શું પુરુષો માટે ડિપ્રેશનનું કારણ લગ્ન બની શકે?

એક્સપર્ટ્સનું માનવું છે કે પરણેલા પુરુષો હાઉસિંગ લોન, ક્રેડિટ કાર્ડ, એજ્યુકેશન તેમ જ સેક્સલેસ મૅરિડ લાઇફ જેવા નવા જ પ્રકારના ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. રિગ્રેશન થેરપી તેમ જ કપલ થેરપી લેવાથી ડિપ્રેશનમાં રાહત થાય છે એવું તારણ નીકળ્યુ છે

stressમૅન્સ વર્લ્ડ- વર્ષા ચિતલિયા

પ્રેમાળ પત્ની, પોતાનું ઘર અને સુંદર બાળકો હોય એવો પુરુષ દુનિયાનો સૌથી નસીબદાર માણસ કહેવાય એમાં કોઈ બેમત નથી. જીવનમાં ઠરીઠામ થવા માટે લગ્ન કરી લેવાં જોઈએ એવી આપણી સામાન્ય માન્યતા છે. એકલવાયું જીવન જીવતા લોકોની સરખામણીએ પરણેલી વ્યક્તિ વધારે સુખી અને સ્વસ્થ જીવન વ્યતીત કરે છે એવું અત્યાર સુધી આપણે સમજતા આવ્યા છીએ, પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં નોંધવામાં આવ્યું હતું કે પરણેલી વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ જલદી બને છે. અભ્યાસ જણાવે છે કે દર ૧૦ પરણેલા પુરુષોમાંથી ૬ પુરુષ ડિપ્રેશનનો શિકાર હોય છે. પરણેલા પુરુષને આત્મહત્યા કરવાના વિચારો પણ વધારે આવે છે. મૅરેજ પુરુષોની મેન્ટલ હેલ્થ સામે મોટું જોખમ ઊભું કરે છે એવું તારણ નીકળ્યુ છે. પુરુષ માટે મૅરેજ એટલે મુસીબત એમ કહી શકાય? પરણેલા પુરુષોના ડિપ્રેશનનાં કારણો અને ઉપાયો વિશે એક્સપર્ટનું શું કહેવું છે એ જોઈએ.

લગ્ન પુરુષ માટે ડિપ્રેશનનું કારણ બને છે એ વાત સાથે સહમત થતાં અંધેરીના મૅરેજ ઍન્ડ રિલેશનશિપ કાઉન્સેલર ગીતાંજલિ સકસેના કહે છે, ‘પરણેલા પુરુષો જે પ્રકારના ડિપ્રેશનથી પીડાય છે એનાં નામ છે હાઉસિંગ લોન ડિપ્રેશન, ક્રેડિટ કાર્ડ ડિપ્રેશન, મોબાઇલ ડિપ્રેશન, એજ્યુકેશન ડિપ્રેશન અને હૉલિડે ડિપ્રેશન. આ એવાં ડિપ્રેશન છે જે અનમૅરિડ પુરુષોને ફેસ કરવા પડતા નથી. પરણેલા પુરુષો માટે આમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. આ પ્રકારનું આર્થિક દબાણ જ્યારે પુરુષને ઘેરી વળે છે ત્યારે તે અંદર ને અંદર ધૂંધવાય છે. નથી કોઈને કહી શકતો કે નથી પહોંચી શકતો. બસ, મનમાં ને મનમાં ભરી રાખે છે. ઇન્ટરનલ ઍન્ગરને એક્સપ્રેસ કરવામાં ફેલ જવું એનું જ નામ ડિપ્રેશન.’

ઍડિશનલ પ્રેશર વધવાથી પરણેલા પુરુષો નવા-નવા ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે એ વાત સાથે સહમત થતાં કાંદિવલીના સેક્સોલૉજિસ્ટ, સ્ટ્રેસ મૅનેજમેન્ટ એક્સપર્ટ અને હોમિયોપૅથ ડૉ. હિતેશ શાહ કહે છે, ‘ડિપ્રેશનનો ઇમોશન્સ સાથે સીધો સંબંધ છે. અગાઉ પુરુષને આપણે પર્ફોર્મર, પ્રોટેક્ટર અને પ્રોવાઇડરની નજરે જોતા હતા. સમયની સાથે પુરુષોએ તેમની આ ઓળખ ગુમાવી દીધી છે. આજકાલ મૅરિડ લાઇફમાંથી સેક્સ જેવું અત્યંત મહત્વનું ફૅક્ટર મિસિંગ થતું જાય છે, જે ડિપ્રેશનમાં વધારો કરે છે. સેક્સલેસ મૅરિડ લાઇફનાં મુખ્ય ચાર કારણો છે - લાગણી વગરનો સંબંધ, સ્ટ્રેસ, ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનની ઊથલપાથલ અને લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડર. સૌપ્રથમ તો પતિ-પત્ની વચ્ચે ઇમોશનલ અટૅચમેન્ટ ઘટતું જાય છે. આપણાં શાjાોમાં લગ્ન થાય એટલે દંપતી વચ્ચે કેટલાંક વચનો લેવડાવવામાં આવે છે. આ વચનબદ્ધતાની હવે કોઈને પડી નથી. બધાને પોતાની રીતે સ્વતંત્ર જીવવું છે. બહાર એક્સપોઝર વધી જતાં ઘરની અંદર સમર્પણની ભાવના ઘટતી જાય છે. બીજું કામનો ભાર વધતો જાય છે. આખો દિવસ વકોર્હૉલિકની જેમ કામ કરીને ઘરે આવનારો પુરુષ પથારીમાં પર્ફોર્મ કરી શકતો નથી. હવે ઇરેક્શન પ્રૉપર ન થાય એટલે સંતોષ ન આપી શકે. પત્નીને સંતોષ આપવામાં ફેલ જાય એટલે તેને પોતાના પૌરુષત્વ પર શંકા થાય અને આત્મવિશ્વાસ ડગી જાય. ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનની ઊથલપાથલના કારણે પથારીમાં જે ઝનૂન અને વાઇલ્ડનેસ જોઈએ એ નથી દેખાતાં. પરિણામે પત્ની પણ તેને અવૉઇડ કરે છે. મારી પત્ની મારાથી ખુશ નથી, આ વાત તેને ખટકે છે. બહારથી સાહસિક અને સ્વસ્થ દેખાતો પુરુષ આ બાબતને પચાવી નથી શકતો અને હૅન્ડલ પણ નથી કરી શકતો. નર્વસનેસ અને ઍન્ગ્ઝાયટીના કારણે ધીમે-ધીમે સેક્સલાઇફથી દૂર ભાગવા લાગે અને છેલ્લે સેક્સલેસ મૅરિડ લાઇફ જેવા ડિપ્રેશનનો ભોગ બને છે. ઘણી વાર આવું લગ્નની શરૂઆતમાં જ જોવા મળે છે. મારી પાસે એક કેસ આવ્યો હતો, જેમાં હનીમૂનથી પાછા ફરતાં જ પત્નીએ છૂટા પડવાનો પ્રસ્તાવ મૂક્યો. પત્નીનું કહેવું હતું કે તેનો પતિ પથારીમાં બરાબર પર્ફોર્મ કરતો નથી. હવે આવી બાબતમાં પણ ટ્રીટમેન્ટ થાય ત્યાં સુધી પત્ની રોકાતી નથી.’

પુરુષોના ડિપ્રેશનમાં સ્ત્રીઓની વિચારસરણી અને માનસિકતાએ બહુ મોટો ભાગ ભજવ્યો છે એમ જણાવતાં ગીતાંજલિ સકસેના કહે છે, ‘પત્નીને મોટું ઘર જોઈએ છે, બાળકોને હાઇ-ફાઇ સ્કૂલમાં જ ભણાવવાં છે, ઘરનાં અને રસોડાનાં કામ કરવા નોકર જોઈએ છે. પત્નીની માગણીઓને સંતોષવામાં મોટા ભાગના પુરુષો નિષ્ફળ જાય છે. વર્કિંગ વુમન પણ હસબન્ડના ફાઇનૅન્શિયલ ડિપ્રેશનમાં ભાગીદાર થવાની જગ્યાએ એમાં વધારો કરે છે એ જોઈને આર્ય થાય છે. મારી પાસે એવા ઘણા કેસ આવે છે જેમાં પત્ની સારું કમાતી હોવા છતાં હાઉસિંગ લોનમાં કે બાળકોના એજ્યુકેશનમાં હિસ્સો આપવા તૈયાર નથી. સ્ત્રીઓ પોતાની ઇન્કમને ફક્ત

ડિપ્રેશનને દૂર ભગાવવા અપનાવો ફૉરેસ્ટ થેરપી

છેલ્લાં થોડાં વર્ષથી ફૉરેસ્ટ થેરપી પ્રત્યે લોકોનો ઝુકાવ વધ્યો છે. શહેરની ભાગદોડથી દૂર વનવગડાની નીરવ શાંતિમાં તમારા શરીર અને મનને જે આરામ મળે છે એ તમને બીજે ક્યાંય નહીં મળે. પ્રાકૃતિક સૌંદર્ય અને પક્ષીઓના કલરવ વચ્ચે સમય વિતાવવાને ફૉરેસ્ટ થેરપી કહે છે. એને રિલૅક્સ અને રિફ્યુઅલ થેરપી તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ થેરપી જપાનના નિષ્ણાત શિનરિન-યોકુ દ્વારા શોધી કાઢવામાં આવી છે. ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિને આ પ્રૅક્ટિસથી લાભ થયો હોવાનું નોંધવામાં આવ્યું છે. રિસર્ચ કહે છે કે ફૉરેસ્ટ થેરપીથી કૉર્ટિઝોલ હૉર્મોનમાં ઘટાડો થાય છે. આ થેરપી તમને ચિંતા અને તણાવમાંથી બહાર નીકળવામાં સહાય કરશે એટલું જ નહીં, તમારા વિચારોમાં પણ મોટું પરિવર્તન જોવા મળશે. નકારાત્મક વિચારોથી મુક્તિ મેળવવા સમયાંતરે વનની મુલાકાત લેવા જેવી છે. વૃક્ષ નીચે બેસી ઊંડા શ્વાસ લેવાથી વારંવાર મનને ઘેરી વળતા વિચારોમાંથી મુક્તિ મળે છે તેમ જ ગુસ્સો શાંત પડે છે. રોજબરોજના જીવનમાં તણાવગ્રસ્ત રહેતા લોકોએ હરવા-ફરવાના સ્થળ તરીકે નજીકમાં આવેલા વનની પસંદગી કરવી જોઈએ. ડાયાબિટીઝ, ઓબેસિટી અને બ્લડ-પ્રેશર જેવા લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડર ધરાવતા દરદીઓ માટે આ થેરપી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

પરણેલા પુરુષો હાઉસિંગ લોન, ક્રેડિટ કાર્ડ, એજ્યુકેશન જેવાં અનેક પ્રકારનાં ડિપ્રેશનથી પીડાય છે. આવાં ડિપ્રેશનમાં દવાઓ ખાસ અસર કરતી નથી. તેમને મેન્ટલ સ્ટ્રેસમાંથી બહાર કાઢવા રિગ્રેશન થેરપી આપવામાં આવે છે. આ થેરપીમાં તેની પહેલાંની લાઇફ અને અત્યારની લાઇફમાં જે પરિવર્તન આવ્યું છે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ફૅમિલી-ડિમાન્ડને પૂરી કરવામાં નિષ્ફળ જવાથી જે ડિપ્રેશન આવે છે એમાં આ થેરપી અસરકારક સાબિત થાય છે

- મૅરેજ ઍન્ડ રિલેશનશિપ કાઉન્સેલર ગીતાંજલિ સકસેના, અંધેરી

આજકાલ મૅરિડ લાઇફમાંથી સેક્સ જેવું અત્યંત મહત્વનું ફૅક્ટર મિસિંગ થતું જાય છે જે ડિપ્રેશનમાં વધારો કરે છે. લાગણી વગરના સંબંધ, સ્ટ્રેસ, ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનની ઊથલપાથલ અને લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડર એનાં મુખ્ય કારણો છે. સેક્સલેસ મૅરિડ લાઇફમાં કપલ થેરપી તેમ જ નિર્દોષ ગણાતી હોમિયોપૅથિક સારવાર ખૂબ જ અસરકારક નીવડે છે, કારણ કે આવા કેસમાં મોટા ભાગે ડિપ્રેશનનું કારણ ઇમોશન્સ સાથે જોડાયેલું હોય છે

- સેક્સોલૉજિસ્ટ, સ્ટ્રેસ મૅનેજમેન્ટ એક્સપર્ટ ઍન્ડ હોમિયોપૅથ ડૉ. હિતેશ શાહ, કાંદિવલી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK