આંખની નીચેનાં કૂંડાળાં શું સૂચવે છે?

જરૂરી નથી કે એ રોગ જ હોય, પરંતુ એ પણ જરૂરી નથી કે એ સામાન્ય જ હોય. ફક્ત મેકઅપ કરીને એને છુપાવવા કરતાં મહત્વનું એ છે કે એ કેમ આવ્યું છે એ સમજવું અને એ સમજ્યા પછી એનો ઉપાય કરવો

eye

જિગીષા જૈન

આંખની આસપાસનાં કાળાં કૂંડાળાં કોઈને ગમતાં નથી. એનાથી માણસ વૃદ્ધ અને બીમાર દેખાય છે. બજારમાં આજકાલ ઘણી પ્રોડક્ટ્સ છે જેના વડે આ આંખની આસપાસનાં કૂંડાળાં છુપાવી શકાય છે, પરંતુ એને છુપાવવા કરતાં દૂર કરી શકાય તો? આંખની આસપાસ કૂંડાળાં આવવાનું એક મહત્વનું કારણ વારસાગત હોય શકે છે. પેરન્ટ્સને હોય તો બાળકમાં પણ એ આવે છે, પરંતુ વારસાગત તકલીફ છે એને લીધે તમે એ બાબતે કંઈ જ ન કરો એ યોગ્ય નથી. ઊલટું એવું પણ હોય શકે છે કે આ આંખની નીચેનાં કૂંડાળાં તમારી અંદરના કોઈ રોગ વિશેનું ચિહ્ન સાબિત થાય. જાણીએ આંખની નીચેનાં કૂંડાળાં શું જતાવે છે મુંબઈના ઇન્ટિગ્રેટિવ અને લાઇફસ્ટાઇલ મેડિસિન - હૉલિસ્ટિક ન્યુટ્રિશન અને purenutrition.meના ફાઉન્ડર લ્યુક કુટિન્હો પાસેથી.

૧. અપૂરતી ઊંઘ

ઊંઘ તમારી સંપૂર્ણ હેલ્થ માટે અત્યંત જરૂરી પરિબળ છે. જયારે આપણે ઓછું કે ખૂબ વધુ સૂતાં હોઈએ છીએ ત્યારે આંખો એકદમ સૂજી જતી હોય છે. જો તમને આંખની આજુબાજુ કાળાશ હોય કે જેને આપણે કૂંડાળાં કહીએ છીએ એ હોય તો એક વખત તમારું રૂટીન ચોક્કસ ચેક કરો. રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધીની એકદમ ગાઢ ઊંઘ અનિવાર્ય છે. જો તમે આ સમયગાળામાં ન સૂતા હો તો ઘણી બીજી તકલીફો સાથે આંખની નીચે કૂંડાળાં પણ આવી શકે છે.

૨. ટૉક્સિન્સ ભેગાં થાય

ટૉક્સિન એટલે એવાં ઝેરી તkવો જે શરીરમાંથી બહાર ફેંકાઈ જવાં જોઈએ, પરંતુ એ બહાર ન ફેંકાય અને શરીરમાં જ રહે તો કોઈને કોઈ હાનિ જરૂર પહોંચે છે. જ્યારે આંખની નીચે કૂંડાળાં આવે તો એક શક્યતા એ પણ છે કે ટૉક્સિન્સ શરીરમાં જમા થઈ રહ્યાં છે. હવે એ જમા થવાનું શું કારણ છે એ તમારે શોધવું રહ્યું.

૩. લિવર ડિસીઝ

આજકાલ ફૅટી લિવર અત્યંત સામાન્ય તકલીફ બની ગઈ છે. આ એ રોગ છે જેમાં લિવર પર ફૅટ્સ જમા થતી જાય છે જેને લીધે લિવર એનું કામ ઠીકથી કરી નથી શકતું. લિવર આપણા શરીરમાં રહેલાં ટૉક્સિન્સને દૂર કરવાનું મહત્વનું કામ કરે છે. વળી લિવર ડિસીઝ હંમેશાં સાઇલન્ટ હોય છે. એટલે કે એનાં કોઈ ખાસ ચિહ્ન નથી હોતાં એટલે ખબર પણ પડતી નથી જ્યાં સુધી તમે ટેસ્ટ ન કરાવો. જો તમને કોઈ પણ પ્રકારનો લિવરનો પ્રૉબ્લેમ હોય તો તમને આંખની નીચે કૂંડાળાં હોય શકે છે.

૪. કિડની ડિસીઝ


કિડની એક એવું અંગ છે જે શરીરનો કચરો પ્રવાહી સ્વરૂપે શરીરની બહાર ફેંકે છે. હવે જો કોઈ પણ કારણોસર કિડનીમાં તકલીફ આવી તો એ કચરો ફેંકવાનું કામ વ્યવસ્થિત થઈ શકે નહીં, જેને કારણે કચરો શરીરમાં જ રહે છે અને આ કચરો કે ટૉક્સિન ક્યારેક આંખની નીચે કૂંડાળાસ્વરૂપે દેખાય છે. જરૂરી છે કે તમારી કિડની અને લિવર બન્ને ટૉક્સિનમુક્ત રહે, સાફ રહે. જેના માટે પ્રયતïન ચોક્કસ કરી શકાય. જરૂરી નથી કે રોગ જ હોય, ઘણી વખત ખોટી લાઇફ-સ્ટાઇલને લીધે પણ ટૉક્સિન્સ ભેગાં થતાં હોય છે. આ પરિસ્થિતિમાં ડીટૉક્સિફિકેશન અનિવાર્ય છે.

૫. સાઇનસાઇટિસ

જો તમને સાઇનસની તકલીફ હોય તો નાક અને એની ઉપરનો કપાળ સુધીનો ભાગ એકદમ બ્લૉક થઈ જાય છે, જેને કારણે લોહીનું પરિભ્રમણ એ ભાગમાં નથી થતું. જો પરિભ્રમણ ન થાય વ્યવસ્થિત તો પણ એવું બને છે કે આંખ નીચે કૂંડાળાં આવી શકે છે. આ પરિસ્થિતિમાં પહેલાં સાઇનસનો ઇલાજ જરૂરી છે.

૬. સ્ટ્રેસ

જે વ્યક્તિઓના જીવનમાં અતિ તાણ કે સ્ટ્રેસ રહેતાં હોય એ વ્યક્તિઓને પણ આંખ નીચે કૂંડાળાં આવી શકે છે. સ્ટ્રેસનો કૂંડાળા સાથે સીધો નહીં પરંતુ આડકતરો સંબંધ છે. સ્ટ્રેસને કારણે ઊંઘ પર અસર પડે છે અને ઊંઘની અસર આંખો પર થાય છે. આમ જેમના જીવનમાં એટલું સ્ટ્રેસ છે જેને કારણે તેમની ઊંઘ પર અસર થાય છે તો તેમણે આ બાબતે સાવચેતી રાખવી જોઈએ.

૭. સ્ક્રીન પર વધુ સમય


જે લોકો સ્ક્રીન ઉપર વધુ સમય ગાળે છે તેમની આંખો ખૂબ ખેંચાય છે અને એને કારણે આંખની નીચે કૂંડાળાંવી શકે છે. સ્ક્રીનમાં ફોન, ટીવી અને લૅપટૉપ કે કમ્પ્યુટર બધું જ આવી ગયું. જો તમારું કામ જ એવું છે કે જેને કારણે તમને સ્ક્રીન સામે ખોડાઈ રહેવું પડે છે તો વચ્ચે-વચ્ચે આંખને રિલૅક્સ કરો. પામિંગ કરો. આંખની અમુક બેઝિક એક્સરસાઇઝ છે જે શીખી લો અને આંખને રિલૅક્સ રાખો.

૮. હીમોગ્લોબિનની માત્રા ઓછી

જે વ્યક્તિના શરીરમાં હીમોગ્લોબિન ઓછું હોય એને આંખની નીચે કૂંડાળાં આવે છે. હીમોગ્લોબિનની માત્રા ઓછી હોવાનો અર્થ છે વ્યક્તિને એનીમિયા હોય તો આંખની નીચે કૂંડાળાની સમસ્યા રહે જ છે. આ એક અત્યંત સામાન્ય કારણ છે જેને લીધે આંખની નીચે કાળાશ આવી જાય છે. જો આવું થાય તો એક વખત હીમોગ્લોબિન ચેક જરૂર કરાવવું અને ઊણપ હોય તો એનો ઉપાય કરવો.

૯. પાણીની માત્રાની કમી


જો વ્યક્તિની આંખની નીચે કૂંડાળાં હોય તો ચોક્કસ એવું બની શકે છે કે તેના શરીરમાં પાણીની કમી થઈ ગઈ હોય. પાણી ઓછું પિવાતું હોય તો આંખ પર અસર દેખાઈ શકે છે. જો તમને કૂંડાળાં હોય તો તમેં કેટલું પાણી લો છો એ બાબતે થોડા જાગ્રત બનો. પૂરતી પાણીની માત્રા અત્યંત જરૂરી છે. ઘણા લોકો છે જે આંખ પર કાકડી કે ગુલાબજળ લગાવે છે એનું કારણ હાઇડ્રેશન જ છે. ઉપરથી એને હાઇડ્રેટ કરો તો ટેમ્પરરી ફાયદો દેખાય પરંતુ શરીરની અંદરથી હાઇડ્રેટ કરશો તો વધુ ફાયદો થશે.

૧૦. વિટામિન-A, વિટામિન-C અને વિટામિન-Kની કમી

પોષણની જરૂર દરેક અંગને છે અને જો પોષણ અધૂરું હોય તો ચોક્કસ એની અસર દેખાય છે. વિટામિન-A, વિટામિન-C અને વિટામિન-K આંખ માટે મહત્વનાં વિટામિન છે. એની કમીને કારણે પણ તમને આંખની નીચે કૂંડાળાં આવી શકે છે. માટે જરૂરી છે કે આ વિટામિનથી ભરપૂર ખોરાક લો. લીલાં પાંદડાંવાળી શાકભાજી, ટમેટાં, ગાજર, સફરજન, લીંબુ, આમળાં, સંતરાં જેવાં ફળોને ખોરાકમાં સામેલ કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK