કૅન્સરને આવકારનારાં અમુક મહત્વનાં કારણો વિશે જાણો

કૅન્સરના દરદીઓમાં જોવા મળતા કૉમન પ્રૉબ્લેમ્સને અલગ તારવીને જ્યારે જોવામાં આવ્યું તો ખબર પડી કે કબજિયાત, ઍસિડિટી, અપૂરતી ઊંઘ અને ખરાબ ઇમોશનલ હેલ્થ એ ચાર બાબતો એવી છે જે ૯૭ ટકા દરદીઓમાં સામાન્ય રીતે જોવા મળી હતી. કઈ રીતે આ ચાર બાબતો કૅન્સરને તાણી લાવે છે એ સમજીએ અને એનાથી દૂર રહીને કૅન્સરથી બચવાનો પ્રયાસ કરીએ

cander

જિગીષા જૈન

કૅન્સર નામની મહામારી સામે લડવા માટે આપણી પાસે અદ્યતન ઇલાજ ઉપલબ્ધ છે. દુનિયાભરમાં વધુ ને વધુ લોકો કૅન્સરનો ભોગ બની રહ્યા છે ત્યારે તેમના માટે સારી કક્ષાનો ઇલાજ ઉપલબ્ધ થાય એ ખૂબ સારી વાત છે, પરંતુ કદાચ એથી પણ વધુ મહત્વની વાત છે કે આપણે કૅન્સરને રોકી શકીએ. કોઈ પણ રોગમાં પ્રિવેન્શન એ ક્યૉર કરતાં વધુ સારું માનવામાં આવે છે, પરંતુ કૅન્સર જેવા રોગને થતો અટકાવી શકાય ખરો? કોઈ પણ રોગને અટકાવવા માટે પહેલાં એનાં કારણો ખબર હોવાં જરૂરી છે. કૅન્સર થવા પાછળ તમાકુ, હવામાંનું પ્રદૂષણ, રેડિયેશન, ખોટી લાઇફ-સ્ટાઇલ, ઓબેસિટી જેવાં કેટલાંક કારણો જાણીતાં છે; પરંતુ આ કારણો સિવાય પણ અમુક વસ્તુઓ છે જે કૅન્સરને રોકવા માટે જાણવી જરૂરી છે. આજે આપણે જે દુનિયામાં રહીએ છીએ એ દુનિયા આખી દૂષિત થઈ ગયેલી છે. આપણે જે હવાને શ્વાસમાં લઈએ છીએ ત્યાંથી લઈને આપણું પાણી, ખોરાક, સમગ્ર વાતાવરણ દૂષિત થયેલું છે. આ કારણો છે જેને લીધે આપણે કૅન્સર જેવા વધુ ને વધુ રોગોનો શિકાર બની રહ્યા છીએ. આ સિવાય અમુક આંતરિક કારણો પણ છે જેને લીધે કૅન્સર આટલું વ્યાપક બની રહ્યું છે. જેટલું આપણે બહારી પરિબળોને જોઈએ છીએ એટલું જ આંતરિક પરિબળને જોવું પણ મહત્વનું છે.

મુંબઈના ઇન્ટિગ્રેટિવ અને લાઇફ-સ્ટાઇલ મેડિસિન-હૉલિસ્ટિક ન્યુટ્રિશન અને purenutrition.meના ફાઉન્ડર લ્યુક કુટિન્હોએ પોતાનાં અમુક પાછલાં વર્ષોમાં ભારત તેમ જ ઑસ્ટ્રેલિયા, વિયેટનામ, રશિયા, થાઇલૅન્ડ, જપાન અને તાઇવાનના કૅન્સરના દરદીઓનો સ્ટડી કર્યો હતો. દુનિયાભરના આ જે કૅન્સરના દરદીઓ હતા તેમની હિસ્ટરી તપાસીને જ્યારે સમજવામાં આવ્યું ત્યારે ખબર પડી કે મોટા ભાગના દરદીઓમાં અમુક પ્રકારની તકલીફો કૉમન હતી જેને વૈજ્ઞાનિક રીતે સમજીએ તો પણ સમજી શકાય છે કે તેમને આ કારણોને લીધે કૅન્સર થયું છે. આવી સામાન્ય બાબતોમાંથી લ્યુકે ચાર બાબતો કૉમન તારવી છે જેના વિશે આજે આપણે જાણીશું. કૅન્સરના ૯૭ ટકા દરદીઓમાં આ ચાર બાબતોમાંથી કોઈકમાં એકથી વધુ બાબતો જોવા મળી છે. જો આ ચાર તકલીફોથી બચી જઈએ તો કૅન્સરથી બચવામાં ઘણી સરળતા રહે છે. લ્યુક કહે છે કે કૅન્સરનાં જે કારણો આપણે જાણીએ છીએ એ સિવાય પણ ઘણાં કારણો છે જેમને સમજવાં જરૂરી છે. આવો જાણીએ કૅન્સરના દરદીઓમાં મળેલી આ ચાર સમાનતાઓ વિશે લ્યુક કુટિન્હો પાસેથી.

લાંબા ગાળાની કબજિયાત

કબજિયાત એ કોઈ તકલીફ નથી પરંતુ રોગ છે. જ્યારે તમને લાંબા ગાળાથી કબજિયાતની તકલીફ હોય ત્યારે તમારી સિસ્ટમમાં જે શરીરની બહાર ફેંકી દેવો ખૂબ જ જરૂરી છે એ ટૉક્સિક વેસ્ટ તમે વર્ષો સુધી શરીરમાં ભેગો કરતા રહો છો. ખાસ કરીને સ્ત્રીઓમાં કોલોનની જગ્યાએ આ કચરો ભરાઈ જાય ત્યારે કચરાની સાથે-સાથે એસ્ટ્રોજન નામનું સ્ત્રીઓમાં રહેલું હૉર્મોન જે શરીરની બહાર ન જઈ શકવાને કારણે શરીરમાં ભરાતું જાય છે અને કૅન્સરકારક બની જતું હોય છે. એસ્ટ્રોજનને કારણે થતા કૅન્સરમાં સ્ત્રીજન્ય કૅન્સર બધાં જ આવી જાય છે. ટૉક્સિક વેસ્ટને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે અને એની સાથે-સાથે જીન્સને મ્યુટેટ થવા માટેનું વાતાવરણ પણ એને કારણે સર્જા‍ય છે. જો જીન્સ મ્યુટેટ થઈ ગયા હોય તો એને વધવા માટે પણ આ વાતાવરણ અનુકૂળ આવે છે.

ઍસિડિટી

ઍસિડિટી એક એવી તકલીફ છે કે બધા હેલ્થ-ઇશ્યુ અહીંથી જ ચાલુ થાય છે. કૅન્સરના કોષો ઍસિડિક વાતાવરણમાં ઊછરે છે. જેનું શરીર ઍસિડિક છે તેના શરીરમાં ગાંઠ થવાની અને વધવાની શક્યતા ઘણી વધુ રહે છે. આ પ્રકારનાં શરીર વાઇરસ, બૅક્ટેરિયા અને બીજ કીટાણુ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે જ્યાં આ કીટાણુ ફૂલેફાલે છે. જોકે એનો અર્થ એ પણ નથી કે શરીરને આલ્કલાઇન બનાવવા માટે આલ્કલાઇનયુક્ત ખોરાકનો મારો ચલાવવામાં આવે એ પણ ખોટું છે. ઍસિડ અને આલ્કલી બન્નેનું યોગ્ય બૅલૅન્સ જરૂરી છે.

ખરાબ ઇમોશનલ હેલ્થ

દરદીની જોડે વાત કરો તો ખબર પડે છે કે કોઈ ખાસ બનાવ આ દરદીઓના જીવનમાં બન્યો હોય છે. ખાસ કરીને કૅન્સરના નિદાનના છ કે બાર મહિના પહેલાં કે એનાથી પણ જૂનો કોઈ બનાવ હોય શકે છે જે બનાવને કારણે તેમની ઇમોશનલ હેલ્થ જોખમાઈ હોય. જેટલા પણ દરદી હતા એમાંથી ૯૭ ટકા દરદીઓ એવા હતા જેઓ એક્સ્ટ્રીમ ઇમોશનલ સ્ટ્રેસમાંથી પસાર થયા હતા. આ એ સ્ટ્રેસ નથી જે આપણે રોજિંદા જીવનમાં મેળવીએ છીએ. આ ક્રોનિક સ્ટ્રેસ છે જે મહિનાઓ અને વર્ષો સુધી દરદીને હેરાન કરી રહ્યું હોય છે. જેમ કે ડિવૉર્સ, કોઈ પોતાની ખાસ વ્યક્તિનું મૃત્યુ, ફિઝિકલ ટ્રૉમા, આર્થિક રીતે પડી ભાંગવું વગેરે. આ એ પ્રકારનાં દુખ છે જેમાં માણસ અંદરથી ખવાતો જાય છે. એ વધુ હાનિકારક ત્યારે બને છે જ્યારે આ ઇમોશન આપણી અંદર જ ધરબાઈ રહે છે અને બહાર આવતું જ નથી. જે રીતે ફિઝિકલ ટૉક્સિક વેસ્ટને શરીરની બહાર ફેંકવો જરૂરી છે એ જ રીતે ઇમોશનલ ટૉક્સિનને પણ શરીરની બહાર ફેંકવાં જરૂરી છે. ફક્ત એને બહાર કાઢો એટલું જ પાછું મહત્વનું નથી, એ ઘાને રુઝાવવા પણ જરૂરી છે. આ સ્ટ્રેસને વ્યવસ્થિત હૅન્ડલ કરવાથી એ માનસિક ઘા પર રૂઝ આવે છે. એને યોગ, પ્રાણાયામ, ધ્યાન, ઇમોશનની આપ-લે, હકારાત્મક વલણ અને કૃતજ્ઞતાની ભાવના વડે હૅન્ડલ કરવું જરૂરી રહે છે.

ઓછી ઊંઘ

કૅન્સરનો લગભગ દરેક દરદી પોતાની આખી જિંદગી ઓછી ઊંઘની સમસ્યા ધરાવતો જોવા મળ્યો છે. ઊંઘ આપણા શરીર માટે અત્યંત જરૂરી વસ્તુ છે. કુદરત દ્વારા જે નિયમો ઘડાયેલા છે એ નિયમોને આપણે અનુસરીએ નહીં તો હેલ્થ કૉમ્પ્લીકેશન્સ આવે જ છે. આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે આપણા શરીરમાં મેલૅટોનિન પેદા થાય છે. આ હૉર્મોન ઍન્ટિ-કૅન્સર હૉર્મોન તરીકે પણ ઓળખાય છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે મેલૅટોનિન આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

આ ચાર તકલીફો ક્યાં કારણોસર આવી શકે છે એ જાણીએ લ્યુક કુટિન્હો પાસેથી


બેઠાડુ જીવન

બેઠાડુ જીવનને કારણે વજન વધી જાય છે. ઍસિડિટી અને કબજિયાતની તકલીફ રહે છે. બેઠાડુ જીવનને કારણે તમે મોટા ભાગે લો ફીલ કરો અને ફીલ ગુડ હૉર્મોન જનરેટ થાય નહીં.

પાણીનું પ્રમાણ ઓછું

જે લોકો પાણી ઓછું પીએ છે એમના શરીરમાંથી ટૉક્સિન દૂર થતાં નથી. ટૉક્સિન દૂર કરવા માટે શરીરમાં પાણીનું પ્રમાણ વ્યવસ્થિત હોવું જરૂરી છે. પાણીનું પ્રમાણ ઓછું હોય એનો અર્થ એ કે રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. એને કારણે કબજિયાત, ઍસિડિટી, ઓછી એનર્જી‍ અને મગજની કાર્યક્ષમતામાં પણ તકલીફ જોવા મળે છે.

ટૉક્સિક વિચારો


મનનું શરીર સાથે કનેક્શન એકદમ સ્ટ્રૉન્ગ હોય છે અને એ વાત કોઈ હમ્બગ નથી, હકીકત છે. કોઈ રોગ પ્રત્યે ભયંકર ડર ઘૂસી ગયો હોય તો પણ એ રોગ શરીરમાં ઉત્પન્ïન થવાની શક્યતા ઘણી વધારે છે. આ શક્યતા ત્યારે પણ સાચી ઠરે છે જ્યારે લાઇફ-સ્ટાઇલ પણ તમારી એકદમ જ ઠીક હોય. તમે એ જ છો જે તમે તમારા વિશે વિચારો છો. જે રીતે ખુશ થવા માટે એક ખુશનુમા વિચારની જરૂર રહે છે એ જ રીતે બીમાર પડવા માટે પણ બીમાર વિચારો જ કારણભૂત હોય છે. દરેક વિચાર કોઈ ને કોઈ રીતે શરીર પર એની અસર છોડી જાય છે. કૅન્સરના દરદીઓમાં ગુસ્સો, ચીડિયાપણું, ડર, ઈર્ષા, OCD (ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર), માફી ન આપવાનો સ્વભાવ આ બધાં જ નેગેટિવ ઇમોશન્સ નેગેટિવ સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે અને એને કારણે શરીર ઍસિડિક બને છે, પાચનની હેલ્થ જોખમાય છે અને બાકી દરેક પ્રૉબ્લેમ જે કૅન્સરકારક છે એ શરૂ થઈ જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK