કાર્ડિઍક અરેસ્ટ આવે એટલે કે જ્યારે હૃદય ધબકતું બંધ થઈ જાય ત્યારે CPR જ એકમાત્ર ઉપાય રહે છે

હાલમાં મુંબઈમાં એક એવો જ કેસ મળ્યો, જેમાં ૪૫ વર્ષનાં વિનીતા રામક્રિષ્નનને ૬૦ મિનિટ CPR આપવું પડ્યું ત્યારે તેમનું હૃદય ફરી કાર્યરત થયું. સામાન્ય રીતે જો ૬૦ મિનિટ સુધી CPR આપવું પડે તો વ્યક્તિના શરીરમાં ડૅમેજ થઈ શકે છે; વ્યક્તિ જીવી તો જાય પણ પથારીવશ બની શકે છે, પરંતુ આ કેસમાં એવું ન થયું જે પોતાનામાં એક ચમત્કાર હતો. વિનીતા રામક્રિષ્નન આજે સંપૂર્ણ સ્વસ્થ છે

CPR

જિગીષા જૈન

હાર્ટ ધબકે છે ત્યાં સુધી જીવન છે અને એક વખત એ ધબકવાનું ચૂકી જાય ત્યારે... ભારતમાં કુલ મૃત્યુનાં ૧૦ ટકા મૃત્યુ કાર્ડિઍક અરેસ્ટને કારણે થાય છે. વ્યક્તિનું હાર્ટ એકદમ જ બંધ પડી જાય છે, જેને કાર્ડિઍક અરેસ્ટ કહેવાય છે. હાલમાં ઇન્કમ-ટૅક્સમાં કામ કરતાં ૪૫ વર્ષનાં વિનીતા રામક્રિષ્નનને ઑફિસથી ઘરે જતી વખતે સ્ટેશન પર એકદમ છાતીમાં અને પીઠ પર પેઇન ઊપડ્યું અને ભયંકર પરસેવો વળી ગયો. તેમણે તાત્કાલિક તેમના ફૅમિલી ડૉક્ટરને ફોન કર્યો અને તેમના ક્લિનિક પર જઈને ECG કઢાવ્યો, જેમાં ખબર પડી કે તેમને મોટો હાર્ટ-અટૅક આવ્યો હતો. જ્યારે આ ખબર પડી કે ફૅમિલી ડૉક્ટરે તેમને સલાહ આપી તાત્કાલિક મોટી હૉસ્પિટલમાં જવાની. કારમાં તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જતા હતા ત્યારે જ તે ઢળી પડ્યાં. ઘરના લોકો અત્યંત ગભરાઈ ગયા. તેમને તાત્કાલિક ઇમર્જન્સી તરફ લઈને ભાગ્યા, જ્યાં તેમને ચેક કરતાં ખબર પડી કે વિનીતા રામક્રિષ્નનને કાર્ડિઍક અરેસ્ટ થયું હતું. એટલે કે તેમનું હૃદય બંધ પડી ગયું હતું.

CPRની જરૂર


ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી આ હાલતમાં તેમના પર કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન એટલે કે CPR ચાલુ કરવામાં આવ્યું. આ CPR શું છે એ સમજાવતાં વિનીતા રામક્રિષ્નનનો ઇલાજ કરનારા ફોર્ટિસ હૉસ્પિટલ, મુલુંડના હેડ ઑફ ઇમર્જન્સી મેડિસિન ડૉ. સંદીપ ગોરે કહે છે, ‘હાર્ટ જ્યારે બંધ પડી જાય ત્યારે એને ફરીથી શરૂ કરવાની જે જહેમત છે એ CPR છે, જેમાં છાતીને દબાવીને હાર્ટને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એક કાર્ડિઍક અરેસ્ટના દરદી માટે આ ટેક્નિક અત્યંત મહત્વની છે. એના દ્વારા ફરી હૃદય કાર્યરત થવાની શક્યતા ઊંચી રહે છે. હૉસ્પિટલમાં જે પ્રકારનું CPR આપવામાં આવે છે એ ઘણું ઍડ્વાન્સ્ડ લેવલનું હોય છે, જ્યારે હાથ દ્વારા જે CPR આપવામાં આવે છે એ પ્રાઇમરી લેવલનું હોય છે. જોકે ડૂબતાને તરણાનો સહારો હોય એમ જ્યારે હૉસ્પિટલમાં ન પહોંચો એ પહેલાં દરદીને CPR મળી રહે તો તેના બચવાની શક્યતા ઘણી વધુ હોય છે. વિનીતા રામક્રિષ્નનના કેસમાં એવું હતું કે CPRની સાથે બીજી જરૂરી ટ્રીટમેન્ટ પણ શરૂ કરવામાં આવી. પરંતુ તકલીફ એ હતી કે હાર્ટ ચાલુ થાય પછી જ તો કોઈ ઇલાજ અસર કરે. આમ CPR ચાલુ જ રાખ્યું હતું.’

હૉસ્પિટલમાં અને હૉસ્પિટલની બહાર


કાર્ડીયોપલ્મનરી રિસસિટેશન એક સ્કિલ છે, જેના વડે જીવન બચાવી શકાય છે. મોટા ભાગે ઍમ્બ્યુલન્સમાં આવનારા મેડિકલ હેલ્પર્સને આ સ્કિલ્સ આવડતી હોય છે, પરંતુ મોટા ભાગના કેસમાં જોવા મળે છે કે ઍમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં મોડું થઈ જાય છે. આવા સમયે જો તમને આ સ્કિલ આવડતી હોય તો તમારી ઘરની કે બહારની કોઈ પણ વ્યક્તિને તમે જીવનદાન આપી શકો છો. દુનિયાભરમાં લોકો CPR શીખવાની ભલામણ કરતા હોય છે, કારણ કે કાર્ડિઍક અરેસ્ટમાં જે તાત્કાલિક ટ્રીટમેન્ટની જરૂર પડે છે એ CPR સિવાય ભાગ્યે જ શક્ય બને છે. એક સામાન્ય માણસ પણ CPR કઈ રીતે આપવું એ શીખી શકે છે. એ સરળ છે. ફક્ત બે કલાકની અંદર આ સ્કિલ શીખી શકાય છે. જોવા મળ્યું છે કે જે દરદીઓને હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ CPRની મદદ મળી છે તેમના બચવાની શક્યતા ઘણી વધારે રહે છે. પરંતુ વિનીતા રામક્રિષ્નન એ રીતે નસીબદાર કહી શકાય કે તે હૉસ્પિટલથી થોડાં જ દૂર હતાં અને કાર્ડિઍક અરેસ્ટનો ભોગ બન્યાં. તાત્કાલિક ઇમર્જન્સીમાં ઍડ્વાન્સ્ડ લેવલનું CPR તેમને મળી ગયું અને તેમને બચાવી શકાયાં એટલું જ નહીં, આજે તે સંપૂર્ણ સ્વસ્થ છે.

સમય વધુ, રિસ્ક વધુ


CPR વધુમાં વધુ ૩૫ મિનિટ સુધી આપવામાં આવે છે ત્યાં સુધીમાં દરદીનું હાર્ટ ચાલવા લાગ્યું તો મોટી વાત છે, પરંતુ જો એવું ન થયું તો ચિંતાનો વિષય છે. આમ તો CPR આપીએ અને જેટલું જલદી હાર્ટ ફરીથી ચાલુ થાય એટલું બેસ્ટ, પરંતુ જો ૩૫ મિનિટથી વધુ સમય લાગે તો દરદી કદાચ બચી તો જાય, પરંતુ તેનું માનસિક સંતુલન ગડબડાઈ જાય. ન્યુરોલૉજિકલ પ્રૉબ્લેમ્સ આવવાની શક્યતા ઘણી વધુ રહે છે. આ કેસની મહત્વની બાબત સમજાવતાં ડૉ. સંદીપ ગોરે કહે છે, ‘વિનીતા રામક્રિïષ્નનને ૬૦ મિનિટ સુધી સતત CPR આપવામાં આવ્યું હતું, કારણ કે પહેલી વીસ મિનિટ અમે CPR આપ્યું તો અમને થોડી આશા બંધાઈ; જેના આધારે બીજી વીસ મિનિટ CPR આપવામાં આવ્યું. એમાં થોડી આશા વધુ પાકી થઈ અને ફરી ૧૦-૧૫ મિનિટ CPR આપ્યું તો પરિણામ મળ્યું. મોટા ભાગે જે બનતું હોય છે એમ ૬૦ મિનિટ CPR આપવાને કારણે મગજમાં કોઈ તકલીફ તો પહોંચી હોવી જોઈએ એવું અમને લાગતું હતું, પરંતુ આને મિરૅકલ કહો કે બીજું કંઈ; પણ વિનીતા રામક્રિષ્નન સંપૂર્ણ સ્વસ્થ થઈને ૭ દિવસમાં ઘરે જતાં રહ્યાં હતાં.’

શું શીખવા મળે છે આ કેસ પરથી?

જે દરદીઓને ૬૦ મિનિટથી વધારે CPR આપવું પડે એટલે કે એનો અર્થ એ થયો કે તેમનું હાર્ટ ૬૦ મિનિટથી ચાલુ જ નથી થયું એવા દરદીઓના શરીરમાં મોટું ડૅમેજ થવાની શક્યતા ખૂબ વધુ રહે છે. ખાસ કરીને એવું બને કે વ્યક્તિ જીવે તો ખરી પણ પથારીવશ થઇ જાય. મહત્વનું એ છે કે સમયસર જો હાર્ટ-અટૅકનાં ચિહ્નોને ઓળખીને વ્યક્તિ સમયસર હૉસ્પિટલ પહોંચી જાય તો કાર્ડિઍક અરેસ્ટથી બચી શકાય છે. છતાં કાર્ડિઍક અરેસ્ટ એક એવો પ્રૉબ્લેમ છે જે ગમે ત્યારે આવે. આવા સમયે CPR મળી રહે તો દરદીને બચાવવો સરળ પડે છે. પછી એ હૉસ્પિટલનું ઍડ્વાન્સ્ડ લેવલનું CPR હોય કે સામાન્ય માણસ પાસેથી મળતું પ્રાઇમરી CPR, જીવન બચાવવા માટે એ એકમાત્ર ઉપાય છે. બીજું એ કે આવા સંજોગોમાં સમય વેડફ્યા વગર તાત્કાલિક મોટી હૉસ્પિટલ ભાગવું જરૂરી છે જ્યાં ઇમર્જન્સી અને ત્ઘ્શ્ની સુવિધા હોય. એક વખત વિનીતા રામક્રિષ્નનનું હાર્ટ શરૂ થયું પછી પ્રોસીજર મુજબ તેમની એન્જિયોગ્રાફી થઈ અને એન્જિયોપ્લાસ્ટી પણ કરાવવામાં આવી.  

આંકડાઓ


દર વર્ષે ૭ લાખ લોકોનું જીવન કાર્ડિઍક અરેસ્ટને કારણે મૃત્યુને ભેટે છે. જ્યારે હાર્ટ પમ્પિંગ કરવાનું બંધ કરી દે ત્યારે લોહીનું શરીરમાં ભ્રમણ અટકી જાય છે અને લોહી મગજને પહોંચવાનું બંધ થાય એટલે વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. જો કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય, તેના ધબકારા બંધ થઈ જાય, તેના શ્વાસ અનિયમિત થઈ જાય કે બંધ થઈ જાય તો એ કાર્ડિઍક અરેસ્ટની નિશાની છે. આવી વ્યક્તિને ગણતરીની મિનિટોમાં ટ્રીટમેન્ટ ન આપવામાં આવે તો એ વ્યક્તિનું મૃત્યુ નિãત થઈ જાય છે. કાર્ડિઍક અરેસ્ટ હાર્ટ-અટૅકનું જ વરવું સ્વરૂપ છે અને આંકડાઓ મુજબ ૭૦ ટકા હાર્ટ -અટૅક ઘરમાં જ આવે છે, જેમાંથી ૯૦ ટકા ઘાતક પુરવાર થતા હોય છે. બાકીના ૩૦ ટકા જે ઘરની બહાર હાર્ટ-અટૅક આવતા હોય છે તેમની હાલત આપણે પહેલાં વાત કરી એવી કંઈ થતી હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK