કૅન્સરનાં આ શરૂઆતી લક્ષણોને અવગણો નહીં

કૅન્સર એક એવો રોગ છે જેને પહેલા સ્ટેજમાં જ ઓળખી લેવામાં આવે તો વ્યક્તિના બચવાની શક્યતા ૭૦થી ૯૦ ટકા જેટલી રહે છે. એને શરૂઆતમાં ઓળખવા માટે જાણીએ શરૂઆતી લક્ષણોને જે વ્યક્તિમાં જોવા મળે તો એણે જાગ્રત રહીને તપાસ ચોક્કસ કરાવવી, ગફલતમાં ન રહેવું

cancerજિગીષા જૈન

આપણે સૌ આજે જાણીએ છીએ કે કૅન્સર એક એવો રોગ છે જે શરૂઆતમાં પકડી શકાય તો એનો ઇલાજ સરળ છે અને વ્યક્તિ ઘણું લાંબું જીવન સુખરૂપે જીવી શકે છે, પરંતુ મોટા ભાગે લોકો શરૂઆતી ચિહ્નોને અવગણે છે જેથી કૅન્સર વધી જાય છે અને પછી સામે આવે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. આજે જાણીએ એવાં કેટલાંક સામાન્ય શરૂઆતી લક્ષણો જેને અવગણ્યા વગર તપાસ કરાવવામાં આવે તો કૅન્સરનું નિદાન જલદી થઈ શકે છે. આ લક્ષણો વિશે જાણીએ એશિયન કૅન્સર ઇãન્સ્ટટuૂટના ઑન્કોસજ્ર્યન પદ્મશ્રી ડૉ. રમાકાન્ત દેશપાંડે પાસેથી. આ લક્ષણોને જાણતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે આ સામાન્ય લક્ષણો છે જે તમને હોય એનો અર્થ એ નથી કે તમને કૅન્સર છે, પરંતુ એ હોય તો તપાસ કરાવવી જરૂરી છે. એ હોવાનો અર્થ એ છે કે કૅન્સરનું રિસ્ક છે. માટે તપાસ અનિવાર્ય છે.

ચામડીમાં કોઈ બદલાવ આવે

તમારી ચામડીમાં કોઈ એવો ડાઘ હોય જેની સાઇઝ, શેપ કે કલર બદલાતાં હોય અથવા આખા શરીરમાં કંઈક અલગ જ વર્તાય આવે એવું નિશાન હોય અથવા તો એવું નિશાન જે સામાન્ય ફોડા કે ડાઘ જેવું દેખાતું ન હોય તો આ ડાઘ કે નિશાન કૅન્સરનું ચિહ્ન હોય શકે છે. ચામડીનું કૅન્સર સરળ છે ઓળખી કાઢવું, કારણ કે એ ચામડીની ઉપરના ડાઘ પરથી ઓળખી શકાય છે, પરંતુ એ ત્યારે શક્ય છે જ્યારે એ ડાઘને તમે સામાન્ય ગણીને ન અવગણો.

સતત હેરાન કરતો કફ

મોટા ભાગે અસ્થમા, ઘચરકા કે ઍસિડ રીફ્લક્સ કે ઇન્ફેક્શનને કારણે આ પ્રકારનો કફ જોવા મળે છે, પરંતુ આ બધા કફ લાંબો સમય નથી રહેતા. જે કફ લાંબો સમય રહે છે એમાં ૮૦-૯૦ ટકા શક્યતા છે કે એ ટીબી હોય અને જો એ ટીબી ન હોય તો એ કૅન્સર હોય છે. મોટા ભાગે સ્મોકિંગ કરતા લોકોમાં આ પ્રકારનો કફ જોવા મળે છે, જેને સ્મોકર્સ કફ પણ કહે છે. આ પ્રકારનો કફ અવગણવા જેવો નથી, કારણ કે આ ચિહ્ન એ ગળાનું કે ફેફસાનું કૅન્સર હોવાની શક્યતા ધરાવે છે.

સ્તનમાં આવતા ફેરફાર

મોટા ભાગના સ્તનમાં આવતા ફેરફાર કૅન્સર નથી હોતાં, પરંતુ એમાં આવતા કોઈ પણ પ્રકારના ફેરફારને અવગણવા બરાબર નથી. નાનામાં નાના ફેરફાર માટે એક વખત ડૉક્ટરને મળવું જરૂરી જ છે. કોઈ પ્રકારની ગાંઠ હોય, નિપલમાંથી પાણી કે ડિસ્ચાર્જ નીકળતું હોય, કોઈ જગ્યાએ લાલ થઈ ગયું હોય કે એ એકદમ જાડું થઈ ગયું હોય એમ લાગે કે પછી કઈ દુખાવો થતો હોય એમ લાગે તો તરત જ ડૉક્ટરને મળવું. આ ચિહ્નો સ્તન-કૅન્સરનાં હોઈ શકે છે.

બ્લોટિંગ કે સોજો

સ્ટ્રેસ કે આપણા ખોરાકને કારણે બ્લોટિંગ જેવું થતું હોય છે જેમાં તમને ફૂલેલું-ફૂલેલું લાગે, પરંતુ જો આ પરિસ્થિતિ થોડા સમયમાં ઠીક ન થાય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે. ખાસ કરીને જયારે આ બ્લોટિંગ લાગતું હોય અને એની સાથે થાક લાગે, વજન ઊતરી જાય અથવા બૅકમાં દુખાવો હોય તો કૅન્સર હોવાની શક્યતામાં વધારો થઈ શકે છે. સ્ત્રીમાં જો સતત બ્લોટિંગ રહેતું હોય તો ઓવેરિયન કૅન્સર હોવાની શક્યતા રહે છે. આમ એક વખત ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

યુરિન પાસ કરતી વખતે તકલીફ

ઘણા પુરુષોને આ તકલીફ હોય છે. યુરિન પાસ કરતી વખતે લીક થઈ જાય, વધુ વખત જવું પડે, રોકી ન શકાય, બરાબર રીતે પાસ ન થાય. આ બધા પ્રોસ્ટેટ ગ્રંથિને લગતા પ્રૉબ્લેમ્સ છે જે એક ઉંમર પછી પુરુષોએ સહન કરવા પડતા હોય છે, પરંતુ પ્રોસ્ટેટ ગ્રંથિ વધી રહી હોય તો જ આ તકલીફ થાય એવું નથી. ક્યારેક કોઈ કેસમાં પ્રોસ્ટેટ કૅન્સરને કારણે પણ આ તકલીફ થાય છે. માટે જો આ પ્રકારની કોઈ પણ તકલીફ હોય તો તપાસ વ્યવસ્થિત કરાવો.

લિમ્ફ નોડ્સમાં સોજો

તમારા ગળામાં, બગલમાં કે બીજી કોઈ પણ જગ્યાએ ગાંઠ જેવો ભાગ ઊપસી આવે તો આ વિશે તપાસ કરાવવી જરૂરી છે. આપણા શરીરના દરેક ભાગમાં લિમ્ફ નોડ્સ આવેલા છે એમાં જો સોજો આવી જાય તો એ ભાગ ઊપસી આવેલો દેખાય છે. આ સોજી જવાનું કારણ સાવ સામાન્ય હોઈ શકે છે. જેમ કે કોઈ ઇન્ફેક્શન અને બને કે એનું કારણ કૅન્સર પણ હોઈ શકે છે. ખાસ કરીને લિમ્ફોમા અને લ્યુકેમિયા જેવાં કૅન્સરને કારણે લિમ્ફ નોડ્સમાં સોજો આવી શકે છે. માટે સોજો હોય તો બતાવી દેવું જરૂરી છે.

મળમાં કે યુરિનમાં લોહી પડતું હોય

અંદરથી કોઈ પ્રકારની ઇન્જરી હોય, ઇન્ફેક્શન હોય કે કોઈ મોટી તકલીફ હોય ત્યારે જ મળ કે યુરિનમાંથી લોહી પડે છે. હરસ જેવી સામાન્ય તકલીફ કે યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન જેવું સામાન્ય ઇન્ફેક્શનથી લઈને કૅન્સર જેવી મોટી બીમારી સુધીનું આ લક્ષણ હોઈ શકે છે. આમાં જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એ એવી છે કે મળમાં જો લોહી પડતું હોય તો મળનો રંગ લાલ નહીં કાળો હોય છે. જો કાળા રંગનો મળ હોય તો રાહ જોયા વગર મળની તપાસ કરાવો. આ પ્રકારનું બ્લીડિંગ ક્યારેય અવગણવું નહીં. કદાચ એ કિડની કે બ્લૅડર-કૅન્સર હોય શકે છે.

ગળામાંથી ગળવામાં તકલીફ થવી


સામાન્ય શરદી થઈ હોય, ઍસિડિટી વધી ગઈ હોય અને ઘચરકા આવતા હોય, ગળાનું ઇન્ફેક્શન થઈ ગયું હોય અને સ્વરપેટી પર સોજો હોય તો ખોરાક કે પાણી ગળવાં અઘરાં થઈ જાય છે, પરંતુ એ ક્યારેક ઉદï્ભવતી તકલીફ છે. જો એ સમય સાથે ઠીક ન થાય તો ડૉક્ટરને મળવું જરૂરી છે. ગળામાં સોજો હોય તો સહજ છે કે ખોરાક ગળવામાં કે પાણી પીવામાં તકલીફ થાય જ, પરંતુ આ સોજા પાછળ અન્ïનનળીનું કૅન્સર હોઈ શકે છે.

વજાઇનામાંથી લોહી નીકળે

સ્ત્રીઓને માસિક દરમ્યાન વજાઇનામાં બ્લીડિંગ થાય છે એ નૉર્મલ છે, પરંતુ એ સિવાય જો વજાઇનામાંથી લોહી નીકળે તો એ નૉર્મલ નથી. બને કે સામાન્ય ફાઇબ્રૉઇડ જેવી ગાંઠ હોય ગર્ભાશયમાં કે પછી કૅન્સરની ગાંઠ પણ હોઈ શકે છે. ગર્ભાશય, ગર્ભાશયનું મુખ અને વજાઇનાના કોઈ પણ ભાગમાં કૅન્સર હોય તો વજાઇનામાંથી બ્લીડિંગની શક્યતા રહે છે.

મોઢાની કોઈ તકલીફ હોય તો

મોઢામાંથી વાસ આવતી હોય, ચાંદા થઈ ગયા હોય કે મોઢું છોલાઈ ગયું હોય, મોઢાની કોઈ પણ તકલીફ મોટા ભાગે એટલી ગંભીર નથી હોતી, પરંતુ મોઢામાં સફેદ કે લાલ પૅચ થઈ ગયા હોય, ચાંદાં પડી ગયાં હોય જે ઘણા વખતથી મટતાં જ ન હોય તો ડૉક્ટરને દેખાડવું અત્યંત જરૂરી છે. મોઢાના કૅન્સરની શરૂઆત અહીંથી જ થાય છે. બને કે તમારું ચાંદું કે એ પૅચ કૅન્સરની શરૂઆત જ હોય અને તરત જ સામે આવે તો ઇલાજ જલદી થઈ શકૅ છે નહીંતર તકલીફ એ થાય છે કે મોઢાના કૅન્સરમાં એ ભાગ આખો સર્જરીથી કાઢી નાખવો પડે છે. આમ જો તમને આવું કોઈ ચાંદું થયું હોય, તમારું જડબું ખૂલતું ન હોય, ગલોફામાં ગાંઠ જેવું લાગતું હોય, મોઢામાં કોઈ દુખાવો થતો હોય તો ચોક્કસ ડૉક્ટરને મળો.

વેઇટ-લૉસ


તમે ડાયટ ચેન્જ કરો, એક્સરસાઇઝ કરો કે ખૂબ શ્રમ વધી ગયો હોય જીવનમાં અને તમારું વજન ઊતરી જાય તો એ યોગ્ય ગણાય, પરંતુ જો તમારું વજન અચાનક જ કોઈ પણ કારણ વગર ઓછું થઈ રહ્યું હોય તો એ એક લક્ષણ છે જે બાબતે ધ્યાન દેવું જરૂરી છે. કૅન્સરનું આ એક ખૂબ મહkવનું લક્ષણ છે. આજકાલ કોઈ પણ કારણસર કે કારણ વગર વજન ઓછું થાય તો લોકો ખુશ થતા હોય છે, પરંતુ વગર કારણે ઓછા થતા વજનમાં ખુશ થવા જેવું કંઈ છે નહીં. ઊલટું એ હાનિકારક જ ગણાશે. માટે સચેત રહો આ એક પ્રાઇમરી લક્ષણ છે પૅãન્ક્રયાઝ, પેટ, અન્ïનનળી, ફેફસાં જેવાં કૅન્સરનું.

તાવ

તાવ કોઈ પણને થતી નૉર્મલ તકલીફ છે. જ્યારે શરીર કોઈ ઇન્ફેક્શન સામે લડતું હોય ત્યારે તાવ આવે છે, પરંતુ ઘણી વખત આ તાવ ફરી-ફરીને આવ્યા જ કરે છે, જતો જ નથી ત્યારે આ તકલીફને અવગણવી નહીં. શરીર તમને સંકેત આપી રહ્યું છે કે કોઈ મોટી તકલીફ છે તમને જે કદાચ કૅન્સર પણ હોઈ શકે છે. માટે જો આવો સતત તાવ આવ્યા કરતો હોય તો ડૉક્ટરને મળો અને ટેસ્ટ કરાવીને ચેક કરો.

થાક લાગવો

આજની ભાગદોડભરેલી જિંદગીમાં થાક લાગવો સહજ છે, પરંતુ ઘણી વાર આપણને આપણા થાક પર નવાઈ લાગે છે. જે બાબતોમાં આપણને થાક ન લાગવો જોઈએ એમાં પણ થાક લાગવા લાગે તો એ સહજ નથી. જે વ્યક્તિને બ્લડ-કૅન્સર હોય એ વ્યક્તિને થાક જેવું ચિહ્ન શરૂઆતમાં દેખાય છે. આ સિવાય કોલોન કૅન્સર, પેટના કૅન્સરને કારણે બ્લડ-લૉસ થાય છે જે આપણને દેખાતું નથી, પરંતુ એને કારણે ખૂબ થાક લાગે છે. જો તમને રેસ્ટ કર્યા પછી પણ થાક જ લાગતો હોય તો તપાસ કરાવવી જરૂરી છે.Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK