નાનાં અને ઓછી વસ્તીવાળાં શહેરોમાં રિયલ્ટીના ભાવ નીચે જવાની આશા

મીરા રોડ, ભાઇંદર, પનવેલ, ભિવંડી જેવા વિસ્તારોને લાભની શક્યતા




(જયેશ ચિતલિયા)

રિયલ એસ્ટેટ સેક્ટરને આમ તો બજેટે કોઈ સીધી રાહત કે પ્રોત્સાહન આપ્યા નથી, પરંતુ નાનાં શહેરો-ટાઉન્સની જમીન માટે પોપ્યુલેશન તેમ જ ડિસ્ટન્સ સંબંધી કરવામાં આવેલી નવી જોગવાઈને લીધે અહીં રિયલ્ટી સેક્ટરને કરન્ટ મળશે એવા મત વ્યક્ત થઈ રહ્યા છે. કેમ કે આ જોગવાઈને પગલે મોટા પાયે જમીનો છૂટી થશે અને એ પણ વર્તમાન કરતાં ઓછા ભાવે મળશે. વાત જાણે એમ છે કે બજેટમાં કરવામાં આવેલી નવી જોગવાઈ અનુસાર મ્યુનિસિપલ હદથી ૮ કિલોમીટર કરતાં વધુ દૂર હોય એવી જમીન કે પ્લૉટને કૅપિટલ ઍસેટ ગણવામાં નહીં આવે બલ્કે ઍિગ્રકલ્ચરલ લૅન્ડ ગણાશે. જોકે એ ટાઉન કે શહેરની વસ્તી દસ લાખથી વધુ હોવી જોઈશે. આ જ પ્રમાણે જે ટાઉનની વસ્તી એક લાખથી દસ લાખની વચ્ચે હશે ત્યાં મ્યુનિસિપલ હદથી છ કિલોમીટર કરતાં દૂરની જમીન પણ કૃષિ જમીન ગણાશે અને જ્યાં એક લાખથી ઓછી વસ્તી હશે ત્યાં જમીન માત્ર બે કિલોમીટર કરતાં પણ દૂર હશે તો ઍગ્રિકલ્ચર લૅન્ડ ગણાશે. પરિણામે એનો કરબોજ નીચે આવી જશે. આમ કરબોજ નીચો આવતાં એના વેચાણની કિંમત પણ ઘટશે એવું માનવામાં આવે છે.

મુંબઈ નજીક આવા વિસ્તારોમાં મીરા-ભાઇંદર, પનવેલ, ભિવંડી વગેરે જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે જેથી ડેવલપર્સ વર્ગ હવે પછી અહીં જમીનો સંપાદન કરવા માટે સક્રિય બને તો નવાઈ નહીં.

રિયલ એસ્ટેટ સેક્ટરના જાણકારો આને બિલ્ડર્સ-ડેવલપર્સ વર્ગ માટે જમીન મેળવવાની તક ગણે છે, કારણ કે આ વિસ્તારોમાં તેમને તુલનાત્મક રીતે સસ્તી જમીન મળી શકશે. હાલમાં રિયલ્ટી ક્ષેત્રે સૌથી મોટી સમસ્યા જમીન મેળવવાની કહેવાય છે જેની અછતને કારણે ભાવો સતત ઊંચકાતા રહ્યા છે. હવે પછી નવી જોગવાઈના કારણે આવા નાના વિસ્તારોના જમીનમાલિકો જમીન વેચવા કાઢે એવી સંભાવના જણાય છે. વર્તમાન જોગવાઈ મુજબ વસ્તીને ધ્યાનમાં લીધા વિના બધા જ વિસ્તારોને ૮ કિલોમીટરની વ્યાખ્યા લાગુ પડે છે. કિન્તુ હવે આ વ્યાખ્યા બદલાતાં જમીનમાલિકો તેમની જમીન વેચીને ૨૦ ટકા જેટલો લૉન્ગ-ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ બચાવી શકશે. અલબત્ત, આ સોદાઓમાં જમીનમાલિકે અન્ય કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યું હોવું જોઈશે.

રિયલ્ટી માર્કેટનાં સાધનોના મતે મોટા ભાગના ટૂ અને થ્રી ટિયર સિટિઝનને (બીજી તથા ત્રીજી શ્રેણીનાં શહેરો) આ જોગવાઈનો લાભ મળશે જ્યાં વસ્તી એક લાખથી દસ લાખની વચ્ચે છે.

હોમ લોનની રાહત પણ નાનાં શહેરો માટે

બજેટે હોમ લોનમાં જે રાહત આપી છે એ પણ નાનાં શહેરોના લોકોને વધુ લાગુ પડે એવી છે એમ જણાવતાં સાધનો ઉમેરે છે કે આ ૨૫ લાખ રૂપિયા સુધીની હોમ લોનમાં એક લાખ સુધીના વ્યાજને વધારાની કરરાહત આપવાની કરવામાં આવેલી જાહેરાત નાનાં શહેરોને એ માટે લાગુ પડે છે કે આ રાહત માત્ર ૪૦ લાખ રૂપિયા સુધીની કિંમતનાં ઘરો માટે જ છે જે મુંબઈ જેવાં શહેરો માટે પૂરતી નથી, કેમ કે અહીં મોટા ભાગનાં ઘરોની કિંમત ૪૦ લાખ રૂપિયા ઉપર પહોંચી ગઈ છે. અલબત્ત, મીરા-ભાઇંદર; ભિવંડી; પનવેલ જેવા વિસ્તારોમાં આ લાભ મળવાની શક્યતા ઊંચી રહે છે. આમ બજેટની આ જોગવાઈ પણ નાનાં શહેરોના લોકો માટે રાહતદાયી છે જેનો લાભ અહીંના ડેવલપર્સ-બિલ્ડર્સને પણ મળશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK