ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પ : વધુ ફ્લૅટ બનાવવા મ્હાડા માળની ઊંચાઈ ઘટાડશે

આ પ્રકલ્પ હેઠળ બંધાનારી ઇમારતોમાં વધારાનો એક માળ બનાવી શકાય એટલા માટે મ્હાડાએ દરેક ફ્લૅટની સીલિંગ સુધીની ઊંચાઈમાં એક ફૂટનો ઘટાડો કરવા કહ્યું




ત્રણ ઇમારતો બંધાઈ ગયા પછી હવે બંધાનારાં મકાનોમાં ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પમાં દરેક ફ્લૅટમાં સીલિંગ ૧૦.૨૫ ફૂટને બદલે ૯.૨૫ ફૂટ ઊંચી હશે. પ્રકલ્પ હેઠળ વધુ લોકોને સમાવી શકાય એ હેતુથી મ્હાડાએ ઉક્ત નિર્ણય લીધો છે. એને પગલે દરેક મકાનમાં એક વધારાનો માળ એટલે કે ૮થી ૧૦ વધારાના ફ્લૅટ બનાવી શકાશે.

મ્હાડાના પ્લાન મુજબ ધારાવીના સેક્ટર-નંબર પાંચમાં ૧૮ માળની ૬ ઇમારતો બનાવવાની છે. એમાંથી ત્રણ બિલ્ડિંગમાં ૩૫૬ ફ્લૅટ તૈયાર થઈ ગયા છે. એનો કાર્પેટ એરિયા ૨૨૫ સ્ક્વેર ફૂટ અને ઊંચાઈ ૧૦.૨૫ ફૂટ છે. શહેરમાં અન્યત્ર આટલી ઊંચાઈના ફ્લૅટ બનતા નથી. પ્રકલ્પ હેઠળના પ્રાથમિક તબક્કામાં હવે પછી ત્રણ બિલ્ડિંગ બનશે, જેમાં ફ્લૅટ કૉમ્પૅક્ટ હશે.

મ્હાડાના એક અધિકારીએ જણાવ્યા મુજબ શહેરમાં અત્યાર સુધીમાં ૯થી ૯.૨૫ ફૂટ સુધીની ઊંચાઈ રાખવામાં આવે છે, પણ ધારાવીના આ પ્રકલ્પમાં ૧૦.૨૫ ફૂટની ઊંચાઈ છે જે ઘણી વધારે હોય એવું અમને લાગે છે. આથી અમે એમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એને લીધે વધુ જગ્યા ઉપલબ્ધ થશે, જેમાં દરેક માળ પર ૮થી ૧૦ વધારાના ફ્લૅટ બની શકશે.


નંબર ગેમ


૩૫૬

ધારાવીના સેક્ટર-નંબર  પાંચમાં અત્યાર સુધીમાં  બનેલા ફ્લૅટની સંખ્યા



પ્રકલ્પના પ્રાથમિક તબક્કામાં બનનારાં બિલ્ડિંગની સંખ્યા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK