તમને કયા પ્રકારની ઇન્જરી કરી શકે એમ છે મુંબઈના ખાડાઓ?

મૃત્યુને બાજુ પર રાખીએ તો આ ખાડાઓને કારણે ઘણા મુંબઈવાસીઓને ઘણી ઈજાઓ પણ થાય છે. ખાડાઓને કારણે પગે ચાલતી, ટૂ-વ્હીલર પર ફરતી અને ગાડીમાં જતી દરેક વ્યક્તિ પર પગ, ઘૂંટી, કમર, ડોક, કરોડરજ્જુ અને હિપ્સની ઈજા થવાનું રિસ્ક રહે જ છે

pothole

જિગીષા જૈન

મુંબઈને કેટલાક ઇન્ટરનેટ કવિઓએ ચંદ્ર સાથે સરખાવ્યું છે. જેમ ચંદ્ર પર અસંખ્ય ખાડાઓ છે એમ મુંબઈમાં પણ ચોમાસામાં ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું રહે છે. કેટલાક આંકડાઓ પર ધ્યાન આપીએ. ૨૦૧૭માં ૭૨૬ વ્યક્તિઓને ખાડાને કારણે થયેલા ઍક્સિડન્ટમાં તેમનું મૃત્યુ થયું હતું જે આંકડો ૨૦૧૬ કરતાં બે ગણો હતો. ૨૦૧૮ની વાત કરીએ તો આટલા સતર્ક રહેવા છતાં વરસાદ આવ્યાના ૧૭ દિવસની અંદર ખાડાઓ માટેની ૩૧૬ ફરિયાદો નોંધાઈ હતી. હાલમાં મુંબઈના બાંદરા વિસ્તારમાં યોજાયેલી ખાડા વિશેની એક ચર્ચામાં પીઢ ઍક્ટર પરીક્ષિત સાહનીએ કહ્યું હતું કે એક સમયનું મુંબઈ અતિ સુંદર હતું. વરસાદમાં એ વધુ ખીલી ઊઠતું. પરંતુ આજે અત્યંત ખરાબ હાલત છે. તેમણે હળવાશભર્યા શબ્દોએ કહ્યું હતું કે હું નાયગાંવ શૂટિંગ માટે જાઉં છું તો મને લાગે છે કે મારાં આંતરડાં આખાં એક સ્થળેથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયાં છે. રાત્રે ઘરે આવીને હું એ આંતરડાંને જગ્યા પર લાવું છું અને ફરી બીજા દિવસે કામ પર જાઉં છું. મુંબઈના ખાડાઓ મુંબઈગરાઓને મૃત્યુના મુખમાં લઈ જઈ શકે એટલા ડેન્જરસ છે. એની સાથે-સાથે એ નાની-મોટી ઇન્જરી માટે પણ જવાબદાર બનતા હોય છે. આ કયા પ્રકારની ઇન્જરી છે, કોણ આ ઇન્જરીનું રિસ્ક વધુ ધરાવે છે એ વિશે આજે વિસ્તારથી જાણીએ ધ ની ક્લિનિક, મુલુંડના ઑર્થોપેડિક ની-સર્જ્યન ડૉ. મિતેન શેઠ પાસેથી.

સાઇકલ કે બે પૈડાંવાળા વાહનચાલકો માટે

વરસાદને કારણે પડેલા ખાડાઓ જેના માટે સૌથી વધુ ગંભીર બને છે એ સાઇકલ અને બે પૈડાંવાળા વાહનચાલકો માટે બનતા હોય છે. બાઇક કે સ્કૂટર લઈને ભાગતા ચાલકોને આદત હોય છે રોડની સાઇડમાંથી પોતાનું વાહન સરકાવી લેવાની, મેઇન રોડ પરથી નહીં જઈને નાની ગલીઓમાં ઘૂસીને ચલાવવાની. એક ઍવરેજ કાર-ડ્રાઇવર કરતાં સ્કૂટરના ચાલકો ઘણું રફ ડ્રાઇવિંગ કરતા હોય છે. પરંતુ ચોમાસામાં ઘણું વધારે સાવધાન રહેવાની જરૂર રહે છે, કારણ કે ચોમાસામાં રોડ પર લપસી પડાય છે. ઘણા કેસ એવા હોય છે જેમાં સ્કૂટર ચીકણા રોડને કારણે લપસી પડ્યું. સ્પીડમાં સ્કૂટર ચલાવવાની ભૂલ વરસાદમાં ક્યારેય ન કરવી.

બાઇકર્સ જ્યારે જોરથી બ્રેક લગાવે છે ત્યારે એ સ્કૂટરને રોકવા માટે પગ નીચે ખોડવાની કોશિશ કરે છે. આવા સમયે થાય છે એવું કે શરીર આગળની તરફ ગતિમાં હોય છે અને પગ જમીન પર સ્થિર રહેવાની કોશિશ કરે છે. આ પોઝિશનમાં ઘૂંટણ પર જોર પડે છે. ઘણી વાર ઘૂંટણનું લિગામેન્ટ ફાટી જાય છે, જેને કારણે સર્જરી કરવી પડે છે.

આ સિવાય બે પૈડાંવાળાં વાહનો જ્યારે ખાડામાં અંદર પટકાય ત્યારે કરોડરજ્જુમાં એકદમ નીચેની તરફ અને એ પટકાવાને લીધે જે શરીર ઊછળે એમાં ઉપર ડોકની તરફ ઝટકા આવે છે, જેને કારણે સ્પþેન થઈ શકે છે. સામાન્ય પાંચ દિવસના દુખાવાથી લઈને ગંભીર ઈજા પણ આમાં થઈ શકે છે.

બાઇક પરથી જ્યારે પડીએ ત્યારે વ્યક્તિ જમીન પર તો પટકાય જ છે એની સાથે-સાથે એવું પણ બને કે બાઇક તેના પર પડે કે તે બાઇક પર પડે તો આ પરિસ્થિતિમાં વધુ વાગે અને કોઈ પણ અંગમાં વાગી શકે. હાડકું પણ તૂટી શકે. એટલે કે ફ્રૅક્ચર આવે.

સામાન્ય રીતે ઉપરથી બધું બરાબર હોય, પરંતુ અંદર હાડકું તૂટ્યું હોય તો એને સાંધવું પ્રમાણમાં સરળ ગણાય છે. પરંતુ ક્યારેક એવું બને છે કે હાડકું તો તૂટે છે, પરંતુ એની ઉપરની ચામડી પણ છોલાયેલી હોય. ક્યારેક માંસનો લોચો નીકળી ગયો હોય તો ફક્ત ફ્રૅક્ચર જ નહીં, એની સાથે ઘાવની સમસ્યા પણ છે. ફ્રૅક્ચર ખાલી હોય તો રિપેર થાય, પરંતુ ઘાવ સાથેના ફ્રૅક્ચરમાં ઇન્ફેક્શનનો ડર રહે છે. આ પ્રકારનાં ફ્રૅક્ચર સાંધવાં સરળ નથી હોતાં.

ચાલનારા લોકોને ઈજા

ચાલીને જતી હોય છે એ વ્યક્તિઓએ પણ ચોમાસામાં ખૂબ સંભાળ રાખવી જોઈએ. પહેલી વાત તો એ કે જ્યાં પાણી ભરાયાં હોય એવા રસ્તા પરથી ન ચાલવું, કારણ કે એ પાણીથી ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઘણી વધુ રહે છે. આ સિવાય કંઈ તીક્ષ્ણ વસ્તુ હોય એ વાગવાનું કે તીક્ષ્ણ વસ્તુ ખૂંચી જવાનો ડર પણ રહે છે. રસ્તાઓ ચીકણા હોય તો પડવાનો કે લપસવાનો પણ ડર રહે છે. એટલે સાવધાની અત્યંત જરૂરી છે.

ચાલતી વ્યક્તિઓને કયા પ્રકારની ઈજા થવાનું રિસ્ક વધુ રહે છે એ વિશે વિચારીએ તો મોટા ભાગે પગનું તળિયું, ઘૂંટી અને ઘૂંટણની ઇન્જરી થવાની શક્યતા વધુ રહે છે. ઘણી વખત ચાલતી વખતે પગ લપસે અને મચકોડાઈ જાય. વળી તે લપસે, પણ બૅલૅન્સ રાખવાની કોશિશમાં સીધો ઘૂંટી પર જ માર આવે. આ સિવાય ઘણી વખત ચાલતી વખતે ઘૂંટણ ટ્વિસ્ટ થઈ જાય છે, જેને કહી શકાય કે ઘૂંટણ મચકોડાઈ જાય છે. આ પરિસ્થિતિમાં ઇલાજ અનિવાર્ય બને છે, કારણ કે દુખાવો ખૂબ વધારે રહે છે.

આ સિવાય જે સિનિયર સિટિઝનનાં હાડકાં નબળાં પડવાનું શરૂ થઈ ગયું છે તેમને ચાલવા દરમ્યાન કોઈ પણ તકલીફ આવે કે તે પડી જાય તો તેમનાં નબળાં પડેલાં હાડકાં બટકવાની શક્યતા વધુ રહે છે. નબળાં હાડકાંને કારણે પડવાનું રિસ્ક વધતું નથી, પરંતુ નબળાં હાડકાંવાળી વ્યક્તિ પડી જાય તો એ હાડકાં ભાંગવાનું રિસ્ક વધે છે એ સમજવું જરૂરી છે.

કાર ચલાવવાવાળા

રોડ પર સૌથી સેફ ગણી શકાય તે કાર-ડ્રાઇવર જ હોય છે, પરંતુ તેઓ પણ ઈજાથી બાકાત તો ન જ કહી શકાય. કારમાં ઝટકા ઓછા લાગે છે, પરંતુ જર્ક લાગી શકે છે. ખાસ કરીને ખાડા મોટા હોય, જોરથી બ્રેક મારવી પડે કે ઍક્સિડન્ટ થાય અને પાછળથી કોઈ ગાડીને જોરથી ઠોકે તો ઈજા થઈ શકે છે.

કારમાં ડ્રાઇવરની બાજુમાં જે વ્યક્તિ બેસે છે તેને પણ ઈજાની એટલી જ શક્યતા છે જેટલી ડ્રાઇવરને હોય છે. ખાસ કરીને જ્યારે જોરથી બ્રેક મારવામાં આવે ત્યારે બાજુમાં બેઠેલી વ્યક્તિને ડૅશ બોર્ડ વાગી શકે છે. ખાસ કરીને ઘૂંટણમાં વાગે તો ઘૂંટણનું લિગામેન્ટ ફાટી જઈ શકે છે.

આ સિવાય કાર-ડ્રાઇવર્સને મોટા ભાગે ડોકની ઇન્જરી થવાનું રિસ્ક વધુ રહે છે. ખાસ કરીને જો તમારી ઉંમર ૫૦ વર્ષથી વધુ હોય તો આવું થવાની શક્યતા ઘણી વધારે રહે છે. સર્વાઇકલ સ્પાઇનની સાથે-સાથે લમ્બર સ્પાઇન એટલે કે કમરના ભાગ પર વધુ રિસ્ક રહે છે.

ધ્યાનમાં લો


નાઇટિંગલ્સ હોમ હેલ્થ સ્પેશ્યલિસ્ટના હેડ અને ફિઝિયોથેરપિસ્ટ ડૉ. વિજયા બાસ્કર પાસેથી કેટલી સામાન્ય ટિપ્સ મેળવીએ.

જે લોકોને પહેલેથી કમર, પીઠ કે ડોકની તકલીફ હોય તેમણે આ સીઝનમાં રોડ પર વધુ ટ્રાવેલ કરવાનું ટાળવું. જેમ કે સ્પૉન્ડિલોસિસ, સ્પૉન્ડિલાઇટિસ કે ડિસ્ક સંબંધિત કોઈ તકલીફ હોય તો રિસ્ક વધુ ન લેવું.

ટ્રાવેલ દરમ્યાન બને ત્યાં સુધી મેટ્રો અને લોકલ ટ્રેનનો ઉપયોગ કરવો અને લાંબા સમયનું ડ્રાઇવિંગ ટાળવું.

ડ્રાઇવ કરવું જ પડે એમ હોય તો એ ખાસ ધ્યાન રાખવું કે ડ્રાઇવ કરતી વખતે તમારું પૉર ઠીક હોય. ખાડાટેકરાઓને જેટલા ટાળી શકાય એટલા ટાળવા. વાહનના શૉક-અપ્સ ખરાબ થઈ ગયા હોય તો નવા નખાવી લેવા જેથી ઝટકા ઓછા લાગે.

લાંબા ટ્રાવેલિંગમાં રિક્ષાને બદલે બસ પસંદ કરો. બસમાં થડકા ઓછા લાગશે. પરંતુ એમાં પણ બ્રેક મારે ત્યારે ખાસ ધ્યાન રાખવું. બસમાં બેલ્ટ હોતો નથી અને બ્રેક જોરથી લાગે ત્યારે શરીર આખું આગળ આવી જાય છે.

સ્ત્રીઓમાં ખાસ કરીને જે મેનોપૉઝલ સ્ત્રીઓ છે જેમનું મેનોપૉઝ શરૂ થાય એ સમયથી તેમનાં હાડકાં નબળાં પડવા લાગે છે. આ ઉંમર એટલે ૪૫-૫૫ વચ્ચેની ઉંમર ગણાય. પુરુષોમાં ૬૦ વર્ષ પછી હાડકાં નબળાં પડવાનું શરૂ થાય છે. આ ઉંમરમાં વિશેષ કાળજી અનિવાર્ય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK