સમય કરતાં વહેલા આવી ગયેલા બાળકના ઉછેર અને પોષણ માટે વધારે ધ્યાન આપવાની જરૂર

આ ઉછેર કઈ રીતે કરવો, બાળકના પોષણ માટે શું ધ્યાન આપવું, તેના શારીરિક અને માનસિક માઇલસ્ટોન શું હોય અને એ બાબતે શું કાળજી રાખવી એ જો પહેલેથી સમજવામાં આવે તો તાજેતરના સર્વે મુજબ બાળકના વિકાસમાં ચારગણો ફાયદો થાય છે

baby

જિગીષા જૈન

માના ગર્ભમાં બાળક પૂર્ણ રીતે ૯ મહિના એટલે કે ૩૬ અઠવાડિયાં સુધી રહે એ અત્યંત જરૂરી છે, કારણ કે એ ગર્ભમાં રહીને જ તેનો પૂર્ણ વિકાસ થાય છે. પરંતુ અમુક બાળકો ૩૬ અઠવાડિયાં માના ગર્ભમાં રહી શકતાં નથી, જેને આપણે પ્રી-મેચ્યૉર બાળકો કહીએ છીએ. જોકે આમાં પણ જુદાં-જુદાં વર્ગીકરણ છે. ૩૪-૩૬ અઠવાડિયાં વચ્ચે જન્મનારાં બાળકો લગભગ નૉર્મલ જેવાં જ હોય છે. તેમને વધુ તકલીફ પડતી નથી. અમુક બાળકો એવાં પણ હોય છે જે ૩૦-૩૪ અઠવાડિયાંની પ્રેગ્નન્સી દરમ્યાન જન્મે છે. આ બાળકોનું તો ખૂબ વધુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે જન્મ વખતે તે માંડ ૯૦૦ ગ્રામ જેટલું વજન ધરાવતાં નબળાં હોય છે. પરંતુ એક ગ્રુપ એમાં એવું છે જે છે ૩૦-૩૪ અઠવાડિયાંની પ્રેગ્નન્સી દરમ્યાન જન્મતાં બાળકો. આ બાળકો મોટા ભાગે એકથી સવા કિલો જેટલું વજન ધરાવતાં હોય છે અને તેમને આવતાં વેંત જ નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ જેને NICU કહે છે એમાં રાખવામાં આવે છે. આ બાળકોને લગભગ ૧ મહિના જેવો સમય NICUમાં રાખવામાં આવે છે અને એ દરમ્યાન બાળકની એવી કાળજી લેવામાં આવે છે કે તેનો વિકાસ વ્યવસ્થિત થઈ શકે. ઍટ લીસ્ટ તે એવું પરિપક્વ થઈ જાય કે બહારના વાતાવરણનો સામનો કરી શકે. મહત્વની વાત એ છે કે આ પ્રીટર્મ કે પ્રીમેચ્યૉર બાળકોની સંખ્યા છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધતી જણાય છે. આ બાળકોનો ઉછેર થોડો સંવેદનશીલ હોય છે, જે શીખવો પડે છે અને એ શીખવા માટે પેરન્ટ્સને કાઉન્સેલિંગની જરૂર પડે છે. પરંતુ શું ભારતમાં આ કાઉન્સેલિંગ મળે છે? નાનાં શહેરો કે ગામની વાત છોડીએ તો મહાનગરોમાં પણ શું આ ફૅસિલિટી મળે છે ખરી?

સર્વે

તાજેતરમાં એબટ દ્વારા મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને કલકત્તા ચારેય શહેરોનાં કુલ ૧૦૦૦ પ્રીટર્મ બેબીઝ અને તેમની માતાનો સમાવેશ કરીને કરવામાં આવેલા સર્વેમાં ઘણાં રસપ્રદ તારણો મળ્યાં હતાં. આ સર્વેમાં એ જોવા મળ્યું કે પ્રીટર્મ બેબીઝની મમ્મીઓને બાળકના ન્યુટ્રિશન અને તેની કાળજી કઈ રીતે રાખવી એ બાબતે કાઉન્સેલ કરવામાં આવે તો બાળકની હેલ્થ પર એની ઘણી જ હકારાત્મક અસર પડે છે. આ હકારાત્મક અસરમાં એ જોવા મળ્યું કે જે મમ્મીઓ બાળકના પોષણ અને વિકાસ વિશે જાણતી નથી એના કરતાં જાણકાર મમ્મીઓનાં બાળકોનો વિકાસ એટલે કે તેમના ગ્રોથ માઇલસ્ટોન ચારગણા વધુ સારા હતા. આ સર્વે દ્વારા એ જાણવા મળ્યું હતું કે જે માતાને પ્રીટર્મ એટલે કે ૯ મહિના પહેલાં અને આમ જોઈએ તો ૭ મહિના પછી બાળક આવ્યું છે એ બાળકનું કઈ રીતે ધ્યાન રાખવું એ પહેલેથી જ જણાવવામાં એ જરૂરી છે. પ્રીટર્મ બાળકને શું ખવડાવવું, કઈ રીતે સ્તનપાન કરાવવું, સ્તનપાન કરાવતી વખતે બીજું શું ધ્યાન રાખવું, બાળકનો વિકાસ કયા સમયે અને કયા પ્રકારનો હશે, કેટલા મહિને તે ચાલશે, બોલશે, ખાશે વગેરે બાબતોમાં માને ખબર જ છે એમ માનીને આગળ વધવાથી કામ ચાલતું નથી. ખાસ કરીને પ્રીટર્મ બેબીઝની મમ્મીને આ બાબતે કાઉન્સેલ કરવી અત્યંત જરૂરી છે.

મદદની જરૂરત શું કામ?

પ્રીટર્મ બેબીઝ થોડાં નબળાં હોય છે, કારણ કે ગર્ભમાં તેમનો પૂર્ણ વિકાસ થઈ શક્યો નથી હોતો. ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં અને હિન્દુજા હૉસ્પિટલ, ખારનાં લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટ અને પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘આ બાળકોની નબળાઈને શરૂઆતમાં બાહ્ય પોષણ દ્વારા જ પૂરી કરવી પડે છે. સામાન્ય રીતે તેમના સ્તનપાનમાં પણ શરૂઆતમાં તકલીફ થાય છે. આ શરૂઆતનો સમય તેઓ બાહ્ય પોષણ પર રહે છે. સામાન્ય બેબીઝનું પણ ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ પ્રીટર્મ બેબીઝનું વધુ ધ્યાન રાખવાનું હોય છે; કારણ કે તે તેમના માઇલસ્ટોન સુધી ન પહોંચે તો કોઈ કાયમી ખામી રહી જવાનો ડર રહેતો હોય છે. આવા સમયમાં તેમનાં મમ્મી-પપ્પા બન્નેનું કાઉન્સેલિંગ અનિવાર્ય છે. એક્સપર્ટ ડૉક્ટર્સ દ્વારા આપવામાં આવતું માર્ગદર્શન પ્રીમેચ્યૉર બાળકો અને તેમના માતાપિતા માટે ઘણું જ ફાયદાકારક સાબિત થાય છે. શરૂઆતથી જ મા માઇલસ્ટોન વિશે જાણતી હોય તો બાળકનો શારીરિક કે માનસિક વિકાસ ઓછો થાય કે ધીમો થાય તો તે તરત જ ડૉક્ટરની સલાહ લઈ શકે છે.

સર્વેમાંથી જાણવા મળેલાં રસપ્રદ તારણો

NICU - નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ એ જગ્યા છે જ્યાં જન્મ પછી પ્રીટર્મ બાળકોને રાખવામાં આવે છે. સર્વેમાં જાણવા મળ્યું કે જે મમ્મીઓને NICUમાંથી જરૂરી કાઉન્સેલિંગ મળ્યું હતું તે પોતાના પ્રીમેચ્યૉર બાળકની સંભાળ રાખવા માટે ચારગણી વધુ તૈયાર હતી. આ એ પહેલી જગ્યા છે જ્યાંથી પ્રીટર્મ બાળકના જીવનની શરૂઆત થાય છે. એ જગ્યાએથી જ પેરન્ટ્સને વ્યવસ્થિત માહિતી મળવી જોઈએ કે તેમણે તેમના બાળકનું ધ્યાન કઈ રીતે રાખવાનું છે. ખાસ કરીને તેને કઈ રીતે ફીડિંગ કરાવવાનું છે, તેના પોષણનું કઈ રીતે ધ્યાન રાખવું વગેરે.

સર્વેમાં જોવા મળ્યું કે કુલ મમ્મીઓ પાસે ૧૦ ટકા મમ્મીઓને બાળકના પોષણ અને વિકાસ બાબતે કોઈ જ માહિતી કે માર્ગદર્શન હતું જ નહીં અને ૪૦ ટકા મમ્મીઓ એવી હતી જેમની પાસે માહિતી તો હતી, પરંતુ પૂરતી માહિતી નહોતી.

પ્રીટર્મ બેબીઝની મમ્મીઓમાંથી ૯૩ ટકા મમ્મીઓએ પોતાના બાળકના ઉછેરમાં અમુક પડકારોનો સામનો કર્યો હતો. ખાસ કરીને આ મમ્મીઓને બાળકના શારીરિક વિકાસમાં તકલીફ પડી હતી. જેમ કે ઉંમર પ્રમાણે વજન ન વધવા જેવા પ્રશ્નો સામે આવ્યા હતા. લગભગ ૫૦ ટકા મમ્મીઓને લાગ્યું હતું કે તેમનું બાળક માનસિક રીતે બ્રેઇન ડેવલપમેન્ટ, મોટર સ્કિલ્સ કે માનસિક ક્ષમતાઓમાં પાછળ રહી ગયું હોય.

આ બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી, જેને કારણે એક વખત માંદું પડ્યું તો ઠીક થવામાં આ બાળકોને ઘણો સમય લાગતો. ખાસ કરીને શરૂઆતનાં બે વર્ષમાં આ તકલીફ વધુ સામે આવતી જણાઈ હતી. શરદી, ઉધરસ, તાવ, ઇન્ફેક્શન, ભૂખ ઓછી લાગવી કે શ્વાસને લગતી તકલીફો આ બાળકોમાં વધુ જોવા મળે છે.

પોષણની બાબતમાં જે પડકારો હતા એમાં એ જાણવા મળ્યું હતું કે પ્રીટર્મ બેબીઝ સ્તનપાન વખતે એકધારું સ્તનપાન કરી નથી શકતાં અને તેમને દૂધ ચૂસવામાં પણ શરૂઆતમાં ખૂબ તકલીફ પડે છે, જેને લીધે બહારના દૂધ પર કે ફૉમ્યુર્લાે ફીડ્સ પર આધાર રાખવો પડે છે. એને લીધે તેમનામાં પોષણની કમી જોવા મળે છે.

આ સર્વેમાં જાણવા મળ્યું કે પ્રીમેચ્યૉર બાળકની મમ્મીઓ માટે પોતાના ઇમોશન્સને સંભાળવા અઘરા બની જાય છે. એટલે તેમને કાઉન્સેલ કરવાની ખાસ જરૂરત હોય છે. સર્વેમાં જાણવા મળ્યું કે ફક્ત ૨૪ ટકા સ્ત્રીઓને પ્રૉપર કાઉન્સેલિંગ મળ્યું હતું. આ પરિસ્થિતિ જ એવી છે કે એમાં મમ્મી પોતાની જાતને અપરાધી માની શકે છે. એ સિવાય બાળકના વિકાસ માટે સ્ટ્રેસફુલ પણ બની શકે છે. જન્મતાંની સાથે તેનું બાળક તેનાથી દૂર જતું રહે છે ત્યારે મમ્મી માટે આ સમય સરળ નથી હોતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK