પ્રી-વર્કઆઉટ ને પોસ્ટ-વર્કઆઉટ ડાયટ વિશે જાણો

લોકો આજકાલ વર્કઆઉટ માટે ઉત્સાહિત હોય છે જે ખૂબ સારી બાબત છે, પરંતુ જ્યારે તમે તમારી સ્ટ્રેન્ગ્થ ડેવલપ કરવા માગતા હો ત્યારે એક્સરસાઇઝની પહેલાં અને પછી શું ખાવું એ બાબતે વિચારવું જરૂરી છે. ખાલી પેટે ક્યારેય એક્સરસાઇઝ ન કરવી જોઈએ અને પેટ ભરીને ખાઈને તો એક્સરસાઇઝ ન જ થઈ શકે. આજે જાણીએ એક્સરસાઇઝ પહેલાં અને કર્યા પછી શું-શું ખાવું જોઈએ અને શા માટે?

virat kohliજિગીષા જૈન

એક્સરસાઇઝ અને ડાયટ બન્ને હેલ્ધી જીવનનાં બે મહkવનાં સૂત્રો છે. કોઈ પણ વ્યક્તિ જે ફક્ત હેલ્ધી ખાતી હોય, પરંતુ એક્સરસાઇઝ ન કરતી હોય તે હેલ્ધી રહી શકતી નથી. અને જો કોઈ વ્યક્તિ એક્સરસાઇઝ કરતી હોય, પરંતુ યોગ્ય ખોરાક ન ખાતી હોય તો એક્સરસાઇઝનો પૂરો ફાયદો તેમને મળતો નથી. બીજી તકલીફ એ છે કે બને કે જો તે વ્યવસ્થિત ખાતી ન હોય તો એક્સરસાઇઝથી શરીરને જે ઘસારો લાગે એની યોગ્ય ભરપાઈ હેલ્ધી ખોરાક દ્વારા થાય નહીં. આમ જે લોકો એક્સરસાઇઝ કરતા હોય તેમણે ખોરાકનું યોગ્ય ધ્યાન રાખવું અનિવાર્ય છે. ડાયટ અને એક્સરસાઇઝ બન્નેનું બૅલૅન્સ કરશો ત્યારે જ રિઝલ્ટ મળશે અને એ પણ હેલ્ધી રિઝલ્ટ.

ખાલી પેટે ડાયટ

મોટા ભાગના લોકો સવારે ઊઠીને એક્સરસાઇઝ કરતા હોય છે, જે ખૂબ જ સારી આદત છે. સવારે એક્સરસાઇઝ કરવાના એક્સ્ટ્રા ફાયદાઓ છે. દિવસની શરૂઆત જ એક્સરસાઇઝ સાથે થાય તો દિવસભર સ્ફૂર્તિ જળવાઈ રહે છે એટલું જ નહીં, સવારે આરામ પછી એક્સરસાઇઝ સારી જ થાય છે; કારણ કે એનર્જી‍ સૌથી વધારે આખા દિવસમાં ઊઠuા પછી જ હોય છે. એનર્જી‍ સાથે તમારો પફોર્ર્મન્સ સારો રહે છે. પરંતુ આ પરિસ્થિતિમાં મોટા ભાગે લોકો કંઈ પણ ખાધા વગર એક્સરસાઇઝ કરે છે. સવારે ઊઠuા, ફ્રેશ થયા, પાણી પીધું અને એક્સરસાઇઝ માટે નીકળી ગયા. આ યોગ્ય નથી. ખાધા-પીધા વગર ક્યારેય એક્સરસાઇઝ કરવી ન જોઈએ. ઘણા લોકો યોગ કરતા હોય છે ત્યારે એવું માનતા હોય છે કે સાવ ખાલી પેટે જ યોગ કરવા જોઈએ. પરંતુ એવું નથી. થોડુંક કંઈ ખાઈને તમે યોગ કરી શકો છો. પેટ હળવું હોવું જોઈએ, સાવ ખાલી રાખવાની જરૂર નથી. એક્સરસાઇઝ પહેલાંનો અને એક્સરસાઇઝ પછીનો ખોરાક બન્ને ખૂબ જ મહkવનો હોય છે. એના વિશે આજે આપણે સમજવાનું છે.

એક્સરસાઇઝ એટલે શું એ પહેલાં સમજો

ખોરાક વિશે વાત કરીએ એ પહેલાં આપણે એક્સરસાઇઝ વિશે સ્પક્ટતા કરી લઈએ. ઘણા લોકો દરરોજ સવારે ૪૫ મિનિટનું વૉકિંગ કરતા હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે કે દરરોજ સવારે ગાર્ડનમાં જાય, ટહેલે, ગપ્પાં મારે, થોડી એક્સરસાઇઝ કરે અને ઘરે આવી જાય. આ પ્રકારની પ્રવૃત્તિઓને એક્સરસાઇઝ નહીં કહેવાય. એ વિશે સ્પક્ટતા કરતાં ન્યુટ્રિશનિસ્ટ મુનમુન ગનેરીવાલ કહે છે, ‘એક્સરસાઇઝ કે વર્કઆઉટ આપણે એને કહીશું જે દરરોજ તમારા માટે ચૅલેન્જિંગ હોય. એટલે કે એ કરવામાં તમારે મહેનત કરવી પડે, તમે જેટલું કરી શકો છો એના કરતાં થોડું વધારે કરવું, થોડા પ્રયત્નો વધારવા એ જ મહkવનું છે. ઍક્ટિવિટી માટે સ્પેશ્યલ ડાયટની જરૂર રહેતી નથી, પરંતુ એક્સરસાઇઝ માટે રહે છે; કારણ કે તમે તમારી ક્ષમતાથી વધીને કંઈ કરી રહ્યા હો છો. હવે એમાં જરૂરી નથી કે વૉકિંગ કરતા હો તો એને એક્સરસાઇઝ ન કહેવાય. જો તમે તમારું વૉકિંગ બ્રિસ્ક કરી નાખો તો એ વૉકિંગ એક્સરસાઇઝ થઈ ગયું. જો તમે બ્રિસ્ક વૉકિંગ કરતા જ હો તો એમાં વચ્ચે-વચ્ચે જૉગિંગ પણ શરૂ કરો તો એને એક્સરસાઇઝ ગણી શકાય. આમ એક્સરસાઇઝ કંઈ પણ હોઈ શકે, પરંતુ એનો મુખ્ય નિયમ છે સામથ્યર્‍ કરતાં વધુ થોડું કરવું. જો તમે આ પ્રકારની એક્સરસાઇઝ કરતા હો તો ચોક્કસ એક્સરસાઇઝ પહેલાં અને પછી બન્ને સમયે તમારે ખાવું જોઈએ.’

વર્કઆઉટ પહેલાં


ફક્ત એક્સરસાઇઝની પહેલાં શા માટે કંઈક ખાવું જોઈએ એ પાછળનું કારણ સમજાવતાં મુનમુન ગનેરીવાલ કહે છે, ‘જ્યારે તમે ખાલી પેટ એક્સરસાઇઝ કરો છો ત્યારે શરીરમાં એનર્જી‍ રહેતી નથી. ખાસ કરીને લગભગ ૧૦-૧૨ કલાકના ગૅપ પછી તમે ઊઠuા હો અને ત્યારે ખાલી ગ્રીન ટી પી લીધી અને વર્કઆઉટ ચાલુ કરી દીધું તો એ યોગ્ય નથી, કારણ કે સવારે ગ્લુકોઝ લેવલ ઘણું ઓછું રહે છે; જેને કંઈ ખાઈને તમે વધારી શકો છો. જો ખાલી પેટ એક્સરસાઇઝ કરશો તો સ્નાયુઓના ટિશ્યુ બ્રેક થઈ શકે છે. એટલે એક્સરસાઇઝ પહેલાં ખાવું અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું બન્ને જરૂરી છે.’

વર્કઆઉટ પછી એક્સરસાઇઝ કર્યા પછી દરેક વ્યક્તિને એકદમ ભૂખ લાગે જ છે. શરીર ત્યારે ખુદ માગે છે કે એને ખોરાકની જરૂર છે. એ કારણ તો છે જ કે એક્સરસાઇઝ કર્યા પછી કંઈક હેલ્ધી ચોક્કસ ખાવું. એની સાથે બીજાં કારણો સમજાવતાં મુનમુન ગનેરીવાલ કહે છે, ‘તમે જે પણ એક્સરસાઇઝ કરો છો એને લીધે સ્નાયુઓમાં કંઈક નાની-મોટી ભાંગતોડ થાય છે. સ્નાયુઓ તૂટે છે એના રિપેરકામ માટે પોષણની આવશ્યકતા રહે છે. એક્સરસાઇઝ પછી મોટા ભાગે એવો ખોરાક ખાવો જોઈએ જેમાંથી આ રિકવરી ન્યુટ્રિશન મળી રહે. આ સમયે વળી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ ઊંચી હોય છે, જેને કારણે કોઈ પણ ખોરાક તમે લેશો એનું બધું જ પોષણ શરીરને મળશે. ખાસ કરીને એક્સરસાઇઝ પછીની ૪૦ મિનિટની અંદર પોષણયુક્ત ખોરાક ખાઈ જ લેવો. આ ૪૦ મિનિટ ગુમાવવી નહીં. આ સમયગાળામાં તમે જે પણ ખાશો એનું પૂરું પોષણ શરીરને મળશે. એટલે એક્સરસાઇઝ કર્યા પછીનું મીલ જતું ન કરો.’


આ પણ વાંચોઃ અમુક ખાસ લક્ષણો ઓળખો ડાયાબિટીઝનાં


એક્સરસાઇઝ કરતાં પહેલાં અને એક્સરસાઇઝ કર્યા પછી ક્યારે શું ખાવું એ વિશે જાણીએ ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી

1) એક્સરસાઇઝ કરતાં પહેલાં કેળું એક એવું ફળ છે જે એક્સરસાઇઝ કરતાં પહેલાં અને પછી પણ ખાઈ શકાય છે. જો તમે ઊઠીને તરત જ એક્સરસાઇઝ ચાલુ કરવા માગતા હો તો ફ્રેશ થયા પછી પાણી પીવું અને એના પછી એક કેળું ખાઈ શકાય.

2) કેળા સાથે પીનટ બટર, સોયમિલ્ક, બદામ મિલ્ક કે સામાન્ય દૂધ પણ લઈ શકાય છે. જો દહીં સાથે કેળામાં નટ્સ નાખીને સ્મૂધી બનાવવી હોય તો પણ બનાવીને લઈ શકાય છે. એ ખૂબ જ હેલ્ધી છે, પરંતુ આ ત્યારે જ લેવું જ્યારે તમે ખૂબ સારું વર્કઆઉટ કરવાના હો. સામાન્ય વર્કઆઉટ માટે એની જરૂર નથી.

3) ગ્રીક યોગર્ટ એટલે કે બાંધેલું દહીં પણ લઈ શકાય છે. એની સાથે ૫-૮ પીસ  બદામ, અખરોટ, કાજુ જેવા નટ્સ લઈ શકાય છે. સારું રહેશે જો તમે એને રાતભર પલાળીને સવારે લો. એનો લાભ વધુ મળશે.

4) શિંગ અને ગોળ પણ ખૂબ જ પોષણયુક્ત વસ્તુ છે. શિયાળામાં સવારમાં એક શિંગની ચિક્કી ખાઈને એક્સરસાઇઝ શરૂ કરી શકાય છે. ચિક્કી ગોળની જ હોવી જોઈએ, ખાંડની નહીં. ઘરે બનાવેલી હોય તો બેસ્ટ.

5) જો સવારમાં કશું જ બનાવવાની ઇચ્છા ન હોય તો ગ્રેનોલા બાર્સ બજારમાં મળે છે એ અને દહીં પણ લઈ શકાય છે.

6) એક્સરસાઇઝ પછી ૩૫ ગ્રામ પનીર અને શાકભાજીને મિક્સ કરીને બનાવેલું સૅલડ લઈ શકાય છે.

7) હમસ અને પીતા બ્રેડ પણ લઈ શકાય છે.

8) બાંધેલા દહીંનું ડિપ બનાવીને એને વેજિટેબલ સ્ટિક સાથે ખાઈ શકાય છે.

9) જો એક્સરસાઇઝ પહેલાં કેળાં ન ખાધા હોય તો પ્રોટીન શેક સાથે કેળાં ખાઈ શકાય છે.

પીનટ અને આમન્ડ બટરનો ટોસ્ટ અને એની સાથે સીઝનલ ફ્રૂટ્સ લઈ શકાય છે.

સત્તુ બેસ્ટ પ્રોટીન શેક છે જેની સાથે જુદાં-જુદાં સીડ મિક્સ ખાઈ શકાય છે.

ખજૂર અને નટ્સનો બનેલો એક લાડુ લઈ શકાય છે. આ સિવાય અડદિયો કે ગુંદ લાડુ કે મેથી લાડુ પણ લઈ શકાય છે. આ બધા જ પોષણથી ભરપૂર હોય છે. લાડુ એવો લેવો જેમાં ગોળ વાપરવામાં આવ્યો હોય, ખાંડ નહીં.

   

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK