તહેવારો એટલે વેચાણમાં વધારો કરવાનો સમય

ડેવલપરો માટે તહેવારનો સમય મહત્વનો હોય છે. ઘર ખરીદવા માગતા લોકો આ સમયે સૌથી વધુ સક્રિય હોય છે.




(ઊર્મિમાલા બૅનરજી)

 વળી આ સમયગાળા પરથી જ આગામી મહિનાઓનો અંદાજ બાંધી શકાય છે. અગાઉનાં વર્ષોની જેમ જ આ વર્ષે પણ ડેવલપરોએ વિવિધ લલચામણી ઑફરો શરૂ કરી છે. ઘણા પોતાનો બાકી વધેલો સ્ટૉક પણ ખાલી કરવા માગે છે જેથી નવા પ્રોજેક્ટને લૉન્ચ કરવા માટે જરૂરી રકમ ભેગી કરી શકાય.

ઑફરની સીઝન

દશેરાથી દિવાળીનો સમય ભારે ચહલપહલવાળો હોય છે. વેચાણમાં વધારો કરવા માટે ન્યુ લૉન્ચ, એક્ઝિબિશનની ભરમાર હોય છે. ટેરા ફર્મા રિયલ્ટર્સના માર્કેટિંગ ઍન્ડ સેલ્સના ડિરેક્ટર જે. એસ. ઑગસ્ટાઇને કહ્યું હતું કે ‘તહેવારોને અનુલક્ષીને મુંબઈ તથા સબબ્ર્સના ડેવલપરો વિવિધ ઑફરો આપે છે. વિવિધ પ્રદર્શનોમાં પણ ગ્રાહકોને ઑફર બાબતની માહિતી આપવામાં આવે છે. આવી ઑફરને કારણે ગ્રાહક ઉત્સાહિત થાય છે. તે તરત લાભ લેવા માગે છે અને યોગ્ય નિર્ણય કરીને બચત પણ કરવા માગે છે.’

ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલા રાઇઝિંગ સિટી નામના તેમના નવા પ્રોજેક્ટમાં પ્રથમ ૩૦ કસ્ટમરો માટે સ્પેશ્યલ પ્રાઇસની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કેવો રિસ્પૉન્સ મળે છે એને જોતાં આ યોજનાને દિવાળી સુધી લંબાવવામાં આવશે.

દિવાળી દરમ્યાન આપવામાં આવતી વિવિધ ઑફરોના મામલે લાલાણી ગ્રુપના હુસેન લાલાણીએ કહ્યું હતું કે ‘આ સમયગાળા દરમ્યાન સ્ટૅમ્પ-ડ્યુટી તથા રજિસ્ટ્રેશન ચાર્જિસ ન લેવા જેવી અથવા મૉડ્યુલર કિચન બનાવી આપવા જેવી ઑફરો કેટલાક બિલ્ડરો આપે છે. વેચાણમાં વધારો કરવા માટે ઘણા બિલ્ડરો આવી તરકીબો અજમાવે છે. અમે દિવાળી નિમિત્તે ગ્રાહકોને એવી કોઈ સ્પેશ્યલ ઑફર કે ડિસ્કાઉન્ટ આપતા નથી. અમે ગ્રાહકોને વ્ાાજબી કિંમતે વ્ાાજબી સુવિધા આપવામાં માનીએ છીએ.’

નાઇટ ફ્રૅન્ક ઇન્ડિયાના નૅશનલ હેડ રિચર્સ સામંતક દાસે કહ્યું હતું કે ‘આ દિવસો દરમ્યાન વિવિધ ઑફરો મોટી સંખ્યામાં નજરે પડતી હોય છે. વેચાણ વધારવા માટે બિલ્ડરો એની જાહેરાત કરતા હોય છે; જેમાં સોનાના સિક્કાથી માંડીને ફ્રી ઇન્ટીરિયર, રેન્ટ-ફ્રી અકૉમોડેશન તથા મૉડ્યુલર કિચનનો સમાવેશ છે. જોકે લાંબા ગાળે એ ખાસ કંઈ ફાયદાકારક સાબિત થતું નથી. તેમણે ખરીદદારની ક્ષમતાને જોઈને પ્રોજેક્ટની કિંમત નક્કી કરવી જોઈએ. વર્તમાન આર્થિક સ્થિતિ જોતાં આ જ ઉપાય કારગર નીવડી શકે છે.’

રાહત આપતી ભેટ

છેલ્લા છ મહિનાથી ડેવલપરો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. રિઝર્વ બૅન્કે ૨૦:૮૦ ટકાની યોજના પર મૂકેલા પ્રતિબંધને કારણે પણ તેમને ખાસ લાભ થયો નથી. રૉ મટીરિયલ તથા લેબરના ખર્ચમાં થયેલા વધારાને કારણે હાલત વધુ કફોડી થઈ છે. બ્રોકર તથા પ્રૉપર્ટી-કન્સલ્ટન્ટ પ્રકાશ રોહિરાએ કહ્યું હતું કે ‘મોટા ભાગનું વેચાણ બે તબક્કામાં થાય છે એક પ્રી-લૉન્ચ અને બીજું રેડી ફૉર પઝેશન સમયે. જ્યાં પાણી કે ઇલેક્ટિÿસિટીની સુવિધાઓ નથી એવા દૂર સબર્બમાં ઘણા બિલ્ડરો ગ્રાહકોને મોટી સ્કીમની જાહેરાત કરીને આકર્ષે છે. વળી ઘણા પ્રતિષ્ઠિત બિલ્ડરો પણ આવી ઑફરો આપે છે. એનું કારણ એ છે કે તેઓ નાણાકીય અછતને દૂર કરવા માગે છે.’

ખરીદદારોને સોનાનો સિક્કો, કાર તથા રોકડ રાહત જેવી ઑફરો આપવામાં આવે છે. મોટા ભાગના ગ્રાહકો કૅશ ડિસ્કાઉન્ટ પસંદ કરે છે. વળી એ જ યોગ્ય વિકલ્પ પણ છે. અત્યારે તબક્કાવાર રીતે પેમેન્ટનો વિકલ્પ પણ અપનાવવામાં આવ્યો છે. પ્રકાશ રોહિરાએ કહ્યું હતું કે ‘બુકિંગ વખતે ૩૦થી ૪૦ ટકા પેમેન્ટ લેવાને બદલે માત્ર ૧૦ ટકા પેમેન્ટ લેવામાં આવે છે. બાકીની રકમ તબક્કાવાર રીતે આપવામાં આવે છે.’

પ્રાઇસિંગ સ્ટ્રૅટેજી

ભાવ ઘટશે એવી વાતો ચાલી રહી છે, પરંતુ નિષ્ણાતોને એમ લાગતું નથી. ભાવ યથાવત્ રહ્યા છે. સામતંક દાસે કહ્યું હતું કે ‘નવા પ્રોજેક્ટમાં બિલ્ડર ગ્રાહકને થોડીઘણી રાહત આપતો હોય છે, પરંતુ અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં કંઈ કરી શકે નહીં.’

આ સમયગાળા દરમ્યાન ગ્રાહક બિલ્ડર પાસે કિંમત માટે વ્ાાજબી ખેંચતાણ કરી શકે છે. હુસેન લાલાણીએ કહ્યું હતું કે ‘જો કોઈ ગ્રાહકે એક ફ્લૅટ ખરીદવા પર પસંદગી ઉતારી હોય તો આવી ઑફર તેને અંતિમ નિર્ણય લેવામાં થોડી મદદ કરી શકે છે. જોકે આજકાલ ગ્રાહક કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં ઘણીબધી બાબતોની ચકાસણી કરતો હોય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK