રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે એ મુજબ હવે પછી જે પણ બિલ્ડર એક એકર કે એના કરતાં મોટા પ્લૉટ પર બાંધકામ કરશે તેણે એના ૨૦ ટકા એરિયાના ૩૨૫ સ્ક્વેર ફૂટ અને ૫૪૨ સ્ક્વેર ફૂટના ફ્લૅટ બનાવીને મ્હાડાને રેડી રેકનરના ભાવ મુજબ આપવા પડશે.



ગરજુ લોકોને વાજબી ભાવે ઘર મળી શકે એ માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે, પણ હાઉસિંગ ડેવલપમેન્ટમાં હજી પણ વધારો થવાની જરૂર છે. જોકે જે લોકો આ વાજબી ભાવે ઘર મેળવે તેમણે એમાં રહેવું જોઈએ. (રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર, સચિન આહિર)


આર્થિક રીતે પછાત અને ઓછી આવક ધરાવનાર વર્ગને ઘર પૂરાં પાડવાની આ યોજના માટેનો નિર્ણય રાજ્ય સરકારની ૨૦૦૭માં જાહેર થયેલી હાઉસિંગ પૉલિસી હેઠળ લેવામાં આવ્યો છે. જોકે એ માટે MRTP ઍક્ટમાં સુધારા કરવા જરૂરી હતા અને એ કરાવવા માટે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે એક વર્ષનો સમય લીધો હતો. જોકે એ કરતી વખતે અશોક ચવાણ જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે રાજ્ય સરકાર અને મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (MCHI) વચ્ચે થયેલા જૉઇન્ટ વેન્ચરના કરાર હેઠળ મુંબઈ અને એની આસપાસ પાંચ લાખ અફૉર્ડેબલ ફ્લૅટ બાંધવાની જોગવાઈ હતી એની મુખ્ય પ્રધાન ચવાણે અવગણના કરી હતી. અશોક ચવાણની હાજરીમાં ૨૦૧૦ની ૧ જૂને એ કરાર થયા હતા, પણ ત્યાર બાદ ભાગ્યે જ એના પર કોઈ કામ થયું છે. જોકે ૮ નવેમ્બરે ડેપ્યુટી ડિરેક્ટર ઑફ પ્લાનિંગે આપેલા રર્પિોટ બાદ અત્યારનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

નોટિફિકેશનની જોગવાઈ મુજબ એક એકર અને એનાથી મોટા પ્લૉટ પર બાંધકામ કરનાર બિલ્ડરે એ પ્લૉટના ૨૦ ટકા જેટલા એરિયાને આર્થિક રીતે પછાત વર્ગા માટે ૩૦ સ્ક્વેર મીટરના અને ૫૦ સ્ક્વેર મીટરના ફ્લૅટ લો ઇન્કમ ગ્રુપ માટે ડેવલપ કરી આપવા પડશે. આ ફ્લૅટ મ્હાડાને અત્યારના રેડી રેકનરની પ્રાઇસ મુજબ આપવા પડશે. આ ફ્લૅટની જેટલી જ્લ્ત્ હશે એટલી જ્લ્ત્ બિલ્ડરને બાકીના પ્લૉટમાં વાપરવા મળશે. જો મ્હાડા એ ફ્લૅટ છ મહિનામાં ખરીદે નહીં તો એ ફલૅટ ડેવલપર ઓપન માર્કે‍ટમાં વેચી શકશે. આવી પરિસ્થિતિમાં બિલ્ડરને એ ફ્લૅટની જ્લ્ત્ બાકીના પ્લૉટ માટે વાપરવા નહીં મળે.

સુધરાઈ દ્વારા પહેલાં અફૉર્ડે‍બલ ફ્લૅટનું ઑક્યુપેશન સટિફિકેટ ઇશ્યુ કરવામાં આવશે અને ત્યાર બાદ અન્ય ફ્લૅટને ઑક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. મ્હાડા બિલ્ડર પાસેથી એ ફ્લૅટ ક્ન્સ્ટ્રક્શન-કૉસ્ટમાં ખરીદશે અને ત્યાર બાદ એને લૉટરી સિસ્ટમથી અલૉટ કરીને વેચશે. 

બિલ્ડર પોતે પણ ચાહે તો એ ૨૦ ટકાના પ્લૉટ પર સર્વિસ-ક્વૉર્ટર બાંધી શકશે, પરંતુ તેણે એ જગ્યા સર્વિસ-ક્વૉર્ટર તરીકે જ આપવાની રહેશે.

સરકારની આ યોજના વિશે પ્રતિભાવ આપતાં પ્ઘ્ણ્ત્ના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુંડેચા બિલ્ડરના પ્રૉપ્રાઇટર પારસ ગુંડેચાએ કહ્યું હતું કે ‘અમે સરકારના આ પગલાને વધાવીએ છીએ, કારણ કે એનાથી લો ઇન્કમ ગ્રુપના લોકોને ઘર મળી શકશે. જોકે આને માટેની પ્રોસીજર લાંબી છે. મ્હાડાએ છ મહિનામાં એ ખરીદવાનું છે. એ ઉપરાંત એ માટે અમને જે કિંમત મળવાની છે એ સ્ક્વેર ફૂટદીઠ ૧૪૦૦થી ૧૫૦૦ રૂપિયા છે, જ્યારે અત્યારે ૩૦૦૦થી ૩૫૦૦ રૂપિયાની કૉસ્ટ ચાલી રહી છે. અમને શંકા છે કે આ યોજના હેઠળ રિઝલ્ટ આવતાં બેથી ત્રણ વર્ષ નીકળી જશે.’    

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK