દર ત્રણમાંથી એક કુપોષણ ધરાવતું બાળક ભારતમાં છે

વિકાસ તરફ હરણફાળ ભરી રહેલા આપણા દેશે ભવિષ્યનાં જે સપનાંઓ સેવ્યાં છે એને સાકાર કરવા માટે આજે કુપોષણ જેવા રાક્ષસથી લડવું અનિવાર્ય છે, કારણ કે આ રાક્ષસ આપણાં બાળકોના વિકાસને રૂંધી રહ્યું છે અને બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. હાલમાં નૅશનલ ન્યુટ્રિશિન વીક ચાલી રહ્યું છે ત્યારે આજથી શરૂ કરીએ છીએ એક શ્રેણી, જેમાં આજે જાણીએ આ રોગ વિશે

babyજિગીષા જૈન

ભારતમાં ૧ સપ્ટેમ્બરથી લઈને ૭ સપ્ટેમ્બર સુધી દર વર્ષે નૅશનલ ન્યુટ્રિશન વીક ઊજવવામાં આવે છે. આ અઠવાડિયાની ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે ભારતીય બાળકોમાંથી કુપોષણની બળીને હટાવવી. સેવ ધ ચિલ્ડ્રન ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ દુનિયાભરના ઓછું વજન ધરાવતાં બાળકોમાંનાં ૪૦ ટકા બાળકો ભારતમાં વસે છે. યુનિસેફ જણાવે છે કે દર ત્રણમાંથી એક કુપોષણ ધરાવતું બાળક ભારતમાં છે. કુપોષણને મોટા ભાગે વજનથી આંકવામાં આવે છે. બાળકની ઉંમર પ્રમાણે તેનું નિãત વજન ન હોય તો બાળક કુપોષણનો શિકાર છે એમ માનવામાં આવે છે. ભારતનાં બાળકો ભારતનું ભવિષ્ય છે અને આપણું ભવિષ્ય કુપોષિત હોય એ કઈ રીતે સાંખી શકાય? આજે આપણે આ સમસ્યા વિશે ગંભીરતાથી વિચારીએ. નૅશનલ ન્યુટ્રિશન વીક નિમિત્તે આજથી શરૂ થનારી આ શ્રેણીમાં આપણે પ્રયાસ કરીશું કુપોષણને સમજવાની અને જાણીશું કે આ બદીથી મુક્ત થવા આપણે શું ધ્યાન રાખી શકીએ.

હાથ-પગ દૂબળા અને ફાંદવાળાં બાળકો

આપણે ત્યાં એવાં બાળકો ઘણાં જોવા મળે છે જેને આપણે કહીએ છીએ હાથ-પગ દોરડી, પેટ ગાગરડી. એટલે કે એવાં બાકો જેમના હાથ-પગ એકદમ પાતળા હોય છે, પરંતુ પેટ એકદમ ગોળમટોળ હોય છે. ભારતીય બાળકોમાં આ ફાંદ હોવા પાછળનું કારણ જિનેટિક તો છે જ એની સાથે-સાથે બીજું એક મહkવનું કારણ છે કુપોષણ. ક્યારેય ધ્યાનથી જોઈશું તો દેખાશે કે ભીખ માગનારાં બાળકોનાં પેટ હંમેશાં મોટાં હોય છે અને એની પાછળ કુપોષણ જવાબદાર રહે છે. જોકે કુપોષણ ફક્ત ગરીબ બાળકોમાં નહીં, કોઈ પણ ક્લાસના બાળકમાં હોઈ શકે છે. એ વિશે વાત કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુ અને મધરકૅર ક્લિનિક, અંધેરીનાં પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘પ્રોટીન-એનર્જી‍ કુપોષણ એ બાળકની ફાંદ પાછળનું મહkવનું કારણ છે. સાદી રીતે સમજીએ તો જેટલા પ્રમાણમાં ખોરાક લેવામાં આવે છે અને એમાંથી જેટલી એનર્જી‍ મળે છે એ એનર્જી‍ અને શરીર દ્વારા ખર્ચ કરવામાં આવતી એનર્જી‍ વચ્ચે જ્યારે ઇમ્બૅલૅન્સ સરજાય ત્યારે આ પ્રકારનું કુપોષણ આવે છે. એટલે કે કાં તો બાળકને જેટલી જરૂર છે એટલું પોષણ મળતું નથી અથવા તો બાળક પોષણયુક્ત ખોરાક ખાય છે, પરંતુ વાપરતું નથી. આ બન્ને પરિસ્થિતિ કુપોષણ જ છે અને એને કારણે બાળકના પેટ પર ચરબી જામે છે. ખાસ કરીને ગુજરાતી ઘરોમાં દૈનિક આહારમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે એટલે બાળકને ફાંદની તકલીફ રહે છે. આમ જો તમારા બાળકને ફાંદ હોય તો એને ખાનદાની પરંપરા ન સમજો, એ પોષણની કમી છે જે વંશપરંપરાગત હોય છે.

પ્રકાર અને કારણ

કયા બાળકને કુપોષિત કહી શકાય? એ પ્રfનનો જવાબ મેળવવા પહેલાં કુપોષણના પ્રકાર સમજવા જરૂરી છે, જે સમજાવતાં ચિયર્સ ચાઇલ્ડ ક્લિનિક, કેમ્પ્સ કૉર્નરના પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘પ્રોટીનનું કુપોષણ, કૅલરીનું કુપોષણ, ફૅટનું કુપોષણ એમ એના અલગ-અલગ પ્રકાર છે. ભારતમાં જે જોવા મળે છે એ મોટા ભાગે પ્રોટીન-કૅલરી કુપોષણ જોવા મળે છે, જેનો સીધો અર્થ એ થયો કે બાળકમાં પ્રોટીન અને એનર્જી‍ બન્નેની કમી હોય છે. જે બાળકને ફૅટ્સનું કુપોષણ હોય તેને ખાસ વાંધો નથી હોતો. પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ આ બન્નેનું ગ્રોથ યર્સમાં ઘણું મહkવ છે અને ખોરાકમાં એ ઓછું લેવાય તો આ પ્રકારનું કુપોષણ બાળકના વિકાસમાં હાનિકારક સાબિત થઈ શકે છે.

કોને હોય કુપોષણ?

કુપોષણની જ્યારે પણ વાત થાય છે ત્યારે લોકોને લાગે છે કે આ ગરીબોનો પ્રfન છે. શું કુપોષણ ગરીબોનો રોગ છે? આ પ્રfનનો જવાબ આપતાં ફોર્ટિસ હૉસ્પિટલ, મુલુંડના પીડિયાટ્રિશ્યન ડૉ. સમીર સદાવર્તે કહે છે, ‘એ હકીકત છે કે જે લોકો ગરીબ છે, બે ટંક ખાવા માટે પણ પૈસા નથી તેમનાં બાળકો કુપોષણનો શિકાર બને છે. ભારત જેવા દેશમાં આ પ્રfન ઘણો મોટો છે, પરંતુ કુપોષણ ગરીબોનો રોગ નથી. કુપોષણ કોઈ પણ બાળકને થાય છે. સારાં ઘરોમાં પ્રી-ટર્મ જન્મતાં બાળકો જન્મથી જ કુપોષિત છે તો જે બાળકો ફક્ત જન્ક ખાઈ-ખાઈને ગોળમટોળ થઈ ગયા છે એ બાળકો પણ કુપોષણનો શિકાર છે. અમુક બાળક જમવાનું જોઈને જ ભાગી જાય છે, એક કલાકમાં માંડ ચાર ચમચી ખાય છે તે પણ કુપોષિત છે અને જેમના ઘરમાં શું ખાવું અને શું ન ખાવું એની સમજ નથી અને બાળકો ફક્ત ફૅટ્સ ખાધા કરે છે એ બાળકો પણ કુપોષિત છે. આમ તો ભારતમાં ઉંમર પ્રમાણે ચોક્કસ વજનનું બાળક ન હોય તો માનવામાં આવતું હોય છે કે તે કુપોષિત છે. પરંતુ એ મુજબ જોવા જઈએ તો ૬૦-૭૦ ટકા બાળકો કુપોષિત જ નીકળશે. જો તમારું બાળક દરેક ઍક્ટિવિટી તેની ઉંમર મુજબ વ્યવસ્થિત કરી શકતું હોય, તેની માનસિક ક્ષમતા સારી હોય અને તેનું વજન તેના આદર્શ વજન કરતાં ૧-૨ કિલો ઉપર-નીચે હોય તો પણ ચાલે. એવા બાળકને આપણે કુપોષિત ન ગણી શકીએ. જો તમને કોઈ પણ જાતની શંકા હોય તો બાળનિષ્ણાતને મળી એ શંકા દૂર કરી શકાય છે.

કુપોષણનું પરિણામ શું?

 •  જે બાળકો કુપોષણનો શિકાર છે એ બાળકો રોગો સામે લડી શકતાં નથી. વારંવાર તેઓ માંદાં પડે છે અને દવાઓ સાથે પણ જલદીથી ઠીક થતાં નથી. જે અત્યંત કુપોષિત બાળકો છે તેમનાં મરણ પાછળ એક હદે કુપોષણ જ હોય છે, કારણ કે એ રોગ તેમના શરીરમાં ઘર કરી જાય છે અને તેમનું મૃત્યુ થતું હોય છે.  
 • લાંબા ગાળા સુધી જે બાળકો કુપોષિત જ રહે છે તેમના વિકાસમાં પણ ક્ષતિ પહોંચે છે. ઉંમર પ્રમાણે તેમનાં વજન અને ઊંચાઈ વધતાં નથી.   
 • આ સિવાય માનસિક વિકાસ પર પણ અસર થાય છે. આ બાળકો કુપોષિત હોવાને કારણે સારું ભણી પણ શકતાં નથી. તેમના દરેક પ્રકારના વિકાસમાં અડચણ આવે છે.  
 • એનીમિયા અને અંધાપા જેવી તકલીફો પણ કુપોષણને કારણે જ આવે છે.


કારણો


 1. તમારું બાળક કુપોષણનો શિકાર છે એનો અર્થ એ થયો કે તેનો ખોરાક બરાબર નથી. પોષણની ખોરાકમાં કમી એ કુપોષણ પાછળનું મુખ્ય કારણ છે. ભારતીય ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું રહે છે, જેને લીધે બાળકના વિકાસમાં અવરોધ ઊભો થાય છે. ફક્ત દૂધ પીવડાવવાથી એ કમી પૂરી થતી નથી.
 2. દોઢ વર્ષથી ઉપરનાં એવાં બાળકો જે મોટા ભાગે દૂધ જ પીએ છે અને સૉલિડ ખોરાક નથી ખાતાં તેઓ પણ કુપોષણનો શિકાર બને છે. બાળકોના ખોરાકમાં દાળ, કઠોળ, મશરૂમ, સોયાબીન અને ઈંડાંનું પ્રમાણ આહારમાં વધારવું જરૂરી છે. 
 3. જે લોકો ગરીબ છે અને બાળકને સારો ખોરાક નથી આપી શકતા એ લોકોને છોડીને જે લોકો વ્યવસ્થિત કમાય છે તેમનાં બાળકો પણ કુપોષણનો શિકાર બને છે. એનાં કારણો જુદાં છે.
 4. બાળક જન્મે અને ૬ મહિનાના સ્તનપાન બાદ જ્યારે બહારનો ખોરાક ચાલુ કરવામાં આવે ત્યારે બની શકે છે કે તે વ્યવસ્થિત ખોરાક લેતું ન હોય. વ્યવસ્થિત ઘરોમાં જ્યાં પોષણયુક્ત ખોરાક ઉપલબ્ધ હોય, પરંતુ બાળકોના ખાવામાં ખૂબ નખરાં હોય તો કુપોષણ આવી શકે છે. 
 5. ઘણી જૂની માન્યતાઓ મુજબ દૂધમાં પાણી નાખીને બાળકને અપાતું હોય કે આખી દાળ પીસીને આપવાને બદલે 
 6. ફક્ત દાળનું પાણી જ બાળકને ૧-૨ વર્ષ સુધી પીવા માટે અપાતું હોય. 
 7. આ સિવાય પણ જો બાળક વારંવાર માંદું પડતું હોય, પાચનને લઈને કોઈ સમસ્યા હોય, ઇન્ફેક્શન લાગી જતું હોય એવા સંજોગોમાં બાળકના ખોરાક પર એની સીધી અસર પડે છે.
 8. ઘણાં ઘરોમાં ફાસ્ટ ફૂડ, જન્ક ફૂડ, રેડી ટુ ઈટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ ખવાતું હોય છે. આ પ્રકારના ખોરાકમાં કોઈ પોષણ હોતું નથી. ઊલટું એ શરીરને નુકસાન પહોંચાડે છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK