પ્રેગ્નન્સીમાં બાળક માટે ખતરો ઊભો કરી શકે છે લો-કાર્બ ડાયટ

હાલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર જ્યારે ગર્ભવતી મહિલા પોતાના ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું રાખે છે ત્યારે આવનારું બાળક ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ સાથે જન્મે એની શક્યતા ૩૦ ટકા જેટલી વધુ રહે છે. કાર્બ્સ શરીર માટે ઈંધણનું કામ કરે છે. આ સિવાય પ્રેગ્નન્સીમાં એનો એક મહત્વનો રોલ છે.

diet

જિગીષા જૈન

ગર્ભવતી માનો ખોરાક શિશુની હેલ્થ અને તેના નિર્માણ માટે કેટલો મહત્વનો છે એ આપણે જાણીએ જ છીએ, પરંતુ ઘણી વખત એવી ભૂલો કરી બેસીએ છીએ જેનું પરિણામ ઘણું વરવું આવી શકે. હાલમાં સ્ટેટ લેવલની એક ઍથ્લીટ ગર્ભવતી થઈ. પોતાના શારીરિક પોષણ માટે અને સ્ટ્રેન્ગ્થ વધારવા તે ઘણું જ પ્રોટીન ખાતી. વર્ષોથી તેની આદત પ્રોટીન વધુ ખાવાની પડી ગઈ હતી. કાર્બ્સનું પ્રમાણ તે ઘણું જ ઓછું લેતી. પ્રેગ્નન્સી રહી છે એવી તેને બે મહિને ખબર પડી. ડૉક્ટર ઘણા જાણકાર નીકળ્યા અને તેમને વગર કહે અંદાજ આવી ગયો કે આ સ્ત્રીના ખોરાકમાં જરૂરી કાર્બોહાઇડ્રેટ્સની કમી હશે જ. તેની જોડે વાત કરીને તેમણે તેને ડાયટમાં જરૂરી ફેરફાર કરવા માટે કહ્યું એટલું જ નહીં; બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી ફોલિક ઍસિડ, આયર્ન, કૅલ્શિયમની દવાઓ પણ ચાલુ કરી જ દીધી. તકલીફ એ હતી કે એ ઍથ્લીટને હવે સંપૂર્ણ ખોરાક ખાવાનો હતો. જે દિવસમાં એકાદ રોટલી કે એક ચમચો ભાત જ ખાતી હતી તેણે હવે તેના દરેક ખોરાકમાં કાર્બ્સ ઉમેરવાના જ હતા. બાળકના વિકાસ માટે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને ફૅટ્સ આ દરેકનું સપ્રમાણ બૅલૅન્સ જરૂરી છે. આજકાલ લો-કાર્બ ડાયટ ઘણી જ પૉપ્યુલર છે. આ પ્રકારની ડાયટના ઘણા ગેરલાભ છે. ખાસ કરીને પ્રેગ્નન્સીમાં જ્યારે સંપૂર્ણ પોષણની જરૂર હોય ત્યારે તો કાર્બ્સ ઘટાડવાની ભૂલ ન જ કરવી જોઈએ. કાર્બોહાઇડ્રેટ્સ આપણને આપણા રોટલી કે રોટલા, ભાત જેવાં ધાન્યમાંથી મળે જેને થોડા પ્રોટીન સાથે ભેળવીને ખાઈએ તો એ કૉમ્પ્લેક્સ કાર્બ્સ કહેવાય છે. આ સિવાય ફળો, શાકભાજી, અમુક પ્રકારની ડેરી પ્રોડક્ટમાં પણ કાર્બ્સ રહેલા છે. પરંતુ એને મુખ્ય ર્સોસ ન માની શકાય. બાકી ખાંડ, ગોળ, મેંદો, બેકરી પ્રોડક્ટ્સ વગેરે પણ કાર્બોહાઇડ્રેટ જ ગણાય; પરંતુ એ સિમ્પલ કાર્બ્સ છે, જે શરીરને નુકસાન કરે છે.

રિસર્ચ

હાલમાં બર્થ ડિફેક્ટ જર્નલમાં છપાયેલા અને યુનિવર્સિટી ઑફ નૉર્થ કૅરોલિના દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે ગર્ભવતી સ્ત્રીઓ જો પ્રેગ્નન્સી દરમ્યાન કાર્બોહાઇડ્રેટ ઓછા લે અથવા ન લે તો તેનું આવનારું બાળક ખોડખાંપણવાળું જન્મે એ શક્ય છે. આ જન્મ સમયની ખોડખાંપણને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહે છે. આ રિસર્ચમાં જોવા મળ્યું હતું કે જે સ્ત્રીઓ પ્રેગ્નન્સી દરમ્યાન દરરોજ કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ પોતાના ડાયટમાં ઓછું લેતી હોય છે તેમનું બાળક સ્પાઇના બિફિડા એટલે કે જેમાં કરોડરજ્જુનું બંધારણ ખોડવાળું હોય છે અથવા એનેનસેફલી જેમાં મગજ કે ખોપરીનો અમુક ભાગ જ ગાયબ હોય છે, એ રોગો સાથે જન્મી શકે છે. જીવનભર માટેની ખોડ તેમને રહી જાય છે નહીંતર ઘણા કેસમાં બાળકનું જન્મતાંવંેત જ મૃત્યુ થાય છે. માનો ખોરાક તેના આવનારા બાળક માટે કેટલો મહત્વનો છે એ બતાવતું આ રિસર્ચ જણાવે છે કે જ્યારે ગર્ભવતી સ્ત્રી પોતાના ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું રાખે છે ત્યારે આવનારું બાળક ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ સાથે જન્મે એની શક્યતા ૩૦ ટકા જેટલી વધુ રહે છે. આ સ્ટડી એટલે મહત્વનો છે કે આજકાલ લો-કાર્બ ડાયટ ઘણી જ પૉપ્યુલર છે. પ્રોટીન વધુ ખાઓ અને કાર્બ્સનું પ્રમાણ ઘટાડી નાખો એવી ઘણી જગ્યાએ ભલામણ કરવામાં આવે છે, પરંતુ એ ઘણું જ નુકસાનકારક છે. કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઘટાડવાથી આ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કેમ સરજાય છે એની સ્પષ્ટતા પણ રિસર્ચમાં કરવામાં આવી છે. કાર્બ્સનું પ્રમાણ ઘટે તો સ્ત્રીને એમાંથી મળતા ફોલિક ઍસિડનું પ્રમાણ પણ શરીરમાં ઘટે. એ પ્રમાણ ઘટવાને કારણે બાળક પર એ અસર દેખાય છે. ફોલિક ઍસિડ અત્યંત મહત્વનું ઘટક છે જે કાર્બોહાઇડ્રેટ્સમાંથી મળે છે.

મહત્વ


જેવી રીતે વાહન ચલાવવા માટે ઈંધણની જરૂર પડે એમ શરીર ચલાવવા માટે કાબ્સર્નીફ જરૂર પડે છે. પ્રેગ્નન્સીમાં આદર્શ રીતે દરેક વસ્તુનું પ્રમાણ ચોક્કસ હોય તો સ્ત્રી તેના બાળકને પૂરતું પોષણ આપી શકે છે. કાર્બોહાઇડ્રેટ્સનું શું મહત્વ છે, પ્રેગ્નન્સી દરમ્યાન શા માટે સ્ત્રીએ લો-કાર્બ્સ ડાયટ ન લેવી એ વિશે વાત કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘જ્યારે ખોરાકમાં કાર્બ્સ ઘટાડીએ ત્યારે સૌથી પહેલાં તો એનર્જી‍-લેવલ ઘટી જાય છે. એનર્જી‍ ન હોય એટલે શરીરના કામ કરવા માટે શરીર સ્નાયુઓને તોડે અને એનર્જી‍ મેળવે. બીજું એ કે ફાઇબરનું પ્રમાણ પણ ઘણું જ ઘટી જાય છે. સતત તમને ભૂખ લાગ્યા કરે, જમ્યાનો સંતોષ થતો નથી. માનસિક અસર જેમ કે ગુસ્સો, ચીડિયાપણું, સતત ત્રાસ અને ઇરિટેશન રહે છે. આ સિવાય શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. થાઇરૉઇડ હૉર્મોન્સ પર એની અસર થાય છે. આજકાલ પ્રેગ્નન્સી દરમ્યાન આવતો ગેસ્ટેશનલ ડાયાબિટીઝ અને થાઇરૉઇડ પ્રૉબ્લેમ્સ પાછળ ઘણી વાર સ્ત્રીઓને ડાયટમાંથી મળતું અપૂરતું પોષણ જ છે.’

પ્રેગ્નન્સી પહેલાં જ સતર્કતા

આજકાલ મોટા ભાગની પ્રેગ્નન્સી પ્લાનિંગ સાથેની જ હોય છે. પ્લાનિંગ વગર પણ જો પ્રેગ્નન્સી રહે તો પણ આ બાબતે સતર્કતા રાખવી જરૂરી છે. લગ્ન પછીથી જ કે બાળકની ઇચ્છા કરો ત્યારથી જ સ્ત્રીએ પોતાના શરીર અને એના પોષણ વિશે ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘પ્રેગ્નન્સીમાં તમારા શરીરને ઘણા ન્યુટ્રિશનની જરૂર રહે છે. સ્ત્રીના શરીરમાં રહેલી કોઈ પણ પ્રકારની ઊણપ તેના બાળકને તકલીફમાં મૂકી શકે છે. આ ઊણપ પ્રેગ્નન્સી પહેલાં જ પૂરી કરવામાં આવે અને શરીર એકદમ સ્વસ્થ હોય તો સ્ત્રીને પ્રેગ્નન્સી દરમ્યાન તકલીફ પડતી નથી અને બાળક પણ સ્વસ્થ જ હોય છે. એ માટે જરૂરી છે કે ઓછામાં ઓછા ૩ મહિના પહેલાંથી જ તે સંપૂર્ણ પોષણયુક્ત ખોરાક લે.’

કેટલી જરૂર અને શું ખાવું?

પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રીએ કેટલું કાર્બ્સ ખાવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ જાણીએ યોગિતા ગોરડિયા પાસેથી.

પૂરા ખોરાકનો ૧/૩ ભાગ કાર્બ્સ હોવો જોઈએ એટલે કે લગભગ ૬૦-૬૫ ટકા ભાગ. કુલ ૭-૮ સર્વિંગ કાર્બ્સ ખોરાકમાં લેવા જરૂરી છે.

અહીં એ ધ્યાન રાખવાની જરૂર છે કે કાબ્સર્નાે નામે શું ખાવું અને શું ન ખાવું. પ્રેગ્નન્સી દરમ્યાન જુદાં-જુદાં ધાન્ય જેમ કે ઘઉં, જુવાર, બાજરો, નાચણી, ઓટ્સ, કીનોઆ, રાજગરો, પૌંઆ, રવો વગેરે લઈ શકાય. હંમેશાં આ ધાન્ય સાથે દાળ કે કઠોળ લેવાં જ જેથી એ કૉમ્પ્લેક્સ કાર્બ્સ બનશે અને એનું પૂરતું પોષણ શરીરને મળશે.

આ સિવાય શાકભાજી અને ફળો મેળવીને ઓછામાં ઓછા દિવસમાં પાંચ સર્વિંગ ખાવા. પ્રોટીનમાં પણ દાળની સાથે ડ્રાયફ્રૂટ્સ, નટ્સ, બીજ, ફણગાવેલાં કઠોળ અને ડેરી પ્રોડક્ટ દરેક ટંકે ખાવા.

શુગર બને એટલી ન લેવી. ગોળ ખાઈ શકાય, પણ પ્રમાણમાં. આ સિવાય જેમાં ફાઇબર નથી એટલે કે મેંદો એવા કાર્બ્સ ન જ ખાવા. કોલ્ડ ડ્રિન્ક્સ કે ગળ્યાં પીણાં પણ ન લેવાં. બજારની સૉસ કે જૅમ જેવી વસ્તુઓ પણ ન ખાવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK