તિરંગો સૂચવે છે આપણને સ્વાસ્થ્ય અને પોષણના ત્રણ મહત્વના રંગો

હાલમાં હમ ફિટ તો ઇન્ડિયા ફિટના ટૅગ સાથે ફિટ ઇન્ડિયા ફિટનેસ ચૅલેન્જ શરૂ થઈ છે. દેશ જ જ્યારે આપણને ફિટ રહેવાની પ્રેરણા આપતો હોય ત્યારે હેલ્થ પર ધ્યાન દેવું વધુ સરળ બને છે


જિગીષા જૈન

orange


હાલમાં હમ ફિટ તો ઇન્ડિયા ફિટના ટૅગ સાથે ફિટ ઇન્ડિયા ફિટનેસ ચૅલેન્જ શરૂ થઈ છે. દેશ જ જ્યારે આપણને ફિટ રહેવાની પ્રેરણા આપતો હોય ત્યારે હેલ્થ પર ધ્યાન દેવું વધુ સરળ બને છે. આપણા તિરંગાના ત્રણ રંગો જોઈને દરેક ભારતીય વ્યક્તિની ગર્વથી છાતી ફૂલે છે. આ ત્રણ રંગો આમ તો ઘણી અલગ-અલગ વસ્તુઓનાં પ્રતીક છે, પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડીએ તો આ ત્રણ રંગોનો પોષણયુક્ત ખોરાક સાથે સીધો સંબંધ છે. આજે સમજીએ આ સંબંધને. થોડું સમજીશું તો ખબર પડશે કે ભારતીય ખોરાક આ ત્રણ રંગે રંગાયેલો જ છે


આઝાદીનાં ૭૨ વર્ષ પૂરાં કરીએ એના બે મહિના પહેલાં યુનિયન સ્પોટ્ર્સ મિનિસ્ટર અને ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં સિલ્વર મેડલ જીતનાર રાજ્યવર્ધન સિંહ રાઠોડે એક ફિટનેસ ચૅલેન્જ શરૂ કરી. તેમણે હમ ફિટ તો ઇન્ડિયા ફિટ ટૅગ સાથે આ ચૅલેન્જ શરૂ કરી જેને વિરાટ કોહલી, હૃતિક રોશન, સાઇના નેહવાલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વીકારી. એનાથી વધારે હર્ષની વાત શું હોઈ શકે કે બધા ભારતીયો પોતાની હેલ્થ બાબતે જાગ્રત થાય, સંપૂર્ણ રીતે નીરોગી જીવન જીવે અને પોષણથી ભરપૂર રહે. દેશ આપણું માન છે, આપણી શક્તિ છે અને દેશ જ આપણને દરેક જગ્યાએ આગળ વધવાની પ્રેરણા આપે છે. તિરંગો ઝંડો જ્યારે આપણે જોઈએ છીએ તો છાતી ગવર્‍થી ફૂલે છે. કેસરી, સફેદ અને લીલા રંગનું મહkવ એક ભારતીય ખૂબ સારી રીતે જાણે છે. આ ત્રણેય રંગનું ખોરાકમાં પણ અત્યંત મહkવ છે. જ્યારે હેલ્થની વાત આવે છે કે ફિટ રહેવાની વાત આવે છે ત્યારે એમાં બે મુખ્ય બાબતો છે, એક તો એક્સરસાઇઝ અને બીજો ખોરાક. ભારતના આજના બોતેરમા સ્વતંત્રતા દિવસ પર આપણા ઝંડાના ત્રણ રંગોનું ખોરાક અને પોષણની દૃષ્ટિએ શું મહkવ છે એ જાણીએ ઁuદ્દશ્વiરુiદ્દક્ક.iઁનાં ફાઉન્ડર અને ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી. આ ત્રણેય રંગને આપણા ખોરાકમાં સામેલ કરવાથી ફિટ ઇન્ડિયાનું સપનું સાકાર કરી શકાય છે એ જાણી લઈએ.


કેસરી
આ ગ્રુપમાં આપણે બહોળી રીતે જોઈએ તો કેસરી, પીળો અને લાલ રંગનો સમાવેશ કરીએ છીએ. અત્યંત પોષણયુક્ત એવા આ રંગનો ખોરાક આપણને ઘણો ઉપયોગી છે. એમાં વિટામિન ખ્, વિટામિન ઘ્ અને ફ્લેવનૉઇડ્સની માત્રા ઘણી વધારે હોય છે. આ વિટામિન્સ શરીરના પોષણ માટે અત્યંત જરૂરી છે, જે ફક્ત સ્કિન અને વાળને જ સારાં નથી રાખતાં પરંતુ કૅન્સર અને હાર્ટ-પ્રૉબ્લેમથી પણ બચાવે છે. સમગ્ર રોગપ્રતિકારક શક્તિને સ્ટ્રૉન્ગ બનાવે છે. જેમ કે


કોળું : એકદમ કેસરિયા રંગનું કોળું પોષણથી ભરપૂર ખોરાક છે જે કુદરત આપણને આપે છે. ફાઇબર અને મિનરલ્સનો એ ખજાનો છે. એમાં પોટૅશિયમની માત્રા ઘણી વધારે છે, જેને લીધે એ હાર્ટ-હેલ્થ માટે ઘણું ઉપયોગી સાબિત થાય છે.


કેસર : એક અત્યંત કીમતી મસાલો જેને કારણે હજારો વર્ષોથી આપણો દેશ દુનિયાભરમાં પ્રખ્યાત છે એ છે કેસર. એ તાવ અને શરદીને ઠીક કરવાના મેડિસિનલ ગુણધર્મો ધરાવે છે. આ સિવાય એ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, કારણ કે શીખવામાં અને યાદ રાખવામાં એ મદદરૂપ થાય છે. આ ગુણધર્મને કારણે ઉંમરને કારણે માનસિક પ્રૉબ્લેમ્સ જેમ કે ડિમેન્શિયા કે પાર્કિન્સન્સમાં પણ એ ઇલાજરૂપે વપરાય છે.


કેરી : ભારતનું એક એવું ફળ જે દુનિયાભરમાં એના સ્વાદ માટે અને એના ગુણો માટે અતિ લોકપ્રિય છે જે આપણી ઓળખ છે અને રાષ્ટ્રીય ફળ પણ અને એ છે કેરી. કેરી રોગપ્રતિકારક શક્તિ પ્રબળ કરે છે. આંખોનું તેજ વધારે છે. ઍન્ટિ-એજિંગ પરિબળો એમાં ઘણાં છે. કેરીના ગુણો અઢળક છે અને એટલે જ ફાયદાઓ પણ.
ખારેક : કેસરિયા લાલ રંગની ખારેક ઈરાની દેશો સાથે ભારતની પણ ઓળખ છે. એમાંથી મૅન્ગેનીઝ, કૉપર, પોટૅશિયમ જેવાં ઘણાં ખનીજતkવો મળે છે. એ હાડકાં અને સ્નાયુઓ માટે ઘણાં ઉપયોગી છે. સ્કિન, પાચન અને શુગર કન્ટ્રોલ માટે પણ એ કામ કરે છે.


ગાજર : કેસરિયો ગુલાબી રંગ જ્યારે ગાજરને ચડે છે ત્યારે એનું નામ જ ગાજરિયો રંગ બની જાય છે અને એ ગાજર બિટા કૅરોટિન, પોટૅશિયમ અને ઍન્ટિ-ઑક્સિડન્ટથી ભરપૂર હોય છે; જેને કારણે એ કૉલેસ્ટરોલને ઘટાડે છે, આંખની હેલ્થને વધારે છે અને વધુ ફાઇબર હોવાને કારણે પાચન માટે પણ સારું છે.


white


સફેદ
હેલ્થની વાત આવે ત્યારે આપણે ત્યાં સફેદ ખોરાકથી દૂર રહેવાની સલાહ લોકો આપે છે. પરંતુ એ સફેદ ખોરાક એટલે મીઠું, ખાંડ અને મેંદો. આ ત્રણ ખોરાક સિવાય પણ એવા સફેદ ખોરાક છે જે પોષણની દૃãક્ટએ અત્યંત સારા છે અને એનો સમાવેશ આપણે આપણા ખોરાકમાં કરવો જ જોઈએ. જેમ કે


દૂધ : ભારતમાં આપણે દરેક બાળકની હેલ્થમાં સુધાર લાવવા ઇચ્છતા હોઈએ તો જે મુખ્ય ખોરાક છે એમાં દૂધનો સમાવેશ થાય છે. આપણે ત્યાં દૂધને સંપૂર્ણ પોષણ અને સંપૂર્ણ ખોરાક માનવામાં આવ્યું છે. એમાંથી વિટામિન ઘ્ સિવાયનું બધું જ પોષણ મળી રહે છે એટલે દૂધ કે પછી દૂધની બનાવટો જેમાં દહીં, પનીર, ચીઝ વગેરે મહkવનાં છે એ બધું જ હેલ્ધી છે; જેમાંથી ખૂબ સારી માત્રાનું પ્રોટીન મળે છે, જે શરીરને સશક્ત બનાવે છે.


લસણ : આ એક એવું કંદમૂળ છે જેનો સીધો સંબંધ હાર્ટ-હેલ્થ સાથે કરવામાં આવે છે. ખાસ કરીને નસોની હેલ્થ માટે એ ઘણું ઉપયોગી છે એટલે એને હાર્ટ-ફ્રેન્ડ્લી માનવામાં આવે છે. આ સિવાય એમાં ઍન્ટિ-કૅન્સરસ પ્રૉપર્ટી પણ છે. લસણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને અંદરથી સ્ટ્રૉન્ગ બનાવે છે.


મશરૂમ : મશરૂમને ઘણા લોકો નૉનવેજિટેરિયન પદાર્થ માને છે તો ઘણા લોકો એને એક શાકભાજીની રીતે ખાય છે. હકીકતમાં મશરૂમ એક ફૂગ છે. ખોરાક પર આવી જતી ફૂગ આપણે ખાતા નથી; પરંતુ મશરૂમ એક એવી ફૂગ છે જે ખાઈ શકાય છે એટલું જ નહીં, એ પોષણયુક્ત ફૂગ છે. એમાં કૅલરી ઓછી, ફાઇબર વધુ અને પ્રોટીનની માત્રા પણ સારી હોય છે. આ ઉપરાંત એ ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી છે જેને કારણે ઍલર્જી‍ નથી થતી. મશરૂમની અઢળક વરાઇટી માર્કેટમાં મળે છે.


નારિયેળ : ભારત એક એવો દેશ છે જેના પૂવર્‍, દક્ષિણ અને પãમ કિનારે દરિયો આવેલો છે. આમ આપણે ત્રણેય દિશાએથી દરિયાથી ઘેરાયેલા છીએ અને એટલે જ આપણે ત્યાં અબજો નારિયેળનાં ઝાડ છે. નારિયેળ આપણી ધાર્મિક વિધિઓથી લઈને પરંપરાગત ખોરાકનો પણ એક બહુમૂલ્ય ભાગ છે. થોડા સમયથી નારિયેળ વિરોધી વાતો સમાજમાં પ્રચલિત બની છે. વધુ કૅલરીયુક્ત છે અને કૉલેસ્ટરોલ વધારે છે જેવી વાતો પાયાવિહોણી છે. નારિયેળમાં ઉચ્ચ કક્ષાની સારી ફૅટ્સ છે જે અત્યંત ઉપયોગી છે. એને ખોરાકમાંથી હટાવવાની ભૂલ ન કરો, સ્વાસ્થ્ય માટે એ ઘણું ઉપયોગી છે.


ભાત : ચોખા એ આપણો પારંપરિક ખોરાક છે. ભારતમાં દોઢસોથી વધુ ચોખાની જાત ઊગે છે. ભાત ખાશો તો વજન વધી જશે, ભાત ખાશો તો ડાયાબિટીઝ આવી જશે જેવી ખોટી માન્યતાઓએ આપણા આ પારંપરિક ખોરાકને ખૂબ વગોવ્યો છે. હકીકત એ છે કે ભાત એટલું જ પોષણ આપે છે જેટલું બીજાં બધાં ધાન્યો. તમારી જ માટીમાં ઊગતું ધાન્ય તમને કોઈ પણ રીતે હાનિ ન જ પહોંચાડે એ યાદ રાખવું જરૂરી છે.


દાળ-ભાત કે ખીચડી ખાવાથી તમે જાડા નથી થવાના કે તમારી શુગર નથી વધવાની. ઊલટું એમાંથી પોષણ અને સંતોષ બન્ને મળે છે. ભાત ખાવાથી ડરો નહીં, એ તમારો પોતાનો ખોરાક છે
એટલે એને હોંશથી ખાઓ અને ખુશ થઈને ખાઓ.

greenલીલો
પોષણની વાત હોય અને લીલા રંગની વાત ન થાય એવું કઈ રીતે શક્ય છે? લીલો રંગ એટલે પ્રકૃતિનો રંગ, લીલો રંગ એટલે શાકભાજીનો રંગ. બધા જ પ્રકારનાં વિટામિન્સ, ઍન્ટિઑક્સિડન્ટ્સ, મિનરલ્સ, ફ્લેવનૉઇડ્સ, ફાઇબર્સ બધું જ જેમાંથી મળે છે એ છે લીલી શાકભાજી. કબજિયાતથી લઈને કૅન્સર સુધીની તકલીફોથી આપણને દૂર રાખનાર આ લીલી શાકભાજી પોષણનો ભંડાર છે. જે વ્યક્તિ ઇચ્છે છે કે તે હેલ્ધી રહે તો તેણે લીલા રંગને પસંદ કરવો જ રહ્યો. લીલા રંગમાં અઢળક પોષણ છે જ, ભલે રંગ એક જ હોય પરંતુ પોષણ અલગ-અલગ હોઈ શકે છે. જેમ કે


મેથી, પાલક, તાંદળજો : આ પ્રકારની ભાજીનો ઉપયોગ આપણે શાક તરીકે કરીએ છીએ જેમાં આયર્ન અને કૅલ્શિયમની માત્રા ઘણી સારી હોય છે. વળી એ પાંદડાના ફૉર્મમાં હોવાને કારણે સુપાચ્ય પણ હોય છે. જેમની કિડનીમાં તકલીફ હોય એ સિવાયના લોકો આ ભાજીઓ છૂટથી ખાઈ શકે છે. જો હેલ્થને ચમકાવવી હોય તો અઠવાડિયામાં બે દિવસ અલગ-અલગ ભાજીઓ ચોક્કસ ખાવી.


કોથમીર, મરચાં : આ બન્નેને સાથે એટલે લીધાં કે ભારતીય રસોઈમાં લીલા મસાલાનું ઘણું મહkવ છે. સૂકા મસાલાને બદલે કોથમીર-મરચાંનો વાટેલો લીલો મસાલો લોકો ખાવાનું ઘણું પસંદ કરે છે. એમનું કૉમ્બિનેશન સ્વાદ અને પોષણ બન્નેની દૃãક્ટએ બેસ્ટ છે. કોથમીરમાં વિટામિન ખ્ ભરપૂર રહે છે, જ્યારે મરચાંથી રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બને છે અને રેઝિસ્ટન્સ વધે છે.


બીન્સ : વાલોળ, વટાણા, તુવેર, ફણસી, ગુવાર, ચોળી જેવી શાકભાજી બીજી શાકભાજીઓ કરતાં થોડી અલગ પડે છે; કારણ કે એમના દાણામાંથી પ્રોટીન પણ મળે છે. એ પણ એવું પ્રોટીન જે એકદમ સુપાચ્ય ગણાય છે. આ પ્રોટીન તમને બીજી શાકભાજી કે કઠોળમાંથી મળતું નથી. આ સિવાય એમાં ફોલેટ હોય છે, જે ડિપ્રેશન જેવા રોગો સામે રક્ષણ આપે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK