એકાદ સિગારેટ તો ચાલી જાય હવે... એવું વિચારતા હો તો ચેતજો

એક સિગારેટ પીવાથી પણ હાર્ટ પર રિસ્ક ૪૬ ટકા જેટલું વધી જાય છે એવું હાલમાં બહાર પડેલા એક સ્ટડીએ સાબિત કર્યું છે.  તમાકુને કારણે દર વર્ષે ૭૦ લાખ લોકો દુનિયાભરમાં મરે છે. એમાંથી લગભગ વીસ લાખ લોકો કાર્ડિયોવૅસ્ક્યુલર રોગને કારણે મરે છે. આ આંકડાઓ જણાવે છેએકાદ સિગારેટની આદત પણ કેટલી મોંઘી પડે

smoke

જિગીષા જૈન

આજકાલ સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ સિગારેટ ફૂંકતાં-ફૂંકતાં યાદ કરે છે કે તેણે સિગારેટ પીવાનું કઈ રીતે શરૂ કર્યું હતું. તેનો બેસ્ટ ફ્રેન્ડ જ હતો જેણે પહેલી વાર તેને સિગારેટ ઑફર કરી હતી. પોતે ના પાડી તો ફ્રેન્ડ તેને કહે છે કે લેને ભાઈ, એક સિગારેટથી કંઈ ન થાય. તેણે આ વાત હસીને માની લીધી અને છેલ્લાં ૧૦ વર્ષથી ધીમે-ધીમે સિગારેટની સંખ્યા વધતી ગઈ અને આજે તે દિવસનાં બે પૅકેટ ફૂંકી જાય છે. એ જ મિત્ર વર્ષો પછી તેને મળે છે અને પોતે કરેલી ભૂલની માફી માગે છે. કહે છે કે મારે કારણે તને આ ખોટી આદત પડી છે તો મને માફ કર. મેં સિગારેટ છોડી દીધી છે અને હવે તું પણ છોડી દે, કારણ કે એક સિગારેટ પીવાથી ઘણું ડૅમેજ થાય છે.

આપણી આસપાસ જે લોકો સ્મોકિંગ કરે છે એ બધા જ આ એક બહાનું આપતા જોવા મળે છે કે હું એકાદ જ સિગારેટ પીઉં છું, એમાં કંઈ થાય નહીં. અથવા તો એવા લોકોનાં ઉદાહરણ આપશે કે આને જો, તે બે ખોખાં સિગારેટ પી જાય છે પણ હું તો ૪-૫ માંડ પીતો હોઈશ. હું દુનિયાથી ઓછી સિગારેટ પીઉં છું એ પ્રકારનાં બહાનાં તે બીજાને નહીં, જાતને પણ આપે છે; કારણ કે સ્મોકિંગ કરનાર દરેક વ્યક્તિ જાણે જ છે કે તેની સિગારેટ તેના શરીરને નુકસાન પહોંચાડી રહી છે. પરંતુ જ્યારે આવાં બહાનાં તેને મળે છે ત્યારે તેના પોતાના અંદરના અવાજને ચૂપ કરવાનું સાધન મળી જાય છે. તે જાતે જ પોતાના મનમાં સમાધાન શોધી નાખે છે કે એકાદ સિગારેટથી કંઈ થાય નહીં.

યુનિવર્સિટી કૉલેજ લંડનમાં ૧૪૧ જુદા-જુદા રિસર્ચનું ઍનૅલિસિસ કરીને બનાવેલું એક પેપર હાલમાં પ્રેઝન્ટ કરવામાં આવ્યું, જે એક સ્ટડી હતું. એ અનુસાર દિવસની ફક્ત એક જ સિગારેટ જે લોકો પીએ છે તેમના પર પણ હાર્ટ-અટૅક અને સ્ટ્રોકનું રિસ્ક ઘણું વધારે રહે છે. આ રિસ્કનું પ્રમાણ જણાવતાં સ્ટડી કહે છે કે એક આખું પૅકેટ જે લોકો પીએ છે એના કરતાં અડધું રિસ્ક એ લોકો પર રહે છે જે ફક્ત એક જ સિગારેટ પીએ છે. આમ એક સિગારેટના પ્રમાણમાં રિસ્ક ઘણું જ વધારે ગણી શકાય છે. સ્ટડીમાં જણાવાયું છે કે જો એક વ્યક્તિ દિવસની વીસને બદલે એક સિગારેટ પીએ છે તો એનું રિસ્ક ૧/૨૦ એટલેકે પાંચ ટકા જેટલું જ બચવું જોઈએ. પરંતુ આ ગણિત ફેફસાના કૅન્સર બાબતે સાચું ઠરે છે નહીં કે હાર્ટ-અટૅક માટે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે એવા શબ્દોથી જેમ કે થોડી સિગારેટ કે એક જ સિગારેટ દિવસમાં પીતા હોય તો કંઈ પ્રૉબ્લેમ ન થાય કે એ નુકસાન કરતી નથી. સ્મોકર્સને બેવકૂફ બનાવવામાં આવે છે, જે ન થવું જોઈએ. જો તેમને પોતાના હાર્ટને સુરક્ષિત રાખવું હોય તો જરૂરી છે કે એ લોકો એક પણ સિગારેટ ન પીએ.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન માને છે કે તમાકુને કારણે દર વર્ષે ૭૦ લાખ લોકો દુનિયાભરમાં મરે છે. એમાંથી લગભગ વીસ લાખ લોકો કાર્ડિયોવૅસ્ક્યુલર રોગને કારણે મરે છે. એમાં મુખ્ય છે કૉરોનરી હાર્ટ-અટૅક કે સ્ટ્રોક. આ સ્ટડીમાં દિવસની એક સિગારેટ, પાંચ સિગારેટ અને વીસ સિગારેટ પીવાથી થતી અસરને એકબીજા સાથે સરખાવવામાં આવી હતી; જેમાં તેમને જોવા મળ્યું હતું કે એક વખત પણ દિવસમાં સિગારેટ પીતી વ્યક્તિને હાર્ટ-અટૅક થવાનું રિસ્ક ૪૬ ટકા જેટલું વધુ રહે છે અને સ્ટ્રોક થવાનું રિસ્ક ૪૧ ટકા જેટલું વધુ રહે છે. સ્ત્રીઓ પર આ રિસ્ક પ્રમાણમાં થોડું ઓછું હોય છે એટલે કે દિવસની એક સિગારેટ પીવાથી સ્ત્રીઓ પર હાર્ટ-અટૅકનું રિસ્ક ૩૧ ટકા અને સ્ટ્રોકનું ૩૪ ટકા જેટલું રિસ્ક પણ નોંધાયું હતું. એવું પણ જોવા મળ્યું કે લાંબા ગાળા સુધી સ્મોકિંગ કરવાને કારણે જીવનનાં ૧૨-૧૫ વર્ષ ઓછાં થઈ જાય છે.

ઘણા લોકો એવા છે જે સિગારેટ સ્મોકિંગ કરતા હોય, દિવસના એક કે બે પૅકેટ સિગારેટ ઉડાવી જતા હોય અને પછી છોડવા માગતા હોય ત્યારે શરૂઆતમાં ઓછી કરતા જાય. ઓછી કરતાં-કરતાં એ લોકો દિવસની ૪-૫ સિગારેટ પીવા લાગે, પછી એકાદ-બે પર આવે અને પછી જ્યારે સાવ બંધ કરવાનો સમય આવે ત્યારે તેમને ખૂબ અઘરું લાગે. એટલે તે એકાદ-બે તો ચાલુ જ રાખે અને માનવા લાગે કે પહેલાં કરતાં તો હું ઓછી જ પીઉં છું. અને એ ધારણા સાથે છોડે જ નહીં તો નુકસાન તો ત્યાંનું ત્યાં જ છે. આ બાબતે પોતાનું મંતવ્ય આપતાં પી. ડી. હિન્દુજા હૉસ્પિટલના માહિમના કન્સલ્ટન્ટ રેસ્પિરોલૉજિસ્ટ અને સ્મોકિંગ સેશેશન થેરપી સ્પેશ્યલિસ્ટ ડૉ. લૅન્સલૉટ પિન્ટો કહે છે, ‘ધીમે-ધીમે સિગારેટ ઓછી કરવી એ સિગારેટથી મુક્તિ મેળવવાની જ એક પ્રોસેસ છે. એનાથી ધીમે-ધીમે શરીર પર નુકસાન થવાનું ઘટતું જાય છે. એ ખૂબ જ જરૂરી છે અને આ બાબતે વ્યક્તિને શાબાશી મળવી જ જોઈએ. પરંતુ વ્યક્તિએ અહીં યાદ એ રાખવાનું છે કે સિગારેટ ઓછી કરવી એ આપણું લક્ષ્ય નથી, લક્ષ્ય છે એનાથી છુટકારો મેળવવો. એક સિગારેટ પણ ન પીવામાં આવે ત્યાં સુધી પહોંચવું જરૂરી છે. તો જ શરીર પરથી રિસ્ક હંમેશાં માટે ટાળી શકાય. સિગારેટ એક પીવો કે દસ, એ ખરાબ જ છે. એનાથી સંપૂર્ણ નીજાદ પામવું જરૂરી છે.’

ડૉ. લૅન્સલૉટ પિન્ટો પાસેથી જાણીએ સિગારેટ સ્મોકિંગ હાર્ટ પર કઈ રીતે અસર કરે છે

૧. સ્મોકિંગને કારણે શરીરમાંનું લોહી જાડું થઈ જાય છે. એ જાડું થઈ જવાને કારણે ક્લૉટિંગ થવાનું રિસ્ક વધે છે. એવું થાય ત્યારે હાર્ટ-અટૅક થવાનું રિસ્ક પણ વધે છે.

૨. સ્મોકિંગને કારણે શરીરમાં કાર્બન મૉનોક્સાઇડ (CO)નું પ્રમાણ વધી જાય છે, જેને કારણે શરીરમાં ઑક્સિજનના પ્રમાણ પર અસર થાય છે. હાર્ટમાં જ્યારે લોહીને શુદ્ધ કરવાની પ્રક્રિયા થાય છે ત્યારે ઑક્સિજનની જરૂર પડે છે. એ પૂરતા પ્રમાણમાં શરીરમાં ન હોય તો હાર્ટના કામમાં તકલીફ પડે છે અને એને કારણે હાર્ટના પ્રૉબ્લેમનું રિસ્ક વધે છે.

૩. સિગારેટમાં રહેલા તમાકુના નિકોટિનને કારણે હૃદયના ધબકારા ઘણા વધી જાય છે. એટલે કે હાર્ટને વધુ વાર ધબકવા માટે વધુ લોહીની જરૂર પડે છે. હવે જે વ્યક્તિની લોહીની નળીઓ અસરગ્રસ્ત હોય તેમને હૃદય સુધી વધુ પ્રમાણમાં લોહી પહોંચાડવામાં તકલીફ થાય જ છે. જેમને સ્મોકિંગની આદત છે, જેમને ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર કે કૉલેસ્ટરોલનો પ્રૉબ્લેમ છે તેમની લોહીની નળીઓ નબળી પડી ગઈ હોય છે અને એ હૃદય સુધી જલદીથી લોહી પહોંચાડી શકતી નથી. લોહી ઓછું પહોંચે અને ધબકારા વધી જાય તો પણ હૃદય ડૅમેજ થાય છે. આ રીતે સ્મોકિંગ હૃદયને અસર કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK