ઓબેસિટીનો ઇલાજ કરવામાં વાર ન લગાડો

ડાયટ અને એક્સરસાઇઝની મદદથી વજન ઉતારવું હોય અને સર્જરીથી  બચવું હોય તો વહેલા જાગો. જો તમારું વજન ૧૦૦ કિલો કે  એથી વધુ પહોંચી ગયું હોય તો સર્જરી પણ સારો ઑપ્શન છે,  કારણ કે એ તમને બીજા રોગોથી બચાવવામાં મદદ કરે છે

obe

જિગીષા જૈન

તાજેતરમાં જ વલ્ર્ડ ઓબેસિટી ડે ગયો. એ દિવસને ઊજવવા માટેની થીમ હતી ટ્રીટ ધ ઓબેસિટી નાઓ, અવૉઇડ ધ કૉન્સિક્વન્સિસ લેટર. વ્યક્તિનું વજન વધારે હોય તો એ બાબતે એને ખરાબ પણ લાગતું હોય તો એ ખાસ પ્રયત્ન કરે જ એવું જરૂરી નથી, કારણ કે આપણા જીવનમાં ઘણીબધી બાબતોને આપણે પ્રાથમિકતા આપીએ છીએ, પરંતુ વધેલા વજન માટે આપણે ચિંતા કરવા સિવાય ભાગ્યે જ કોઈ પગલાં ભરીએ છીએ. મોટા ભાગના લોકોની આ હાલત છે કે બધાને સારું દેખાવું છે એટલે દૂબળું રહેવું છે, પરંતુ કોઈ ને કોઈ કારણોસર જયારે ધીમે-ધીમે વજન વધવા લાગે ત્યારે આપણે ધ્યાન નથી આપતા. જ્યારે એકસાથે હોવું જોઈએ એના કરતાં ૧૫-૨૦ કિલો વજન વધી જાય પછી લાગે કે કંઈક તો કરવું જ પડશે. વજન ઉતારવાના પ્રયોગો શરૂ કરીએ ત્યાં સુધીમાં બીજા ૧૦-૧૫ કિલો વજન વધી જાય છે અને મોટા ભાગે ઉતારવાના પ્રયાસો નિયમિત રીતે ચાલુ ન હોવાને કારણે કે એક્સપર્ટની મદદ લીધા વગર લાગી પડવાને લીધે પરિણામ એ આવે છે કે વજન ઊતરવાને બદલે વધી જાય છે. પછી મોટા ભાગના લોકો થાકી-હારીને સ્વીકારી લે છે કે તેમનું વજન એટલું જ છે અને તે કૉમ્પþોમાઇઝ્ડ જીવન જીવવાનું શરૂ કરી દે છે, પરંતુ પ્રૉબ્લેમ એના પછી જ શરૂ થાય છે.

ઓબેસિટી અને બીજા રોગો


ઓબેસિટી એ લાઇફ-સ્ટાઇલ સંબંધિત રોગની જનની છે આ વાત સમજાવતાં ઓબેસિટી સર્જરી સોસાયટી ઑફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ર્ફોટિસ હૉસ્પિટલ-મુલુંડ અને રાહેજા હૉસ્પિટલ-માહિમના બૅરિયાટ્રિક સર્જ્યન ડૉ. શશાંક શાહ કહે છે, ‘ઓબેસિટીની અસર દરેક અંગ પર થાય છે. દરેક અંગને એ કોઈ ને કોઈ રીતે ડૅમેજ કરે છે. ઓબેસિટી ખુદ એક એવો રોગ છે જે બીજા ૨૫ રોગોને તાણી લાવે છે.

બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ, ડાયાબિટીઝ, ફૅટી લિવર, કિડની-પ્રૉબ્લેમ્સ, હાર્ટ-ડિસીઝ, સ્ટ્રોકનું રિસ્ક, હાડકાં નબળાં પડવાં, ઘૂંટણ સંબંધિત તકલીફો, શ્વાસ સંબંધિત તકલીફો જેવા અનેક રોગો ઓબેસિટીને લીધે આવતા હોય છે. એ ધીમે-ધીમે તમને પાંગળા બનાવતો જતો રોગ છે. મોટા ભાગની ઓબીસ વ્યક્તિઓ લઘુતાગ્રંથિથી પીડાતી હોય છે, સમાજથી અલગ પડી જાય છે અને એને કારણે ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે. આ બધી જ તકલીફોથી બચવા માટે પણ જરૂરી છે કે ઓબેસિટીનો ઉપાય કરવો જોઈએ.’

વહેલા જાગો એટલું વધુ સારું


આપણે જોયું એમ લોકો તેમના માટે જરૂરી વજન હોય એના કરતાં ૫-૭ કિલો વધી જાય ત્યારે લોકો સજાગ નથી બનતા. આ બાબતે વાત કરતાં ડૉ. શશાંક શાહ કહે છે, ‘અહીં એ સમજવા જેવી વાત છે કે જો વ્યક્તિનું ૫-૭ કિલ્લો વજન વધ્યું હોય તો એ ઉતારવું ઘણું જ સરળ છે અને જો એ ધ્યાન રાખે તો વજન મેઇન્ટેઇન કરી શકે છે, પરંતુ એવું ન થાય અને વધ્યા જ કરે વજન તો ઉતારવુંદિવસે-દિવસે અઘરું બનતું જાય છે. આ સંજોગોમાં ઓબેસિટીને લીધે થતું નુકસાન પણ શરૂ થઈ જાય છે અને એને રોકવાનું કે વજન ઘટાડવાનું કપરું પણ બનતું જાય છે. હકીકત એ છે કે નાનપણથી જ દરેક વ્યક્તિએ પોતાનું વજન મેઇન્ટેઇન રાખવું જોઈએ. ઉંમર કોઈ પણ હોય ઓબેસિટીને કારણે નુકસાન દરેક વ્યક્તિને થાય જ છે. બાળક હોય તો એનો ગ્રોથ ખરાબ થાય છે જ્યારે વયસ્ક હોય તો એને જુદા-જુદા રોગનો ભોગ બનવું પડે છે. જ્યારે વજન વધારે હોય ત્યારે એક્સપર્ટ પાસે જવું અને શા કારણે વજન વધી રહ્યું છે એનું નિદાન કરાવીને જરૂરી ઇલાજ કરાવવો જ જોઈએ.’

બૅરિયાટ્રિક સર્જરી કરાવાય?


કેસ-૧ :
થાણેમાં રહેતાં બાવન વર્ષનાં સરલા ઠક્કરનું વજન ૧૦૧ કિલ્લો હતું. તેમને ઘૂંટણની તકલીફ શરૂ થઈ ગઈ હતી. ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર હતું. આ સિવાય આ રોગોને કારણે કિડની પર પણ અસર હતી. ઘણા પ્રયતïનો કર્યા વજન ઉતારવાના, પરંતુ ખાસ પરિણામ ન મળ્યાં. દરેક ડૉક્ટર તેમને સલાહ આપતા કે તમે તમારું વજન ઓછું કરો તો જ તમારા રોગો કાબૂમાં રહેશે, પરંતુ છેલ્લે-છેલ્લે જે ઘૂંટણનું દદર્‍ ઊપડ્યું હતું એને કારણે તેમની એક્સરસાઇઝ પણ બંધ થઈ ગઈ હતી. સરલાબહેન દર મહિને સાડાછ હજાર રૂપિયા દવાઓ અને ડૉક્ટરની વિઝિટ પાછળ ખર્ચતાં હતાં. છેલ્લે તેમણે બૅરિયાટ્રિક સર્જરી કરાવી. એનાથી ૬ મહિનાની અંદર તેમનું ૬૦ કિલો વજન થઈ ગયું અને તેમને ઘૂંટણની તકલીફ જતી રહી. આમ તે ઑપરેશનના જંગી ખર્ચથી બચ્યાં અને દર મહિને જે ૬ હજાર રૂપિયા દવાઓમાં જતા હતા એ લગભગ બંધ જ થઈ ગયા.

કેસ-૨ : મુંબઈના જાણીતા હોટેલિયર સુનીલ શ્રીધર શોખ ખાતર એક રેસ્ટોરાં ચલાવતા હતા. તે પોતે લગભગ ૧૬૨ કિલ્લો વજન ધરાવતા હતા, જેને લીધે તે ખાસ હરફર કરી શકતા નહીં. તેમની રેસ્ટોરાંની નેટ ઇન્કમ બે-અઢી લાખ રૂપિયા જ આવતી હતી. તેમને લાગતું કે આવું કેમ બને છે? જો એ જગ્યા ફક્ત ભાડે આપે તો ૧૪-૧૫ લાખ રૂપિયા મળી શકે એમ હતા, પરંતુ તેમને આ કામ કરવું હતું એટલે ચાલુ રાખ્યું હતું. હકીકત એ હતી કે આટલા વજનને લીધે તેમના જીવનમાં નીરસતા ઘણી વધારે હતી. તેમણે બૅરિયાટ્રિક સર્જરી કરાવી અને ૮ મહિનાની અંદર ૮૯ કિલો વજન કરી નાખ્યું. છેલ્લા એક વર્ષથી એમનું વજન આટલું જ છે અને એ એક વર્ષમાં તેમની ખોટમાં જતી રેસ્ટોરાંમાં એટલો નફો થવા લાગ્યો કે તેમણે એક બીજી રેસ્ટોરાં અને એની સાથે ફાસ્ટ ફૂડ સેન્ટર પણ ખોલી નાખ્યું. આ પ્રગતિનું શ્રેય સુનીલભાઈ સંપૂર્ણ રીતે તેમના ઊતરેલા વજનને આપે છે, જેને કારણે એમનું જીવન બદલાય ગયું.

જ્યારે વ્યક્તિનું વજન અત્યંત વધારે હોય એટલે કે બૉડી માસ ઇન્ડેક્સ ૩૦ કે ૩૫થી પણ વધુ હોય ત્યારે ડૉક્ટર એને સલાહ આપે છે કે એ બૅરિયાટ્રિક સર્જરી કરાવી લે. આ સર્જરી કોઈ પણ વ્યક્તિ માટે નથી, પરંતુ જે લોકોનું વજન ડાયટ અને એક્સરસાઇઝથી ન ઓછું થતું હોય એમને ડાયટ અને એક્સરસાઇઝની સાથે સર્જરીનો ઑપ્શન પણ આપવામાં આવે છે. અમુક લોકોને એ રિસ્કી લાગે છે તો અમુક લોકોને એ મોંઘી. આ બાબતે સમજાવતાં આસ્થા હેલ્થકૅર સેન્ટરના બૅરિયાટ્રિક સર્જ્યન ડૉ. મનીષ મોટવાણી કહે છે, ‘આ સર્જરી સેફ છે અને એમાં જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે થોડાં જ વર્ષોમાં તમે એને રિકવર કરી શકો છો એ ઉપરના જણાવેલા કેસ સૂચવે છે. એક સ્ટડી મુજબ અમેરિકામાં બૅરિયાટ્રિક સર્જરીની કૉસ્ટ લગભગ ૧૦,૦૦૦ ડૉલર થાય જે ઍવરેજ દરદી બે વર્ષની અંદર રિકવર કરી લેતો હોય છે. ભારતમાં આ કૉસ્ટ ૫૦૦૦ ડૉલર છે તો એ તો એક જ વર્ષમાં રિકવર થઈ જાય. બીજું એ કે જો તમે તમારો ઓબેસિટીનો પ્રૉબ્લેમ સૉલ્વ કરો છો તો બીજા રોગોથી બચો છો, એને સંબંધિત દવાઓ અને મેડિકલ ખર્ચથી બચો છો. આમ ઓબેસિટીને સહન કર્યે‍ રાખવી યોગ્ય નથી, એનો ઇલાજ મહત્વનો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK