બિલ્ડરોની ૨૦:૮૦ યોજના જગ્યા ખરીદવા માગતા લોકો માટે ઉપયોગી

આ સ્કીમમાં ઘર ખરીદનારા ગ્રાહકે ફ્લૅટની કિંમતની ૨૦ ટકા રકમ આપવી પડે છે. એ પછી પ્રથમ બે વર્ષ સુધી તેમણે કોઈ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ કે વ્યાજની રકમ ચૂકવવી પડતી નથી
(ઊર્મિમાલા બૅનરજી)

મધ્યમ વર્ગના એક પરિવારે નવું ઘર ખરીદવું હોય તો એની સામે પ્રૉપર્ટીની આસમાનને આંબી રહેલી કિંમતો, વ્યાજના ઊંચા દર અને વધતા જતા ફુગાવા જેવી અનેક સમસ્યાઓ હોય છે. આવા સમયે નવા ગ્રાહકોને આકર્ષવા માટે બિલ્ડરો નવી-નવી યોજનાઓ લઈને આવતા હોય છે અને એમાં એક છે ૨૦:૮૦ સ્કીમ. આ સ્કીમમાં ઘર ખરીદનારા ગ્રાહકે ફ્લૅટની કિંમતની ૨૦ ટકા રકમ અપફ્રન્ટ તરીકે આપવી પડતી હોય છે. એ પછી પ્રથમ બે વર્ષ સુધી તેમણે કોઈ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ કે વ્યાજની રકમ ચૂકવવી પડતી નથી. આમ પ્રૉપર્ટી ખરીદનારા ગ્રાહકને પહેલાં બે વર્ષ સુધી તેની પ્રૉપર્ટીની ૮૦ ટકા રકમ પર વ્યાજ ચૂકવવાની ઝંઝટમાંથી રાહત મળે છે.

હવે એ જ ટ્રેન્ડ

થોડા મહિના પહેલાં લોઢા અને લાર્સન ઍન્ડ ટ્યુબ્રો રિયલ્ટીએ તેમના અપ માર્કેટ સાઉથ મુંબઈના પ્રોજેક્ટ આકર્ષક શરતોએ ઑફર કર્યા હતા. આઇ.સી.આઇ.સી.આઇ. બૅન્ક સાથે મળીને રુસ્તમજી ગ્રુપે માર્ચ મહિનાની શરૂઆતમાં થાણેનો તેમનો એક પ્રોજેક્ટ ૨૦:૮૦ સ્કીમ હેઠળ માર્કેટમાં લૉન્ચ કર્યો હતો. એને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. રુસ્તમજી અર્બનિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અભિષેક કપૂરે કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટમાં આ સ્કીમને મળેલો રિસ્પૉન્સ અપ્રતિમ હતો અને એનાથી અમને પણ આર્ય થયું હતું. ઘર ખરીદવા પાછળ કયું પરિબળ કામ કરે છે એ જાણવા માટે અમે થાણેના અમારા અર્બનિયા ટાઉનશિપમાં એક સર્વે કરાવ્યો હતો. સલામતીની ખાતરી હોય અને બાળકો માટે સારી સગવડો હોય એવી સેલ્ફ સફિશ્યન્ટ ટાઉનશિપમાં ઘર ખરીદવા માટે લોકો ખાસ આગ્રહ રાખે છે. વળી નવું ઘર ખરીદવા ઇચ્છતા ૭૫ ટકા લોકો ૩૦થી ૪૦ વર્ષના વયજૂથના હતા. એમાંથી ઘણા લોકો ભાડાના ઘરમાં રહેતા હતા. ૭૦ ટકા પગારદાર હતા અને હોમલોન લેતાં આવનારા મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટથી પરેશાની અનુભવતા હતા. ભાડાના ઘરમાં રહેતી વખતે હોમલોન લેવાથી દર મહિને આવતા ઇન્સ્ટૉલમેન્ટ અને ભાડું ચૂકવવા માટે આપવા પડતા રૂપિયાને કારણે તેઓ વધુ ટેન્શનમાં આવતા હતા. આને કારણે તેઓ હોમલોન લેતાં ખચકાટ અનુભવતા હતા. આથી અમે ૨૦:૮૦ સ્કીમ શરૂ કરી હતી.’

બેટરહોમ્સ નામની એક માર્કેટિંગ એજન્સી થાણે અને કાંદિવલીમાં ૪૦ લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા સુધીની કિંમતના ફ્લૅટોને ૨૦:૮૦ સ્કીમ હેઠળ વેચવા માટે પ્રમોશન કરી રહી છે. આમ આ ટ્રેન્ડ ધીમે-ધીમે વેગ પકડી રહ્યો છે.

કસ્ટમરોને ફાયદો

પતિ અને પત્ની બન્ને કામ કરતાં હોય અને ભાડાના ઘરમાં રહેતા હોય એવા લોકો માટે આ સ્કીમ ઘણી ઉપયોગી છે. ભાડાના ઘરમાં રહેતી વખતે બંધાતા મકાનમાં ફ્લૅટ ખરીદવાથી ભાડું પણ ભરવું પડે છે અને ફ્લૅટ ખરીદવા માટે લીધેલી લોનના મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ પણ ભરવા પડે છે. આમ ડબલ માર પડે છે. જોકે ૨૦:૮૦ સ્કીમમાં વ્યાજની રકમ પર રાહત મળે છે. આ રકમનો ઉપયોગ ફર્નિચર ખરીદવા માટે પણ કરી શકાય છે. મોટા પ્રોજેક્ટમાં બિલ્ડરો સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં પણ કન્સેશન આપે છે. જોકે કસ્ટમરે આïવી રીતે ફ્લૅટ ખરીદતી વખતે બિલ્ડર કે ડેવલપર અને બૅન્ક કે ફાઇનૅન્શિયલ કંપનીની રેપ્યુટેશન ચેક કરી લેવી જોઈએ. ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપની ચલાવતા સુજિત સિંહે કહ્યું હતું કે ‘દર મહિને એક લાખ રૂપિયાની આવક ધરાવતા મિડલ ક્લાસના પરિવાર માટે ૨૫,૦૦૦ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ અને ૨૫,૦૦૦ રૂપિયા ઘરનું ભાડું ભરવું ટેન્શનમય હોય છે. તેઓ બચત કરી શકતા નથી એટલે આવી સ્કીમ ઉપયોગી થાય છે.’

નવો બદલાવ

ટેરાફૉર્મ રિયલ્ટીના સેલ્સ અને માર્કેટિંગ ડિરેક્ટર જે. એસ. ઑગસ્ટિને કહ્યું હતું કે ‘૨૦:૮૦ સ્કીમમાં બિલ્ડરના માથે જવાબદારી આવી જાય છે. જો બિલ્ડર મોડું પઝેશન આપે તો તેને જ નુકસાન થાય છે. ઓછી આવક ધરાવતા લોકો પણ આવી રીતે ઘર ખરીદી શકશે. ઘણા લાંબા સમય પછી કસ્ટમરો માટે ઉપયોગી હોય એવી આ સ્કીમ આવી છે. બિલ્ડરો પર જવાબદારી હોવાથી તેઓ ઝડપથી તેમનો પ્રોજેક્ટ પૂરો કરે છે. વળી આ સ્કીમને કારણે તેમનો પ્રોજેક્ટ લૉન્ચ થતાં જ વેચાઈ જાય છે. એક વિસ્તારમાં એક ડેવલપર આવી સ્કીમ લાવે એટલે બીજા માટે પણ આવી સ્કીમ લાવ્યા વિના છૂટકો રહેતો નથી અને આમ તંદુરસ્ત સ્પર્ધા જન્મે છે.’

આઇ.સી.આઇ.સી.આઇ. = ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK