બાળકોને કુપોષણથી બચાવવા શું કરવું જોઈએ એ જાણી લઈએ

કુપોષણને જડથી દૂર કરવું અનિવાર્ય છે. એક સમય એવો હતો કે ખોરાકમાત્રમાંથી પોષણ મળતું હતું, પરંતુ આજે આપણે સમજવું પડે છે કે કયો ખોરાક ખાવો અને કયો નહીં. શેમાંથી પોષણ મળશેઅને શેમાંથી નહીં. જાણીએ કુપોષણથી બચવા કયા પ્રકારનો ખોરાક ખાવો અને કયા પ્રકારનો નહીં.

kupashan



જિગીષા જૈન

સીધી અને સરળ વાત એ છે કે જો તમારે કુપોષણને ખતમ કરવું હોય તો તમારે હેલ્ધી ખોરાક લેવો પડે. માણસ માટે પોષણ ફક્ત એક જ વસ્તુમાંથી મળે અને એ છે ખોરાક. એક સમય એવો હતો કે ખોરાકમાત્રમાંથી પોષણ મળતું હતું, પરંતુ આજે આપણે સમજવું પડે છે કે કયો ખોરાક ખાવો અને કયો નહીં. શેમાંથી પોષણ મળશે અને શેમાંથી નહીં. આજે સમજીએ કે જો આપણે કુપોષણથી આપણા બાળકને બચાવવું હોય તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. જોકે આજે પરિસ્થિતિ એ છે કે શું કરવું કરતાં શું ન કરવું એ સમજવું વધુ મહત્વનું થઈ ગયું છે. આ વિશે વિસ્તારમાં સમજીએ  nutrivity.In ફાઉન્ડર અને ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ અને ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા પાસેથી.

શું કરવું?

ખોરાકમાં અલગ-અલગ પ્રકારનો ખોરાક અપનાવો. ઘણાં બાળકો એવાં હોય છે કે તેમને ભીંડાનું શાક ભાવે તો તેમની મમ્મી તેમને દરરોજ એ જ શાક બનાવી આપે. ઘણા એવા હોય છે કે સાંજે મોટા ભાગે ખીચડી જ ખાય. સવારે ઘણાના ઘરમાં એક જ નાસ્તો બનતો હોય છે તો દાળમાં મોટા ભાગે લોકોને ત્યાં તુવેરદાળ જ બને છે. ચણા, મસૂર, મગ જેવી દાળો અને જાતભાતનાં કઠોળ ખવાતાં નથી. ખોરાક બદલતા રહેવાથી જુદાં-જુદાં ધાન્ય, શાકભાજી, ફળોમાંથી પોષણ મળે છે; જે પોષણ પૂર્ણ હોય છે. ફરતી-ફરતી દરેક વસ્તુ ખાવાની આદત નાનપણથી હોય એ જરૂરી છે. એ ટેસ્ટ નાનપણથી જ ડેવલપ કરવા જરૂરી છે.

આપણે ત્યાં એવું થઈ ગયું છે કે બાળકોને આપણે કિવી અને વૉશિંગ્ટન ઍપલ ખવડાવીએ છીએ, પરંતુ દેશી બોર કે કાતરા ખવડાવતા નથી. બ્રૉકલી અને બેસિલ ખવડાવીએ છીએ, પરંતુ કંટોલા અને ચોળીનાં પાન નથી ખવડાવતા. જો તમને ખરું પોષણ મેળવવું હોય તો દેશી વસ્તુઓ ખાવા-ખવડાવવાનો આગ્રહ રાખો. એ તમારી માટીમાં ઊગેલું છે એટલે એ તમને વધુ ગણ કરશે. તમારું અધૂરું પોષણ પૂરું કરશે.

બાળકોના ખોરાકમાં સ્ટાર્ચયુક્ત ખોરાક પણ હોવો જરૂરી છે. જેમ કે ભાત, શક્કરિયાં, બટાટા વગેરે જેમાંથી કૅલરી તો મળે જ છે સાથે-સાથે જરૂરી ન્યુટ્રિશન પણ મળે છે.

બાળકના ખોરાકમાં પ્રોટીનનું બહોળું પ્રમાણ અનિવાર્ય છે. ખાસ કરીને ઇન્ડિયન શાકાહારી ડાયટમાં આપણે ખૂબ ઓછા પ્રમાણમાં પ્રોટીન લઈએ છીએ. દૂધ અને દૂધની બનાવટો, દાળ અને કઠોળમાં પ્રોટીન સારી માત્રામાં મળે છે. જો તમે ઇચ્છતા હો કે બાળકનો ગ્રોથ સારો થાય તો ત્રણેય ટંક ખોરાકમાં પ્રોટીનનો સમાવેશ કરો જ. જેમ કે સવારે નાસ્તામાં દૂધ હોય તો બપોરે જમવામાં દાળ કે કઠોળ અને સાંજે જમવામાં પનીર કે મગનું સૂપ કે ખીચડી લઈ શકાય છે.

બાળકોની ડાયટમાં ડ્રાયફ્રૂટ્સ અને નટ્સનો ઉપયોગ કરવો જ. ખાસ કરીને ઊઠીને તરત અથવા સ્નૅક્સના ટાઇમ પર તમે તેમને આ નટ્સ આપી શકો છો. બદામ, કાજુ, અખરોટ, પિસ્તા, જરદાલુ, અંજીર આપી શકાય. જો એ મોંઘા ઑપ્શન લાગે તો એની જગ્યાએ શિંગ લઈ શકાય. જાતજાતનાં બીજ જેમ કે તલ, અળસી, ચિયા, તરબૂચ, ટેટી, સૂર્યમુખી, કોળું, કાકડી વગેરે બીજ પ્રમાણમાં સસ્તાં અને બાળક માટે પોષણયુક્ત સાબિત થાય છે.
બાળકોને સવારે નાસ્તો કરવાની આદત પાડો. ઘરેથી ભૂખ્યા પેટે સ્કૂલ ન જ મોકલો. સવારે જો ખાવાની આદત ન હોય તો એ ધીમે-ધીમે ડેવલપ કરી શકાય છે. પોષણની શરૂઆત ઊઠuા પછીથી જ થાય છે. આ સમયે શરીરમાં સૌથી વધુ પોષણ મળવું જરૂરી છે. સવારે સૌથી પૌãક્ટક ખોરાક તેના પેટમાં જશે તો કુપોષણથી દૂર રહેવાની શક્યતા વધી જશે. જો ઊણપ ખૂબ વધારે હોય તો સપ્લિમેન્ટ્સ આપવાં પડે છે, પરંતુ ડૉક્ટરની સલાહ વગર આ સપ્લિમેન્ટ આપવાં ન જોઈએ.

શું ન કરવું?

બાળકોને જન્ક ફૂડ કે પૅકેટ ફૂડના રવાડે ન ચડાવો. આજકાલ દરેક પ્રોડક્ટ બાળકને ધ્યાનમાં રાખીને જ વેચવામાં આવે છે. સાદી ચૉકલેટથી માંડીને ચિપ્સ, ફરસાણ, તળેલી કેટલી વસ્તુઓ ખાવા માટે બાળકો લલચાતાં હોય છે. ક્યાંક ટ્રાવેલ કરવાનું હોય ત્યારે માતા-પિતા બાળક શાંતિથી બેસી રહે એ માટે તેને આ પૅકેટ્સ પકડાવી દેતાં હોય છે. ઘણાં બાળકો વ્યવસ્થિત જમતાં નથી ત્યારે તેનાં માતા-પિતા એમ માનીને તેમને પૅકેટ ફૂડ આપે છે કે બાળકે કંઈ નથી ખાધું તો કંઈક તો તેના પેટમાં જાય; પરંતુ આ કંઈકમાં ફક્ત કૅલરીઝ હોય છે, પોષણના નામે કંઈ જ નથી હોતું. ઇન્સ્ટન્ટ રેડી ટુ ઈટ પ્રોડક્ટ કે ફાસ્ટ ફૂડથી પણ દૂર રાખો. બે મિનિટમાં બની જતો આ ખોરાક સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે પછી ભલે એમાં એ દાવો કરે કે એને હેલ્ધી બનાવવા માટે અમે આ ઘટક નાખ્યું છે કે પછી બીજી આ વસ્તુઓ એમાં છે. પરંતુ હકીકત એ છે કે આ ફૂડ્સમાં એ ખરાબ ન થાય એ માટે જે કેમિકલ્સ ઉમેરવામાં આવે છે, પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે એ તેમના પાચનને હાનિ પહોંચાડે છે. પાચનને હાનિ પહોંચવાથી કુપોષણ આવી શકે છે.

બાળકોને બહારનો ખોરાક ન ખવડાવવો. તેને ઘરનો બનેલો ખોરાક ખવડાવો. બહારની ખીચડી કરતાં ઘરે બનાવેલી પૂરી વધુ હેલ્ધી ગણાય એ યાદ રાખજો. બહાર તમને ખાવાનો શોખ હોય તો બાળકને રહેશે જ. વળી તમે જ જોયું હશે કે એક વખત બહાર વધુ ખાતા થઈ જાઓ તો ઘરનો સાદો અને સારો ખોરાક કઠવા લાગે છે અને ભાવતો નથી. તેમના સ્વાદને અલ્ટર કરતો ખોરાક ન આપવો અથવા જેટલો ઓછો આપો એટલો વધુ સારુંં. બહારના ખોરાકમાં પોષણ ઓછું અને કૅલરી વધુ હોય છે. પોષણ પૂરતી માત્રામાં મળે એ અનિવાર્ય છે.

વધુ પડતાં શુગર અને સૉલ્ટવાળો ખોરાક ન આપો. એનો અર્થ એમ નથી કે ઘરના ખોરાકમાં શુગર-સૉલ્ટ ઓછાં નાખો. પરંતુ ચાઇનીઝ સૉસ, બજારમાં મળતાં જાતભાતનાં સ્પþેડ અને સૉસ, ચીઝ, શુગરી પીણાં, કોલ્ડ ડ્રિન્ક્સ, કોલા ડ્રિન્ક્સ, બેકરી પ્રોડક્ટ્સ ન આપવાં. આ પ્રકારની પ્રોડક્ટ્સ મેટાબોલિઝમ પર અસર કરે છે અને એ બાળકોને કુપોષણ તરફ ધકેલે છે.

કોઈ પણ બહારની પ્રોડક્ટ ખરીદો તો એનું લેબલ ચોક્કસ ચેક કરો જેથી તમને સમજાય કે તમે તમારા બાળકને શું ખવડાવી રહ્યા છો. જાહેરાતો દ્વારા ભ્રમિત ન થાઓ. કોઈ પણ પ્રોડક્ટ કલર, ઍસિડિટી રેગ્યુલેટર્સ, પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ્સ વગરની ભાગ્યે જ બનતી હોય છે. આ બધું જ બાળકના શરીરને નુકસાન કરે છે. તેના શરીરને પોષણ આપતું નથી. ઊલટું જે પોષણ મળી રહ્યું છે એને રોકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK