વ્યસનીઓ તમાકુ ને સિગારેટનાં પૅકેટ પર આપેલા ડરામણાં ચિત્રો જોઈને પણ કેમ ડરતા નહીં હોય?

ટૂંકો જવાબ છે તેમનું કમજોર મન. જોકે આ મન શું કામ કમજોર પડે છે? ઍડિક્શનની તલપ સામે લડવા માટે સબળ બનાવવામાં યોગ અને મેડિટેશન મહત્વની ભૂમિકા ભજવી શકે છે એવું તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે. તમાકુનું સેવન અટકાવવાના અને સ્મોકિંગ છોડવાના પ્રયત્નો નિષ્ફળ ગયા હોય તો યોગના માધ્યમે એને તિલાંજલિ આપવાનો પ્રયાસ કેવો રંગ લાવશે એ વિશે યોગ અને મેડિકલના નિષ્ણાતો કરે છે ખુલ્લા મને વાત

smoking

World No Tobacco Day - રુચિતા શાહ

તમાકુ ચાવવાથી કે ફૂંકવાથી તમને કૅન્સર થઈ શકે છે અને એ કૅન્સરને કારણે ભયંકર પીડાની સાથે તમારો ચહેરો જોવો ન ગમે એટલો કુરૂપ બની શકે છે એવી વૉર્નિંગ આપતા સંદેશ અને ફોટો સિગારેટ અને તમાકુના દરેક પૅકેટ પર હોય છે, જે જોઈને ભલભલાને ધ્રુજારી છૂટી શકે છે. બીજી બાજુ કૅન્સરની કારમી પીડાના અઢળક કિસ્સાઓ અને બનાવો સાંભળવામાં આવે છે. જોકે એ બધું જ જોયા, જાણ્યા, સાંભળ્યા અને વાંચ્યા પછી પણ સ્મોકર્સ અને માવો ખાનારા લોકોને કેમ કોઈ ફરક નહીં પડતો હોય? કેમ તેમને એ ઝેરથીયે બદતર વસ્તુ છોડવાનો વિચાર નહીં આવતો હોય? કેમ તેઓ મક્કમ મને એક જ ઝાટકે એનો ત્યાગ નહીં કરી શકતા હોય? શું કામ તેમને એ પીડાદાયી ભવિષ્યની ચિંતા નહીં જાગતી હોય? જેવા તમામ પ્રfનો વિશે આજે આપણે વાત કરવાના છીએ. માણસ કોઈ પણ વ્યસન સામે એવો તે કેવો લાચાર બનીને એની તલપની ગુલામી ભોગવતો હશે અને એની ગુલામીની બેડીઓને તોડવાની સાચી રીત કઈ એ વિશે થોડીક ચર્ચા કરીએ.

મગજનું ફળ

વાતની શરૂઆત જનરલ સર્જ્યન ડૉ. પરવીન દેસાઈ કરે છે. મુંબઈની કેટલીક હૉસ્પિટલમાં ઍલોપથી ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરતા આ ડૉક્ટરના મતે દરેક વ્યક્તિ તેના મગજની ગુલામ છે. તેના નિર્ણયો અને તેની વિચારધારાથી તે પોતાના વર્તમાન અને ભવિષ્યને સર્જતી હોય છે. તેઓ કહે છે, ‘ઍડિક્શનનું આવવું એ શરૂઆતમાં ભલે મિત્રોની સંગત કે પિઅર-પ્રેશરનું પરિણામ હોય, પણ એનું રહેવું અને એને છોડવામાં જીરવવી પડતી અગવડમાં પ્રાઇમ કારણ નબળું મનોબળ હોય છે. એવો દાવો કરવામાં આવતો હોય છે કે સતત શરીરને નિકોટીનયુક્ત પદાર્થો આપતા રહેવાથી સમયાંતરે શરીરને એની જરૂરિયાત પડતી હોય છે અને એટલે જ વ્યક્તિ માટે એની તલપ બેકાબૂ બની જતી હોય છે. આ વાત સો ટકા સાચી નથી, થોડાક અંશે સાચી છે અને એ અવસ્થાને મેડિકલી કન્ટ્રોલમાં લઈ શકાય એવી પદ્ધતિઓ છે. પરંતુ એ પદ્ધતિઓ પણ ત્યારે જ કામ કરે જ્યારે વ્યક્તિનો નિય દૃઢ હોય. મોટા ભાગે વ્યસન ન છોડી શકનારા લોકોનો વિલપાવર નબળો હોય છે. એવા સમયે શિસ્તબદ્ધતાપૂર્વકની કોઈ બાબત તેમના જીવનમાં ઉમેરવામાં આવે તો ચોક્કસ હકારાત્મક પરિણામ આવી શકે એમાં શંકાને સ્થાન નથી.’

યોગ, મેડિટેશન અને પ્રાણાયામની પ્રૅક્ટિસમાં એ અનુશાસન તથા શરીરની આવશ્યકતાને પહોંચવાની ક્ષમતાઓ છે એટલે એ કામ કરી શકે એવું ડૉ. પરવીન માને છે. થોડાક સમય પહેલાં કેટલીક પ્રમુખ યોગ સંસ્થાઓએ મળીને ઍડિક્શન ધરાવતા લોકો માટેનો એક ખાસ પ્રોગ્રામ રચીને એક સંશોધન હાથ ધર્યું. લગભગ ૨૦૨૧ લોકો પર કરવામાં આવે સંશોધનના પરિણામમાં કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવી. પહેલી ખબર તો એ પડી કે ૬૨ ટકા લોકોએ માત્ર એક જ મહિનાની નિયમિત યોગ અને ધ્યાનની તાલીમ બાદ નિકોટીનયુક્ત પદાર્થો છોડી દીધા. લગભગ આઠ ટકા લોકોને તમાકુનું વ્યસન છોડવામાં બેથી ત્રણ મહિના લાગ્યા અને બાર મહિનામાં બીજા ૧૫ ટકા લોકોએ તમાકુ છોડી દીધું. ભારતભરના ૨૫ જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશના લોકો પર કરવામાં આવેલો આ સર્વે સાપેક્ષ છે, કારણ કે એમાં આપણા શહેરના અને આપણા જેવી પ્રકૃતિ ધરાવતા લોકો પણ સામેલ હતા. આવું શક્ય છે સો ટકા એવી રજૂઆત યોગગુરુ અને યોગવિદ્યાનું ઑફિશ્યલ શિક્ષણ આપતાં દિલીપ બઘડિયા કહે છે, ‘હું જ્યારે યોગ પર ડૉક્ટરેટ કરી રહ્યો હતો એ સમયે મુંબઈની વેલિંગકર કૉલેજમાં પ્રોફેસર હતો. ત્યારે એ કૉલેજમાં વિદ્યાર્થીઓને અમે યોગ શીખવતા. કૉલેજનાં લગભગ ૭૦ ટકા છોકરા-છોકરીઓને દારૂ અને સ્મોકિંગનું વ્યસન હતું. આ વિદ્યાર્થીઓએ પોતે આવીને કબૂલ કરેલી વાત છે કે યોગ શરૂ કર્યા પછી ધીમે-ધીમે તેમના જીવનમાંથી દારૂ અને તમાકુનું સેવન ઓછું થઈ ગયું. ઘણાએ છોડી પણ દીધેલું. સાચું કહું તો આમાં કોઈ રૉકેટ સાયન્સ નથી. યોગ, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ તમારા મગજને એટલું સબળ બનાવે છે કે માનસિક રીતે તમે જ નક્કી કરી શકતા હો છો કે તમારા માટે સારું શું છે અને ખરાબ શું. ધ્યાનની ક્રિયાઓમાં જ્યારે તમને મેડિટેશનની સ્ટેટમાં પૉઝિટિવ વિઝ્યુઅલાઇઝેશન કરાવીએ અને તમારા સબકૉન્શિયસ માઇન્ડ સુધી સાત્વિક અને જીવનને સમૃદ્ધ બનાવતી બાબતો ઍફર્મેશન દ્વારા ઉમેરીએ છીએ ત્યારે એની અસર થાય, થાય અને થાય જ. આ સહજ વિજ્ઞાન છે. ફરક માત્ર એટલો છે કે આ વિજ્ઞાન આપણા પોતાના ઘરના વૈજ્ઞાનિકો કરતાં પણ ચડિયાતા •ષિમુનિઓએ આપેલું છે એટલે આપણને એની જોઈએ એટલી કદર નથી થઈ. જોકે હવે પãમી દેશો એની મહત્તા સમજીને અપનાવી રહ્યા છે એટલે આપણા લોકોમાં પણ એની સાન આવી છે.’

નિષ્ણાતોનો એક મત એવો છે કે યોગનિદ્રા, ધ્યાન જેવી ક્રિયાઓને કારણે વ્યક્તિ પોતાના સબકૉન્શિયસ માઇન્ડને સ્ટ્રૉન્ગ કરે છે જેનાથી સારું શું અને ખરાબ શું એની સમજ અને એ સમજને વળગી રહેવાની દૃઢતા આપમેળે વ્યક્તિમાં કેળવાતી જાય છે. બીજી બાજુ પ્રાણાયામ અને યોગનાં કેટલાંક પૉસ્ચર બાયોલૉજિકલી શરીરને વ્યસનો જ નહીં, પણ ઘણી શારીરિક અને માનસિક અસ્વસ્થતાને સંતુલિત કરવાનું કામ કરે છે. છેલ્લા અઢી દાયકાથી યોગશિક્ષાના ક્ષેત્ર સાથે સંકળાયેલા યોગઊર્જાના સ્થાપક યોગાચાર્ય ઉપેન મલિક કહે છે, ‘યોગ તમારા શરીરના નાનામાં નાના કોષોને રિપેર કરીને એનામાં ઊર્જા ભરવાનું કામ કરે છે. વિદેશની ઘણી યુનિવર્સિટીના રિસર્ચરો તો છેક ત્યાં સુધી સાબિત કરી ચૂક્યા છે કે નિયમિત અને યોગ્ય રીતે થતો યોગાભ્યાસ તમારા જિન્સના બંધારણને બદલીને તંદુરસ્તી બક્ષી શકે છે. યોગને કારણે વારસાગત થઈ શકનારા રોગોને કાયમ માટે બાય-બાય કહી શકાય છે તો આ વ્યસન શું ચીજ છે? યોગનાં વિવિધ આસનો દ્વારા તમારો તમારા શરીર પ્રત્યેનો કન્ટ્રોલ આવે છે, તમારી શ્વાસોચ્છ્વાસની ક્રિયાઓ બહેતર બને છે. યોગાસનો અને પ્રાણાયામને કારણે તમારા શરીરના એકેએક અણુ સુધી પહોંચતો ઑક્સિજન રિપેરિંગ અને નરિશમેન્ટનું કામ કરે છે. બીજં,ુ મગજમાં પણ ઑક્સિજનનો પૂરતો પુરવઠો પહોંચે છે જે નિર્ણયશક્તિ, વિલપાવર જેવી મગજની ક્ષમતાઓને બહેતર બનાવે છે. મોટા ભાગે વ્યસની લોકો પૂરા શ્વાસ પણ લઈ નથી શકતા, પરંતુ જ્યારે તેમને યોગક્રિયાઓના માધ્યમે પૂરતી સજગતા સાથે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરાવવામાં આવે છે ત્યારે ઑક્સિજન અને અવેરનેસ મૅજિકલ રિઝલ્ટ આપે છે. હું તો કહીશ કે એક મહિનો નહીં, માત્ર એક અઠવાડિયું રોજ એક કલાક યોગ અને પ્રાણાયામને આપો; વ્યસન ધરાવનારી વ્યક્તિ જાતે જ પોતાની મરજીથી કોઈ પણ જાતના આગ્રહ વિના ધીમે-ધીમે વ્યસનથી દૂર થતી જશે. તમે સિગારેટ કે તમાકુ છોડવા માટે યોગ નહીં કરતા હો તો પણ તમારાથી નૅચરલી એ વ્યસનો છૂટી જશે.’

smoking1

ઉપેન મલિક વ્યસની લોકોના કેટલાક ખોટા કન્ડિશનિંગ તરફ પણ ધ્યાન દોરતાં કહે છે, ‘ઘણા લોકો મેં એવા જોયા છે જે એવું કહેતા હોય કે હું માવો ખાઉં એટલે મને કિક લાગે, હું સવારે સિગારેટ ન પીઉં ત્યાં સુધી મારું મોશન ક્લિયર ન થાય, સિગારેટ છોડવાથી મને કબજિયાત રહેવા માંડી. આ તમામ વાતો સાવ ખોટી નથી, પરંતુ જ્યારે તમે યોગાભ્યાસ સાથે થોડોક પોષણયુક્ત અને સાત્વિક ખોરાક લેવા માંડો એટલે શરીરના બીજા અવયવો પણ પોતાનું કામ બરાબર કરવા માંડે. ધીમે-ધીમે જે પણ કારણોથી તમે વ્યસનને પકડી રાખ્યું હતું એ કારણો દૂર હટતાં જાય. શરીર પોતે તંદુરસ્તી તરફ આગળ વધતું હોય ત્યારે સામેથી જ એ અમુક પ્રકારના ટૉક્સિન તરફ ઓરમાયું થતું જાય. વ્યક્તિની વિચારક્ષમતા સ્પષ્ટ થાય, વિલપાવર વધે અને તે સહજ રીતે પોતાના માટે સારા અને સાચા નિર્ણય લઈ શકે જેથી ઍડિક્શન છૂટી શકે. મોટા ભાગે યોગ નહીં કરનારા લોકો માટે સિગારેટ અને તમાકુના પૅકેટ પર ઓરલ કૅન્સર કે ગળાના કૅન્સરના ફોટો તેમની તલપ સામે ગૌણ બની જતા હોય છે. ધારો કે એની અસર થાય તો પણ તેમનું મન એટલું નબળું હોય છે કે તેઓ એ છોડી શકવાની મક્કમતા દાખવી નથી શકતા. સારા-ખરાબ માટેનું ડિસ્ર્કિમિનેશન એટલે ભેદ પાડવાનો પાવર તેમનો સુપ્ત અવસ્થામાં હોય છે. ધીમે-ધીમે યોગ અને પ્રાણાયામના અભ્યાસથી તેમની ચેતના વધે છે, તેઓ વધુ અવેર અને અલર્ટ બને છે. બાયોલૉજિકલી કસરત અને યોગ્ય આહારને કારણે પુષ્ટ બને છે, જેથી મનની તંદુરસ્તી ઓર ખીલે છે એટલે કોઈ પણ વ્યસન છોડવું સરળ થઈ પડે છે. વ્યસનને કારણે આવતી તકલીફો વિશે તેઓ વધુ સચેત અને સાવધાન થઈને યોગ્ય નિર્ણયો લઈ શકે છે.’

યોગક્રિયાઓએ આમનું વ્યસન છોડાવી આપ્યું

દારૂ અને માવાના વ્યસનને કારણે બધું જ હારી બેઠો હતો


એ સમયે હું પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતો હતો. લગભગ વીસેક વર્ષની ઉંમરથી દારૂ, તમાકુ વગેરે પીતો હતો પણ વ્યસનના સ્તર પર નહોતું પહોંચ્યું. ધીમે-ધીમે ધંધામાં સ્થિર થયો, લગ્ન થયાં, પરિવાર મોટો થયો. વેપાર વિસ્તરતો ગયો એમ સોશ્યલ સર્કલ મોટું થતું ગયું અને ઓકેઝનલી થતું ડ્રિન્કિંગ આદત બનતું ગયું. દારૂ અને તમાકુ બન્નેની લત ક્યારે મારા પર હાવી થઈ ગઈ ખબર જ ન પડી. ૪૦ વર્ષની ઉંમરે તો ધીમે-ધીમે ૨૪ કલાક દારૂના નશામાં જ હોઉં. ધંધો છૂટી ગયો. ઘરે રહેવા માંડ્યો. સ્ટ્રેસને કારણે વધુ વ્યસન કરતો ગયો. ૪૫ વર્ષની ઉંમરે તો એટલી હાલત ખરાબ હતી કે મને વ્યસનમુક્તિ સેન્ટરમાં ઍડ્મિટ કરવો પડ્યો જ્યાં સંગીત થેરપી, કાઉન્સેલિંગ, યોગ, મેડિટેશન એમ જુદી-જુદી પદ્ધતિ દ્વારા ઇલાજ કરવામાં આવે; જેમાં યોગ મને અપીલ કરી ગયા. એ મને ગમવા લાગ્યા અને મારા શરીરને પણ માફક આવવા માંડ્યા. યોગથી થતા લાભને જોઈને મારી પત્નીએ મને એમાં જ આગળ વધવાની સલાહ આપી. દારૂ અને તમાકુનું સેવન તો ઘટ્યું જ પણ ૪૮ વર્ષની ઉંમરે મેં યોગ વિષયમાં આગળ અભ્યાસ શરૂ કયોર્. એમાં જુદા-જુદા કોર્સ કરીને આજે હું એ વિષયમાં લોકોને શીખવતો થઈ ગયો છું અને મારું વ્યસન ક્યારે મને છોડી ગયું એ મને ખબર નથી પડી. મારા કેસમાં મેં વ્યસન નથી છોડ્યું, પણ વ્યસને જ મને છોડી દીધો એવું મને લાગતું હોય છે.

- વિજય ભાતે, અંધેરી

વ્યસનને કારણે મારો જીવન જોખમમાં મુકાઈ ગયો હતો


૨૦૦૧થી ૨૦૦૪ દરમ્યાન તો મારું ડ્રિન્કિંગ એટલું વધી ગયું હતું કે મારા પરિવારને એમ જ હતું કે હું હવે જીવીશ જ નહીં. પરિવારની હાલત બદતર થઈ ગઈ હતી. નોકરી છૂટી ગઈ હતી. એજ્યુકેશનલી ખૂબ સારું ક્વૉલિફિકેશન હતું છતાં પણ હું સોશ્યલ ડ્રિન્કરમાંથી ક્યારે હેવી ડ્રિન્કર બની ગયો એની સમજ જ ન પડી. દરેક પ્રકારનું વ્યસન જાણે મારી જીવનશૈલીનો હિસ્સો બની ગયું હતું. મારા પિતા એ સમયે ગુજરી ગયા એટલે ડ્રિન્ક કરવા માટે મને વણજોઈતું કારણ પણ મળી ગયેલું. આત્મવિશ્વાસની ધãજ્જયાં ઊડી ગઈ હતી. ઇમોશનલી, સોશ્યલી, ઇકૉનૉમિકલી એમ દરેક રીતે પાયમાલીમાં હતો. લોકો મારાથી અંતર રાખતા થઈ ગયા હતા. એવામાં એક મિત્રએ અમસ્તાં જ પૂછ્યું કે હું યોગનો એક કોર્સ કરી રહ્યો છું, તું પણ આવી જા મારી સાથે. આમ પણ હું તો સાવ નવરો હતો એટલે માત્ર ટાઇમપાસ માટે ત્યાં ગયો હતો અને જીવન ક્યારે પરિવર્તનની દિશામા ફંટાઈ ગયું મને ધ્યાન પણ ન રહ્યું. રોજની ત્રણથી ચાર બૉટલ ગટકાવી જનારો અને આખો દિવસ મોઢું માવાથી ભરેલું રાખનારો હું ક્યારે એ બધાથી દૂર નીકળી ગયો એનો મને પણ ખ્યાલ નથી રહ્યો. અત્યારે હું ટ્રાફિક-પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને જીવનની ગાડી સંપૂર્ણ પાટે ચડી ગઈ છે. યોગક્રિયાઓ જ નહીં, પણ યોગની ફિલોસૉફીએ પણ મારા વ્યક્તિત્વમાં પણ અકલ્પનીય પરિવર્તન લાવ્યું છે. મને ખબર પણ ન પડે એ રીતે હું એક જુદી જ વ્યક્તિ બની ગયો. મારા જીવનમાંથી ફરિયાદો ગાયબ થઈ ગઈ. સંજોગો અને પરિસ્થિતિને એક જુદા જ નજરિયાથી જોવાની દૃષ્ટિ મારામાં કેળવાઈ ગઈ. મારો અનુભવ છે કે વ્યસન તમારા સમસ્ત અસ્તિત્વને બરબાદ કરે છે. શરીરમાં ટૉક્સિક પદાર્થો વધવાથી પરિસ્થિતિ સતત બદતર બનતી જાય છે અને આપણને એનો ખ્યાલ પણ નથી આવતો, કારણ કે આપણે તો સંપૂર્ણ નશામાં હોઈએ છીએ. પરંતુ જેમ-જેમ વ્યસન છૂટતાં જાય અને શરીરમાંથી ઝેરી તkવો બહાર નીકળતાં જાય એમ-એમ આ વ્યસનો કેવાં ઘાતક હતાં એની સમજ આવવા માંડે. હવે હું પરિસ્થિતિ માટે રીઍક્ટ નથી કરતો, પણ રિસ્પૉન્ડ કરું છું. હું વધુ સંતુલિત વ્યક્તિ બની ગયો છું.

શિવરાજ માને, ઘાટકોપર

ઍડિક્શનનું આવવું એ શરૂઆતમાં ભલે મિત્રોની સંગત કે પિઅર-પ્રેશરનું પરિણામ હોય, પણ એનું રહેવું અને એને છોડવામાં જીરવવી પડતી અગવડમાં પ્રાઇમ કારણ નબળું મનોબળ હોય છે. યોગાભ્યાસ દ્વારા એને સચેત અને સતર્ક બનાવી શકાય છે

- ડૉ. પરવીન દેસાઈ, જનરલ સર્જ્યન

ધ્યાનની ક્રિયાઓમાં જ્યારે તમને મેડિટેશનની સ્ટેટમાં પૉઝિટિવ વિઝ્યુઅલાઇઝેશન કરાવીએ અને તમારા સબકૉન્શિયસ માઇન્ડ સુધી સાત્વિક અને જીવનને સમૃદ્ધ બનાવતી બાબતો ઍફર્મેશન દ્વારા ઉમેરીએ છીએ ત્યારે એની અસર થાય જ. આ સહજ વિજ્ઞાન છે

- ડૉ. દિલીપ બઘડિયા, યોગના પ્રશિક્ષક અને પ્રોફેસર

યોગાસનો અને પ્રાણાયામને કારણે તમારા શરીરના એકેએક અણુ સુધી પહોંચતો ઑક્સિજન રિપેરિંગનું અને નરિશમેન્ટનું કામ કરે છે. મગજના પ્રત્યેક સેલ સુધી પહોંચતો ઑક્સિજનનો પુરવઠો નિર્ણયશક્તિ, વિલપાવરને બહેતર બનાવે છે

- ઉપેન મલિક, યોગાચાર્ય

મોતનો સામાન


તમે જ્યારે સિગારેટ ફૂંકો છો ત્યારે એકસાથે લગભગ ૪૦૦૦ જેટલાં કેમિકલ તમારા શરીરમાં પ્રવેશે છે, જેમાંથી ૨૫૦ જેટલાં કેમિકલ ઝેરી છે અને ૫૦ કેમિકલ કૅન્સર કરી શકનારાં છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા કહે છે કે વર્ષે લગભગ સાઠ લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે અને છ લાખ લોકો સેકન્ડરી ટબૅકો ચ્યુઇંગને કારણે મૃત્યુ પામે છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK