પ્રૉપર્ટીમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટ જેવું ઉત્તમ રોકાણ કોઈ નહીં

ઘણી વાર આપણે જાત-જાતની આકર્ષક ઑફરો વાંચી-સાંભળીને પ્રૉપર્ટીનો સોદો નક્કી કરી બેસતા હોઈએ છીએ. તમે એવી કોઈ લોભામણી ઑફરોમાં ફસાઈ ન જતા.

 

 

એ વાત સાચી છે અને આપણે બધા જ માનીએ છીએ કે પ્રૉપર્ટીમાં કરેલા રોકાણ જેવું ઉત્તમ રોકાણ કોઈ નહીં. એમાંય સારા સમયે તો ખાસ. એમ છતાં થોડા ચેતીને ચાલવું જરૂરી છે. અહીં અમુક ‘કરવા જેવી’ અને ‘ન કરવા જેવી’ બાબતોની યાદી આપી છે.

  • રેસિડેન્શિયલ પ્રૉપર્ટી


રિયલ એસ્ટેટના મોટા ભાગના રોકાણકારો બીજું ઘર ખરીદવા ઇચ્છતા હોય છે જે આગળ તેઓ ભાડે આપી શકે અથવા તો પછી એને ઊંચા ભાવે વેચી નાખી શકે. એ ઉપરાંત હોમલોન પર ટૅક્સમાં એક્ઝમ્પ્શન પણ મળે છે એ એક બીજો લાભ છે.

ધ્યાન રાખવા જેવી બાબત

બિલ્ડરની આબરૂ અને શાખ, પ્રોજેક્ટની ગુણવત્તા અને એ વિસ્તારનાં બધાં પાસાં ભાવવધારામાં કારણભૂત બનતાં હોય છે. એટલી ચોક્સાઈ રાખજો કે બિલ્ડિંગના બાંધકામનો નકશો, ગવર્નમેન્ટ તરફથી મળેલું અપ્રૂવલ અને ટાઇટલ વગેરે સ્પષ્ટ હોવાં જોઈએ.

ઝડપી વળતર માટે બને તો તૈયાર અથવા તો નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ જવાનો હોય એવો ફ્લૅટ ખરીદો. એને લીધે તમે બને એટલી ઝડપથી જગ્યા ભાડા પર આપી શકો.

વિકસિત વિસ્તારમાં બંધાતા પ્રોજેક્ટમાં ફ્લૅટ ખરીદો. એને લીધે તમે ભાડું બમણું મેળવી શકશો અને પ્રોજેક્ટ તૈયાર થતાં જ એની કૅપિટલમાં પણ ભાવવધારો થશે.

ઈએમઆઇ (ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ)નો બોજો લેવાનું ટાળજો અને તમારી બચતમાંથી ખરીદી કરજો.

ન કરવા જેવી બાબતો

મહત્વનાં કાગળિયાં બાબતે બેદરકારી ન રાખશો. જે ઘરમાં તમે રહો છો એને માટે જેટલી તપાસ કરી હતી એટલી જ તપાસ આ રોકાણના ઘર માટે પણ કરજો.

  • કમર્શિયલ પ્રૉપર્ટી


કમર્શિયલ જગ્યા રેસિડેન્શિયલ પ્રૉપર્ટી કરતાં વધુ ભાડું રળી આપે છે, પણ મંદીના સમયમાં એ સૌથી પહેલાં નીચે પડછાય છે. દાખલા તરીકે અત્યારે આપણે એનો અનુભવ કરી જ રહ્યા છીએ. મોટા ભાગની કમર્શિયલ જગ્યાઓ વેપારી વિસ્તારોમાં મળે છે અને એ સામાન્ય રીતે વધુ મોંઘી હોય છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

કોઈ વ્યાવસાયિક હબ હોય એવી જગ્યાએ રોકાણ કરો જેને લીધે તમે એને ગમે ત્યારે સરળતાથી વેચી શકો.

એવા પ્રકારની ઑફિસ ખરીદવાની કોશિશ કરો કે એ પ્રોજેક્ટના ભાવ આગળ જતાં વધશે એવી તમને ખબર હોય.

તમને દર મહિને નક્કી કરેલી આવક રળી આપે એવી પ્રી-લીઝ્ડ દુકાન અથવા કમર્શિયલ જગ્યા ખરીદો. એ તમારી રોજિંદી આવક ઉપરાંત કૅપિટલ વધારી આપશે.

તમે કોઈ ભાગીદાર સાથે રોકાણ કરવાની યોજના કરતા હો તો એક પાર્ટનરશિપ ફર્મ બનાવો. આને લીધે તમારો ખર્ચ પણ વહેંચાઈ જશે અને તમારા પૈસાની પણ સુરક્ષિતતા જળવાશે.

ન કરવા જેવી બાબતો

વિકસી રહેલા વિસ્તારમાં કમર્શિયલ પ્રૉપર્ટી ક્યારેય ન ખરીદશો.

કમર્શિયલ જગ્યાની ગુણવત્તા અને ઢાંચો કેવો છે એ બાબત અત્યંત મહત્વની છે. ફક્ત ‘સસ્તી હૈ ઇસલિએ અચ્છી હૈ’ એમ કરી ખરીદી લેવાની લાલચ ન કરશો.

કમર્શિયલ પ્રૉપર્ટી ખરીદવા માટેની લોન પર કોઈ ટૅક્સ બાદ નથી મળતો અને રેટ ઑફ ઇન્ટરેસ્ટ લગભગ ૧૫થી ૧૬ ટકા જેટલો હોય છે એટલે તમારી પાસે પૂરતી બચત હોય તો જ ખરીદો.

  • જમીન


જમીનનો ભાવ એટલો બધો હોય છે કે દરેક લોકોને એ ખરીદવાની પરવડતી નથી. જોકે ઉચ્ચ મધ્યમવર્ગીય લોકો નાના-નાના પ્લૉટ ખરીદીને રોકાણ કરે છે અથવા તો વીક-એન્ડ માટે જઈ શકાય એવું ઘર લોનની મદદથી ખરીદે છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

એટલી ચોક્કસ ખાતરી સમજો કે જે વિસ્તારમાં જમીન ખરીદવાની હોય એ વિસ્તારમાં થોડો પાયાનો વિકાસ થયો હોય.

આ જમીન લીઝ પર લેવાયેલી છે, ફ્રીહોલ્ડ છે કે પછી ખેતીલાયક અથવા નૉન-ઍિગ્રકલ્ચર છે એની પૂરતી તપાસ કરો અને એ પણ ખાતરી કરી લો કે એના પર કોઈ ચાર્જ લગાડેલા છે કે નહીં. તમે જો ખેતીને લાયક જમીન ખરીદવા માગતા હો તો તમે એની કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો એ સાબિત કરતાં કાગળિયાંઓની જરૂર પડશે.

ન કરવા જેવી બાબતો


આ જગ્યાને તમે વધુ ઊંચી કિંમતે વેચવાની ઇચ્છા ધરાવતા હો તો એ વિસ્તારમાં પહોંચવા માટેની પૂરતી સગવડ અને વ્યવસ્થા હોય એવી જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ અધવચાળેની જગ્યા ફક્ત એ સસ્તી છે એટલે લઈ ન લેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK