શું મહારાષ્ટ્ર હાઉસિંગ રેગ્યુલેટરી બિલ લાવી શકશે ઘર ખરીદવા માટે ઇચ્છુક લોકોના ચહેરા પર હાસ્ય?

આ બિલ સામે બિલ્ડરો કહે છે કે સરકારે અમારી પરિસ્થિતિઓ પણ સમજવી જોઈએ

 

 

maharashtra-housingરાજ્ય સરકારે ઘર ખરીદવા માટે ઇચ્છુક વ્યક્તિઓની મદદ કરવા મહારાષ્ટ્ર હાઉસિંગ રેગ્યુલેટરી બિલની જોગવાઈ કરી છે. હાલના તબક્કે તો આ એક યોગ્ય પગલું લાગે છે, પણ જ્યારે એને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવશે ત્યારે એ એટલું અસરકારક સાબિત થશે કે કેમ એ મોટો સવાલ છે. આ મુદ્દે વાત કરતાં એક ટોચના રિયલ્ટરે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર હાઉસિંગ રેગ્યુલેટરી બિલ એ એક હકારાત્મક પગલું છે. આ પ્રકારનું બિલ રજૂ કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય છે. ઘર ખરીદવા માગતા લોકો માટે આ સારું જ છે અને આશા છે કે એનું અમલીકરણ પણ યોગ્ય રીતે થશે. આ બિલથી ખાતરી મળે છે કે જો ફ્લૅટ ખરીદનાર વ્યક્તિને મોડેથી માલિકી મળે અથવા તો બિલ્ડર કોઈક કારણોસર પ્રોજેક્ટ અધવચ્ચેથી અટકાવી દે તો ખરીદનારને એનું વળતર મળે છે. આ બિલથી ખરીદદારોને પ્રોજેક્ટ માટે ભેગા થઈને સંયુક્ત રીતે નવા કૉન્ટ્રૅક્ટર અને કન્સલ્ટન્ટને અપૉઇન્ટ કરવાનો હક મળે છે. આ બિલની જોગવાઈ પ્રમાણે જો ડેવલપર સમયસર કામ ન કરે તો તેને ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તો ૩ વર્ષની જેલ થઈ શકે છે. આ પ્રકારના કાયદાઓથી ચોક્કસપણે ખરીદદારના હકોનું રક્ષણ થાય છે.’

 

મહારાષ્ટ્ર હાઉસિંગ રેગ્યુલેટરી બિલના પ્રસ્તાવનો રિવ્યુ કર્યા બાદ કમિટીએ એમાં ૨૬ ફેરફાર સૂચવ્યા છે. એમાંનું એક સૂચન પોસ્ટ સેલ પિરિયડનો સમયગાળો વધારવાનો છે, કારણ કે આ સમયગાળામાં બિલ્ડર ત્રણથી પાંચ વર્ષના સમયગાળામાં બાંધકામમાં કોઈ ખામી સર્જાય તો એને સુધારવા માટે બંધાયેલો છે. જોકે સરકારના મહારાષ્ટ્ર હાઉસિંગ રેગ્યુલેટરી બિલ સામે કેટલાક ડેવલપરો વિરોધની લાગણી અનુભવે છે. પોતાની આ લાગણી વ્યક્ત કરતાં એક ડેવલપરે કહ્યું હતું કે ‘સરકાર ડેવલપરો પર તો અંકુશ લગાવે છે, પણ રિયલ એસ્ટેટના બિઝનેસને ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ નથી આપતી. જે ડેવલપર ખોટું કામ કરે તેને સજા મળવી જોઈએ એ તો બહુ સરળ સમજ છે, પણ સરકાર ક્યારેય એ સમજવાનો પ્રયાસ નથી કરતી કે ડેવલપરને કબજો સોંપવામાં મોડું શું કામ થાય છે? જો પ્રોજેક્ટને સમયસર બધી સરકારી પરવાનગીઓ ન મળે અથવા તો રેતી કે સિમેન્ટના જથ્થાની શૉર્ટેજ થતાં એની ડિલિવરી પાછળ ઠેલાય તો કબજો સોંપવામાં નિયત સમય કરતાં મોડું થાય એ સ્વાભાવિક છે. આવા સંજોગોમાં માત્ર ડેવલપરને જ દંડ શા માટે? ન્યાય હંમેશાં બન્ને પક્ષે યોગ્ય રીતે કરવામાં આવે એ ઇચ્છનીય છે.’

 

રિયલ્ટીના ફીલ્ડ સાથે સંકળાયેલા વકીલો પણ માને છે કે મહારાષ્ટ્ર હાઉસિંગ રેગ્યુલેટરી બિલ ગ્રાહકોના ફાયદા માટે જ છે એમાં બેમત નથી, પણ એનો અમલ ક્યારે અને કેટલો ન્યાયી રીતે કરવામાં આવે છે એ મુદ્દો આ બિલની સફળતા માટે બહુ જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK