શું ખાવું, ક્યારે અને કેટલું ખાવું એની ખબર હોય તો હેલ્થ બરાબર જળવાય

સ્ટાર વનની ટીવીસિરિયલ ‘દિલ મિલ ગએ’થી પૉપ્યુલર થયેલો ટીવીસ્ટાર કરણસિંહ ગ્રોવર ફિટનેસની બાબતમાં કંઈક આવું જ માને છે. ‘કિતની મસ્ત હૈ ઝિંદગી’થી કરીઅર શરૂ કરનારા કરણે ૧૫થી વધુ સિરિયલ અને ૧૦૦થી વધુ ટીવી-ઍડ કરી છે- ફિટનેસ Funda

ફિટનેસ અને વર્કઆઉટનું મને પહેલેથી અટ્રૅક્શન હતું. ૨૦૦૩માં જ્યારે બાલાજી ટેલિફિલ્મ્સે ઍક્ટર-હન્ટ રાખી હતી ત્યારે મારી ફિટનેસને કારણે જ હું એ હન્ટના ટૉપ-ટેન સુધી પહોંચ્યો અને પછી એકતા કપૂરની ટ્રેઇનિંગને કારણે ટૉપ-થ્રીમાં સિલેક્ટ થયો. આ સિલેક્શન પછી તો ઑટોમૅટિકલી વર્કઆઉટ અને જિમિંગની વૅલ્યુ વધી ગઈ અને મેં વર્કઆઉટને મારા રૂટીન તરીકે જ લઈ લીધું. છેલ્લાં સાત વર્ષમાં એક પણ દિવસ એવો નથી કે જેમાં મેં વર્કઆઉટ ન કર્યું હોય. નૉટ અ સિંગલ ડે. આજે પણ હું વીકમાં પાંચ દિવસ જિમમાં વર્કઆઉટ કરું છું અને વીક-એન્ડમાં આઉટડોર સ્ર્પોટ્સ, સ્વિમિંગ જેવી એક્સરસાઇઝથી વર્કઆઉટ કરું છું.
ફિટનેસનું સ્ટૅટિસ્ટિક્સ

 


કોઈને માન્યામાં ન આવે એવું બને, પણ ફૅક્ટ એ છે કે ફિટનેસનું સ્ટૅટેસ્ટિક્સ હોય છે. તમે કયા કારણે અને કેવા સંજોગોમાં વર્કઆઉટ કરી રહ્યા છો એ મુજબની એક્સરસાઇઝનું પ્લાનિંગ થતું હોય છે. મારા વર્કઆઉટમાં ૪૦ પર્સન્ટ કાર્ડિયો-એક્સરસાઇઝ અને ૬૦ પર્સન્ટ વેઇટ-એક્સરસાઇઝ હોય છે. જેમ-જેમ બૉડીનો શેપ બનતો જાય એમ-એમ વેઇટ-એક્સરસાઇઝનું પ્રમાણ વધતું જાય. અત્યારે સલમાન ખાન અને જૉન એબ્રાહમની એક્સરસાઇઝમાં ૨૫ પર્સન્ટ કાર્ડિયો અને ૭૫ પર્સન્ટ વેઇટ-એક્સરસાઇઝ છે. વીકના પાંચ દિવસના જિમિંગ દરમ્યાન હું દરરોજ બૉડીના અલગ-અલગ પાર્ટ પર ધ્યાન આપું છું એટલે દરરોજ મારી વેઇટ-એક્સરસાઇઝ ચેન્જ થયા કરે છે. સલમાન ખાનને હું ફિટનેસ-આઇડલ માનું છું, પણ હમણાં જૉન એબ્રાહમને મYયા પછી મને તેને ફૉલો કરવાનું મન થાય છે. એઇટ-પૅક બનાવવા માટે મેં ઘણીબધી ટિપ્સ તેની પાસેથી લીધી છે.


જૂજ લોકોને ખબર છે કે મેં હોટેલ-મૅનેજમેન્ટની સ્ટડી કરી છે. હોટેલ-મૅનેજમેન્ટની સ્ટડીમાં ફૂડ-મૅનેજમેન્ટનો પણ એક સબ્જેક્ટ હોય છે, જે ઍક્ચ્યુઅલી દરેક માટે બહુ ઇમ્ર્પોટન્ટ છે. શું ખાવું, ક્યારે ખાવું અને કેટલું ખાવું એની જો ખબર પડી જાય તો હેલ્થ ઑટોમૅટિકલી જળવાયેલી રહે અને ફિટનેસ માટે એક્સ્ટ્રા મહેનત ન કરવી પડે.


ફૂડમાં પન્ક્ચ્યુઅલિટી


મારું રાતનું ડિનર સાંજે સાત વાગ્યે પૂરું થઈ જાય છે. જો કોઈ પાર્ટીમાં જવાનું હોય તો પણ હું મારી ડિનર કમ્પ્લીટ કરીને જ જાઉં છું, પાર્ટીમાં જઈને ફ્રૂટ-જૂસ કે સૅલડ લઈ લેવાનું. ફૂડમાં હું પહેલેથી પન્ક્ચ્યુઅલ રહ્યો છું. શરૂઆતનાં વષોર્માં ઇન્ડિયામાં એકલો હતો એટલે મારે પર્સનલી મારી હેલ્થનું ધ્યાન રાખવાનું હતું એટલે પન્ક્ચ્યુઅલિટી રહી અને પછી ફિટનેસની સેન્સ આવી એટલે ટાઇમટેબલને ફૉલો કરવાનું નક્કી કરી લીધું. સવારે પ્રોટીન મિલ્કશેકથી દિવસની શરૂઆત થાય અને રાતે હળદરવાળા દૂધથી દિવસ પૂરો થાય.


વચ્ચેના પિરિયડમાં પણ હું ખાવાની બાબતમાં અલર્ટ રહું છું. શક્ય હોય ત્યાં સુધી ઘરનું જ ફૂડ ખાવાનું રાખું છું, પણ જો બહાર ખાવું પડે તો મોટા ભાગે બૉઇલ કરેલું ફૂડ ખાઉં છું. રાઇસ, ઇડલી કે બૉઇલ એગથી બીજા અને કારણ વિનાના મરીમસાલાથી બચી શકાય છે. આગળ કહ્યું એમ મૉર્નિંગમાં પ્રોટીન મિલ્કશેક પીધા પછી આમલેટ અને ફણગાવેલાં કઠોળનો બ્રેકફાસ્ટ કરું અને શૂટિંગ પર જતાં પહેલાં હેવી નાસ્તો કરી લઉં. મારા બ્રેકફાસ્ટ કરતાં લંચ હળવું અને લંચ કરતાં ડિનર વધારે હળવું હોય છે. સાંજના સમયના નાસ્તામાં મારી બિસ્કિટ, બૉઇલ એગ્ઝ કે ફ્રૂટ્સ હોય છે. શક્ય હોય ત્યાં સુધી હું રસ્તા પર મળતો નાસ્તો નથી ખાતો.

 

મને યાદ નથી કે મેં લાસ્ટ ક્યારે વડાપાઉં ખાધાં હશે? મને એ પણ યાદ નથી કે ભેળપૂરી કે પાણીપૂરી પણ મેં છેલ્લે ક્યારે ખાધી હતી? જો કંઈક મેળવવું હોય તો કંઈક છોડવું પણ પડે. હેલ્થ માટે મેં એ બધું છોડ્યું છે. ઈવન, સ્વીટ્સ મારી ફેવરિટ છે, પણ હું ક્યારેક જ સ્વીટ્સ ખાઉં છું. જો સ્વીટ્સ ખાવાની હોય તો હું ચૉકલેટ કે કેક જેવી યુરોપિયન સ્વીટ્સ ખાવાને બદલે ટિપિકલ ઇન્ડિયન સ્વીટ્સ ખાવાનું વધુ પસંદ કરું. આપણી સ્વીટ્સમાં ઘી, દૂધ, ડ્રાયફ્રૂટ્સ જેવી હેલ્ધી આઇટમ નાખવામાં આવતી હોય છે. અલ્ટિમેટલી તો એ બધી આઇટમ બૉડીને એનર્જી તો આપે જ છેને.
- વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ


યોગ-ટ્રેઇનર શોધું છું


યોગ અને મેડિટેશન માટે હું અત્યારે એક યોગ-ટ્રેઇનર શોધી રહ્યો છું. મેડિટેશન અને યોગના બેનિફિટ સાંભળ્યા પછી મેં યોગ-ટ્રેઇનર શોધવાનો શરૂ કર્યો છે. ટ્રેઇનર મળી જશે એટલે બહુ ઝડપથી હું યોગ અને મેડિટેશન પણ શરૂ કરી દેવાનો છું

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK