ડાયાબિટીઝને જડથી નાબૂદ કરવો હશે તો સ્વભાવ બદલવો પડશે

ભારતીય વિજ્ઞાન માને છે કે મન જ છે જે દરેક રોગનું કેન્દ્ર છે. કોઈ પણ રોગને ઠીક કરવા માટે આ કેન્દ્ર પર કામ કરવું જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીઝ ઉતાવળિયો સ્વભાવ, ગુસ્સો, સતત વિચારતા રહેવાની આદત અને પર્ફેક્શનના દુરાગ્રહને કારણે જન્મે છે. ડાયાબિટીઝના દરદીઓએ સંપૂર્ણ રોગમુક્ત થવું હોયઅથવા કોઈ ચમત્કારિક પરિણામ મેળવવું હોય તો આ સ્વભાવ બદલવો જરૂરી છે

healthજિગીષા જૈન

આપણું જૂનું વિજ્ઞાન અને આપણું વૈદિક જ્ઞાન હજારો વર્ષોથી જાણે છે કે દરેક બીમારીનું મૂળ મનમાં રહેલા કોઈ ડિસ્ટર્બન્સ સાથે જ સંકળાયેલું છે. ખાસ કરીને જે ક્રોનિક એટલે કે લાંબા ગાળાના રોગ છે જે એક વાર થાય અને લાંબા સમય સુધી એ ચાલે એ રોગો પાછળનું મૂળ મન હોય છે. મનથી જ શરૂ થતો રોગ ત્યારે જ જડથી દૂર થાય છે જ્યારે મન એકદમ હેલ્ધી બને અને એનાં બધાં ડિસ્ટર્બન્સ પૂરાં થાય. આવો જ એક રોગ છે ડાયાબિટીઝ. જે વ્યક્તિને ડાયાબિટીઝ હોય તે વ્યક્તિને લાઇફ-સ્ટાઇલ બદલવાની હિમાયત ડૉક્ટરો અને બીજા હેલ્થ-પ્રોફેશનલો કરતા રહેતા હોય છે. ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિનો ખોરાક બરાબર હોવો જરૂરી છે, તેની ઊંઘ સારી ક્વૉલિટીની રહેવી ખૂબ જરૂરી છે, એટલું જ નહીં; ખાવાનો, ઊંઘવાનો અને ઊઠવાનો એમ બધા સમય નિãત હોવા પણ જરૂરી છે. એટલે કે જીવનમાં ડિસિપ્લિન હોવી ખૂબ જરૂરી છે. તેણે નિયમિત કસરત કરતા રહેવું જરૂરી છે અને એની સાથે-સાથે જરૂરી ટેસ્ટ કરાવતા રહેવું પણ એટલું જ જરૂરી છે. જોકે આ બધું કરવા છતાં ડાયાબિટીઝને કાબૂમાં રાખી શકાય છે. જો એને પાછો ધકેલવો હોય એટલે કે જો તમે ઇન્સ્યુલિન લેતા હો અને ઇન્સ્યુલિન બંધ કરીને તમને લાગતું હોય કે તમે ગોળીઓ પર આવો કે પછી એકદમ શરૂઆતના સ્ટેજમાં હો અને તમે ઇચ્છતા હો કે તમારો ડાયાબિટીઝ જતો જ રહે તો દવાઓ અને લાઇફ-સ્ટાઇલ ચેન્જથી પણ એક ડગલું આગળ વધવું પડશે. આ ડગલું મન અને સ્વભાવ સંબંધિત છે જે વિશે આજે સમજીએ.


મન અને ડાયાબિટીઝ

મોટા ભાગના લોકો માને છે કે પેન્ક્રિયાસ દ્વારા જો જરૂરી ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય તો ડાયાબિટીઝ થાય છે. આ વાતને નકારતાં હોમિયોપૅથ ડૉ. મયંક શાહ કહે છે, ‘ડાયાબિટીઝ પાછળ જવાબદાર જે છે એ પૅãન્ક્રયાસ નહીં પરંતુ લિવર અને સ્પ્લીન છે. જો તમારું લિવર બરાબર કામ ન કરતું હોય તો તમને ડાયાબિટીઝ થવાનું રિસ્ક વધુ રહે છે. જેમ કે તમે જન્ક-ફૂડ વધારે ખાતા હો તો તમારા શરીરમાં પિત્ત વધે છે જેનો લિવર સાથે સીધો સંબંધ છે. આમ તમારા ખોરાકની આદતો યોગ્ય ન હોય તો તમને ડાયાબિટીઝનું રિસ્ક વધુ છે. એ જ રીતે જો તમારામાં ગુસ્સો વધુ હોય તો પણ એની વધુ અસર લિવર પર થાય છે અને જો તમે સતત વધુપડતા વિચારો કરતા રહેતા હો તો એની અસર તમારા સ્પ્લીન પર થાય છે. આ વધુપડતા વિચારને આજની ભાષામાં સ્ટ્રેસ કહે છીએ. આ કોઈ ઊપજાવી કાઢેલી વાતો નથી પરંતુ હજારો વર્ષોથી ચાલ્યું આવતું આપણા પૂવર્‍જોનું જ્ઞાન છે. એ ત્યારે પણ સાચું હતું અને આજે પણ એટલું જ સાચું છે. આમ મનની પરિસ્થિતિ અને તમારી લાગણીઓ તમારા શરીર પર અસર કરે જ છે.’

સ્વભાવ બદલવો જરૂરી


ડાયાબિટીઝ માટે યોગ અત્યંત ઉપયોગી ગણાય છે. ઘણા દરદીઓ યોગનો માર્ગ અપનાવતા જ હોય છે. યોગને અહીં ફક્ત આસન ન સમજવાં. યોગ એક જીવનશૈલી છે. જો ડાયાબિટીઝની વાત કરીએ તો આ રોગ ધરાવતા લોકોએ તેમનો સ્વભાવ બદલવાની ખૂબ જ જરૂર છે. આ વાત પર ભાર આપતાં યોગાચાર્ય હંસા યોગેન્દ્ર કહે છે, ‘આટલાં વર્ષોના અનુભવ પરથી હું કહી શકું કે ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિને જે સૌથી વધુ નડે છે એ છે તેનો સ્વભાવ. તે તેનો ખોરાક બદલે, યોગાસન કરે, ઊંઘ બરાબર લે પરંતુ જો તેનો સ્વભાવ ન બદલે તો તેના ડાયાબિટીઝનું કંઈ ન થઈ શકે.’

પર્ફેક્શનનો દુરાગ્રહ

જે લોકો ડાયાબિટીઝ ધરાવે છે તેમનો સ્વભાવ અમુક રીતે પર્ફેક્શનિસ્ટ હોય છે. ઘરમાં દરેક વસ્તુ એની જગ્યા પર જ જોઈએ. બધું એકદમ ચોખ્ખુંચણક હોવું જોઈએ. એ સિવાય દરેક વસ્તુમાં ઝીણવટ ખૂબ હોય અને દરેક કામમાં પર્ફેક્શનનો આગ્રહ અધિક હોય. આ સ્વભાવને લીધે એવું થાય કે ન તો તે પોતે સ્ટ્રેસ વગર જીવે કે ન તે બીજાને સ્ટ્રેસ વગર જીવવા દે. એનું એક ઉદાહરણ આપતાં હંસાબહેન કહે છે, ‘ઘરમાં ફૂલદાનમાં ફૂલો સજાવ્યાં હોય તો એને જોઈને બાકીના લોકો ખુશ થાય, પરંતુ ડાયાબિટીઝ ધરાવતા લોકો ફૂલોની ગોઠવણમાં ખામી શોધ્યા કરે. તે કહેશે કે આ આમ નહોતાં ગોઠવવાનાં અથવા કહેશે કે આ કેટલા રૂપિયાનાં ફૂલ આવ્યાં? મોંઘાં લઈ આવી. તે ફૂલોને માણી નહીં શકે. આ પ્રકારનો સ્વભાવ જો તમારો હોય તો તમે બદલો એ જરૂરી છે. તો તમને ડાયાબિટીઝ ન આવે એની શક્યતા વધશે. જોકે જો તમને ડાયાબિટીઝ છે અને તમારે એને કન્ટ્રોલમાં રાખવો છે કે પાછો ધકેલવો છે તો ચોક્કસ તમારે સ્વભાવ બદલવો રહ્યો.’

યોગની મદદ


એવું કહેવાય છે કે સ્વભાવ જન્મજાત હોય અને પ્રાણ જાય ત્યારે જ એ છૂટે. જોકે એ હકીકત નથી. આપણા ગ્રંથો કહે છે કે દરેક રોગ મનમાંથી જન્મે છે. મનમાં ઊઠેલા વિકારો, નકારાત્મક વિચારો અને અમુક પ્રકારની લાગણીઓની શરીર પર અસર એ જ રોગ છે. જો મન ઠીક કરો તો બધું ઠીક થઈ શકે છે. યોગને લોકો આસન સાથે જોડતા હોય છે. યોગાસન એ યોગનો એક ભાગ છે, સંપૂર્ણ યોગ નથી. આસનોની સાથે-સાથે પ્રાણાયામ અને ધ્યાન પણ યોગનો એક બહુમૂલ્ય ભાગ છે. યોગના દરેક અંગને અપનાવો ત્યારે સંપૂર્ણ યોગ થાય અને એનાથી જ સંપૂર્ણ હેલ્થ મળે. સંપૂર્ણ હેલ્થ સાથે અહી સંબંધ શારીરિક જ નહીં પરંતુ માનસિક પણ છે. માણસ સ્વભાવ કઈ રીતે બદલી શકે એ વિશે વાત કરતાં હંસાબહેન કહે છે, ‘સ્વભાવ બદલવા માટે સૌથી પહેલાં જાગૃતિની જરૂર છે. તમે પહેલાં એ બાબતે જાગૃત થાઓ કે હું શું કરું છું? મારા પર્ફેક્શનના દુરાગ્રહને કારણે હું વસ્તુઓને માણી શકતો નથી. હું ખુશ થતો નથી અને કોઈને થવા દેતો નથી. મને પર્ફેક્શન ગમે છે, પરંતુ એ જ અપેક્ષા હું સામેની વ્યક્તિ પાસે રાખું એ યોગ્ય નથી. ડાયાબિટીઝ ધરાવતા લોકો ખૂબ હોશિયાર હોય છે. આ અવેરનેસ લાવવી તેમના માટે અઘરી નથી. યોગ તેમને આ માટે ઘણી મદદ કરે છે. પ્રાણાયામ તમારા મન પર કન્ટ્રોલ લાવવા માટે અતિ ઉપયોગી છે. આ સિવાય ધ્યાન પણ એટલું જ મહkવનું છે. યોગથી શરીરમાં જે બૅલૅન્સ આવે છે એ બૅલૅન્સ વ્યક્તિના સ્વભાવને બદલવામાં મદદરૂપ છે. આ સિવાય જે અવેરનેસ વધે છે એ આ પ્રયત્નને બળ આપે છે અને એ તમારા ડાયાબિટીઝને કન્ટ્રોલ કરવામાં કે એનાથી છુટકારા માટે ઉપયોગી સાબિત થાય છે.’

સંપૂર્ણ ઇલાજ

ડાયાબિટીઝ સાઇકોસોમેટિક ડિસઑર્ડર છે અને એને કારણે જ એમાં મનનો ભાગ મહkવ ધરાવે છે એમ જણાવીને ડૉ. મયંક શાહ કહે છે, ‘અમે છેલ્લાં ૩૦ વર્ષથી ડાયાબિટીઝ પર રિસર્ચ કરી રહ્યા છીએ એટલે અમે પ્રૅક્ટિકલ અનુભવોમાં પણ જોયું છે કે ઉતાવળિયો સ્વભાવ, ગુસ્સો અને અતિશય વિચાર જેને આજના સમયમાં સ્ટ્રેસ કહેવામાં આવે છે એની અસર શરીર પર એ રીતે થાય છે કે એ ડાયાબિટીઝરૂપે બહાર આવે છે. ડાયાબિટીઝના કોઈ પણ દરદીને તમે મળો તો તેનામાં આ ત્રણમાંથી એક કે ત્રણેય વસ્તુઓ વધારે પ્રમાણમાં જોવા મળે જ છે. આ લાગણીઓ મનમાં ધરબાઈ રહે તો એ વધુ નુકસાન કરે છે એટલે જરૂરી છે કે માઇન્ડ થેરપી દ્વારા એનો ઉપાય કરવામાં આવે. માઇન્ડ થેરપીમાં અમે ઇમોશનલ ફ્રીડમ ટેક્નિક વાપરીએ છીએ જે ઘણી જ અસરકારક સાબિત થાય છે. ડાયાબિટીઝના ઇલાજમાં ખોરાકમાં બદલાવ, પૂરતી અને ગાઢ ઊંઘ, એક્સરસાઇઝ અને દવાઓ બધું જ મહkવનું છે. જોકે એની સાથે મનનો ઇલાજ પણ મહkવનો છે. આમ દરેક પાસા પર કામ કરીએ તો એને જડથી દૂર કરી શકાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK