ખોટી લાઇફ-સ્ટાઇલને લીધે યુવાન સ્ત્રીઓમાં ઉદ્ભવે છે પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમની ગંભીર સમસ્યા

આ રોગ છોકરીની લાઇફ-સ્ટાઇલ ખોટી હોય તો ઉદ્ભવે છે, જેને લીધે તેનું માસિક અનિયમિત બની જાય છે અને આગળ જતાં ઇન્ફર્ટિલિટી જેવી સમસ્યા આવી શકે છે.

diet

જિગીષા જૈન

સ્ત્રીઓના સ્વાસ્થ્યમાં હૉર્મોન્સનું બૅલૅન્સ રહેવું ખૂબ જ જરૂરી બાબત છે. સ્ત્રીઓમાં આજકાલ વધી રહેલા હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને કારણે તેમનામાં પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ (PCOS) નામની તકલીફ ખૂબ જ વધી રહી છે જે સ્ત્રીની ઓવરી એટલે કે અંડાશયને સંબંધિત તકલીફ છે. ભારતમાં થયેલા એક સ્ટડી અનુસાર આપણે ત્યાં ૧૮ ટકા સ્ત્રીઓ પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમની તકલીફથી પીડાય છે. આ રોગ મોટા ભાગે ૧૫-૪૦ વર્ષની યુવાન સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આ રોગને લીધે સ્ત્રી ઇન્ફર્ટિલિટીનો શિકાર બની શકે છે. આ સિવાય એને કારણે સ્ત્રીને ખીલ અને અવાંછિત વાળની સમસ્યા સતાવે છે. સ્ત્રીને અચાનક જ દાઢી પર કે પ્રાઇવેટ પાર્ટ્સ પર વધુ પ્રમાણમાં હેર-ગ્રોથ થાય એવું બને. કોઈ સ્ત્રીને વજન વધારે હોય કે એકદમ વધી જાય. આ ઉપરાંત તેમનામાં ઇન્સ્યુલિન-રેઝિસ્ટન્સ ડેવલપ થયું હોય કે બ્લડ-પ્રેશર વધી ગયું હોય કે કૉલેસ્ટરોલ-લેવલ વધારે હોય, સ્ત્રીનું માસિક એકદમ અનિયમિત હોય એવું બની શકે છે. જોકે દરેક સ્ત્રીને આ બધાં જ લક્ષણો હોય એ જરૂરી નથી. આમાંથી કોઈ પણ લક્ષણો હોઈ શકે છે. આજકાલ વ્યાપક પ્રમાણમાં જોવા મળતા PCOS નામના રોગને સમજીએ અને જાણીએ કે કઈ રીતે એનો ઇલાજ શક્ય છે.

રોગ

પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ એક એવી બીમારી છે જેમાં સ્ત્રીઓના અંડાશયમાં ઘણાબધા સિસ્ટ એટલે કે રસોળી પ્રકારના બબલ્સ કે ફોલ્લાઓ થઈ જાય છે. આવું થવા પાછળનું મુખ્ય કારણ છે સ્ત્રીઓમાં થતું હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થકી ઓવરીમાં સિસ્ટ કઈ રીતે થાય છે એ સમજાવતાં હિન્દુજા હેલ્થકૅર સર્જિકલ, ખારનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. કિરણ કોહેલો કહે છે, ‘પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ સમજતાં પહેલાં આપણે સ્ત્રીની માસિક આવવાની સિસ્ટમ પર ધ્યાન દઈએ. સ્ત્રીની ઓવરીમાં જીવનભરના એગ્સ જમા થયેલા હોય છે, જેમાંથી દર મહિને એક એગ પુખ્ત બને છે. ઓવરીમાં આ બધા એગ્સ ફોલિકલની અંદર સુરક્ષિત હોય છે, જે એક પ્રવાહીરૂપ પદાર્થ છે અને દરેક એગ ફરતે વીંટળાયેલો છે. જ્યારે એગ પુખ્ત થઈ જાય ત્યારે આ ફોલિકલ તૂટે છે અને એગ છૂટું પડી ઓવરીમાંથી બહાર આવે છે. આ બહાર આવવાની જે પ્રોસેસ છે એ મગજની પિચ્યુટરી ગ્રંથિ દ્વારા હૅન્ડલ થાય છે. આ ગ્રંથિ જ લોહીમાં સ્ત્રી-હૉર્મોન એસ્ટ્રોજનને રિલીઝ કરે છે, જેનાથી એગ ઓવરીમાંથી છૂટું પાડવામાં મદદ મળે છે. પરંતુ જ્યારે શરીરની અંદર આ હૉર્મોનની કમી સર્જા‍ય છે ત્યારે આ એગ ઓવરીમાંથી છૂટું પડતું નથી અને ઓવરીની અંદર જ સિસ્ટ બનીને રહી જાય છે. ઓવરીમાં જોવા મળતાં આ સિસ્ટ બીજું કંઈ નહીં, પણ ઓવરીમાં બનેલા પરંતુ છૂટા નહીં પડી શકેલા એગ્સ જ હોય છે.’ 

ખોટી લાઇફ-સ્ટાઇલ છે એકમાત્ર કારણ


મોટા ભાગે ઓબીસ કે ઓવરવેઇટ સ્ત્રીઓને આ પ્રકારનો પ્રૉબ્લેમ થવાની શક્યતા વધુ રહે છે, પરંતુ જે સ્ત્રીઓ ઓબીસ કે ઓવરવેઇટ નથી તેઓ પણ આ રોગનો શિકાર બની શકે છે. આ બાબતે સ્પષ્ટતા કરતાં ડૉ. કિરણ કોહેલો કહે છે, ‘નાની ઉંમરમાં વધતું સ્ટ્રેસ, જલદી આવતી મૅચ્યોરિટી, ભણવાને કારણે સ્પોર્ટ્સમાં કે ફિઝિકલ ઍક્ટિવિટીમાં અપાતું ઓછું ધ્યાન, ટ્રાન્સ ફૅટ્સયુક્ત ખોરાક અને બેઠાડુ જીવન આ રોગને આવકારનારાં પરિબળો છે. આ રોગ થવા પાછળ મોટા ભાગે ખોટી લાઇફ-સ્ટાઇલ જ જવાબદાર હોય છે. આ એક લાઇફ-સ્ટાઇલ ડિસીઝ છે જે લાઇફ-સ્ટાઇલ પર ધ્યાન રાખવાથી જ દૂર થાય છે. આ રોગ માટેની કોઈ ખાસ દવા નથી, પરંતુ જો તમે તમારી લાઇફ-સ્ટાઇલ સુધારશો તો ચોક્કસ તમે આ રોગથી મુક્ત થઈ શકો છો. જ્યારે ૧૫-૨૨ વર્ષ સુધીમાં છોકરીઓને આ પ્રૉબ્લેમ નડે છે ત્યારે એને કોઈ દવા કે હૉર્મોન્સ આપવાની જરૂર હોતી નથી. જો તે તેની લાઇફ-સ્ટાઇલમાં સુધારા કરે, વજન ઘટાડે, યોગ્ય ડાયટ લે અને ફિઝિકલ એક્સરસાઇઝ ચાલુ રાખે તો આ પ્રૉબ્લેમ એની મેળે દૂર થઈ જાય છે. એ માટે કશું ખાસ કરવાની જરૂર પડતી નથી. જો આ પ્રૉબ્લેમ વગર કોઈ ઇલાજે ફક્ત લાઇફ-સ્ટાઇલ બદલાવવાથી જ નાની ઉંમરે દૂર થઈ જતો હોય તો એને આગળ વધવા જ દેવામાં જ સમજદારી છે. બાકી આગળ જતાં જ્યારે ઇન્ફર્ટિલિટીના પ્રશ્નો સર્જા‍ય ત્યારે ઇલાજ કરવો જરૂરી બની જાય છે.’

શું કરવું?

જો તમને PCOS હોય તો જરૂરી છે કે તમારે ડાયટ પર પૂરું ધ્યાન આપવું જરૂરી છે. ડાયટમાં શું ખાવું અને શું ન ખાવું એ સમજવું જરૂરી છે એની સાથે કઈ રીતે ખોરાક દ્વારા શરીરને બૅલૅન્સમાં રાખવું એ પણ જરૂરી છે. એના વિશે જાણીએ www.transportcomplaint.gov.inના ફાઉન્ડર અને ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી.

જો તમને PCOS હોય તો તમારી ડાયટમાં સારા કાબ્સર્નું  પ્રમાણ ૩૦-૪૦ ટકા જેટલું હોવું જોઈએ. નૉર્મલી જોવા જઈએ તો ૧૦૦-૧૫૦ ગ્રામ જેટલું. પરંતુ આ આંકડો ઉંમર, ઍક્ટિવિટી અને શરીરના બાંધા પ્રમાણે બદલાઈ શકે છે. વળી આ પ્રમાણ આખા દિવસના દરેક મીલમાં વ્યવસ્થિત રીતે વહેંચાયેલું પણ હોવું જરૂરી છે.

તમે તમારા ખોરાકમાં લીન પ્રોટીન જેમ કે ગાયનું દૂધ, પનીર, દહીં, એગ્સ લઈ શકો. ઘણી વખત એવું પણ બને છે કે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સના પ્રશ્નો આ ડેરી પ્રોટીન બંધ કરવાથી જલદી સૉલ્વ થઈ જતા હોય છે. એ પણ કેસ પર આધાર રાખે છે.

જો તમને PCOS હોય તો ફાઇબરયુક્ત પદાર્થો જેમ કે ફળો અને શાકભાજી ભરપૂર માત્રામાં ખાવાં. સાથે-સાથે ગુડ ફૅટ્સ એટલે કે અવાકાડો, અખરોટ, બીજ, રાઇસ બ્રૅન ઑઇલ, ઑલિવ ઑઇલ વગેરે લઈ શકાય.

સાથે-સાથે એક્સ્ટ્રા શુગર ઘટાડવી અને ધીમે-ધીમે સાવ બંધ કરવી. જમવાનો સમય એકદમ ચોક્કસ રાખવો.

શું ખાવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે શું ન ખાવું. જ્યારે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ હોય તો જરૂરી છે કે આ બાબતે સાવધાની રાખવામાં આવે. ખાસ કરીને પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ, વધુપડતી શુગર કે સૉલ્ટવાળું જન્ક ફૂડ, કોલા ડ્રિન્ક્સ કે સોડા બેઝ્ડ ડ્રિન્ક્સ વગેરે અતિ નુકસાનકારક છે જેને સંપૂર્ણ અવગણવાં. 

ડાયટ સાથે એક્સરસાઇઝ અત્યંત મહત્વની છે. જો ૧૫-૧૭ વર્ષની છોકરીઓને આ તકલીફ હોય તો કોઈ સ્પોર્ટ્સ કે સ્વિમિંગ જેવી ફિઝિકલ ઍક્ટિવિટી શરૂ કરાવી શકાય છે. શરૂઆત ફક્ત વૉકિંગ કે જૉગિંગથી પણ કરી શકાય અને

ધીમે-ધીમે દરરોજ એક કલાકની સખત ફિઝિકલ ઍક્ટિવિટી રાખો જેથી રિઝલ્ટ સારું મળે.

આ સિવાય માનસિક તાણથી બને એટલા દૂર રહેવું જરૂરી છે. એની સાથે ઊંઘ બરાબર લેવી. ૭-૮ કલાકની રાતની ક્વૉલિટી ઊંઘ જરૂરી છે.

સૅમ્પલ ડાયટ


આમ તો દરેક વ્યક્તિની ઉંમર, તેની જરૂરિયાત, શારીરિક બાંધા અનુસાર ડાયટ બદલાય છે; પરંતુ અહીં PCOS માટે એક સૅમ્પલ ડાયટ આપવામાં આવી છે જેના દ્વારા સમજી શકાય કે આ પ્રકારની ડાયટ ભ્ઘ્બ્લ્ના દરદીઓ માટે હેલ્ધી રહેશે.

બ્રેકફાસ્ટ એક નાની વાટકી ઓટ્સ, ફ્રૂટ્સ અને નટ્સ ખાઈ શકાય અથવા ગ્રીક યોગર્ટ સાથે ફ્રૂટ્સ અને નટ્સ લઈ શકાય અથવા મુસલી સાથે ફ્રૂટ સ્મૂધી.

ટૂંકમાં સવારે જેટલું બને એટલું રૉ એટલે કે કાચું ખાવું જેમ કે ફ્રૂટ્સ. ખાંડવાળાં દૂધ કે ચા લેવાં નહીં. લાઇટ ખાવું. ફ્રૂટ્સ, નટ્સ, દહીં, ઓટ્સ, મુસલી બધા લાઇટ બ્રેકફાસ્ટ છે.

લંચ - બપોરે વ્યવસ્થિત જમવું. એમાં રોટલી, દાળ અને શાક લઈ શકાય. ભાત ખાવા હોય તો રોટલી ન લેવી. ફક્ત ઘઉંની રોટલીના બદલે મલ્ટિગ્રેન રોટલી લેવી. દલિયા એટલે કે ઘઉંના ફાડાની શાકભાજી નાખેલી ખીચડી અને દહીં પણ લંચમાં લઈ શકાય.

સ્નૅક્સ - સાંજે ચારેક વાગ્યે ફ્રૂટ્સ અને નટ્સ કે પછી જુદા-જુદા પ્રકારનાં બીજનું મિક્સ જેમ કે અળસી, તલ, કોળું, તરબૂચ વગેરે કે એક વાટકો મખાના લઈ શકાય.

ડિનર - રાત્રે ડિનર ૭ વાગ્યા પહેલાં લેવું, જેમાં ફક્ત પ્રોટીનને પ્રાધાન્ય આપવું. એમાં ૧ બોલ જેટલાં પનીર અને શાકભાજીને સ્ટરફ્રાય કરીને ખાઈ શકાય. આ સિવાય મિક્સ દાળના ચિલા કે પૂડલા અને સાથે છાશ લઈ શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK