બાળમૃત્યુદર ઘટાડવો છે?

તો મમ્મી-પપ્પાએ પોતાનાં બાળકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તેમને સમયસર અને તમામ રસી આપવામાં આવે એનું ધ્યાન રાખવું પડશે

rasiડૉ. પ્રદીપ હલ્દર

ભાગ્યે જ ચર્ચા કરાયેલો એક વિષય અચાનક ચર્ચામાં આવ્યો છે અને સમાચારોની હેડલાઇન બની ગયો છે. શું રસીઓ સુરક્ષિત છે? શું તમેની આવશ્યકતા છે? શા માટે બાળકોન્ો રસી આપવાની જરૂર છે? આ કેટલાક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.

સરકાર દ્વારા ચલાવવામાં આવતું ઓરી-રુબેલા રસીકરણ અભિયાન ૨૦૨૦ સુધીમાં ઓરીનો અંત લાવવા અને રુબેલા/કન્જેનાઇટલ રુબેલા સિન્ડ્રોમને નિયંત્રિત કરવા માટે કટિબદ્ધ છે. દુનિયાભરના અત્યાર સુધીના સૌથી મોટા આ રસીકરણ અભિયાનમાં નવ મહિનાથી ૧૫ વર્ષ સુધીની ઉંમરનાં લગભગ ૪૧ કરોડ બાળકોનો આવરી લેવામાં આવશે.

સુરક્ષિત અને અસરકારક રસીઓના વિકાસ/નિર્માણ થી ભારતમાં ઘણીબધી બીમારીઓ/રોગો નિયંત્રણમાં છે, પણ જ્યારે અફવાઓ લોકોના મનમાં ઘર કરી જાય છે ત્યારે બાળકોની તંદુરસ્તી જોખમાઈ શકે છે.

ભારતના ઓરી-રુબેલા રસીકરણ અભિયાનનો ઉદ્દેશ બાળકોને કમજોર બનાવતી બીમારીઓન્ો રોકવાનો છે. આપણાં બાળકોના આરોગ્યની સુરક્ષા માટે એક સશક્ત રસીકરણ ઝુંબેશની આવશ્યકતા છે. ન્યુમોનિયા, ઝાડા અને ઓરી રસીકરણથી અટકાવી શકાય એવા રોગો છે. રસીકરણ આપણા દેશમાં બાળરોગોને અને બાળમૃત્યુદરનો નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપોો છે.

જોખમ માત્ર બાળકના મૃત્યુનું જ નથી. એ પણ છે કે જે બાળકો આ રોગનાં લક્ષણોની બહાર આવી જાય છે તમને બહેરાશ, ખેંચ, મગજના જ્ઞાનતંતુઓનો નુકસાન, યાદશક્તિને અસર, શારીરિક વિકાસ અટકવો જેવી લાંબા ગાળાની અસરોનું જોખમ રહે છે.

આજની રસીઓ પહેલાં કરતાં ઘણી સુરક્ષિત અને વધારે અસરકારક છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ)માં રસીનો ઉપયોગ કરાય એ પહેલાં એનું કડકાઈથી અને સતત વૈજ્ઞાનિક અભ્યાસો મારફત પરીક્ષણ કરવામાં આવે છે. આરોગ્ય મંત્રાલય અને અન્ય સક્ષમ ટેãક્નકલ એક્સપટ્ર્સ સંસ્થાઓના નિષ્ણાતો રસીની સુરક્ષા અને અસરકારકતા સહિત અન્ય મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા-વિચારણા અને વિશ્લેષણ કરે છે.

આ આપણી કમનસીબી છે કે કેટલાંક જૂથોએ પ્પ્ય્ (મીઝલ્સ, મમ્પ્સ ઍન્ડ રુબેલા) રસીને ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર સાથે જોડી દીધી છે. કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસોએ દર્શાવ્યું છે કે રસીઓ અને ઓટિઝમ સ્પેક્ટ્રમમ ડિસઑર્ડર વિકસવાની વચ્ચે કોઈ કડી નથી. ઑટિઝમનાં લક્ષણો સામાન્ય રીત્ો એ સમયે દેખાય છે જે સમયે બાળકને રસી આપવાની ભલામણ કરવામાં આવે છે. ભારત અને વિશ્વના વૅક્સિન સેફ્ટી એક્સપર્ટ્સ સહમત છે કે રસી ઑટિઝમવાળાં બાળકોની સંખ્યામાં વૃદ્ધિ માટે જવાબદાર નથી.

જો આપણે બાળમૃત્યુદર ઘટાડવા ઇચ્છતા હોઈએ તો બાળકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારીની ખાતરી કરવી પડશે. બાળકોને જ્યારે સમયસર અને તમામ રસીઓ આપવામાં ન આવે ત્યારે સમગ્ર સમાજનું સ્વાસ્થ્ય જોખમમાં હોય છે. આથી રાષ્ટ્રીય અને રાજ્યના અધિકારીઓ, ડૉક્ટરો, મમ્મી-પપ્પા, પરિવાર, બાળકો, દવાખાનાંઓ, હેલ્થકૅર વર્કર્સ અને બધા નાગરિકોને સામેલ કરવા માટે એક સામૂહિક પ્રયાસ કરવો જોઈએ જે તમેની આસપાસ રસીકરણ વિશે જાગરૂકતા વધારી શકે છે.

મમ્મી-પપ્પાએ ખાતરી કરવી જોઈએ કે તમેનાં બાળકોન્ો રસી આપવામાં આવે. ભારતન્ો આજે સૌથી વધારે વિજ્ઞાનની આવશ્યકતા છે. જનસંખ્યામાં વૃદ્ધિ, જળવાયુ પરિવર્તન, નવા ચેપી રોગો, ઍન્ટિ-બાયોટિક્સ દવાઓની ઓછી અસરકારકતા અને દરરોજ નવાં ઊભરી રહેલાં જોખમોની સાથે નવી રસીઓની જરૂરિયાત ઉદ્ભવી છે. રસીઓ ટેક્નૉલૉજિકલ સિદ્ધિ છે જે ભારતમાં તંદુરસ્ત ભવિષ્યની આશા જગાડશે અને અન્ય મજબૂૂત રાષ્ટ્રોમાં ભારતનું સ્થાન સુરક્ષિત કરવામાં મદદ કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK