કાંદાભજી અને વડાપાંઉ ખાવા કરતાં પ્રોટીન બાર કે સિંગચણા ખાઓ

બહારના તળેલા નાસ્તાની તુલનામાં ન્યુટ્રિપૅક્ડ ફૂડ અને મીલ-રિપ્લેસમેન્ટ સપ્લિમેન્ટ્સ સોગણાં સારાં કહેવાય : બાર, પાઉડર, પૅક્ડ ફૂડ અને ટૅબ્લેટ્સના સ્વરૂપમાં મળતાં ન્યુટ્રિસપ્લિમેન્ટ્સમાં તમારા આખા દિવસની કૅલરીની જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા છે

chanaq

વર્ષા ચિતલિયા

આપણું શરીર ત્યારે જ સ્વસ્થ રહે જ્યારે આપણે પૌષ્ટિક આહાર લઈએ. કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ, વિટામિન, આયર્ન અને ફાઇબરથી ભરપૂર આહાર આપણી રોજિંદી જરૂરિયાત છે. આ જરૂરિયાત પૂરી કરવા પૌષ્ટિક આહારને સમયસર અને ચોક્કસ માત્રામાં લેવું પણ એટલું જ અનિવાર્ય છે. વર્તમાન સમયમાં અનેક રોગે દેખા દીધી છે એનું મુખ્ય કારણ છે આપણી ફૂડ-હૅબિટ. આજના બિઝી શેડ્યુલમાં એકટાણું કરવું સરળ છે, ઉપવાસ કરવા પણ સરળ છે; પરંતુ સમયસર જમવું એ ખરેખર અઘરું કાર્ય છે. આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે જમવાની બાબતમાં પર્ફેક્ટ હોય. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચવાનો સૌથી સરળ ઉપાય છે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવવું.

ભારતીયોની ફૂડ-હૅબિટ સંદર્ભે થોડા સમય પહેલાં કરવામાં આવેલા નૅશનલ હેલ્થ સર્વેમાં ચોંકાવનારું તારણ નીકળ્યું છે. આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે કામના ભાર અને બદલાયેલી જીવનશૈલીના કારણે ભારતમાં ૫૬ ટકા લોકો એક સમયનું જમવાનું સ્કિપ કરે છે. ૪૦ ટકાથી વધુ લોકો સમયસર જમતા નથી અથવા જે મળે એ ખાઈ લે છે. આ સર્વેમાં દેશના મેટ્રોસિટીમાં રહેતા ૩૦ હજારથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ઇન્ડિયન ડાયેટિક અસોસિએશને જમવાનું સ્કિપ કરતા લોકોને ન્યુટ્રિસપ્લિમેન્ટ્સ લેવાની સલાહ આપી છે. આ ઉપરાંત જે મળે એ ખાઈ લેવાની ભારતીયોની આદતને ધ્યાનમાં રાખી ન્યુટ્રિપૅક્ડ સબસ્ટિટ્યુટ ખાવાની ભલામણ પણ કરવામાં આવી છે. ન્યુટ્રિસપ્લિમેન્ટ્સ તેમ જ ન્યુટ્રિપૅક્ડ સબસ્ટિટ્યુટ આપણા સ્વાસ્થ્ય માટે કેટલાં લાભદાયી છે તેમ જ એના ગેરલાભ જોઈએ.

સ્વસ્થ રહેવું હોય તો નિશ્ચિત સમયે જમવું ખૂબ જ જરૂરી છે એવો અભિપ્રાય આપતાં નાલાસોપારાનાં ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ રચના કરમાકર કહે છે, ‘આપણી આખા દિવસની કૅલરીની જરૂરિયાત બૅલૅન્સ્ડ ડાયટમાંથી મળી જ રહે છે, પરંતુ આજના વ્યસ્ત સમયમાં દિવસનું ચાર વખતનું મીલ સમયસર લેવું એ મોટા ભાગના લોકો માટે શક્ય નથી બનતું. આથી અન્ય વિકલ્પો અપનાવવાની ફરજ પડી છે. હવે જે લોકો જમવાનું સ્કિપ કરે છે તેમને પહેલાં તો મારું એ જ કહેવું છે કે ગમેતેટલા વ્યસ્ત સમયમાંથી પણ જમવાનો સમય તો કાઢી જ શકાય છે. હેલ્થ પ્રત્યે આટલી બેદરકારી રાખવી નુકસાનકારક છે. આપણી પાસે સુપર ફૂડ અવેલેબલ હોય અને સપ્લિમેન્ટ લેવાં પડે એ યોગ્ય ન કહેવાય. જે લોકો જમવાનું સ્કિપ કરી જાય છે અથવા કામના ભારને કારણે સ્કિપ થઈ જાય છે તેમના માટે મીલ-રિપ્લેસમેન્ટ શ્રેષ્ઠ ઑપ્શન છે. આ પ્રકારના ન્યુટ્રિપ્રોડક્ટ્સમાં ઓટ્સ, નટ્સ, પીનટ બટર, પ્રોટીન પાઉડર વગેરે પોષક તkવો ઉમેરવામાં આવ્યાં હોય છે જે તમારી કૅલરીની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે. મીલ-રિપ્લેસમેન્ટ બાર અને પાઉડર એમ બન્ને સ્પરૂપમાં મળે છે. બારને ચૉકલેટની જેમ ખાઈ શકાય. એમાં પ્રોટીન, શુગર અને અન્ય વસ્તુનું માપ દર્શાવવામાં આવ્યું હોય છે. વ્યક્તિગત જરૂરિયાત અનુસાર બાર લઈ શકાય. પાઉડરને જૂસ, મિલ્ક અથવા પાણીમાં નાખીને લઈ શકાય. પાઉડરમાં પણ ઘણાં ફ્લેવર અને વેરિએશન હોય છે. દરેક જાતના પાઉડર પાણીમાં ન લેવાય અને કોઈ પણ પાઉડર દૂધમાં ન નાખી શકાય. પાઉડર વાપરતાં પહેલાં એની સાથે આપેલી માર્ગદર્શિકાને વાંચી જરૂરિયાત અનુસાર લેવો જોઈએ. બાર અને પાઉડર ઉપરાંત ટૅબ્લેટ્સ પણ મળે છે.’

દરેક વ્યક્તિના શરીરની કૅલરીની જરૂરિયાત અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે પુખ્ત વયના પુરુષને રોજ ૨૦૦૦થી ૨૨૦૦ અને સ્ત્રીને ૨૦૦૦ની આસપાસ કૅલરી જોઈએ. દસ વર્ષથી નીચેની વયના બાળક માટે ૧૪૦૦થી ૧૫૦૦ કૅલરી પૂરતી છે. ટીનેજ અને યુવાન વયનાં બાળકોનો ડેઇલી ડોઝ ૨૨૦૦થી ૨૫૦૦ હોવો જોઈએ. વયસ્ક લોકો માટે રોજની ૧૫૦૦થી ૧૬૦૦ કૅલરી પૂરતી છે. વ્યક્તિની શારીરિક ક્ષમતા અને તેના કામકાજના આધારે એમાં ૧૦૦થી ૨૦૦ કૅલરીની વધઘટ થઈ શકે છે. કૅલરી-ડાયટ પર હોય એવી વ્યક્તિની જરૂરિયાત તેના વર્કઆઉટ પર આધાર રાખે છે. તમે દિવસમાં જેટલાં મીલ લેતા હો એ પ્રમાણે ભાગ પાડી બૅલૅન્સ્ડ ફૂડ લેવામાં આવે તો ન્યુટ્રિસપ્લિમેન્ટની આવશ્યકતા નથી. ન્યુટ્રિફૂડમાં મૅક્રો અને માઇક્રો એમ બે પ્રકારનાં ફૂડ હોય છે અને બન્ને લેવાં અનિવાર્ય છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફૅટ્સને મૅક્રો તેમ જ વિટામિન્સ અને મિનરલ્સને માઇક્રો ન્યુટ્રિફૂડ કહેવાય છે.

chana1

સપ્લિમેન્ટ્સ પર આધાર રાખનારી વ્યક્તિએ લેબલ વાંચવાની ટેવ પાડવી અત્યંત જરૂરી છે એમ જણાવતાં રચના કરમાકર કહે છે, ‘મીલ-રિપ્લેસમેન્ટ અને ન્યુટ્રિપૅક્ડ ફૂડમાં એટલુંબધું વેરિએશન છે કે જો તમને લેબલ વાંચીને લેવાની ટેવ ન હોય તો ઊંધી અસર થાય. દાખલા તરીકે તમે ઓટ્સ બિસ્કિટ લેવા જાઓ છો ત્યારે ઓટ્સમાંથી બનાવવામાં આવ્યાં છે એમ માની ખરીદી લઈએ છીએ. હવે ઓટ્સ બિસ્કિટમાં માત્ર ઓટ્સ જ ન હોય, અન્ય વસ્તુઓ પણ નાખવામાં આવી હોય. બિસ્કિટમાં ઓટ્સનું પ્રમાણ કેટલું છે અને શુગરની માત્રા કેટલી છે એ વાંચતા નથી. ઘણી વાર તો ઓટ્સની માત્રા બે ટકા હોય છે અને શુગરનું પ્રમાણ વધારે હોય છે. આવાં બિસ્કિટ ખાવા કરતાં મખના કે બદામ ખાવી સારી કહેવાય. બીજું, રિપ્લેસમેન્ટ મીલ તરીકે લેવામાં આવતી વસ્તુનું પ્રમાણ પણ ખબર હોવું જોઈએ. દાખલા તરીકે એક વ્યક્તિને દિવસમાં ચાર વખત ખાવાની ટેવ હોય અને તેને આખા દિવસમાં ૨૦૦૦ કૅલરીની આવશ્યકતા હોય એવી વ્યક્તિ જો એક સમયનું જમવાનું સ્કિપ કરે તો તે ૫૦૦ કૅલરી ધરાવતા ન્યુટ્રિબાર લઈ શકે. એથી વધારે લો તો કૅલરી વધી જાય. દરેક ન્યુટ્રિસપ્લિમેન્ટ અને ન્યુટ્રિપૅક્ડ ફૂડ એક ફૉમ્યુર્લા અનુસાર ડિઝાઇન કરીને બનાવવામાં આવે છે એટલે એમાં ઉમેરવામાં આવેલી સામગ્રી અને એના પ્રમાણની જાણકારી હાંસલ કર્યા બાદ ઉપયોગમાં લેવાની સલાહ છે.’

સ્વસ્થ અને નીરોગી રહેવા માટે ઘરમાં બનાવેલું ભોજન જ શ્રેષ્ઠ છે. સવારે ઊઠ્યા બાદ દર ત્રણ કલાકે કંઈક ખાઈ લેવું જોઈએ. ફ્રૂટ્સ અને જૂસ સાથે રાખી શકાય. કામ કરતાં-કરતાં પણ ડ્રાયફ્રૂટ્સ જેવી વસ્તુ ખાઈ શકાય. સેવ-મમરા અથવા શિંગ-ચણા પણ બેસ્ટ છે. સમયસર પૌષ્ટિક આહાર લેવો આવશ્યક છે એમાં કોઈ બેમત નથી, પરંતુ કેટલાક લોકો જમવાનું સ્કિપ કર્યા બાદ જ્યારે ભૂખ લાગે ત્યારે વડાપાંઉ કે અન્ય તળેલા પદાર્થ ખાઈને ચલાવી લે છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી વ્યક્તિ જન્ક ફૂડના વિકલ્પ તરીકે ન્યુટ્રિપૅક્ડ ફૂડ લે તો ફાયદો થાય. આ સિવાય નાના બાળક માટે અમુક સમયે પણ ન્યુટ્રિપૅક્ડ ફૂડ લાભદાયી નીવડે છે. દાખલા તરીકે તમારું બાળક ખાવામાં બહુ નખરાં કરતું હોય અથવા તેને અમુક પ્રકારનું ફૂડ ભાવતું જ ન હોય તો ચોકોઝ આપી શકાય. પેટમાં કંઈ જ ન જાય એના કરતાં ચોકોઝમાંથી કંઈક તો મળશે જ. જોકે તૈયાર પૅકેટ્સની ટેવ ન પાડવી જોઈએ. રચના કરમાકર આ સંદર્ભે કહે છે, ‘બાળકને દરેક પ્રકારના ફૂડથી પરિચિત કરો. સવાર પડે ને દૂધમાં પાઉડર નાખીને આપી દો એ ન ચાલે. ભલે ઓછી માત્રામાં પણ તેને ઘરના ફૂડની આદત પાડો. જ્યારે તમારું બાળક જન્ક ફૂડની ડિમાન્ડ કરે ત્યારે આવાં પૅકેટ્સ ગ્રેટ ઑપ્શન કહેવાય. વ્યસ્ત સમયમાં આહારની બાબતમાં જો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે છે. ન્યુટ્રિપૅક્ડ ફૂટ અને સપ્લિમેન્ટ્સ બહારના હાનિકારક નાસ્તા કરતાં અનેકગણાં વધારે ફાયદાકારક છે. જીભના સ્વાદને બાજુએ મૂકી સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપો.’

ફાસ્ટિંગમાં આરોગી શકાય આ ન્યુટ્રિપૅક્ડ ફૂડ


ઉપવાસનું મહત્વ માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ જ નથી, વિજ્ઞાને પણ સ્વસ્થ અને નીરોગી જીવન માટે ઉપવાસને સમર્થન આપ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઉપવાસના દિવસોમાં તમે અમુક પ્રકારના આહારથી દૂર રહો છો તેથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સમય દરમ્યાન આંતરિક અવયવો પર જામેલો કચરો અને અન્ય ઝેરી તkવો બહાર ફેંકાતાં શરીર અંદરથી સ્વચ્છ થાય છે અને તમામ અવયવો ફરીથી ઍક્ટિવેટ થાય છે. ઉપવાસ તમને અમુક હદ સુધી ફિટ અને નીરોગી રહેવામાં સહાય કરે છે. આ બાબતની જાગ્રતતા વધતાં આજકાલ ફાસ્ટિંગ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. ફાસ્ટિંગના અનેક ફાયદા છે, પરંતુ ભૂખ્યા રહેવાના કારણે કેટલીક વાર નબળાઈ લાગે છે તેમ જ શરીરમાં વિટામિન અને અન્ય ખનીજની ખામી વર્તાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આરોગ્યનું સંતુલન જાળવી રાખવા ફાસ્ટિંગ દરમ્યાન પણ કેટલાંક ન્યુટ્રિપૅક્ડ ફૂડનો તમારા આહારમાં સમાવેશ અવશ્ય કરવો જોઈએ. નીચે આવાં કેટલાંક ન્યુટ્રિપૅક્ડ ફૂડની યાદી આપવામાં આવી છે.

ચેવડો :
શેકેલા સાબુદાણા, શિંગદાણા અને બદામ મિશ્રિત ચેવડો સંપૂર્ણ પૌષ્ટિક નાસ્તો છે, જે તમારા શરીરમાં આયર્નની ઊણપ પૂરી કરવામાં મદદરૂપ થશે. વિટામિન E, ફોલેટ અને મિનરલ્સથી ભરપૂર આ પૅક્ડ નાસ્તો સ્વાદિષ્ટ લાગશે તેમ જ બહાર હો ત્યારે સૌથી સહેલો વિકલ્પ છે. સાબુદાણાની જગ્યાએ પૌંઆમાંથી બનાવેલો ચેવડો પણ સહેલાઈથી ઉપલબ્ધ છે.

મખના :
કાર્બોહાઇડ્રેટથી સમૃદ્ધ મખનાને સામાન્ય રીતે શેકીને ઉપયોગમાં લેવામાં આવે છે. એમાં ચરબીનું પ્રમાણ નહીંવત છે. શરીરને ટકાવી રાખવા આવશ્યક મૅગ્નેશિયમ અને પોટૅશિયમ પણ મખનામાંથી મળી રહે છે. ડ્રાય ફાસ્ટિંગ વખતે મખના ખાવા જોઈએ.

ડ્રાયફ્રૂટ્સ મીઠાઈ : પોટૅશિયમ, વિટામિન E, B-૬, આયર્ન અને કૅલ્શિયમથી ભરપૂર ડ્રાયફ્રૂટ્સ મીઠાઈ તમારા શરીર માટે આવશ્યક આખા દિવસની ઊર્જા પૂરી પાડવા સક્ષમ છે. જમવાના વિકલ્પ તરીકે થોડી ખાઈ શકાય.

ડ્રાઇડ ફ્રૂટ્સ : કીવી, બ્લુબેરી, અખરોટ, બદામ, પિસ્તાં, કિસમિસ, શિંગદાણા અને ખજૂરને સૂકવીને તૈયાર કરવામાં આવેલા આ ન્યુટ્રિપૅક્ડ ફૂડમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને ઍન્ટિ- ઑક્સિડન્ટ તkવો રહેલાં છે; જે તમારા બ્લડ-પ્રેશરને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરશે.

ફાસ્ટિંગ બિસ્કિટ : આ પ્રકારનાં બિસ્કિટ શિંગદાણા, અખરોટ અથવા ઓટ્સમાંથી બનાવવામાં આવે છે. સ્વાદ માટે એમાં દૂધ તેમ જ અલ્પ માત્રામાં ખાંડ ઉમેરવામાં આવી હોય છે. પ્રોટીનથી ભરપૂર આ બિસ્કિટ ચા અથવા કૉફી સાથે સારાં લાગે છે.

મીલ-રિપ્લેસમેન્ટ અને ન્યુટ્રિપૅક્ડ ફૂડ લેતા પહેલાં લેબલ વાંચી લેવાની સલાહ છે. તમારા ડેઇલી ડોઝ માટે કેટલી માત્રા લેવાની છે એની જાણકારી મેળવ્યા વગર લેવાથી કોઈ ફાયદો ન થાય. વાસ્તવમાં તો ઘરમાં બનાવેલાં સુપરફૂડ જ તમારી આખા દિવસની કૅલરીની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે, પરંતુ આજના વ્યસ્ત સમયમાં જે લોકો જમવાનું સ્કિપ કરે છે અથવા બહારના તળેલા નાસ્તા અને જન્ક ફૂડ આરોગે છે તેમના માટે આ પ્રકારના ફૂડ બેસ્ટ ઑપ્શન કહેવાય.

- ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ રચના કરમાકર, નાલાસોપારા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK