ચહેરા પરનો મેદ ઘટાડવા માટે ઉપયોગી યોગ

ચહેરાની પોતાની ઘણી સમસ્યાઓ છે. એના પર જામી જતી ચરબી કાઢવી ખૂબ અઘરી છે. આ સિવાય તેજનો અભાવ, પીળો પડી ગયેલો ચહેરો, ખરતા વાળ, ગાલના ગટ્ટા, ડબલ ચિન વગેરેનો ઉપાય યોગ દ્વારા કાઢી શકાય છે. આજે જાણીએ કયા પ્રકારનાં યોગ, ક્રિયાઓ, પ્રાણાયામ, બંધ, મુદ્રાઓ વગેરે આ માટે ઉપયોગી છે. જોકે મહત્વનું એ છે કે આ યોગનિષ્ણાત પાસેથી વ્યવસ્થિત શીખ્યા બાદ જ કરવામાં આવે, નહીંતર ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે


જિગીષા જૈન

સેલ્ફીનો જમાનો છે, પરંતુ એવા ઘણા લોકો છે જેમને તમે પૂછો કે સેલ્ફી લઈએ તો ધડ કરીને ના પાડી દેશે. જ્યાં ના ન પાડી શકાય ત્યાં કૅમેરાથી થોડા દૂર જઈને ઊભા રહી જશે. તેમની ના પાછળનું કારણ હોય છે તેમનો મસમોટો, ગોળમટોળ ચહેરો. સેલ્ફીમાં ચહેરો એમનેમ પણ મોટો આવે છે અને જેમનો ચહેરો પહેલેથી જ જાડો હોય તેઓ સેલ્ફીથી ગભરાય એ સહજ છે. જ્યાં સુધી ચરબીનો પ્રશ્ન છે એ શરીરના જુદા-જુદા ભાગોમાં થર કરીને જામી જાય છે. ઘણાની ચરબી પેટ પર વધુ દેખાય છે તો ઘણાની ચરબી હિપ્સ પર વધુ હોય છે, ઘણાને ચરબીના થર હાથમાં તો ઘણાને પગમાં જામેલા હોય છે. ડાયટ અને એક્સરસાઇઝથી વજન ઊતરે છે એ વાત સાચી, જેમાં ડાયટથી આખા શરીરમાંથી ચરબી ઓગળે છે; પરંતુ જ્યારે એક્સરસાઇઝની વાત આવે છે ત્યારે એ વ્યક્તિગત રીતે નક્કી થાય છે, જેમ કે તમને પેટ પર ચરબી વધારે હોય તો પેટની એક્સરસાઇઝ વધુ કરવી જેથી ત્યાંના થર ઓગળે. એમ શરીરનો એક ભાગ છે જે અત્યંત મહત્વનો છે, પરંતુ ત્યાં જામેલા ચરબીના થર વિશે શું કરવું એ લોકોને ખાસ સમજ પડતી નથી. એ છે ચહેરો. ઘણા લોકો જે વેઇટલૉસ કરે છે તેમને આ પ્રશ્ન નડે છે કે ૧૦ કિલો વજન ઉતારવું સરળ છે, પરંતુ આ ડબલ ચિન એટલે કે દાઢીની નીચે લટકી પડેલી ચામડી જે બીજી દાઢી જેવી જ દેખાય છે એને કઈ રીતે કાઢવી? ગાલ ગલગોટા જેવા થઈ ગયા છે એને કેમ ઓછા કરવા? વળી ચહેરા પર ચરબી જ એક પ્રશ્ન નથી હોતો. ઘણા લોકોનાં મોઢાં પર કાન્તિ કે તેજ હોતું નથી, ઘણા લોકોનો ચહેરો એકદમ પીળો લાગે છે. ઘણા લોકોને ઍક્ને જેવો પ્રૉબ્લેમ પણ હોય છે.

ચહેરાના પ્રૉબ્લેમ્સ વિશે વાત કરતાં ન્યુ એજ યોગ સેન્ટર, વિલે પાર્લેનાં ફાઉન્ડર અને યોગગુરુ સંધ્યા પત્કી કહે છે, ‘આપણે શરીરનાં બીજાં અંગોની કસરત વિશે હંમેશાં વિચારીએ છીએ, પરંતુ ચહેરાને ભૂલી જઈએ છીએ. હકીકત એ છે કે ચહેરામાં આવેલા સ્નાયુઓને પણ કસરતની જરૂર પડે છે. ખાસ કરીને જો ચહેરાનું તેજ વધારવું હોય, કાન્તિ લાવવી હોય, ઍક્ને કે વાળ ખરવા જેવા પ્રૉબ્લેમ્સને દૂર કરવા હોય, ચહેરા પરની બિનજરૂરી ચરબીને હટાવીને એનો શેપ સુધારવો હોય તો યોગ આપણને અત્યંત ઉપયોગી છે. અમુક ખાસ આસનો, મુદ્રાઓ, ક્રિયાઓ અને પ્રાણાયામ છે જેના વડે ઘણાં સારાં પરિણામો મેળવી શકાય છે. ચહેરાની હેલ્થ માટે અમુક વસ્તુઓ ખૂબ જ મહત્વની છે; જેમ કે લોહીનું પરિભ્રમણ, સાફ પેટ, સારું પાચન, તાણ વગરનું જીવન અને સાચું અને ખુશીથી ભરપૂર પૉર.’

સૌથી મહત્વનું જે છે એ છે લોહીનું પરિભ્રમણ. જો ચહેરા પર લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થતું હોય તો ચહેરાની હેલ્થ સારી રહે છે. ચહેરા પર લોહીનું પરિભ્રમણ વધે એ માટેનાં કેટલાંક આસનો વિશે વાત કરતાં સંધ્યા પત્કી કહે છે, ‘શરીરમાં વહેતું લોહી ચહેરા પર પૂરી માત્રામાં આવે એ માટે હસ્તપાદાસન, અધોમુખ શવાસન, સવાર઼્ગાસન, કંધરાસન અને સૂર્યનમસ્કાર અત્યંત ઉપયોગી છે. ચહેરાની જે મુખ્ય તકલીફો છે એ આ આસનો વડે દૂર કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિએ આ આસનો નિષ્ણાત પાસેથી શીખીને પછી જ ઘરે પ્રૅક્ટિસ કરવી જોઈએ, કારણ કે આ આસનો સાવ સરળ નથી. થોડાં અઘરાં કહી શકાય એવાં છે. જો જાતે કરવામાં ગરબડ થઈ તો ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે.’

યોગ સિવાય પ્રાણાયામ પણ અત્યંત ઉપયોગી સાબિત થાય છે એ સમજાવતાં સંધ્યા પત્કી કહે છે, ‘ચહેરા માટે ઘણા પ્રાણાયામ પણ ઉપયોગી સાબિત થાય છે. જેમ કે કપાલભાતિ. આ પ્રાણાયામનો શાબ્દિક અર્થ જ એ છે કે જેના દ્વારા કપાળ પર તેજ આવે એ પ્રાણાયામ. શરૂઆતમાં એના ૩૦ રાઉન્ડ કરી શકાય છે. ફરી બ્રેક લેવો અને શક્ય હોય તો ફરીથી ૩૦ રાઉન્ડ લઈ શકાય. ભãસ્ત્રકા પ્રાણાયામ પણ ખૂબ જ ઉપયોગી રહે છે. ભãસ્ત્રકા શરીરનું પાચન સુધારે છે. ઘણી વાર પીળા પડી ગયેલા ચહેરાનું કારણ ખરાબ પાચન હોય છે. આ સિવાય મેડિટેશન એટલે કે ધ્યાન પણ ખૂબ જરૂરી છે.’

શું-શું કરી શકાય?

પ્રાણાયામ, યોગ અને ધ્યાન સિવાય અમુક બંધ અને મુદ્રાઓ છે જે ચહેરાના સ્નાયુઓ પર કામ કરે છે. ચહેરા પરનો મેદ હટાવવા અને બાકીની બીજી તકલીફો માટે એ ઉપયોગી છે. સંધ્યા પત્કી પાસેથી જ જાણીએ આ ઉપયોગી બંધ અને મુદ્રાઓ.

yogaq1

જિહ્વાબંધ

રીત : આ બંધમાં પહેલાં બેસી જવું. ત્યાર બાદ મોઢું ખોલીને જીભને ઉપરના તાળવે અડે એમ ગોઠવવી. પછી ઊંચું જુઓ. ડોક થોડી ખેંચાશે અને એ ખેંચાણ કે સ્ટ્રેચને અનુભવો. દસ સુધી કાઉન્ટ કરો. ફરીથી નૉર્મલ પોઝિશન પર ડોક લઈ આવો અને આ જ રીતે બેથી ત્રણ વાર રિપીટ કરી શકો છો.  

ફાયદા : જિહ્વાબંધને કારણે ડોકની આજુબાજુની સ્કિન ટાઇટ થાય છે, જેને લીધે જડબાની લાઇન સરસ દેખાય છે. એનો સૌથી મોટો ફાયદો છે કે એનાથી ડબલ ચિનની સમસ્યા દૂર થાય છે. ગાલ અને જડબાંના સ્નાયુઓ પર એ ઘણું સારું કામ કરે છે અને ત્યાં જામેલી ફૅટ્સને એ બાળે છે.

yoga2

સિંહમુદ્રા

રીત : સિંહના મુખ જેવું મુખ આપણે આ મુદ્રામાં બનાવવાનું છે. સામાન્ય પલાંઠી વાળીને પણ આ મુદ્રા કરી શકાય છે. નહીંતર ક્લાસિકલ રીતે પગને ઘૂંટણેથી ઊંધા વાળીને બેસવું જેમાં પગ બન્ને અલગ-અલગ દિશા તરફ વાંકા વળેલા હોય એવું લાગે. હાથ બન્ને પગની આગળ જમીન પર ગોઠવાયેલા અને હાથની આંગળીઓ પગની દિશામાં રહે એ રીતે હથેળી ગોઠવવી. ત્યાર બાદ ચહેરાને થોડોક આગળ તરફ ઝુકાવીને મોઢામાંથી જીભ કાઢવી અને જોરથી હા... એમ સિંહની જેમ અવાજ કાઢવો. આ દરમ્યાન આંખો ઘણી પહોળી થવી જોઈએ. એક વાર થઈ જાય પછી જીભ અંદર લેવી અને અડધી મિનિટના બ્રેક પછી ફરીથી રિપીટ કરવું. આ રીતે પાંચ વાર કરી શકાય.

ફાયદા : સિંહમુદ્રા વ્યક્તિ માટે અત્યંત ઉપયોગી મુદ્રા છે. આ મુદ્રાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ વધે છે. ચહેરા પર જામેલો મેદ દૂર થાય છે. સ્નાયુઓને ટોનિંગ મળે છે. જ્યારે સિંહમુદ્રાના પાંચ રાઉન્ડ પતે પછી તમે અનુભવશો કે ચહેરો એકદમ ગરમ લાગે છે. આ મુદ્રા થાઇરૉઇડને પણ બૅલૅન્સ કરે છે. અમુક દબાયેલો ગુસ્સો કે ઇમોશન્સને બહાર કાઢવામાં પણ આ મુદ્રા ઘણી ઉપયોગી થાય છે, જેને કારણે માનસિક હેલ્થ પણ ઘણી સારી બને છે.

yoga3

યોગમુદ્રા

રીત : કોઈ પણ યોગીને આ મુદ્રા આવડવી જોઈએ. જોકે એ અત્યંત સરળ પણ છે. પલાંઠી મારીને બેસો. હાથ પાછળની બાજુએ એકબીજાને પકડેલા હોય કે વિશ્રામની પોઝિશનમાં જેમ હોય એમ રાખો. એક ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડતાં-છોડતાં નીચેની તરફ માથું ઝુકાવો. યાદ રાખો કે ફક્ત ગરદન પરથી ઝૂકવાનું નથી, પરંતુ ઝુકાવ છેક તમારી નીચેની કમરથી આવવો જોઈએ. જમીનને માથું અડાડવાની કોશિશ કરો. જો માથું અડે નહીં તો બન્ને હાથને આગળ લઈને એના પર માથું ટેકવી દો. માથાને હવામાં લટકાવો નહીં. માથું એકદમ રિલૅક્સ પોઝિશનમાં ટેકાવું જોઈએ. મન અને શરીર એકદમ રિલૅક્સ રાખો અને તમારા શ્વાસ પર ધ્યાન આપો. જેટલું રોકાઈ શકો ત્યાં આ રીતે એટલું રોકાઓ અને પછી અનુકૂળતા મુજબ ઉપર આવી જાઓ.

ફાયદા : ચહેરાના પ્રૉબ્લેમ પાછળનાં ઘણાં કારણોમાંનું એક ખાસ કારણ તાણ છે. એનાથી દૂર રહેવા માટે યોગમુદ્રા અત્યંત ઉપયોગી છે. દેખાવમાં સરળ છે, પરંતુ એટલી જ અકસીર છે. આ સ્થિતિ તમને રિલૅક્સ કરતાં શીખવે છે એ હેલ્થ માટે અત્યંત જરૂરી બાબત છે.

yoga4

બ્રહ્મમુદ્રા

રીત : આમ તો બ્રહ્મમુદ્રા એક સામાન્ય ડોક અને ગળાની એક્સરસાઇઝ છે, પરંતુ જો એનો વધુ ફાયદો લેવો હોય તો મોઢામાં પાણી ભરીને પ્રૅક્ટિસ કરવી જોઈએ. આ માટે સૌપ્રથમ બેસી જાઓ અને નવશેકું પાણી મોઢામાં ભરીને ગલોફું ફુલાવવું. ત્યાર બાદ ડાબી બાજુથી લઈને જમણી તરફ સમાંતર દિશામાં ડોક ફેરવવી. એ રીતે ૨-૪ વાર ફેરવ્યા બાદ ૨-૪ વાર ઉપર-નીચે ફેરવવી અને એક વેરિએશન તરીકે ૨-૪ વાર ત્રાંસી એટલે કે ઈશાનથી નૈઋર્ત્ય અને વાયવ્યથી અગ્નિ દિશામાં ડોક ફેરવવી. જ્યારે કસરત પતે ત્યારે એ પાણી પી જાવું.

બદુો

ફાયદા : આ રીતે કરવામાં આવતી ડોકની એક્સરસાઇઝ સાથે મોઢામાં પાણી ભરવાથી ગાલની અંદરની દીવાલ પર પાણીનું હળવું પ્રેશર બને છે. અલગ-અલગ દિશામાં ડોક ફરે ત્યારે પાણી મોઢાના દરેક ખૂણામાં ફરી વળે છે અને ગાલના સ્નાયુઓને ટોન કરે છે. આમ કરવાથી સ્કિન-ટોન સુધરે છે. ચહેરા પર તેજ આવે છે. ખભા અને ડોક તાણમુક્ત બને છે. ડોકના સ્નાયુઓ સશક્ત બને છે. એક સારા પૉર માટે એ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. સાથે-સાથે બ્રહ્મમુદ્રાનું વેરિએશન કરીએ એનાથી જડબાની લાઇન એકદમ વ્યવસ્થિત બનતી દેખાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK