એપિલેપ્સીમાં ઘણી વખત જરૂર પડે છે સર્જરીની

અમુક કેસમાં બાળક મોટું થાય અને એની સાથે જ એ બંધ થઈ જાય છે તો અમુક કેસમાં દવાઓની જરૂર પડે છે. જોકે અમુક કેસ એવા હોય છે જેમાં સર્જરી અનિવાર્ય થઈ પડે છે. આજે જાણીએ યુગાન્ડાસ્થિત ઋષિ ભટ્ટના કેસ વિશે, જે બાળક છેલ્લાં ૧૧ વર્ષથી એપિલેપ્સીથી પીડિત હતું અને સર્જરી દ્વારા ઠીક થયું

health1

જિગીષા જૈન

મૂળ ભરૂચ જિલ્લાના જ્મ્બુસર તાલુકાના કહાનવા ગામના વતની અને છેલ્લાં ૧૯ વર્ષથી યુગાન્ડાસ્થિત ભટ્ટપરિવારના ઘરે ૨૦૦૫માં પુત્રનો જન્મ થયો. તેમણે તેનું નામ ઋષિ રાખ્યું. જન્મનાં ત્રણ વર્ષ પછી તેને આંચકીઓ આવવાનું શરૂ થઈ ગયું. યુગાન્ડામાં ડૉક્ટરને બતાવ્યું, પરંતુ ખાસ કંઈ ફાયદો ન થયો. ભારત આવીને અહીં પણ ઇલાજ શરૂ કર્યો. થોડો ફરક પડતો, પરંતુ ખાસ પરિણામ હાથ મળતું નહોતું. MRI સ્કૅન કરાવ્યા, દવાઓ ચાલુ કરી; પરંતુ બાળકની હાલત ખરાબ જ થતી રહી. તેને આંચકી કે ખેંચ આવતી ત્યારે હાથ-પગ આખા ખેંચાઈ જતા અને આંખો પહોળી થઈ જતી અને એ અવસ્થામાં બાળકની હાલત અત્યંત ખરાબ થઈ જતી. એવું થવા માંડ્યું કે તેની સાથે સતત કોઈએ ને કોઈએ રહેવું જ પડે. બાળકનો વિકાસ જે નૉર્મલ થવો જોઈતો હતો એ થઈ નહોતો રહ્યો.

ખેંચની તકલીફ


જુદા-જુદા બે ડૉક્ટરોને બતાવ્યું હતું અને બન્નેનું કહેવું એવું હતું કે મગજમાં બે નળીઓ છે, જે દબાઈ રહી છે. એને કારણે ઋષિને એપિલેપ્સી એટલે કે આંચકીની તકલીફ છે. એમાંથી એક ડૉક્ટરે બાંહેધરી પણ આપી હતી કે ઋષિ મોટો થશે ત્યારે એની મેળે આ આંચકીઓ બંધ થઈ જશે. પરંતુ એનાથી બન્યું ઊલટું. આ વાત કરતાં ઋષિના પિતા હીરલકુમાર ભટ્ટ કહે છે, ‘ઋષિને શરૂઆતમાં દિવસમાં એકાદ વાર ખેંચ આવતી. પછી ૭-૮ વર્ષનો થયો ત્યારે એ ખેંચનું પ્રમાણ ઘટવાને બદલે વધી ગયું. દવાઓ ચાલુ હતી, પરંતુ એની અસર દેખાતી નહોતી. અમને લાગતું કે અમે અમારા બાળક માટે શું કરી શકીએ? સાવ નિ:સહાય જેવી હાલત થઈ ગઈ હતી.’

વર્તનમાં પ્રૉબ્લેમ


ઋષિએ નાનો હતો ત્યારે સ્કૂલ પણ શરૂ કરી, પરંતુ ત્યાં પણ તેને આંચકી આવી જતી હતી. એ અવસ્થા લગભગ અડધો કલાક રહેતી અને એ પછી તેને સેટલ થવામાં એક-બે કલાક લાગતા. વળી આંચકીઓને કારણે તેના વર્તન પર ઘણી અસર થવા લાગી હતી. તેને કાબૂમાં કરવો ખૂબ જ અઘરો બની રહ્યો હતો. આ બાબતે વાત કરતાં હીરલકુમાર કહે છે, ‘જે બાળકને ખેંચ આવતી હોય તેને તમે કોઈ પ્રેશર ન આપી શકો, ખિજાઈ ન શકો અને તેના પર કોઈ પ્રકારે ગુસ્સો પણ ન કરાય. તેને કોઈ બાબત માટે આમ ન જ કરવું એમ પરાણે ન કહી શકાય. તેને જેમ કરવું હોય એમ કરવા દેવું પડે છે, કારણ કે થોડુંક પણ તેને પ્રેશર આપો તો ખેંચ આવી જવાની શક્યતા વધુ રહે છે. આમ પહેલેથી અમારે તેને એ જ રીતે ઉછેરવો પડ્યો. બીજું એ કે સતત જ્યારે દિવસમાં બે-ત્રણ વાર આંચકીઓ આવે ત્યારે એ બાળકના મગજ પર પણ અસર થાય છે. એટલે તે બેકાબૂ બની જતા હોય છે. આમથી તેમ દોડવા લાગે, કાબૂમાં ન રહે. ૧૧ વર્ષે જ્યારે અમે તેને મુંબઈ ઇલાજ માટે લાવ્યા ત્યારે તેને જોઈને કોઈ પણ કહી શકે કે તે ગાંડો જ થઈ ગયો હતો. તેને વસ્તુઓ યાદ પણ ન રહેતી. એકલા-એકલા બોલ્યા કરે અને ક્યાં કઈ રીતે વર્તવું એ તેને સમજ જ ન પડે.’

health2

ઇલાજ

આવી પરિસ્થિતિમાં તેમણે મુંબઈ ઇલાજ શરૂ કરાવ્યો. મુંબઈમાં દર પાંચ દિવસે ૧ એમ તેની જુદી-જુદી સાત ટેસ્ટ કરી અને જરૂરી દવાઓ શરૂ કરી. ઋષિના કેસ વિશે જણાવતાં તેના ડૉક્ટર પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ, માહિમના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ન્યુરોલૉજિસ્ટ ડશૅ. નીલુ દેસાઈ કહે છે, ‘જ્યારે ઋષિ આવ્યો અમારી પાસે ત્યારે તેની હાલત ખરેખર ખરાબ હતી. આટલાં વર્ષોથી તે સતત એપિલેપ્સી એટલે કે આંચકીને લીધે પીડાતો હતો એની અસર તેના વર્તન અને તેના મગજ પર દેખાતી હતી. અમે ત્યારે નક્કી કર્યું કે ઋષિને એકાદ વર્ષ દવા આપીને જોઈએ. ત્યાં સુધી અમે અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખ્યું. એ તપાસ દરમ્યાન અને જરૂરી ટેસ્ટ કરાવ્યા પછી અમને સમજાયું કે ઋષિના મગજમાં જમણા અને ડાબા મગજની વચ્ચે એક ક્લૉટ છે. આ ક્લૉટ કે ગાંઠને હટાવીએ તો કંઈક પરિણામ મળી શકે.’

સર્જરીની જરૂર

ઋષિને દવાઓથી ઘણો ફરક હતો. તેની આંચકીઓ ઓછી થઈ રહી હતી, પરંતુ સાવ બંધ નહોતી થતી. એને બંધ કરવા માટે સર્જરીની જરૂર હતી. એપિલેપ્સીમાં દરેક દરદીને સર્જરીની જરૂર નથી હોતી, પરંતુ અમુક દરદીઓમાં સર્જરી મહત્વની હોય છે. ઘણાને તો આ રોગ એની મેળે જ મટી જાય છે, પરંતુ અમુક લોકોમાં એવું બનતું નથી; કારણ કે દરેક દરદીને ખેંચ આવવાનું કારણ જુદું-જુદું હોય છે. આ બાબતે વાત કરતાં ડૉ. નીલુ દેસાઈ કહે છે, ‘ઋષિની આંચકીઓ બંધ નહોતી થઈ રહી. અમે તેને વધુ સ્ટ્રૉન્ગ મેડિસિન ન આપી શકીએ, કારણ કે આમ પણ તે કેટલાં વર્ષોથી દવાઓ લઈ રહ્યો હતો. બ્રેઇન-સર્જરી આમ પણ જટિલ હોય છે. એવું પણ થઈ શકે કે આ સર્જરી દરમ્યાન બાળકની હાલત જે છે એનાથી વધુ ખરાબ થાય કે અમુક ટકા એમ પણ શક્યતા રહે કે બાળક જીવે જ નહીં. પરંતુ એમાં મોટી સંભાવના એ પણ હતી કે બાળકની તકલીફ સાવ દૂર થઈ જાય. એપિલેપ્સી રોગમાં અમુક કેસમાં દવાઓ જ્યારે કામ નથી કરતી ત્યારે અમે સર્જરી સજેસ્ટ કરતા હોઈએ છીએ અને રિસ્ક હોવા છતાં એ ઘણો જ અકસીર ઇલાજ છે.’

health

સર્જરીથી થઈ ગયો ઠીક

ઋષિ ઠીક થઈ જાય એ જ આશા સાથે ૨૦૧૬ના જૂનમાં ઑપરેશન થયું અને એ કામિયાબ નીવડ્યું. સર્જરી પછી ઋષિની આંચકીઓ સાવ બંધ થઈ ગઈ એટલું જ નહીં, તેને ધીમે-ધીમે ઇમ્પþૂવમેન્ટ દેખાવા લાગ્યું. એના વિશે વાત કરતાં હીરલકુમાર કહે છે, ‘આટલાં વર્ષોનો તેનો રોગ હતો. ભલે તેની જડ જતી રહી, પરંતુ રિકવરીમાં સમય તો લાગવાનો જ. હજી પણ તેની દવાઓ ચાલુ છે. ધીમે-ધીમે એ છૂટશે. થોડા સમય પહેલાં જ તેણે ફરીથી સ્કૂલ ચાલુ કરી છે. જે એ ભૂલી જતો હતો એ હવે ધીમે-ધીમે યાદ રહેવા લાગ્યું છે. તેના વર્તનમાં પણ ઘણો ફરક છે. તે હવે નૉર્મલ માણસ બનવા તરફ જઈ રહ્યો છે એ અમે જોઈ રહ્યા છીએ. થોડા સમયમાં એ શક્ય બનશે એ અમને ચોક્કસ ખબર છે. જ્યારે એ સર્જરી કરાવવાની હતી ત્યારે અમને ભયંકર ડર લાગતો હતો કે અમે તેને ખોઈ બેસીશું, પરંતુ એ સર્જરીએ તેને એક નવજીવન બક્ષ્યું છે.’

એપિલેપ્સી કે આંચકીનો રોગ

એપિલેપ્સી મગજને લગતો એક રોગ છે. મગજને શરીરનું હેડક્વૉર્ટર સમજીએ તો આખા શરીરનાં જુદાં-જુદાં અંગો જે કાર્ય કરે છે એનું સંચાલન શરીરના હેડક્વૉર્ટર એટલે કે મગજમાં થાય છે. આખા શરીર અને મગજની વચ્ચે કનેક્શન સાધતી ચેતાતંત્રની નળીઓ આખા શરીરમાં ફેલાયેલી છે, જે શરીરના એક અંગ અને મગજ વચ્ચે એક સીધું જોડાણ રચે છે. આ જ વાતને ઉદાહરણ સાથે સમજીએ તો ચાના ગરમ કપને તમારી આંગળી અડે છે ત્યારે સેકન્ડથી પણ ઓછા સમયમાં આંગળીના ટેરવેથી મગજ સુધી સંદેશો પહોંચે છે અને મગજ આંગળીને ત્યાંથી હાથ હટાવવાનો આદેશ આપે છે. પલકારાભરના સમયમાં આ સંદેશાની જે આપ-લે થાય છે એ આપ-લેનું માધ્યમ ઇલેક્ટ્રૉનિક છે, જેમાં અમુક પ્રકારની પ્રોસેસમાં કેમિકલ્સ પણ ભળે છે. એ વિશે સમજાવતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના ન્યુરોલૉજી અને સ્ટ્રોક ડિપાર્ટમેન્ટના હેડ ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘આપણું મગજ લાખો કોષોનું બનેલું છે. આ કોષોમાંથી વીજળીના કરન્ટ જેવી ઊર્જા‍ સતત નીકળતી હોય છે. આ કરન્ટ થકી જ મગજ શરીરનાં અન્ય અંગોને સંદેશા મોકલાવે છે. શરીરની બધી જ કામગીરીનું નિયંત્રણ આપણું મગજ આ ઇલેક્ટિÿક કરન્ટ દ્વારા કરે છે. મગજની શરીર સાથેની આ ઍક્ટિવિટી જે પાથવે દ્વારા થાય છે એ ચેતાતંત્રની ચેતાઓને ઇલેક્ટ્રો-કેમિકલ પાથવે કહે છે. આ ઇલેક્ટ્રો-કેમિકલ પાથવે જ્યારે ભાંગી પડે કે એમાં કોઈ ખરાબી થાય ત્યારે એપિલેપ્સી કે ખેંચનો પ્રૉબ્લેમ થાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK