સ્પોર્ટ્સ તરફ વળતી રિયલ્ટી

રમત તથા સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને મુંબઈના ડેવલપર્સ સબબ્ર્સમાં બનાવી રહ્યા છે કેટલાક નવા થીમ પ્રોજેક્ટ




પોતાના પ્રીમિયમ પ્રોજેક્ટની શાનમાં વધારો કરવા માટે જાણીતા ડેવલપર્સ રમત-ગમતની સુવિધાઓ જેવી કે ગૉલ્ફ ર્કોસ, સ્વિમિંગ-પૂલ, ક્રિકેટ-ગ્રાઉન્ડ, કોચિંગ ઍકૅડેમી, જૉગિંગ ટ્રૅક વગેરેને પણ સાંકળી રહ્યા છે. ડોમ્બિવલીના લોઢા ગ્રુપના સેસા બેલા પ્રોજેક્ટમાં રહેવાસીઓને લીલોતરીનું આકર્ષણ અથવા પનવેલ નજીક સવરોલીમાં ઇન્ડિયાબુલ્સ ગ્રીન પ્રોજેક્ટમાં ઘર ખરીદવા માગતા ગ્રાહકોને માટે પ્રીમિયમ ઍમિનિટીઝ, અદ્યતન સુવિધા અને ગૉલ્ફ ર્કોસ ઉપરાંત વિશ્વસ્તરીય રમતગમતની માળખાકીય સુવિધા પણ છે.

જોન્સ લૅન્ગ લસાલે ઇન્ડિયાના રેસિડેન્શિયલ સર્વિસિસના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઓમ આહુજાએ કહ્યું હતું કે દેશની નવી ઊભરતી રિયલ એસ્ટેટ માર્કેટમાં સ્ર્પોટ્સ-સેન્ટિક થીમ અને લાઇફ-સ્ટાઇલના આધારે બનતી સ્ર્પોટ્સ સિટી અથવા તો ટાઉનશિપ એક નવો જ વિચાર છે. દેશભરમાં આ મૉડલ હજી એટલું જાણીતું નથી, પરંતુ કેટલાંક સ્થળોએ નર્મિાણકાર્ય ચાલી રહ્યું છે. આ ટ્રેન્ડમાં મુંબઈ સૌથી આગળ છે. સ્વાસ્થ્યની જાળવણી તથા સહભાગી જીવનશૈલીને કેન્દ્રમાં રાખી નવી ડાયનૅમિક તથા વાઇબ્રન્ટ કમ્યુનિટીનું સર્જન કરવું એ આ સ્પોટ્ર્‍સ સિટીનો મહત્વનો હેતુ છે.

સબબ્ર્સ તરફ નજર

તમામ સુવિધાઓથી સજ્જ લકઝરી કૉમ્પ્લેક્સ બનાવવા તરફ મોટા ડેવલપર્સે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બેન્ચમાર્કમાં કરેલા બદલાવ બાબત વાત કરતાં લોઢા ગ્રુપના ડિરેક્ટર અભિષેક લોઢાએ કહ્યું હતું કે ‘ડોમ્બિવલીના રહેવાસીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની જીવનશૈલી કદી વિચારી પણ ન હોય એ કિંમતે આપવા પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એમાં ગૉલ્ફ ર્કોસનો પણ સમાવેશ છે.’

જીવનશૈલીની જરૂરિયાતોને પૂરી કરવાનું લક્ષ્ય

નર્મિલ લાઇફ-સ્ટાઇલના મૅનેજિંગ ડિરેક્ટર ધર્મેશ જૈને કહ્યું હતું કે ‘આ વિચારના અમલીકરણનો ખરો સમય હવે આવી ગયો છે. માર્કેટમાં સારો વિકલ્પ લાઇફ-સ્ટાઇલ કૉન્શિયસ લોકો શોધી રહ્યા હોય છે ત્યારે આવા લોકોની માગણીઓને ડેવલપર્સ આવાં તૈયાર ઘરો મારફત સંતોષી શકે છે.’

ચાર વર્ષ પહેલાં જ આ શક્યતાને માપી લઈ તેમણે ટાઉનશિપ માટે જમીન ખરીદવાનું શરૂ કર્યું હતું. ધર્મેશ જૈને વધુમાં કહ્યું હતું કે થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, પુણે તથા ઇન્દોરમાં આવી ટાઉનશિપ બનાવવાની અમારી યોજના છે. તમામ સુવિધા ધરાવતા ૫૦૦૦ અપાર્ટમેન્ટની યોજના સૌપ્રથમ થાણે નજીક લાઇફ-સ્ટાઇલ સિટીમાં તૈયાર થઈ રહી છે.

ભારે ડિમાન્ડ ધરાવતું સરનામું?

બીજી તરફ પોતાની પસંદગીના સ્થળે પરવડે એ રીતે આવી સુવિધાઓ મળતાં ખરીદદારો પણ ખુશ છે. ઇન્ડિયાબુલ્સ ગૉલ્ફ પ્રોજેક્ટમાં એક અપાર્ટમેન્ટ બુક કરનારા ચેમ્બુરના રહેવાસી અલ્પેશ શાહે કહ્યું હતું કે મુંબઈની ભીડભાડથી દૂર લીલોતરી ધરાવતા સવરોલી એક કલાકની અંદર પહોંચી જવાય છે. તેણે અત્યારે તો માત્ર વીક-એન્ડ હોમ તરીકે જ ત્યાં ટૂ બેડરૂમ-હૉલ-કિચન ફ્લૅટ લીધો છે. જો ભવિષ્યમાં એ વિસ્તાર વિકાસ થયો તો ત્યાં જ કાયમ માટે વસી જવાની પણ તેની યોજના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK