શું તમને ખૂબ થાક લાગે છે?

જો તમે હેલ્ધી છો તો સવાલ જ નથી કે તમને થાક લાગે. વળી એકાદ દિવસ વધુ કામ કર્યું હોય કે ટ્રાવેલ કર્યું હોય ત્યારે થાક લાગવો જુદી વાત છે, પરંતુ જો તમને રોજિંદા જીવનના કામમાં થાક લાગે છે તો એ ચિંતાનો વિષય હોઈ શકે છે. આમ તો આ લક્ષણ કૅન્સરથી માંડીને વિટામિનની ઊણપ સુધી કોઈ પણ તકલીફનું હોઈ શકે છે. આજે જાણીએ કેટલાંક સામાન્ય કારણો આ થાક પાછળનાં

healthજિગીષા જૈન

ઘણી વખત એવું થાય છે કે વ્યક્તિ પોતાનાં રોજિંદાં કામોમાં પણ થાકી જતી હોય છે. થાક આમ તો શારીરિક અને માનસિક બન્ને હોય છે; પરંતુ મોટા ભાગે માનસિક થાક ત્રાસ અને ઇરિટેશનરૂપે બહાર આવે છે, જ્યારે શારીરિક થાક બીમારીરૂપે. ઘણી વખત થાક કૅન્સર જેવી મહાબીમારીનું લક્ષણ સાબિત થતું હોય છે તો ઘણી વાર લગભગ અડધું ભારત જે બીમારી ધરાવે છે એ એનીમિયાનું લક્ષણ હોય. પરંતુ જો તમને અચાનક જ થાક લાગવાનું શરૂ થયું છે તો કેટલાંક સામાન્ય કારણો છે, જે વિશે વિચારવું મહkવનું છે. આ કારણો કયાં છે એ જાણીએ ફિમ્સ ક્લિનિકનાં હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ પાસેથી. આ કારણોને શોધીને દૂર કર્યા બાદ પણ જો તમને થાક લાગે તો એક વખત ડૉક્ટરને મળી લેવામાં જ શાણપણ સમજવું.

૧. ઊંઘ પૂરી ન થવી

આ એક સૌથી મોટું કારણ છે થાક લાગવા પાછળ. એકાદ દિવસ ઊંઘ ન થાય તો કદાચ એની અસર દેખાતી નથી, પરંતુ સતત જે લોકોની ઊંઘ ડિસ્ટર્બ રહે છે તેમના પર આ અસર ઘણી વધુ દેખાય છે. ઊંઘ ડિસ્ટર્બ હોવીનો અર્થ ફક્ત એટલો નથી કે રાત્રે ઊંઘ ઊડી જવી, પરંતુ જે લોકો મોડા સૂએ છે, ઓછા કલાકોની ઊંઘ લે છે, રાત્રે ઓછું અને દિવસે વધુ સૂએ છે એ બધા જ આ કૅટેગરીમાં ગણાય છે. આજકાલ ખૂબ મોડું ઊંઘવાની ફૅશને જોર પકડ્યું છે. કોઈ વ્યક્તિ જો ૧૦ વાગ્યે સૂઈ જાય તો લોકો તેના પર હસે છે, પરંતુ હકીકત એ છે કે રાત્રે દસથી સવારે છની ગાઢ ઊંઘ આદર્શ ઊંઘ ગણાય છે. જો તમને થાકની તકલીફ હોય તો તમારી ઊંઘમાં કોઈ તકલીફ છે કે નહીં એ ખાસ ચકાસો અને એ તકલીફને દૂર કરવાનો પ્રયત્ન કરો. શરીર એક એવું મશીન છે જેને રાતનો આરામ મળવો અનિવાર્ય છે. જો એ ન મળે તો એની કાર્યક્ષમતા પર અસર પડવાની જ છે. તમને લાગતો થાક એ અસરનો જ એક ભાગ હોઈ શકે છે. એટલે આ બાબતે સજાગ બનો.

૨. ખોરાકમાં પોષણની ઊણપ

ખોરાકનું મહત્વ આપણા જીવનમાં ઘણું વધારે છે. ભલે આપણે ખાવા માટે ન જીવીએ, પરંતુ જીવવા માટે પૌãક્ટક ખોરાક ન લઈએ તો હેલ્થ પર અસર ચોક્કસ પડવાની જ છે. આજે મોટા ભાગના કામકાજી લોકો જે મળે એ ખાઈ લે છે અને પાછા પોતાના કામે ચડી જાય છે. મુંબઈ જેવા શહેરમાં મોટા ભાગની વ્યક્તિઓ ઍવરેજ દરરોજ એક ટંક બહારનો ખોરાક લે છે. બે ટંક ઘરનું ખાતા હોય તો નાસ્તો કે સ્નૅક્સ બહારનાં હોય છે. દરેક ટંકે ઘરનું ભોજન ખાઈ શકનારી વ્યક્તિઓમાં પણ બહારનો ખોરાક, રેડી ટુ ઈટ ખોરાક, ફાસ્ટ ફૂડ, જન્ક ફૂડ ખાવાનો એટલો શોખ જોવા મળે છે કે એ શોખને આધીન થઈ તેઓ વધુ નહીં તો અઠવાડિયામાં એકબે વાર બહારનું ખાઈ જ લે છે. વળી જે ઘરે જમે છે એ લોકો પણ ખોરાકમાં સંપૂર્ણ પોષણયુક્ત ખોરાક જ લે છે એવું હોતું નથી. વ્યવસ્થિત જમવાને બદલે લોકો સાંજે પૌંઆ, સૅન્ડવિચ, પાણીપૂરી જેવી વસ્તુઓથી પણ પેટ ભરી લે છે. એક આઇટમ બનાવી એટલે બસ. આ બધાની અસર તાત્કાલિક દેખાતી નથી, લાંબા ગાળે દેખાય છે. તમારા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાબ્સર્‍, વિટામિન્સ, મિનરલ્સ જવાં જોઈએ. એ માટે શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ્સ, દૂધ, ધાન્ય, કઠોળ બધું જ સપ્રમાણ લેવું જરૂરી છે.

૩. વિટામિન B12 અને વિટામિન Dની કમી

આયર્ન અને હીમોગ્લોબિનની ઊણપ હોય તો થાક એ પહેલું લક્ષણ હોય છે, કારણ કે એનીમિયા જેવા રોગમાં થાક લાગે જ છે; પરંતુ આજકાલ જેની ઊણપ લગભગ દર બીજી વ્યક્તિમાં જોવા મળે છે એવાં વિટામિન B12 અને વિટામિન Dની કમીને કારણે પણ થાક લાગી શકે છે. શરીરને જે તkવોની જરૂર છે એ તkવો ન મળે તો એનું કામ ખોરવાય છે અને એ ખોરવાય તો કોઈ ને કોઈ લક્ષણરૂપે એ બહાર આવે છે, જેમાંનું એક લક્ષણ થાક છે. આ સિવાય આ બન્ને વિટામિનની ઊણપ પાચન પર પણ અસર કરે છે, જેને લીધે ખોરાકમાંથી મળતાં વિટામિન્સ પૂરી રીતે શરીરને મળતાં નથી અને પોષક તkવોની ઊણપ સર્જા‍ય છે. એથી પણ થાક લાગી શકે છે.

૪. સ્ટ્રેસ

ઘણી વખત વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી થાકી જતી હોય છે. આજકાલ લોકોમાં આ પ્રકારનો થાક વધુ જોવા મળે છે. એક રીતે જોઈએ તો મન અને શરીર અલગ નથી જ, કારણ કે મનની પૂરી અસર શરીર પર થાય જ છે. આપણે ત્યાં કહેવાય છે કે મનની શક્તિ જ બધું છે, પરંતુ આ શક્તિને હણવાનું કામ સ્ટ્રેસ કરે છે. જ્યારે તમે અનહદ સ્ટ્રેસથી લદાયા હો ત્યારે એ શક્તિ ખૂટી પડે છે અને થાક લાગે છે. ઘણી વખત લોકોને લાગે છે કે પહેલાં તો હું ૧૨-૧૨ કલાકની જૉબ કરતો અને થાક ન લાગતો. હવે એવું નથી, કારણ કે જ્યારે એ જૉબ હાથમાં લીધી ત્યારે તમે ઉત્સાહથી ભરપૂર હતા અને એ કામ તમને સ્ટ્રેસ નહોતું આપતું, પરંતુ હવે એવું નથી. કામનો ઉત્સાહ ઘટી ગયો છે એટલે સ્ટ્રેસ વધી ગયું છે અને થાક લાગે છે. આ પ્રકારનો થાક લાગતો હોય તો મનને પ્રફુલ્લિત રાખવાનો પ્રયાસ કરો. સમય, કામ, પરિસ્થિતિ કે લોકો કશું જ બદલાવાનું નથી. જો તમને સ્ટ્રેસ ન લેવું હોય તો આંતરિક શક્તિને વધારવી પડશે અને સ્ટ્રેસને મૅનેજ કરતાં શોખવું પડશે.

૫. પાચનમાં તકલીફ

ઘણી વખત થાક એટલે પણ લાગે છે કે તમારું પાચન ઠીક ન હોય. જે વ્યક્તિનું પાચન નબળું હોય એ પૌãક્ટક ખોરાક ખાય તો પણ એનું પાચન વ્યવસ્થિત ન થવાને કારણે એ પોષણ તેને પૂરતું મળતું નથી. પોષણ પૂરું મળે એ માટે સારો ખોરાક જેમ મહkવનો છે એમ સારું પાચન પણ અનિવાર્ય છે. એટલે જો તમને સતત ઍસિડિટી અને ગૅસની સમસ્યા રહેતી હોય, જો તમને અપચો કે કબજિયાત રહેતી હોય તો પણ તમને થાક લાગી શકે છે. એ માટે જરૂરી છે કે તમે પહેલાં તમારું પાચન સુધારો.
૬. એજિંગ

ઘણા લોકો પોતાની ગધાપચીસીમાંથી બહાર જ નથી આવતા અને તેમને લાગે છે કે ૨૦ વર્ષે તે જેવું દોડીને કામ કરતા હતા એવું ૫૦ વર્ષે પણ થઈ શકે. હકીકત એ છે કે ઉંમર એનું કામ કરે છે અને જો વ્યક્તિ તેની ઉંમરને સ્વીકારીને ચાલે તો આવા પ્રfનો ઊભા ન થાય. ઉંમર પ્રમાણે શરીર થોડું-થોડું નબળું થતું જ હોય છે. શરીરની જે ક્ષમતા ૨૫ વર્ષે હોય છે એ ૫૦ વર્ષે ન જ હોય એટલે પહેલાં જો પાંચ કિલોમીટર દોડી પણ લેતા હો અને આજે ચાલતાં પણ થોડો થાક વર્તાતો હોય તો વાંધો નહીં, શરીર પોતાનું કામ કરે છે. આ થાક ઉંમર સંબંધિત છે.

૭. ડાયાબિટીઝ


જેમને ડાયાબિટીઝ છે તેમની શુગર વધતી-ઘટતી રહે છે. એના પર નિયંત્રણ રાખવું અનિવાર્ય છે. ઘણા લોકો એવા છે જેમને થાક લાગતો હોય અને તે ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર તેમની ટેસ્ટ કરાવડાવે અને ત્યારે ખબર પડે કે તેમને ડાયાબિટીઝ છે. ઘણા એવા પણ છે જેમને ડાયાબિટીઝ હોય જ અને થાક અચાનક લાગવા લાગે તો આ લક્ષણને અવગણવું નહીં, કારણ કે તમને લાગતો થાક સૂચવે છે કે તમારી શુગર નીચે જઈ રહી છે. એમાં પણ જો તમને આંખે અંધારાં આવી જાય તો આ હાલત અત્યંત ગંભીર ગણાય છે. ડાયાબિટીઝના દરદીને થાક વધુ લાગતો હોય તો એક વખત ડૉક્ટરને ચોક્કસ મળવું.

૮. વજન વધે ત્યારે

જો તમારું વજન વધી ગયું હોય તો પણ એ વધેલા વજનને કારણે તમને થાક લાગી શકે છે. જેમનું વજન વધારે હોય છે એ લોકો વધુ ઍક્ટિવ નથી રહી શકતા એનું કારણ તેમના શરીરનો મેદ છે. થોડું ચાલે તો થકી જવાય કે હાંફી જવાય, પહેલાં જેટલું કામ સરળતાથી ન કરી શકાય, શરીરની ક્ષમતા ઘણી ઘટી જાય. આ પરિસ્થિતિમાં સતર્ક થઈને વધેલા વજનને ઓછું કરવું જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK