ડાયાબિટીઝને વકરવા ન દેવો હોય તો શું કરશો?

ડાયાબિટીઝ ફક્ત એક રોગ નથી, એની સાથે જોડાયેલાં ઘણાં કૉમ્પ્લીકેશન્સ અને રિસ્ક છે જેમાંથી દરદીએ પસાર થવું પડે છે. એમ ન કરવું પડે એ માટે અમુક કાળજી અનિવાર્ય છે. આજે જાણીએ કે ડાયાબિટીઝ હોવા છતાં જો તમે ઇચ્છતા હો એનાં કૉમ્પ્લીકેશન્સથી બચવાનું તો એ માટે શું કરવું જોઈએ

maxhinજિગીષા જૈન

ડાયાબિટીઝ એક એવો રોગ છે જે એની સાથે બીજા અનેક રોગોને તાણી લાવે છે એટલું જ નહીં, એને કારણે એ વ્યક્તિનું જીવન વધુ અઘરું બનાવી જાણે છે. જેમ કે સ્ટ્રોક, હાર્ટ-અટૅક, કિડની-પ્રૉબ્લેમ, આંખની તકલીફ એટલે કે ડાયાબેટિક રેટિનોપથી, ન્યુરોપથી વગેરે. આ તકલીફો ડાયાબિટીઝ સાથે જોડાયેલી છે અને અમુક વર્ષો આ રોગ સાથે રહ્યા પછી એ ધીમે-ધીમે આવે છે, પરંતુ એમ માનીને બેસી જઈએ કે તકલીફો આવવાની જ છે તો ચાલશે નહીં. ડાયાબિટીઝ એક વખત આવી ગયો પછી પણ અમુક પ્રકારની સાવધાની રાખીએ તો આ કૉમ્પ્લીકેશન્સથી બચી શકીએ છીએ. ખાસ કરીને ડાયાબિટીઝને સખત કન્ટ્રોલમાં રાખીને આ કાર્ય થઈ શકે છે. એ કઈ રીતે શક્ય છે એ જાણીએ ગાડગે ડાયાબિટીઝ કૅર સેન્ટરના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે પાસેથી અને બેલી વ્યુ હૉસ્પિટલ અને

મધર્સ કૅર ક્લિનિક-અંધેરીનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબિટીઝ એજ્યુકેટર શિલ્પા વર્મા પાસેથી.

૧. ખોરાકની પસંદગીમાં કાળજી

મોટા ભાગે ડાયાબિટીઝ ધરાવતા લોકો એવું માને છે કે તેમણે કાર્બ્સ ન ખાવા જોઈએ. કાર્બ્સ એટલે કે કાર્બોહાઇડ્રેટ જેમાંથી શરીરને શક્તિ મળે છે. કાર્બ્સને ખોરાકમાંથી દૂર કરવાના નથી, પરંતુ હેલ્ધી કાર્બ્સને ખોરાકમાં પસંદ કરવાના છે. એવા કાર્બ્સ પસંદ કરો જે શરીરમાં જઈને ધીમે-ધીમે એનર્જીને રિલીઝ કરે. આ પ્રકારના કાબ્સર્‍ અત્યંત ઉપયોગી છે. આખા ધાન્ય, બીન્સ, નટ્સ, ફ્રેશ વેજિટેબલ, ફ્રૂટ્સ આ પ્રકારના કાર્બ્સ છે. ઘણા ડાયાબિટીઝના દરદીઓ ફ્રૂટ પણ ડરી-ડરીને ખાતા હોય છે, પરંતુ હકીકત એ છે કે ફ્રૂટ્સ અત્યંત ઉપયોગી કાર્બ્સ છે, પરંતુ એનું પ્રમાણ અને એનો સમય નક્કી કરવો જરૂરી છે. દરરોજનું ૧ ફળ મિડ-મીલ તરીકે એટલે કે સવારે ૧૧ વાગ્યે કે સાંજે પાંચ વાગ્યે લઈ શકાય, જેની સાથે બીજું કંઈ જ ન લેવું. આવું જોકે ફક્ત ફળ સાથે જ નહીં દરેક ખોરાક સાથે છે. જો તમે સાચો ખોરાક, સાચા સમય અને સાચા પ્રમાણમાં લો તો ડાયાબિટીઝ વકરશે નહીં.

૨. જરૂર હોય તો વજન ઉતારો

વજનની ચિંતા આમ તો ડાયાબિટીઝ થાય એ પહેલાં જ કરવી જોઈએ, કારણ કે ઓબેસિટી ડાયાબિટીઝનું કારક છે, પરંતુ એક વખત ડાયાબિટીઝ આવ્યા પછી પણ વજનની ચિંતા કરવી જ રહી, કારણ કે વજન વધુ હોય તો ડાયાબિટીઝ વકરે છે. જો ડાયાબિટીઝ આવ્યા પછી પણ તમે વજન ઓછું કરો છો તો એના પર ઘણી અસર થાય છે અને જો એકદમ શરૂઆત હોય તો ડાયાબિટીઝ પાછો પણ મોકલી શકાય છે. જો તમને લાંબા ગાળાનો ડાયાબિટીઝ હોય તો પણ વજન ઉતારશો તો એને કન્ટ્રોલમાં રાખવામાં ઘણી મદદ મળશે.

diabetes

૩. પૂરતું ઊંઘો

ઊંઘનું મહkવ ઘણું છે એને સમજવું જરૂરી છે. જો તમે ઓછું ઊંઘશો કે અપૂરતી ઊંઘ લેશો તો તમને વધુ ભૂખ લાગશે અને તમે વધુ કૅલરીયુક્ત ખોરાક ખાશો. આ સિવાય પણ અપૂરતી ઊંઘને કારણે હૉર્મોનલ ઇમબૅલૅન્સ થવાની સંભાવના છે જે તમારા ડાયાબિટીઝને કન્ટ્રોલ બહાર કરી શકે છે. આ સિવાય અપૂરતી ઊંઘથી હાર્ટ-ડિસીઝનો ખતરો પણ વધે છે જે ડાયાબિટીઝને કારણે તો વધવાનો જ છે. એવાં ઘણાં રિસર્ચ પણ થઈ ચૂક્યાં છે જે સાબિત કરે છે કે ઊંઘ અને ડાયાબિટીઝનો સીધો સંબંધ છે. જો તમે ઇચ્છતા હો કે તમારો ડાયાબિટીઝ બીજાં કોઈ કૉમ્પ્લીકેશન્સ ઊભાં ન કરે તો રાતની ૮ કલાકની ગાઢ ઊંઘ ચોક્કસ લેશો. જો ઊંઘ ન આવતી હોય કે મોડા સૂવાની આદત હોય તો આ પ્રૉબ્લેમને ગંભીરતાથી લો.

૪. ઍક્ટિવ બનો

આજકાલ મગજ ખૂબ વાપરનારા લોકોને લાગે છે કે એ ખૂબ ઍક્ટિવ છે. કામ મગજ ઘણાં કરતું હોય છે, પરંતુ શરીરનું શું? ડાયાબિટીઝ થયો હોય ત્યારે મગજથી ભલે તમે ગમેએટલા ઍક્ટિવ હો પરંતુ શરીરથી એક્ટિવ બનવાની જરૂર છે. દરરોજની એક કલાકની એક્સરસાઇઝ ખૂબ મહkવની છે એટલું જ નહીં, એની સાથે નાનું અંતર હોય તો ચાલી નાખવું, દાદર ચડવા કે વજન ઉપાડવું જેવી નાની-મોટી ઍક્ટિવિટી કરતાં જ રહેવું જરૂરી છે. જો તમે સતત ટેબલ-ખુરશી કે સોફા પર બેસવાવાળી વ્યક્તિ હો તો તમારો ડાયાબિટીઝ વકરવાની શક્યતા ઘણી છે. માટે ઍક્ટિવ બનવું જ રહ્યું. તમને ગમતી ઍક્ટિવિટી કરો. ચાલવું, દોડવું, સાઇકલ ચલાવવી, ડાન્સ કરવો કે જે ગમે એ કરવું; પરંતુ શરીરને ઍક્ટિવ રાખવું અનિવાર્ય છે.

૫. શુગર માપતાં રહેવી

જો ડાયાબિટીઝ ખૂબ વધારે હોય તો એવી સલાહ આપવામાં આવે છે કે દરરોજ જ શુગર ચેક કરવી. એનું કારણ ફક્ત એટલું છે કે જો દરરોજનાં રીડિંગ તમારી નજર સમક્ષ હોય તો તમે તમારું ધ્યાન વધુ સારી રીતે રાખશો. દરેક ડાયાબિટીઝના દરદીએ દરરોજ શુગર ચેક કરવાની જરૂર નથી હોતી. ખાસ કરીને જ્યારે તમારી શુગર કાબૂમાં હોય ત્યારે. જો કાબૂમાં ન રહેતી હોય તો સતત ચેક કરવી અનિવાર્ય છે. બાકી દર મહિને કે બે મહિને એક વાર શુગર ચેક કરાવો તો ચાલે, પરંતુ અમુક લોકો એવા પણ છે જે વર્ષે એક વાર શુગર ચેક કરાવે છે. આવું ન કરવું. તમારા શરીરમાં કયા પ્રકારના ફેરફાર આવે છે એ જાણવું મહkવનું છે જે શુગરની ટેસ્ટ દ્વારા જ ખબર પડે છે.

૬. સ્ટ્રેસને મૅનેજ કરવું


સ્ટ્રેસ ન લેવું એવું કહીએ તો એ પ્રૅક્ટિકલ નથી. સ્ટ્રેસ વગરનું જીવન આપણી કલ્પના બહારનું છે. સ્ટ્રેસ ઘણી વાર ઘણું મદદરૂપ થાય છે જેને લીધે આપણે ઘણું સારું કામ કરી શકીએ છીએ. ઘણી વખત એ આપણી આવડતને નિખારે છે, પરંતુ આપણે એવા ઉપયોગી સ્ટ્રેસની વાત નથી કરતા. આપણે એ સ્ટ્રેસની વાત કરીએ છીએ જેને કારણે વ્યક્તિનું મન જ ના÷હીં શ્કારીર પણ અસરગ્રસ્ત થાય છે. આ સ્ટ્રેસને મૅનેજ કરવું અત્યંત જરૂરી છે. એ આવવાનું ઓછો નહીં થાય પરંતુ આપણે એને લેવાનું ઓછું કરવું પડશે. ડાયાબિટીઝ જેવો રોગ જો તમને આવ્યો છે તો તમારે તમારું આખું જીવન અને જીવનશૈલી બધું બદલવું જરૂરી છે જેની શરૂઆત પ્રાણાયામ, યોગ અને ધ્યાનથી કરી શકો છો.

stop


૭. મીઠું ઓછું કરવું

અહીં ફક્ત ગળ્યા પદાર્થોને ખાવાની વાત નથી, પરંતુ મીઠું એટલે કે સૉલ્ટ કે નમકને ઓછું કરવાની વાત છે. તમને ડાયાબિટીઝ છે એનો અર્થ એ છે કે તમને હાઇપરટેન્શન આવવાની શક્યતા ઘણી વધારે હોય શકે છે. આ બન્ને રોગ ભેગા ન થાય એ જવાબદારી તમારે લેવાની છે. જો બન્ને રોગ એકસાથે આવે જે મોટા ભાગના લોકોને આવે જ છે તો તમારા પર કૉમ્પ્લીકેશન્શનું રિસ્ક ઘણું વધી જાય છે. રોટલી, દાળ-ભાત, શાકમાં આપણે વધુ મીઠું ખાતા નથી પરંતુ સૉસ, જન્ક ફૂડ, પ્રિઝર્વ ફૂડ વગેરે ન ખાવું. એમાં ઘણા વધુ પ્રમાણમાં મીઠું હોય છે જે ખુબ નુકસાન કરે છે. જો તમને હાઇપરટેન્શન આવ્યું તો તમને હાર્ટ-ડિસીઝ અને કિડની-ડિસીઝનું રિસ્ક ઘણું વધી જશે.

૮. તમને થયેલા ઘાનું ધ્યાન રાખો

ડાયાબિટીઝ જેને પણ થાય છે તેમને કોઈ પણ ઘા થાય, લોહી નીકળે તો એ જલદી રુઝાતો નથી. એમાં સમય લાગે છે. બીજું એ કે જેમને વર્ષોથી ડાયાબિટીઝ છે તેમને ન્યુરોપથીની તકલીફ ઉદ્ભવી શકે છે, જેને કારણે જો પગમાં ઘા થાય તો પણ એ અનુભવાતો ન હોવાથી તાત્કાલિક ખબર નથી પડતી. આ પરિસ્થિતિમાં ઘા વધુ ઊંડો બને છે અને એને કારણે ગૅન્ગ્રીન થઈ જાય છે જેથી પગ કાપવાની સમસ્યા પણ આવી શકે છે. આવું ન થાય એ માટે જો તમને ડાયાબિટીઝ હોય તો દરેક ઘાનું વધુ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

૯. સ્મોકિંગ છોડો

સ્મોકિંગ કોઈ પણ વ્યક્તિએ પકડવું જ ન જોઈએ, છોડવાની તો વાત દૂર રહી, પરંતુ જરૂરી છે કે જો તમને ડાયાબિટીઝ હોય તો તમે આ આદત ન જ અપનાવો અને હોય તો તરત છોડી દો, કારણ કે સ્મોકિંગ લોહીની નસો પર અસર કરે છે અને ડાયાબિટીઝ પણ. બન્ને સાથે મળે તો લોહીની નસોનું ડૅમેજ થવાનું રિસ્ક બેવડાય જાય અને એને કારણે હાર્ટ-ડિસીઝ અને સ્ટ્રોકનું રિસ્ક પણ બેવડાય જાય. ન્યુરોપથી જેની આપણે વાત કરી એની અસર પણ વધી જાય. આમ કૉમ્પ્લીકેશન્સ અનેકગણાં થઈને સામે આવે જેને સંભાળવાં અઘરાં બની જાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK