જાડા ન હોવા છતાં તમે ફૂલેલા લાગો છો તો આ બાબતને ગંભીરતાથી લો

ચહેરો ફૂલી ગયો હોય, આંખો સૂજેલી હોય, આંગળીની વીંટી જો વારંવાર ટાઇટ થઈ જતી હોય તો તમને કિડનીની કે હાર્ટની તકલીફ હોઈ શકે છે. આ પ્રકારનાં લક્ષણોને વૉટર રિટેન્શન કહે છે જેનો સીધો અર્થ થાય શરીરના કોષોમાં પાણી ભરાવું. આ એક સામાન્ય પ્રૉબ્લેમ છે જેના પર ધ્યાન આપવાથી, થોડાં પરિવર્તનો કરવાથી એ ઠીક થઈ શકે છે. છતાં જો અવારનવાર બ્લોટિંગ રહેતું હોય તો ચેકઅપ ચોક્કસ કરાવો

health



જિગીષા જૈન

શું તમે સવારે ઊઠો ત્યારે ચહેરો ફૂલેલો, આંખો સૂજેલી કે આંગળીમાં પહેરેલી વીંટી ટાઇટ થઈ ગઈ હોય એવું લાગે છે? શું દિવસ દરમ્યાન પણ તમારો ચહેરો એવો લાગે છે કે સીધા ઊઠીને જ ઊભા થયા હો? શું તમને શરીર ભારે-ભારે લાગ્યા કરે છે? જો આ પ્રfનોનો જવાબ હા હોય તો તમે વૉટર રિટેન્શનના શિકાર થયા છો એટલે કે તમારા શરીરમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આપણા શરીરમાં ૭૦ ટકા ભાગ પાણીનો છે. આ પાણીમાં કોઈ પણ નાનીએવી ઊથલપાથલ પણ વ્યક્તિ માટે ગંભીર સાબિત થઈ શકે છે. વૉટર રિટેન્શન ફ્લુઇડ રિટેન્શન એટલે કે પ્રવાહીના ભરાવા તરીકે પણ ઓળખાય છે જેનો સીધો અર્થ એ થાય કે કોઈ કારણોસર શરીરની નસોમાં કે કોષોમાં કે ખાલી જગ્યાઓમાં પાણી ભરાઈ જવું. સામાન્ય રીતે થાય છે એવું કે અમુક કારણો એવાં બને છે જેને લીધે શરીરના કોષોમાંથી પાણી બહાર જેમાંથી લોહી પસાર થાય છે એ નસોમાં ભરાવા લાગે છે. એનાથી નસો ફૂલે છે એટલે આપણને લાગે છે કે સોજા આવી રહ્યા છે, શરીર ફૂલેલું લાગે છે, શરીરમાં ભાર લાગે છે. લાંબો સમય ઊભા કે બેઠા રહીએ જેમ કે ટ્રાવેલિંગ દરમ્યાન ત્યારે ખાસ કરીને પગ અને હાથ પર એની અસર વર્તાય છે. ખૂબ ઠંડી કે અતિશય ગરમીમાં પણ આવું થઈ શકે છે. ઘણા લોકો આ તકલીફોથી પીડાતા હોય છે, પરંતુ એને પોતાની પ્રકૃતિ સમજીને સ્વીકારી લે છે. ખરા અર્થમાં આ વૉટર રિટેન્શન થવા પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોઈ શકે છે.

ખોટી લાઇફ-સ્ટાઇલ

બદલાતી જતી લાઇફ જોડે આપણા સૂવાના કલાકો પર પણ અસર પડે છે. રાત્રે મોડા સૂવું, સરખી ઊંઘ ન આવવી, અપૂરતી ઊંઘ થવી જેવાં કારણો પણ શરીરમાં પાણીના ભરાવા માટે જવાબદાર ગણી શકાય. એ વિશે વાત કરતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ઘણા લોકો માને છે કે રાત્રે ઊંઘ ન થાય તો દિવસે એને પૂરી કરી લઈએ તો પણ ચાલે, પરંતુ એવું નથી. રાતની એકધારી છથી આઠ કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો એ ન હોય તો તરત જ શરીરમાં પાણી ભરાવાનું શરૂ થઈ જાય છે. અપૂરતી ઊંઘ જેની હોય તેના મોઢા પર હંમેશાં સોજા દેખાય છે. આ સિવાય ખાવાનો સમય નિãત ન હોય, બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે સાત-આઠ કલાકનું અંતર હોય, બ્રેકફાસ્ટ કે લંચ સ્કિપ કરી દેવાની આદત હોય ત્યારે પણ આ તકલીફ ઊભી થઈ શકે છે.’

વધારે મીઠું ખાતા હો તો

સોડિયમની વધતી માત્રા શરીરમાં પાણીના ભરાવા માટે જવાબદાર ગણાય છે, કારણ કે સોડિયમ પાણીને શરીરમાં બાંધીને રાખે છે. જો સોડિયમ વધુ તો ભરાવો થવાનું રિસ્ક પણ વધુ. આપણે જે મીઠું ખાઈએ છીએ એ કેમિકલી સોડિયમ ક્લોરાઇડ છે. એટલે કે એ મીઠામાં સોડિયમની માત્રા રહે જ છે. આપણે જેટલું પ્રોસેસ્ડ ફૂડ કે પ્રિઝવ્ર્ડ ફૂડ ખાઈએ એટલું પાણી શરીરમાં વધુ ભરાય છે, કારણ કે એમાં મીઠાની માત્રા ઘણી વધારે રહે છે.

મેંદો ખાતા હો તો

રિફાઇન ફ્લોર આપણા શરીરને ઘણી રીતે નુકસાન કરે છે. એક તો એમાં પોષણ હોતું નથી, ફક્ત કૅલરી જ હોય છે. એ ખાઈએ તો શુગરની માત્રા વધી જાય છે જેને કારણે ઇન્સ્યુલિનની માત્રા પણ વધે છે અને ઇન્સ્યુલિનની માત્રા વધે તો આપોઆપ સોડિયમની પણ માત્રા વધે છે અને એટલે વૉટર રિટેન્શન થવાની શક્યતા પણ વધે છે. તમને જાતઅનુભવ હશે કે મેંદો ખાવાથી ઘણી વખત પેટ ફૂલેલું લાગે, ભારે લાગે જે બીજું કંઈ નહીં પરંતુ બ્લોટિંગ છે. આ બ્લોટિંગ વૉટર રિટેન્શનને કારણે આવે છે.

રોગ હોઈ શકે છે

પાણીનો ભરાવો જે લોકોને અવારનાવર રહેતો હોય તેમણે ચેતવા જેવું ખરું; કારણ કે જેમને થાઇરૉઇડની તકલીફ છે, જેમને કિડનીમાં કોઈ પ્રૉબ્લેમ છે કે જેમને બ્લડ-પ્રેશર છે એવા લોકો માટે વૉટર રિટેન્શન એક લક્ષણ સાબિત થઈ શકે છે. આ ત્રણેય પ્રકારના રોગોમાં ટેસ્ટ ન કરાવો ત્યાં સુધી ખાસ ખ્યાલ આવતો નથી કે વ્યક્તિને કોઈ તકલીફ છે. જે લોકોને સતત સોજાનો પ્રૉબ્લેમ હોય તેમણે આ ત્રણેય વસ્તુની ટેસ્ટ કરાવવી જોઈએ. બને કે આ ત્રણમાંથી કોઈ એક રોગને કારણે જ તેમને શરીરમાં પાણીનો ભરાવો થતો હોય. એ વાતની સ્પક્ટતા કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આ સિવાય ઓબેસિટીને કારણે, વજન ઘણું વધારે હોય ત્યારે પણ આ તકલીફ ઊભી થતી હોય છે. આ સિવાય જેમને પાચન સંબંધિત રોગ હોય, ખાસ કરીને કબજિયાત હોય તો પણ પાણીનો ભરાવો શરીરમાં થાય છે. સાથે-સાથે એવું પણ છે કે પાણીનો ભરાવો વધે તો કબજિયાત વધુ તકલીફદાયક બને. આમ આ એક સાઇકલ છે. રોગને કારણે પાણીનો ભરાવો થાય અને પાણીનો ભરાવો થાય એટલે એ રોગ વધુ પ્રબળ બને. આવું બ્લડ-પ્રેશર, કિડની પ્રૉબ્લેમ, ઓબેસિટી બધામાં જ લાગુ પડે છે. આમ જો એનો ઇલાજ ન કરીએ તો મોટા પ્રૉબ્લેમ્સને આવકાર મળે છે.’

શું કરવું?

જો તમને પાણીનો ભરાવો લાગતો હોય તો એના ઉપાયરૂપે તમારે સાદું મીઠું ન ખાઈને રૉક સૉલ્ટ કે પછી સંચળ ખાવું જોઈએ, કારણ કે આ મીઠું પોટૅશિયમ ક્લોરાઇડ છે. જો તમે પોટૅશિયમ ક્લોરાઇડ ખાશો તો એમ ને એમ પણ સોડિયમ તમારા શરીરમાં ઓછું જશે.

બીજું એ કે શરીરમાં જો પોટૅશિયમની માત્રા વધે તો સોડિયમની માત્રા આપોઆપ ઘટે છે. એટલે એ રીતે પણ પાણીનો ભરાવો થવાનું રિસ્ક ઓછું થશે. કેળાં, અવાકાડો, ટમેટાં અને ચણામાંથી બનતું સત્તુ આ બધામાં પોટૅશિયમની માત્રા ઘણી સારા પ્રમાણમાં હોય છે.

આ સિવાય મૅગ્નેશિયમની માત્રા વધે તો પણ સોડિયમની માત્રા આપોઆપ કાબૂમાં આવે છે. આ મૅગ્નેશિયમ આપણને બદામ, પિસ્તા, કાજુ, લીલાં પાંદડાંવાળાં શાકભાજી અને આખા ધાન્યમાંથી મળે છે.

જો તમને પાણીના ભરાવાની તકલીફ હોય તો વિટામિન ગ્૬ લેવું જોઈએ, એનાં સપ્લિમેન્ટ્સ નહીં. નૅચરલ પ્રોડક્ટ્સમાંથી વિટામિન ગ્૬ મળતું હોય એવો ખોરાક ખાઓ. જેમ કે કેળાં, બટાટા અને અખરોટ.

જે લોકોને આ તકલીફ હોય તેમને લસણ પણ ખૂબ ઉપયોગી થાય છે. લસણના નિયમિત સેવનથી આ તકલીફને દૂર કરવામાં મદદ મળે છે. આ સિવાય મેથી પણ અતિ ઉપયોગી ખાદ્ય પદાર્થ છે. મેથીનાં પાન, મેથીના દાણા વગેરે પાણીના ભરાવાને દૂર કરવામાં ઉપયોગી છે.

જવનું પાણી. આ પાણી શરીરમાં ભરાયેલા પાણીને દૂર કરવામાં ઘણું ઉપયોગી છે. જવને કુકરમાં બાફી લેવા અને એને ગાળીને જે પાણી આપણને મળે એ જવનું પાણી છે. એમાં મીઠું નાખીને ન પીવું. આ પાણીમાં લીંબુ અને આદું નાખી શકાય છે. મીઠું નાખવાની જરૂર નથી.

પાર્સલીનો જૂસ પણ પાણીના ભરાવા સંબંધિત તકલીફમાં ઉપયોગી થાય છે. પાર્સલીને સીધી ક્રશ કરીને ફક્ત ૨૦થી ૩૦ મિલીલીટર જેટલો જૂસ લઈ શકાય. ક્રેનબેરી પણ આ તકલીફમાં ઉપયોગી થતી વસ્તુ છે જે નાસ્તા સાથે કે સવારે ઊઠીને ખાઈ શકાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK